Kshitij - 21 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ ભાગ 21

ક્ષિતિજ ભાગ- 21

“ નિયતિ પ્લીઝ યાર કંઈ તો બોલ.આ...આ.. છેલ્લા કલાકો છે જયાં  આપણે ફકત હુ  અને તું  બનીને  વાત કરીએ છીએ. કાલથી તું  કોઈ ની ને હું  પણ કોઈ  બીજાનો  હોઇશ.. “.
નિયતિ ના રડવાના સીસકારા સંભાળાઇ રહ્યા  હતાં. 
“ તુ..રડે છે?.. “
ક્ષિતિજેપુછ્યુ..
“ હમમ..”
સામે થી ફકત આટલોજ જવાબ આવ્યો. 
“ કેમ પણ..? આ છેલ્લા કલાકોમાં  વાત કરવાને બદલે રડે છે કેમ..?”
“ક્ષિતિજ.. “
“ હા નિયતિ...” 
“ ક્ષિતિજ..હું..”
એ ફરી ડુસકું મુકી ગઇ.
“ અરે આગળ કાંઇ બોલે તો ખબર પડે ને. શું થયું છે?  હુ  સાંભળુ છું.  તુ  રડ નહી.. જે બોલવું  હોય એ બોલી નાખ “
નિયતિ થોડી સ્વસ્થ થઇ ને બોલી.
“ ક્ષિતિજ  મારે...અ..આઆ સગાઇ નથી કરવી.”
ક્ષિતિજ એકદમ ચોંકી ગયો. 
“ હેં....શું?? “ 
“ હા..હું  સગાઇ કરવા નથી ઇચ્છતી.”
“ પણ..હવે..? હવે શું? કાલે સવારે દસ વાગે તારી અને પછી મારી બંનેની સગાઈ છે અને તું અત્યારે આ વાત બોલે છે? તને ખબર છે એનું પરીણામ શું આવશે? અને અને તને મેં  પહેલાંજ કિધેલું કે ના પાડી દે તારા પપ્પા ને.  એ વખતે પપ્પા ની આબરૂ,પપ્પા નું માન આવી હોંશિયારી વાળી ડાહી વાતો કરતી હતી. અને હવે તુ મારું ટેન્શન પણ વધારી રહી છે.”
“ પણ શું કરું? સવારથી અત્યાર સુધી હું  બીજું કંઈ વિચારી જ નથી શકતી. આશ્રમે ગઇ અને બધી તૈયારીઓ જોઈ ને મને ગભરામણ થવા લાગી.  વારેવારે આંખમાં પાણી આવી જતા.  આઇ....આઇ.. કાન્ટ કન્ટ્રોલ માય સેલ્ફ..”
“ આ...અઅઅઅહહ”
ક્ષિતિજે મોટેથી નિસાસો નાખ્યો. 
“ શું  કરું તારું નિયતિ. એમ થાય છે કે તને..તને..”
એ બોલતા બોલતા અટકી ગયો. 
“ ક્ષિતિજ પ્લીઝ કંઈ તો રસ્તો કાઢ.”
“ આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? અત્યારે આ સમયે શું  રસ્તો કાઢું.? તે તો મને પણ મુંઝવણમાં નાખી દીધો. અને હવે પપ્પાને વાત પણ કરું તો પેલાં છોકરીવાળા બિચારા બધી તૈયારીઓ કરી બેઠાં  હોય અને આમ એકદમ સવારે પપ્પા ના કહેવા માટે ફોન કરે..એ લોકો ની હાલત કેવી થાય? ..હવે કંઈ ન થાય..જે છે જેમ છે એમજ કરવું પડે..”
ક્ષિતિજ થોડું અકડાઈ ને બોલ્યો.
“ અરે પણ. !”
“ બસ..ચુપ એકદમ..”
ક્ષિતિજે નિયતિ ને આગળ બોલતાં અટકાવી..
“ ક્ષિતિજ  મને લાગે છે તે પેલી છોકરી જોઈ લીધી લાગે છે.મારા કરતાં દેખાવે સારી હશે .એટલે જ હવે ..”
