Mavatar books and stories free download online pdf in Gujarati

માવતર.

જગદીશભાઈ અને સીમાબેન આજે ખૂબ જ ખુશ હતા. આજે તેમની સુની ગોદ વર્ષો પછી એક બાળક જન્મ લેવા થી ભરાઈ હતી. આ બાળક નો રડવા નો અવાજ સાંભળી તેમની આંખો માં થી આંસુ આવી રહ્યા હતા.

તેમણે દીકરા નું નામ રોનક રાખ્યું. કારણકે તેના આવવા થી ઘરમાં રોનક આવી ગઈ હતી. રોહિત પણ તેના નાના ભાઈ ના આવવા થી ખૂબ જ ખુશ હતો. દશ વર્ષ પહેલાં જગદીશભાઈ અને સીમા બેને રોહિત એક વર્ષ નો હતો ત્યારે તેને એક અનાથ આશ્રમ થી દત્તક લીધો હતો.

પણ રોહિત ને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે તે તેમનો સગો દીકરો નથી. રોનક ના આવ્યા પછી રોહિત દિવસ દરમિયાન સ્કુલ માં રહેતો ત્યારે સીમાબેન રોનક ને સંભાળતા. રોહિત સ્કૂલ માં થી પાછો આવતો ત્યારે સાંજે રોનક સુઈ જાય ત્યાં સુધી બંને એક સાથે જ રમતા.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો રોનક મોટો થયો એટલે સ્કુલ માં જવા લાગ્યો પણ વધતી ઉંમરની સાથે તેના તોફાન અને મસ્તી પણ વધતાં ગયા. અઠવાડિયામાં એક - બે સ્કુલ માં ઘરે તેની ફરિયાદ આવતી.

આમ રોનક પાંચમા ધોરણ માં આવ્યો ત્યાં સુધી માં તેણે ત્રણ સ્કૂલ બદલી નાખી. હવે જગદીશભાઈ રોનક થી કંટાળી ગયા હતા પણ તેઓ સીમાબેન ના કારણે રોનક ને કઈ કહી શકતાં ન હતાં. કારણ કે સીમાબેન રોનક ને ખૂબ જ લાડ રાખતાં અને તેની દરેક જીદ પુરી કરતાં હતા.

પણ રોનક ભલે જગદીશભાઈ ની  કહેલી વાત સાંભળતો ન હોય પણ તે તેના મોટા ભાઈ રોહિત ની દરેક વાત માનતો. રોહિત ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો એટલે તે રોનક ને પણ વધારે ભણવા માટે કહેતો.

રોહિત ના કહેવાથી જ રોનકે પાંચમા ધોરણ માં આવ્યા પછી નવોદયની પરીક્ષા આપી અને તે પરીક્ષામાં પાસ પણ થયો ત્યારે જ તેણે પરીક્ષા આપ્યા ની વાત જગદીશભાઈ અને સીમાબેન ને કહી.

સીમાબેન અને જગદીશભાઈ રોનક ની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયાં. છઠ્ઠા ધોરણ માં રોનકે નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી લીધો. રોહિત પણ બારમાં ધોરણ માં સારા પરિણામ સાથે પાસ થયો. અને તેને સ્કોલરશીપ પણ મળી.

દસ વર્ષ પછી આજે જગદીશભાઈ ગર્વ અનુભવી રહ્યા હતા કારણ કે રોનક ને રોહિત જેમ જ IIT કેમ્પસ માં થી સોફ્ટવેર એન્જીનીયર ની જોબ મળી ગઈ હતી. અને રોનક આજે અમેરિકા જઇ રહ્યો હતો.

સીમાબેન રોનક ને અમેરિકા જવા દેવા માટે તૈયાર નહોતા પણ રોહિત ની જીદ ના કારણે તેઓ તૈયાર થયા હતા. જગદીશભાઈ , સીમાબેન અને રોહિત એકસાથે રોનક ને એરપોર્ટ પર મુકવા માટે ગયા ત્યારે પણ સીમાબેન નું રડવાનું ચાલુ જ હતું.

