Badlaav - 6 books and stories free download online pdf in Gujarati

બદલાવ-6

બદલાવ-6
(આપણે આગળ જોયું કે નરોતમનાં જાણીતા એવા એક બાવાનોં પીછો કરતા અજય અને સોમુ જંગલમાં પહોંચે છે....એ બાવો એક જગ્યાએ ઉભો રહી પાછળ જુએ છે......હવે આગળ)
          જયાંરે બાવો ઉભો રહયોં ત્યાંરે અજય અને સોમુ એક એક ઝાડનાં થડ પાછળ સંતાયા.બાવો ચારે તરફ જોઇ મોટેથી બોલ્યોં “ કાલ, કપાલ ઔર મહાકાલ.” અજય, સોમુ અને સમગ્ર વાતાવરણમાં ભયનાં તરંગો પસાર થયા.જાણે બધું જ એ તરંગોથી કંપીત થયું.ફરી એ બાવો આગળ ચાલ્યોં.અજયે ઇશારાથી સોમુ પાસેથી પેલી પીસ્તોલ માંગી.સોમુએ કમને એ અજયને આપી.બદલામાં અજયે સોમુને લાડુંનો ડબ્બો આપ્યોં.થોડા આગળ ચાલ્યાં પછી ઢોળાવ ઉતરવાનો થયો.લાંબો ઢોળાવ ઉતર્યાં પછી ફરી એક મેદાન વિસ્તાર દેખાયોં.મેદાનનાં સામેનાં છેડે એક મોટી પથ્થરની શીલામાં કુદરતી રીતે બનેલી ગુફા દેખાઇ.એની આગળ મેદાનમાં અમુક નાનામોટા ઝાડ ઉગેલા હતા.કોઇએ ઉગાવેલા હોય એવું દેખાતું હતું.અજય અને સોમુ મેદાન પહેલાનાં છેલ્લા વૃક્ષો પાછળ સંતાઇને ઉભા રહ્યાં.બાવો ગુફા પાસે ઉભો રહ્યોં.ચારે તરફ નજર કરી ગુફામાં અંદર દાખલ થયો.અજયે સોમુને ધીમેથી કહ્યું
“શું કરવું છે? ગુફામાં જવું છે?”
“હા ચાલો સાહેબ, જઇએ.તમે જરા પણ ડરો નહિં.હું તમારી આગળ રહીશ.”
“ગુફામાં બીજુ કોઇ હશે તો?”
“મને નથી લાગતું આ બાવા સાથે કોઇ જોડીદાર રહેતો હોય.”
“એમ! તો ચાલ.”
બંને બીલ્લીચાલે ચાલ્યાં.પહેલુ જ ઝાડ બીલીપત્રનું હતુ.ત્યાંથી ગુફા હજી લગભગ સો ડગલા દુર હતી.એ ઝાડ પાસે બંને આવ્યાં તો એક પવનની જોરદાર લહેર આવી.બંને ભયથી ઉભા રહ્યાં.ત્યાં જ ગુફામાંથી અવાજ આવ્યોં
“ઉધર હી રુક જાવ.ખબરદાર ઇસ સે આગે આયે તો....”
ભયનું લખલખુ બંનેનાં શરીરે એકસાથે પસાર થઇ ગયું.અજયે પીસ્તોલ હાથમાં રાખી.ગુફા તરફ તાકીને ધ્રુજતા અવાજે  બોલ્યોં
“આપ જે પણ હો...બહાર આવો.”
સામેથી કંઇ જવાબ ન આવતા અજય અને સોમુ થોડા આગળ વધ્યાં.હવે પવન પણ શાંત હતો.ગુફાથી થોડા ડગલા દુર બંને ઉભા રહ્યાં.અંદરથી એક જોરદાર અટ્ટાહાસ્યનો અવાજ આવ્યોં.પેલો બાવો બહાર દેખાયોં.અજય અને સોમુ દરેક પરીસ્થીતીને પહોંચી વળવા તૈયાર હતા.બંનેએ જોયું કે એ બાવો એકલો અને ખાલી હાથે ઉભો હતો.અજયનાં હાથમાં તમંચો જોઇ એ હસ્યોં અને બોલ્યોં “મને મારવા આવ્યાં છો કે ખુદને બચાવવા? અહિં તમારા કોઇ હથિયાર કામ નહિં લાગે.આ ભૈરવની ભુમિ છે.”