“ ઓહ..ઓહ.. !!! સ્પેર મી નિયતિ..પ્લીઝ દુનીયા ની કોઈ પણ છોકરી આવે તો પણ હા ન પાડું. મેં ખુબ કહેલું કે તું ના પાડી દે.પણ તું માની નહી અને અંતે થાકીને મેં પપ્પા ને હા પાડી.અને હવે આમ જયાં ગણતરી નો સમય બાકી છે ત્યારે..”
“ હા..પણ શું કરું  તું જ કહે..? “
“ નિયતિ..!! સાંભળ હવે કંઈ જ ન થઇ શકે . જે છે જેમ છે એમજ ચલાવવું પડે.તારી એક જીદ બધાંની જીંદગી વિખેરી નાખશે. પેલી છોકરી અને એનાં  માબાપને  કેટલો આઘાત લાગશે. ને વળી  સમાજમાં  વાતો ઉડશે કે છોકરીની સગાઇના દિવસે સામે થી ના આવી એટલે વાંધો છોકરીમાં જ હશે .અને પેલાં છોકરવાળા માટે પણ કેટલી શરમજનક પરિસ્થિતિ થઇ જાય..હવે જેમ છે એમ રહેવા દે.. બટ યુ આર રાઇટ નિયતિ. હું પણ તારા વગર...”
ક્ષિતિજ  આગળ કંઈ બોલ્યો જ નહી.
“ ક્ષિતિજ..”
“ હા..નિયતિ..”
“ આઇ લવ યુ..”
નિયતિ  જોરથી રડતાં રડતાં બોલી.
“ આઇ લવ યુ ટુ નિયતિ..પણ આ તારી જ હોંશિયારી માં બંને એ ભોગવવું પડશે..”
એ થોડું  ગુસ્સાથી બોલ્યો. 
“ નિયતિ હવે ફોન મુક. નહીતો આપણે આપણી જાતને વધુ દુખ પહોચાડીશું. ઇચ્છા તો મને પણ નથી ..પણ શું  થાય..?”
“ હા સાચી વાત છે તારી. “
નિયતિ પણ બોલી ને ચુપ થઈ ગઇ. બંને જણ થોડીવાર ફોન ચાલું રાખીને જ મુંગા મુંગા એકબીજાને સાંભળી રહ્યા.  થોડીવાર પછી નિયતિ બોલી. 
“ ક્ષિતિજ પ્લીઝ એક વાત માનીશ?”
“ જો હવે કંઈ આગળ..એવુ ન કહીશ કે ..!”
“ ના..હું  ફકત એટલુંજ કહેવા ઇચ્છુ છું કે શું  એવું ન થાય કે ફોન ચાલું રાખીને આપણે બંને ફોન કાન પર રાખીને આમજ ઉંધી જઇએ.?”
નિયતિ ની વાત સાંભળી ને ક્ષિતિજ એકદમ હસ્યો.
“ નિયતિ તું  ગાંડી તો નથી થઇ ગઇ ને?”
“ ના..”
નિયતિ એ ઝટકા થી થોડું અકડાઈ ને ના પાડી. 
“ ક્ષિતિજ હું ઇચ્છુ છું એ તો હવે શકય નથી. પણ આ એક રાત તને મારી નજીક અનુભવીતો શંકુ જ ને ? એમાં  શુ ખોટું છે.? આ વિશ તો પુરી કરી જ શકે ને.?”
ક્ષિતિજ આગળ કંઈ બોલ્યા વગરજ હુંકારો કર્યો.  અને બંને એમજ ઉંધી ગયાં.. 

સવારે મોટેથી અલાર્મ વાગતાં જ ક્ષિતિજે ઘડીયાળમાં જોયું તો આઠ વાગી ચુક્યા હતાં. હાથમાં હજીપણ ફોન હતો.એણે તરતજ ફોન પર હલો બોલી ને ખાત્રી કરી કે શું હજુપણ નિયતિ ફોન પર છે?. પણ ફોન ચાલું હોવાં છતાં સામેથી કોઇ અવાજ ન આવ્યો.  એટલે ક્ષિતિજ ફટાફટ ઉભો થઈ ને તૈયાર થઇ ગયો . એટલામાં જ અવિનાશ ત્યાં આવી પહોંચ્યો. 