રોનક ને મૂકીને બધા ઘરે પાછા આવ્યા પછી સીમાબેન તરત મોબાઈલ ફોન ને પાસે લઈ ને જ બેસી ગયા થોડા કલાકો પછી જયારે રોનકે ફોન કર્યો તે પહોંચી ગયો છે ત્યારે સીમાબેને રાહત નો શ્વાસ લીધો.

હવે રોનક દર બે દિવસ માં એક સીમાબેન ને જરૂર ફોન કરતો. છ મહિના એક દિવસ રોનક નો ફોન આવ્યો. ત્યારે તેણે ફોન પર જણાવ્યું કે તેણે તેની નોકરી કરતી એક છોકરી સાથે લગ્ન કરી લીધાં છે. અને તે એક મહિના પછી ઇન્ડિયા પાછો આવવા નો છે.

આ વાત સાંભળીને સીમાબેન ખુશખુશાલ થઈ ગયા અને તેમણે આજુબાજુ ના ઘરોમાં લોકો નું મો મીઠું કરાવ્યું. જગદીશભાઈ સીમાબેન ને ઘણી વાર સીમાબેન ના સ્વભાવ સુધરવા માટે ટકોર કરતાં પણ સીમાબેન આ વાત ધ્યાન પર લેતાં નહીં.

પણ આજે પાંચ વર્ષ પછી સીમાબેન ને જગદીશભાઈ ના શબ્દો યાદ આવી રહ્યા હતા અને તે વિચારતાં હતા કે જો તેમણે એ વખતે જગદીશભાઈ ની વાત માની લીધી હોત તો જગદીશભાઈ આજે જીવતા હોત.

સીમાબેન આમ વિચારતાં હતા ત્યારે જ રોહિત તેમના રૂમ માં આવ્યો. રોહિતે સીમાબેન ને પૂછ્યું કે તેમણે દવા પી લીધી છે? ત્યારે સીમાબેને હા પાડી એટલે રોહિત તેમને સુવડાવી ને પાછો ગયો.

સીમાબેન સૂતાં સૂતાં એ દિવસ યાદ કરવા લાગ્યા જ્યારે તેમને રોનક ની હકીકત જાણી હતી. રોનક ઇન્ડિયા આવ્યો ત્યારે પાછા ફરતી વખતે જીદ કરીને જગદીશભાઈ ને પોતાની સાથે લઈ ગયો.

જગદીશભાઈ ત્યાં જઈને ખૂબ જ ખુશ હતા પણ અચાનક એક વર્ષ પછી સીમાબેન ખબર પડી કે જગદીશભાઈ ની હત્યા થઈ ગઈ છે. ત્યારે સીમાબેન પર દુઃખ નો ડુંગર તૂટી પડ્યો હોય એવું તેમને લાગ્યું.

એ દુઃખ માં થી સાંભળતાં સીમાબેન ને એક વર્ષ જેટલો સમય થઇ ગયો. આ સમય દરમિયાન રોહિતે જ તેમને સંભાળ્યા. ત્યારે રોનક ને જગદીશભાઈ ની જેમ સીમાબેન ને પણ પોતાની સાથે અમેરિકા લઈ જવા માટે આવ્યો ત્યારે રોહિત સીમાબેન ને રોનક જવા દેવા માટે તૈયાર નહોતો

રોહિતે પિતા ને ગુમાવી દીધા હતા અને તે માતા ને ઘૂમવા માટે તૈયાર નહોતો પણ સીમાબેન જીદ કરીને રોનક સાથે ગયા. અહી અમેરિકા આવ્યા પછી છ મહિના જેટલો સમય રહ્યા પછી સીમાબેન ને રોનક અને તેની પત્ની સાથે અહીં રહેવા નું ફાવી ગયું હતું.

એક દિવસ સાંજે સીમાબેન બગીચા માં ફરવા માટે આવ્યા હતા ત્યારે જ કોઈએ તેમને ગોળી મારી પણ નસીબજોગે ગોળી સીમાબેન ના હાથે અડી ને નીકળી ગઈ પણ સીમાબેન બંદૂક નો અવાજ સાંભળી ને બેભાન થઇ ગયા.

