Dear Pappa books and stories free download online pdf in Gujarati

ડિયર પપ્પા

ડિયર પપ્પા

આમ તો અત્યાર સુધી ૨૩ વર્ષ માં મેં એક પણ વસ્તુ ની જીદ તમારી પાસે નથી કરી કેમકે મને ખબર હતી કે મારા પપ્પા દિવસ રાત એક કરી બધાં માટે પૈસા કમાઈ છે અને એટલે જ મેં ક્યારેય કદાચ તમારો ટાઇમ પણ નથી માંગ્યો. તમે મારા ભગવાન છો ને રહેશો જ.. હું મારા માટે થઈ ને તમને કોઈ ને દુખી કરવા નથી માંગતી  પણ પપ્પા એનો મતલબ એવો પણ નથી કે જેમ બધાં જીવે એમ જ હું જીવું...જેમ બધી છોકરીઓ પોતાનું ઘર સંભાળે એમ હું કરું..આવું કરવું એ તો આંધળું અનુકરણ કહેવાય ને? ને તમે જ શીખવ્યું છે ને કે બીજા કરે એમ આપણે નહીં કરવાનું તો આજે તમે કેમ બીજા કરે એવું કરવાની જીદ લઈ ને બેઠા છો? 

અને આમ પણ પપ્પા હું તમારી સામે ક્યારેય કાંઈ બોલી નથી શકતી પણ પપ્પા તમે કદાચ મારો જીવ માંગશો તો એ આપી દઈશ પણ કોઈ સાથે લગ્ન તો નહીં જ કરુ...

અત્યાર સુધી તમે મને મોટી કરી દરેક પરિસ્થિતિ નો સામનો કરતા શીખવ્યું પણ પપ્પા તમે ક્યારેય તમારી દીકરી ને ના ઓળખી શકયા. એવું બની શકે પપ્પા કે તમે મારા માટે ઘણું બધું જતુ કર્યું હોય પણ પપ્પા જેટલું તમે મારા માટે જતું કર્યું એટલું જ મેં પણ જતું કર્યું છે. યાદ છે પપ્પા તમે એવું કિધેલું કે ૧૦ માં માં સારા ટકા આવશે તો નવી ગાડી લઈ આપીશ અને મારે માર્કસ પણ સારા આવ્યાતાં પછી તમે એવું કિધેલું કે હવે 12 માં મા સારાં ટકા આવશે ત્યારે નવું activa લઇ આપીશ
પણ જ્યારે મારે ટ્યુશન માં જવા માટે ચાલીને જવું પડતું એ જોઈ તમે તરત જ મારા માટે એક જૂની activa લઈ આવેલા..
પપ્પા જો ત્યારે તમે મને આટલું સમજતા હતાં તો અત્યારે કેમ નહીં? પપ્પા ત્યારે તમને મારાં દરેક નિર્ણયો સાચાં લાગતા તો અત્યારે કેમ હું ખોટી છું?

આતો એના જેવું થયું કે તમે લોકો ની હા માં હા મેળવો તો સારા બધા માટે બધું કરો તો સારા... મને હજી પણ યાદ છે પપ્પા કે તમને સ્લીવેલેસ ટોપ કે ડ્રેસ નહોતાં ગમતાં અને જ્યારે મારે સ્કૂલ માં ફ્રી ડ્રેસ હતો ત્યારે હું અલગ નાં પડું ને કોઈ તમને કઈ ના કહે એટલા માટે હું જાતે જ સ્કૂલ ડ્રેસ પહેરી જતી એટલે તમે પણ ખુશ ને હું પણ ખુશ..

પણ પપ્પા હવે વાત સ્લીવલેસ ડ્રેસ, એક્ટિવા, પાર્ટી, નાઇટઆઉટ કે પિક્ચર ની નથી મારી બાકી રહેલી જિંદગી ની વાત છે મારા સપના ની વાત છે મારી સેલ્ફ રિસ્પેક્ટ ની વાત છે
અને પપ્પા એટલો વિશ્વાસ તો તમે રાખી જ શકો મારા પર કે કયારેય હું તમારું નામ ખરાબ નહી કરું પણ પપ્પા હું કોઈ જોડે લગ્ન પણ  કરું એ વાત પણ નક્કી જ છે અને એનું એક માત્ર કારણ એ છે કે મારું સપનું છે એક સફળ બિઝનેસ વુમન બનવાનું.

આ તો હું છોકરી છું અને સાવ સાજી સારી છું મારી જ્ગ્યાએ કદાચ કોઈ અપંગ છોકરો હોત તો શું તમે એને નાં સાચવત?
પપ્પા મને પણ ખબર છે કે મારા લગ્ન ના કરવાનાં નિર્ણય ને લઈને સમાજ  બધાં પ્રશ્નો કરશે પણ પપ્પા એ લોકો ને તમે જવાબ ના આપી શકો એટલા નબળાં પણ નથી.

તમે મને કદાચ આપણા ઘર ની નોકરાણી બનાવી ને રાખશો ને પપ્પા તો પણ રહેવા તૈયાર છું પણ પપ્પા તમારી વગર ની મારી જિંદગી નકામી છે. મારે હમેશાં તમારી સાથે રહેવું છે... 

                            લી. તમારી લાડકી દીકરી..