“ શું  વરરાજા તૈયાર?”
એણે ક્ષિતિજ ના ખભા પર હાથ વડે મારતાં પુછ્યુ. 
“ શું ભાઇ તુ પણ.? એકતો આમજ મગજ સળગે છે.અને તું  એમાં ઘી રેડે છે.”
“ કેમ એવું તો શું થયું? “
ક્ષિતિજે અવિનાશ ને રાત્રે નિયતિ એ કહેલી બધી વાત કરી. 
“ ઓહ..આ છોકરી તો  તારો દાવ કરી ગઇ. છેલ્લી ઘડીએ આમ તને મુશ્કેલીમાં નાંખી દીધો. “
“ હા..”
“ પણ હવે અત્યારે ચાલો આશ્રમભેગા થવાનું છે. તારા બાપા ક્યારના મને ફોન કર્યાં કરે છે. મને જવાબદારી સોંપી છે .તને સમયસર આશ્રમે લાવવાની. તો ચાલો હવે.”
બંને દસ વાગતાં સુધીમાં આશ્રમ પહોંચી જાય છે. ગાર્ડન માં સરસ શણગારેલો માંડવો. એમા સુંદરમજાની વર કન્યા ની ખુરશી.બધું જ તૈયાર હતું.  હર્ષવદનભાઇ એ બોલાવેલા નજીકનાં સબંધીઓ તથા ક્ષિતિજ ના અમુક મિત્રો હાજર હતાં.  એમજ નિયતિ ના ઘર તરફથી.  પંકજભાઇ અને નિયતિ ના મમ્મી ત્યા બેઠાં હતાં. પણ નિયતિ દેખાતી ન હતી.ક્ષિતિજ ની નજરો હજુપણ નિયતિ ને શોધતી હતી. એના મનમાં  જાત જાતના વિચારો નું ધમાસાણ ચાલી રહયું હતું.  
“કેવી લાગતી હશે? કેવી તૈયાર થઈ હશે? એનું મન ઠેકાણે તો હશે ને..? “
વિચારોમાં એ ખોવાએલો હતો.ત્યા  હર્ષવદનભાઇ એની નજીક આવ્યા અના બોલ્યા. 
“ ભાઇ હવે તું પાટ પર બેસ એટલે ગોર મહારાજ દિકરી ને બોલાવે..”
“ હમ...અ..હા..”
ક્ષિતિજ હજું પણ કયાંક ખોવાયેલો હોય એમ એણે જવાબ આપ્યો. પણ ખરી મુંઝવણ હવે શરું થઇ. છોકરી કેવી હશે? હવે બંધ બાજી ખુલ્લી કરવાનો સમય હતો.અને હવે જ ખબર પડશે કે બાજી જીત્યા કે હાર્યા.  આમતો જીત્યા જેવું કંઈ હતું નહી એની પાસે. નિયતિ ને ખોયા પછી. પણ અંતે એ ઉંડો શ્વાસ લઇને ખુરશી પર નીચું જોઈ ને બેસી ગયો. 
નિયતિ પણ અંદર હેમંતભાઈ ની ઓફીસમાં તૈયાર થઈ ને બેઠેલી. એ પણ ક્ષિતિજ ની જેમ જ વિચારી રહી હતી. 
“ એ આવ્યો હશે? કેવો લાગતો હશે?. હું એની સામે કઇ રીતે સગાઇ કરીશ..?”
એટલામાંજ સવિતાબહેન આવ્યા. 
“ નિયતિ  બેટા ચાલ છોકરો આવી ગયો છે.  હવે વિધી માટે તને બોલાવે છે.”
