AADHU books and stories free download online pdf in Gujarati

આધુ

આધુ..

જે અવાજ માં આરાધ્યા પોતાનું નામ સાંભળવા 2 વર્ષ 10 મહિના 9 દિવસ 9 કલાક ને 27 મિનીટ થી રાહ જોતી હતી. એ જ અવાજ માં આજે આધુ સાંભળવા મળ્યું . થોડી વાર માટે તો આરાધ્યા થાપ ખાઈ ગઈ એને પોતાના મન નો વ્હેમ લાગ્યો. એક ડગલું ભર્યું ત્યાં પાછો એ જ અવાજ માં આધુ સંભળાયું. પાછળ ફરી ને જોયું તો નયન જ હતો..

આધુ : નયન તું?

નયને હકાર માં માથું ધુણાવતાં જવાબ આપ્યો.

આરધ્યા પોતે જાણતી હતી કે એ વધી વધી ને 7-8 વર્ષ જીવશે એનાં માટે એ નયન ને અધૂરી જિંદગી એ એકલો છોડવા નહોતી માંગતી અને એટલે જ આરધ્યા એ નયન અને ભૂમી ના લગ્ન કરાવ્યાં હતાં. જ્યારથી આરાધ્યા ને બ્લડ કેન્સર એ વાત ની જાણ થઈ હતી ત્યારથી જ તે નયન ને પોતાનાથી દૂર કરવાની કોશિષ માં લાગી ગઈ હતી. કારણ પોતે જાણતી હતી કે જો પોતે નયન સાથે લગ્ન કરી મધદરિયે છોડી ચાલી જશે તો નયન એ સહન નહીં કરી શકે.. એટલે જ જેમ તેમ પોતાના સમ આપી નયન ને ભૂમિ સાથે લગ્ન કરવા મનાવી લે છે. આ બીએડીએચયુ વારાફરતી આરાધ્યા ના મગજ માં ચાલતું હતું પણ કાઈ બોલતી નહોતી

હજુ આરાધ્યા કંઈ પણ બોલે એ પહેલા તો ભૂમી આવી ને કહ્યું હાઈ આરાધ્યા આજ થી અઢી વર્ષ પહેલા મે જે કંઈ પણ તારી સાથે વર્તન કર્યુ એ બદલ હું દિલ થી તારી માફી માંગું છું. ભૂમી એટલે બીજું કોઈ નહી પણ નયન ની પત્ની. નયન ની પત્ની એ પણ જાણતી હતી કે નયન ને આરાધ્યા એકબીજા ને ચાહે છે ને એટલા માટે જ ભૂમી એ 14 ડિસેમ્બર ના આરાધ્યા ને લગ્ન માં આવવા ચેલેન્જ આપી હતી ને આરાધ્યા એ લગ્ન માં જઈ બંને ને શુભકામના ઓ પાઠવી ભૂમી ની ચેલેન્જ પૂરી કરી હતી. એ જ વર્તન બદલ આજે ભૂમી આરાધ્યા ની માફી માંગતી હતી. આરાધ્યા તો હતી જ દરિયાદિલ ભૂમી એ માફી માંગી ને આરાધ્યા એ માફી પણ આપી દીધી. પણ હજુ નયન સાથે બોલવામાં અચકાતી હતી પણ નયન આધુ આધુ કહી એને ભૂતકાળ માં લઈ જતો હતો.

નયન ને ભૂમી ને જોઈ આરાધ્યા ની આંખો ના ખૂણા સહેજ ભીના થઈ ગયા હતાં જેની જાણ નયન ને તરત જ થઈ ગઈ હતી. આરાધ્યા એ ફરીથી રડમસ અવાજે બંને ને આગળ ની જિંદગી માટે શુભેચ્છા પાઠવી અને ત્યાં થી નીકળવા જતીહતી ત્યાં જ આરાધ્યા ને ચક્કર આવ્યાં ને જમીન પર ફસડાઈ તરત જ ભૂમિ અને નયન એ ઊભી કરી આરાધ્યાને હોંશ માં લાવવાના અનેક પ્રયત્ન કર્યા પણ આરાધ્યા પણ જાણે નાના છોકરાં ની જેમ જીદ પકડીને બેઠી હોય એમ ભાન માં જ ના આવી. નયન આરાધ્યા ની બંધ આંખો સામે જોઈ રહ્યો ને ભૂમી એ તરત જ ૧૦૮ ને કોલ કર્યો ને આરાધ્યા ને હોસ્પિટલ લઈ ગયા. આરાધ્યા ની આ હાલત જોઈ નયન હિમ્મત હારી ગયો એનાં મન માં અનેક પ્રશ્નો થવાં લાગ્યાં શું થયું હશે આધુ ને? શું આધુ એ મારાથી કોઈ વાત છુપાવી છે? શું આધુ હવે આમ જ રહેશે? નયન ને આમ મુંજવણ માં જોઈ ભૂમી એ હિમ્મત આપી .. કાઈ નહીં થાય આધુ ને તમે ચિંતા ના કરો...

એટલી વાર માં આધુ ના મમ્મી પપ્પા આવી ગયા ને આ બાજુ થી ડોક્ટર પણ આવી ગયા. ડોક્ટર ના હાવભાવ જોઈ બધા ડોક્ટર ને સાંભળવા આતુર થઈ ગયાં હતાં અને અંતે ડોક્ટર એ ખુલાસો કરતાં કહ્યું કે આરાધ્યા બ્લડ કેન્સર થી પીડાઈ રહી છે. આ સાંભળતા જ નયન ને એ દિવસ યાદ આવી ગયો જ્યારે આરાધ્યા એને ભૂમી સાથે લગ્ન કરાવવા માટે મનાવી રહી હતી અને ભૂમી ને એ દિવસ યાદ આવ્યો જ્યારે એને આરાધ્યા ને લગ્ન માં આવવાની ચેલેન્જ કરી હતી. ભૂમી ને નયન બંને સમજી ગયાં કે ભૂલ પોતપોતાની હતી છ્તાય સજા આરાધ્યા એ ભોગવી ને બંને દોડી ને આરાધ્યા પાસે પહોચી ગયાં.. આરાધ્યા ભાન માં આવી ત્યારે માત્ર ભૂમી ને એટલું જ કીધું કે ભૂમી નયન નું ધ્યાન રાખજે. અને નયન ની સામે જોઈ એટલું જ કહી શકી કે આ જન્મ માં તો શકય નહોતું કે તારી થાઉં આવતાં જન્મે તારી રાહ જોઈશ..

નયન એ કહ્યું આધુ મને માફ કરી દે મે તને બેવફા કહી તે ના કરેલી ભૂલ ની સજા આપી પણ આટલું સાંભળે એ પહેલાં આરાધ્યા ની આંખો હમેશાં હમેશાં માટે મિચાઈ ગઈ હતી.