અજયે હવામાં ફાઇરીંગ કરવા તમંચો ઉપર કરી ટ્રીગર દબાવ્યું.પણ કંઇ ફુંટયું નહિં.ઘણાં પ્રયત્નો કર્યાં છતા ફાઇરીંગ થયુ નહિં.ફરી અટ્ટાહાસ્ય કરી એ બાવો ગુફા તરફ ચાલતો થઇ બોલ્યોં 
“હવે અંદર આવો.બહાર તો તમે જઇ નહિં શકો.” 
અજય અને સોમુ એકબીજા સામે જોઇ રહ્યાં.અજયે તમંચો નીચે કર્યોં અને સોમુને કહ્યું
 “તારો આ તમંચો દગો દઇ ગયો.હવે શું કરવું અંદર જાવું છે?”
“ના સાહેબ.આ બાવાનું રૂપ જોઇને હવે તો મને પણ ડર લાગે છે.અને હથિયાર વિના અંદર ન જવાય.ચાલો પાછા ભાગીએ.આમપણ શિયાળાનો સમય છે.અંધારુ વહેલુ થઇ જશે.”
અજય અને સોમુ પાછા ભાગવા લાગ્યાં.પણ પેલા બીલીપત્રનાં ઝાડથી આગળ ગયા કે તરત જ બંનેનાં પગમાં અસહ્ય દુખાવો ચાલુ થયો.ગોઢણમાં જાણે કોઇએ લાકડીનાં ઘા માર્યાં હોય એવો ભયંકર દુખાવો થતા બંને નીચે જ ફસડાઇ પડયાં.અજય ઢસડાઇને થોડો ગુફા તરફ ગયો તો દુખાવો ઓછો થયો.સોમુને પણ એવો જ અનુભવ થયો.બંને અલગ અલગ બીજી દિશામાં ગયા.તો અમુક અંતરે ત્યાં પણ પગ ઘુંટણથી વળી ગયા એવો દુખાવો થયો.
“સોમુ...આ શું થાય છે?” અજયે બુમ પાડી.
“સાહેબ, આ તો લક્ષ્મણરેખા જેવું કંઇક બંધન છે.આ જગ્યાં બાંધેલી છે.આપણે એક સીમામાં કેદ થઇ ગયા.હવે એની બહાર જવું મુશ્કેલ છે.” સોમુ લંગડાતી ચાલે અજય પાસે આવ્યોં.અજયનાં હાથમાંથી પીસ્તોલ પણ પડી ગઇ હતી. સોમુનાં હાથનો ડબ્બો પણ કયાંક પડી ગયેલો.અજય અને સોમુ ધીમે ધીમે ગુફાનાં દરવાજાથી થોડે દુર આવીને ઉભા.ત્યાં અંદરથી જ પેલો બાવો બોલ્યોં 
“તમારે થોડો સમય જીવવું હોય તો અંદર આવી જાવ.નહિંતર હમણાં જ મોક્ષ મળી જશે.”
અજય અને સોમુને આ તાંત્રીકની શકિતનો પરચો તો મળી જ ગયો હતો.હવે એની વાત માનવા સીવાય કોઇ છુટકો ન હતો.બંને ધીમે ધીમે અંદર ગયા.ગુફામાં બરાબર વચ્ચે જ એક હવનકુંડમાં અગ્નિ પ્રજવલીત હતો.એનો પ્રકાશ આખી ગુફામાં ફેલાતો હતો.ગુફા અંદરથી ઘણી મોટી દેખાતી હતી.એક તરફની દિવાલ પાસે એક નાની શીલા પર એ બાવો પલાઠી વાળીને બેઠો હતો.અગ્નિનાં લાલ પ્રકાશમાં એ ભયંકર લાગતો હતો.પણ ગુફામાં કંઇક સુગંધી દ્રવ્યોની સુવાસ પણ આવતી હતી.એક બાજુ દિવાલનાં ટેકે ત્રણ અલગ અલગ લાકડી અને એક કુહાડી પડેલી હતી.બાવાની પાછળની દિવાલે એક કપડાની ઝોળી ટીંગાયેલી હતી.હવનકુંડ પાસે અમુક હાડકાઓ પડેલા હતા.ત્યાં નીચે જ એક કાળા કપડામાં કંઇક ગોળ આકારની વસ્તુ વીંટળાઇને પડેલી હતી.