નિયત એક પણ શબ્દ બોલ્યા વગર એમની સાથે ધીમે ધીમે ચાલવા મંડી.એક એક ડગલું  એક પહાડ ઓળંગવા જેટલું  અઘરું હતું. તો ક્ષિતિજ પણ નીચું જોઈ ને બેઠો હતો.જાણે જેની સાથે જીવન બંધાયછે એને જોવા જ નથી માંગતો. નિયતિ ના મનમાં પણ ખુબ મુંઝારો હતો. અંદર એટલો ડૂમો ભરાઈ ગયો હતો કે આંખના આંસુ  છુપાવવા ખુબ મુશ્કેલ હતાં. વળી બંને નાં મનમાં એકજ વિચાર હતો.જેને પ્રેમ કરેછે એ અહીંયા હાજર જ છે.એની હાજરી મા બીજાં સાથે બંધન માં બંધાવું અને એને પણ બંધાતા જોવું. ખુબ આકરી પરીક્ષા ભગવાન કરી રહ્યો છે. નિયતિ ના મંડપ સુધી આવતાં આવતાં જ આંખમાં થી બેચાર આંસુ સરી પડ્યા હતાં.  જેમ મંડપ નજીક આવતો હતો એમ મુંઝારો,અકળામણ, અંદર ની ગુંગળામણ વધતી જતી હતી.સામે પક્ષે ક્ષિતિજ પણ એકદમ પોતાને અંદર થી કઠણ કરી ને બેઠો હતો. વારંવાર રાત્રે થયેલાં નિયતિ સાથેનાં સંવાદો એનાં મગજને અને હ્રદય ને ઘમરોળી રહ્યા હતાં. નિયતિ ના મંડપમાં આવતાં ગોર મહારાજ બોલ્યા.  
“ દિકરી ને અહી એમની બાજુંમાં બેસાડો અને દિકરા તરફથી બે સ્ત્રીઓ આવીને દિકરી ને રૂપીયો નાળિયેર તથા ચુંદડી ઓઢાળો.”
ગોર મહારાજ ના આટલું  બોલતાંજ ક્ષિતિજ  એકદમ ઉભો થઇ ગયો.  એકદમ થી નિયતિ ની સામે જોયા વગરજ હર્ષવદનભાઇ ને કહ્યુ.  
“ પપ્પા મારે આ સગાઇ નથી કરવી. “
ત્યા  હાજર લોકો એકદમ જ ક્ષિતિજ ને જોઇ રહ્યા .ગોર મહારાજ તો ઉભા જ થઇ ગયાં. 
ક્ષિતિજ ના આટલું બોલતાં જ નિયતિ એકદમ ચોંકી. એણે તરતજ  ક્ષિતિજ ની સામે જોયું  અને એકદમ થી બોલી ઉઠી..
“ અરે..! તું?? “
પછી બધાં સાંભળે છે એ જાણીને એ અચકાઇ. 
“ ત..તમે ? “
એના આટલું બોલતાં ક્ષિતિજે  એકદમ નિયતિ ની સામે જોઇને સ્તબ્ધ થઇ ગયો.ને બોલ્યો  
“ તું..??”
હર્ષવદનભાઇ અને હાજર દરેક માણસ બંને ને આમ જોઈ ને હસવા લાગ્યા.  

બંને હજું પણ સપનું જોતાં હોય એવા હાવભાવ સાથે એકબીજાને આશ્ચર્ય થી તાકી રહ્યા હતાં. પછી હર્ષવદનભાઇ અને પંકજભાઇ  મંડપ વચ્ચે આવીને બોલ્યા. 
“ કેમ કેવી લાગી આ બ્લાઇન્ડ ગેમ?”
ક્ષિતિજ એકદમ હર્ષવદનભાઇ ને વળગી ને રડી પડયો.
“ થેન્કસ પપ્પા..થેન્કસ..અત્યાર સુધી એટલી ગુંગળામણ ભોગવી.પણ તમે તો તમે જ છો..”
ક્ષિતિજ ને જાણે અંદર સળગતી બળતરા પર કોઇએ અમૃત રેડયું હોય એવું લાગ્યુ. નિયતિ ને તો હજુપણ વિશ્ર્વાસ  બેસતો ન હતો. કે જે છોકરા ને એના પપ્પા એ પસંદ કર્યો એ ક્ષિતિજ જ છે. નિયતિ નું રડવાનું એકદમ થી ગાયબ થઈ ગયું. એટલી ખુશ હતી કે જાણે કોઈ ન હોય તો હમણાં જ ક્ષિતિજ ને વળગી પડે. બંને ની ખુશી એમના ચહેરાં પર ચોખ્ખી દેખાય રહી હતી. ઉપસ્થિત લોકો થી નજર ચોરી ને બંને એકબીજાં સામે મલકાઇ રહ્યા હતાં. 