એટલે બગીચા માં રહેલા બીજા લોકો સીમાબેન ને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. બીજી બાજુ જયારે સીમાબેન ને ગોળી વાગી ત્યારે બે પોલીસ ઓફિસર ત્યાં બગીચા માં જ હાજર હતા એટલે તેમણે સીમાબેન પર ગોળી ચલાવનાર ને પકડી લીધો.

રોનક જ્યારે ખબર પડી કે સીમાબેન ને ગોળી વાગી છે કે તરત જ તે હોસ્પિટલ માં આવી ગયો. બીજી બાજુ પોલીસે જે માણસ ને પકડ્યો હતો તેણે પોલીસ ને જણાવ્યું કે તેને સીમાબેન ને મારવા માટે એક વ્યક્તિ એ પૈસા આપ્યા હતા. પોલીસે જયારે તે ગુનેગાર ને પૈસા આપનાર નું નામ પૂછ્યું ત્યારે પોલીસ પણ વિચાર માં પડી ગઈ.

પણ પોલીસે તરત જ તેને પકડી લીધો અને તેની પૂછપરછ શરૂ કરી. તેનું નામ સૌથી પ્રથમ પૂછ્યું. તેનું નામ રોનક હતું. તે સીમાબેન અને જગદીશભાઈ નો દીકરો હતો.

પોલીસે જયારે રોનક ની કડક રીતે પૂછપરછ કરી બધી હકીકત સામે આવી કે જગદીશભાઈ ની હત્યા પણ રોન્ક કરાવી હતી. તેનું કારણ એ હતું કે અમેરિકા આવ્યા પછી રોનકને જુગાર રમવાની આદત પડી ગઈ હતી.

તેના લીધે તેને ઘણું મોટું નુકસાન થયું હતું એટલે રોનક ઇન્ડિયા થી પાછા આવ્યા ત્યારે જગદીશભાઈ ને પોતાની સાથે લાવ્યો. છ મહિના પછી રોનકે જગદીશભાઈ ના નામે મોટી રકમ નો વીમો લીધો અને તેના 8 મહિના પછી તેણે જગદીશભાઈ ની હત્યા કરાવી દીધી. આમ તેમના મૃત્યુ પછી તેમના વીમા ની રકમ થી રોનકે તેના નુકસાન ની ભરપાઈ કરી લીધી.

એક વર્ષ પછી રોનક ફરી થી નુકસાન માં ડૂબી ગયો ત્યારે તેણે આ જ પ્લાનિંગ કર્યું હતું. આ વખતે પણ સીમાબેન ની હત્યા કારાવાનો હતો પણ સીમાબેન બચી ગયા.

પછી પોલીસે એ જ દિવસે રોહિત ને ફોન કરીને અમેરિકા બોલાવ્યો. એ ઘટના ના એક અઠવાડિયા પછી રોહિત સીમાબેન ને લઈને પાછો ઇન્ડિયા જતો રહ્યો અને બીજી બાજુ જે શાર્પશૂટર ને રોનકે સીમાબેન ને ગોળી મારવા માટે પૈસા આપ્યા હતા તે સરકારી ગવાહ બની ગયો રોનક ને કોર્ટ માં આજીવન કેદ ની સજા થઈ.

અને સીમાબેન ને ગોળી ના કારણે જે ઇજા થઇ હતી તે તો મટી ગઈ પણ તેમની મન ની ઇજા ના મટી. આજે પણ સીમાબેન વિચારે છે કે રોનક તો તેમનો સગો દીકરો હતો. તેમનું જ લોહી ધરાવતો હતો છતાં તેણે પૈસા કમાવા માટે તેના પિતા ની હત્યા કરી નાખી.

જ્યારે રોહિત તેમનો સગો દીકરો નથી છતાં સગો દીકરો જેટલી સેવા ના કરે એટલી રોહિતે સીમાબેન ની સેવા કરી. આને જ કહેવાતું હશે કે "છોરું કછોરું થાય પણ માવતર કુમાવતર ના થાય. "