          અજય અને સોમુનાં પગમાં હજુ પણ થોડો દુખાવો થતો હતો એટલે બંને નીચે બેસી ગયા.થોડીવારે શ્વાસ નીચે બેઠો.પછી ગુફામાં શાંતિ હતી.એ બાવાની આંખો બંધ હતી પણ હોઠ ફફડતા હતા.કંઇક મંત્રો ગણગણતો હોય એમ એનો કયાંરેક હાથ પણ ઉંચો થઇ જતો.બંનેને થોડી ક્ષણ જ પગ દુખ્યાં પણ ખુબ જ નબળાઇ વર્તાતી હતી.બોલવાની હિંમત પણ માંડ એકઠી થઇ એટલે અજય બોલ્યોં
“મહારાજ તમે કોણ છો?”
અજયનાં શબ્દો ગુફાની બધી દિવાલોમાં અથડાયાં પણ પેલા સાધુનાં કાને જ ન અથડાયાં હોય એમ એ નિરુતર રહ્યાં.સોમુને થયું સાહેબને થાક લાગ્યોં છે એટલે અવાજ પણ ધીમો થઇ એટલે એણે બુમ પાડી પુછયું
“ઓ મહારાજ, અમને શુંકામ પરેશાન કરો છો?”
એ સાધુએ આંખો ખોલી.પોતાની બાજુમાં પડેલા પાત્રમાંથી કંઇક હાથમાં લઇ હાથ ઉંચો કર્યો.અજય અને સોમુ ગભરાયા.ત્યાં તો એમણે હાથમાં પકડેલી વસ્તુ હવનકુંડમાં ઘા કરી.આછા લીલા રંગનો પ્રકાશ બધે જ ફેલાયો.પછી સોમુ તરફ જોઇ બોલ્યાં
“તને કહ્યું હતુ કે જે કરવા આવ્યાં છો એજ કરજો.અમે એક જ વાર ચેતવીએ છીએ.” એટલું બોલી એ ઉભા થયા.ઝોળીમાંથી ચલમ અને સાફી કાઢી અગ્નિથી એને ચેતાવી.પહેલો દમ જ એવો ખેચ્યોં કે જાણે ગુફાની બધી હવા એક જ વારમાં પીય જવાના હોય.અજય અને સોમુએ એકબીજાની આંખમાં જોયું.બંનેને પરીસ્થીતીની ભયાનકતા દેખાઇ.સોમુએ અજયનાં કાનમાં કહયું  “શું કરીશું હવે?તમે સાથ આપો તો આ બાવાને દબોચી લઉં.” અજયે માત્ર હાથ હલાવી ના કહી.ત્યાં જ એ સાધુએ ધુમ્રશેર ઉડાવીને કહયું 
“અહિં મારી રક્ષા કરવાવાળા ત્રણ છે.તમે બે....મરવું હોય તો મરો....સબ અપને અપને કરમ કે દોષી.”
હવે અજય અને સોમુ પાસે બધું જ છીનવાઇ ગયું હોય એમ બંનેએ એકસાથે હાથ જોડયાં.દયામણાં ચહેરે અજય બોલ્યોં
“અમને માફ કરો મહારાજ.અમારે ઘર-સંસાર છે.અમને પાછા જવા દો.”
સોમુ પણ બોલ્યોં
“બાબા, અમારી ભુલ થઇ ગઇ.અમને જવા દો.”
બાવાએ ચલમ બાજુએ મુકી દીધી.ધુણીની આગ સામે એકીટસે જોયા કર્યું.પછી અજય તરફ જોઇ પ્રેમથી હસ્યાં.જાણે બંનેની આજીજીથી પીગળી ગયા હોય એવું રૂપ બતાવ્યું.પછી એ બોલ્યાં 
“ કીસકો જાને દુ? તુમ હી બતાઓ? કીસી એક કો જાને દુંગા, બોલો કીસે જાને દુ?”
અજય અને સોમુ ચર્ચા કરવા લાગ્યાં.અજયે કહયું “સોમુ,તું જા.મારા લીધે તને કંઇ થાય એવું હું નથી ઇચ્છતો.”
“ના સાહેબ.મારે તો કોઇ રાહ જોવા વાળુ નથી.તમે જાવ તો પછી મને છોડાવવા માટે પણ કંઇક કરી શકો.”
બંને એકબીજાનાં ખાસ મિત્રો હોય એમ હૃદયના ઉંડાણથી શબ્દો નીકળવા લાગ્યાં.ત્યાં જ એ સાધુ ગુસ્સાથી બુમ પાડી બોલ્યાં
“ચુપ મરો નાલાયકો.મારી વાત સમજયાં નથી તમે, મુર્ખો.” 
અજયે ફરી બે હાથ જોડી કહયું
“માફ કરો મહારાજ.આપ જેમ કહો તેમ.”
“યે મહારાજ...મહારાજ કયાં કર રહે હો.મેરા નામ અલગારીનાથ છે.”