હર્ષવદનભાઇ બંને ને પ્રેમથી પોતાનાં બંને હાથ નો ભીડો મારી ને ભેટી પડયા.અને ક્ષિતિજ ને કહ્યુ.
“ હા બેટા તારો બાપ છું. અને તને આ દુનિયા માં લાવનાર હું જ તને સમજી શકું તો શું કામનું? .. અને આ મારી દિકરી.! તુ તો મને ખુબ વ્હાલી છે. તારા મનને કળી ન શકું તો તને દિકરી કઇ રીતે કહું?.”.
 બધાં ખુબ ખુશ હતાં . હવે તો ક્ષિતિજ અને નિયતિ પણ પોતાના ચહેરા પર મસમોટી સ્માઇલ સાથે એકબીજા ને વીંટી પહેરાવી ને સગાઇની વિધી પુર્ણ કરી. બંનેના ચહેરાની રોનક પરથી જ એમની ખુશીનો તાગ કાઢી શકાય એમ હતો.  હવે કશું છાનું રહે તેમ ન હતું. બંને જણ એકબીજાને એકાંતમાં મળવાં ખુબ ઉતાવળા હતાં. ખુશીનો એ રઘવાટ, પોતે અજાણતાં કરેલી વાતો , અને રાત્રે ફોન ચાલું રાખીને ઉંધી જવાનું એ ટિનેજર છોકરાંવ જેવું પાગલપન..ખુબ જલદી એ બધું સાથે બેસીને ફરી વાગોળવું હતું.  કેમકે હવે એ વાતો ને ફરીથી યાદ કરવાની ખુશી કંઈ અલગ જ હતી. સગાઇની વિધીપૂરી થતાં જ બધા જમવા ગયાં.ત્યાં હર્ષવદનભાઇ, મોહનભાઈ અને પંકજભાઇ એ  આ બધું કઇ રીતે પ્લાન કર્યું  એ વિશે નિયતિ અને ક્ષિતિજ ને જણાવ્યું. અને એમાં પણ આ સગાઇ ના પ્લાન નો મુખ્ય સૂત્રધાર તો અવિનાશ હતો એ છેલ્લે જાણ થતાં  નિયતિ અને ક્ષિતિજ બંને અવિનાશ પર તૂટી પડ્યા. હર્ષવદનભાઇ એ માંડી ને વાત કરી. કે નિયતિ એમને પહેલાં જ ગમતી હતી.પણ એકસીડન્ટ ની ઘટનાં પછી નિયતિ તને ગમી અને પછી આખી સિચ્યુએશન  ને એમણે અવિનાશ ની મદદ થી કઇ રીતે ટ્વીસ્ટ કરી અને અંતે તમને ભેગાં કર્યાં. ખુબ રાજી ખુશીથી બધું  સંપન્ન થયું.   હર્ષવદનભાઇ પોતાનાં સગાંઓ સાથે નિયતિ ને વેલકમ કરવાં રાજકોટ પોતાનાં બંગલે આવ્યા.  અને અવિનાશ ને એ બંને ને સાથે ઘરે લાવવા કહ્યુ. બસ પછી તો વાતજ શું. કાર માં બેસતાં જ ક્ષિતિજ અને નિયતિ એકબીજાં ને જોઇ ને પોતે મુર્ખ બન્યા એમ જાણી ને હસવા લાગ્યા. અને એમને જોઈ ને અવિનાશ બોલ્યો. 
“ અલા...હજી પણ એમજ એકબીજાંને જોઈ ને ઘોઘા જેવી સ્માઇલ કરો છો?  ક્ષિતિજ હવે સગાઇ થઇ ચુકી છે. યુ કેન હગ ઇચ અધર.”
નિયતિ શરમાઇ ને એકદમ નીચું જોઈ ગઇ.
“ ચુપ બેસ હવે. હગ વાળી અને હગ એ પણ તારી હાજરીમાં? અમે થોડા તારી જેમ શરમ વગરનાં છીએ.”