“મારું નામ અજય છે અને આ સોમુ.”
“નામ કયાં સાથ આપે છે? જો અજય આજે મારી સામે હારીને બેઠો છે.” અલગારીનાથ ગંભીર થઇ બોલ્યાં.પછી હસીને ઉમેર્યું
“જો પેલો નરોતમ.છતા એ ઉતમ નથી ને તમને અહિં મૃત્યુનાં મુખમાં લઇ આવ્યોં.”
“અલગારીનાથ....પ્રભુ...અમને બેમાંથી એકને જવા દો.અમે નિર્દોષ છીએ.” સોમુએ વિનંતી કરી.
અજયે વચ્ચે જ કહ્યું
“નરોતમ મારો સાળો થાય છે.મે એનું કશું બગાડયું નથી.” 
“કોઇ કીસીકા નહિં.તુમ સંસારી લોગ દંભ મે જીતે ઔર ઉસીમે મર જાતે હો.હમ તો સીર્ફ તુમ્હારા ઇસ્તમાલ કરતે હૈ.તો કયાં બુરા કરતે હૈ? ” અલગારીનાથે કહયું.
“બાબા, તમે કહ્યું એમ અમને બેમાંથી કોઇ એકને જવા દો.બડી મહેરબાની હોગી આપકી.” અજયે કહ્યું.
“કોને જવા દઉં? આ બેઠેલા માટીનાં શરીરને? તારા મનને? કે ફકત આત્માને?...બોલ?”
અજય અને સોમુ મૌન થઇ ગયા.હવે વાતો કરવામાં મજા નથી એવું સમજાયું.થોડીવારે અજયે કાંડાઘડિયાલમાં જોયું તો સાંજનાં 5.00 વાગ્યાં હતા.હવે પાછા જો જઇ શકાય તો પણ અંધારુ તો થઇ જ જવાનું હતું.
“કેટલા વાગ્યાં તારી ઘડિયાલમાં?” અલગારીનાથે પુછયું.
“જી, પાંચ વાગ્યાં છે.”
“હું પાછો આવું ત્યાં સુધી કોઇ વસ્તુને હાથ ન લગાવતો.નહિંતર તુરંત અંત આવી જશે.” એમ કહી એ સાધુ ઉભા થઇ ગુફાની બહાર નીકળી ગયા.અજયને કંઇક યાદ આવતા તરત જ મોબાઇલ કાઢયોં પણ એમાં નેટવર્ક જ નહોતું.સોમુના ફોનનો પણ એ જ હાલ હતો.અજયે આગ સામે જોયું.એકદમ સીધી જવાળાઓ ઉપર તરફ જઇને અલિપ્ત થઇ જતી હતી.એવામાં પવનનો એક સુસવાટો ગુફાની અંદર પ્રવેશ્યોં.બહારથી થોડા સુકા પાંદડા પણ અંદર આવી ગયા.એક પાંદડુ સીધુ આગમાં ગયું અને ક્ષણમાં ખાખ થઇ ગયું.
“સોમુ,આ સાધુ પાસે તમામ શકિતઓ છે.આપણે એને નહિં પહોંચી શકીએ.હવે મને રોહિતની વાત યાદ આવે છે.એ કહેતો હતો કે તું ત્યાં જઇશ તો ફસાઇ જઇશ.પણ સોમુ, તું ચીંતા નહિં કરતો.તને કંઇ નહિં થવા દઉં.નરોતમને તો મારી બલી ચડાવવી છે.તારી સાથે કંઇ લેવાદેવા નથી.હું પણ મારી રૂપાને મળી લીધો.હજુ કદાચ નરોતમ એને અહિં લઇને અહિં આવશે એવું લાગે છે.ત્યાંરે જોઇ લઇશ....છેલ્લી વાર.”
અજયની આંખમાં આસુ આવ્યાં.સોમુએ હિંમત આપતા કહ્યું
“સાહેબ, તમે ચીંતા ન કરો.” એટલુ બોલી સોમુ ઉભો થયો.દિવાલ તરફ ધસી ગયો જયાં કુહાડી પડી હતી.કુહાડી ઉપાડી પણ તરત જ એ હાથમાંથી પડી ગઇ.સોમુ ચીસ પાડી બોલ્યોં
“ઓહ! મારા હાથ....અસહ્ય દુખાવો થાય છે.”
“સોમુ, રહેવા દે....આપણા એકેય પ્રયત્નો અહિં કામ નહિં આવે.”......ક્રમશઃ
--ભરત મારૂ