ક્ષિતિજે  કહ્યુ. પણ પછી તરતજ એણે હસતાં હસતાં નિયતિ ને જોરથી એક ટાઇટ હગ કરી. અને થોડીવાર બંને એમજ રહ્યા.  એટલે અવિનાશે તરતજ કોમેન્ટ કરી.
“ લોકો પ્રેમમાં આંધળા થઇ જ જાય..આંખોથી પણ અને અક્કલ થી પણ.”
ત્રણેય જણાં ખડખડાટ હસી પડ્યા.  ઘર હવે આવી ગયુ હતું. ધામધુમથી નિયતિ નું  સ્વાગત થયું. અને રાત્રે બધા છુટાં પડ્યા. હર્ષવદનભાઇ અને મોહનભાઈ બીજા દિવસે સવારે આશ્રમ પાછા જવાનાં હતાં. ક્ષિતિજ અને નિયતિ ને હવે કોઈ પરવાનગી ની જરુર ન હતી બંને આખી રાત ફોન પર વાતો કરતાં રહ્યા. સવારે અગિયાર વાગતાં જ નિયતિ  ક્ષિતિજ ના ઘરે પહોંચી ગઇ. હર્ષવદનભાઇ અને મોહનભાઈ નિયતી ને ઘરમાં જોઈ ને ખુશ થઇ ગયા. ક્ષિતિજ ના નીચે આવતાં જ બધા સાથે નાસ્તો કર્યો અને પછી હર્ષવદનભાઇ બોલ્યા 
“ ચાલો મોહન આપણે નીકળીએ”
“ નીકળીએ..!! પણ ક્યાં? અંકલ “
નિયતિએ પુછ્યું.
“ પહેલાં તો અંકલ કહેવાની ટેવ કાઢીનાખ. અને પપ્પા કહેવાની આદત પાડ”
હર્ષવદનભાઇ એ નિયતિ ના માથાં પર હાથ ફેરવતાં કહ્યુ.  
“ અને હવે ફરી સમય થઇ ગયો છે.આશ્રમ જવાનો એટલે હું અને મોહન પાછાં જઇએ છીએ. “
ક્ષિતિજ ત્યા ઊભો જ હર્ષવદનભાઇ ની સામે જોઇ રહ્યો હતો. નિયતિ પણ ક્ષિતિજ ની સામે જોઇ રહી.
“ પપ્પા  હવે તમારે ક્યા આશ્રમ જવાની જરુર છે.? “
નિયતિ હર્ષવદનભાઇ નો હાથ પકડતાં બોલી.
“ ના બેટા..!મારે મારી સજા ભોગવવી જ રહી.”
એમની વાત સાંભળી ને ક્ષિતિજ ની આંખોમાં થોડો ગુસ્સો ભરાઇ આવ્યો. એણે નિયતિ નો હાથ છોડાવતા કહ્યુ. 
“ રહેવા દે ..તું  એમાં ઇન્ટરફીઅર ન કર. એ બહું જીદ્દી છે. એમને મન પડશે એમજ કરશે “
“ પણ ક્ષિતિજ  હવે તો..”
ક્ષિતિજે ફરી એનાં બોલતાં અટકાવી..”
“ બસ એકવાર ના કહીને. હવે આગળ આ બાબતે કોઈ વાત નહી.”
“ સારું  તો મારો પણ સમય થઇ ગયો છે આશ્રમ જવાનો હું પણ એમની સાથેજ નીકળું.  સાંજે મળશું.”
એટલું બોલીને નિયતિ હર્ષવદનભાઇ અને મોહનભાઈ ભાઇ સાથે આશ્રમ જવા નીકળી ગઇ.એ ક્ષિતિજ થી થોડી નારાજ હતી.  એની જાણ ક્ષિતિજ ને પણ થઇ ગઇ હતી. ઘરેથી આશ્રમ પહોંચતાં સુધીમાં નિયતિ એ હર્ષવદનભાઇ ને ખુબ સમજાવ્યા. 
“ પપ્પા  હવે શું કામ? જીદ છોડીદો.  ક્ષિતિજ  ને પણ ખુબ અફસોસ છે .એપણ તમારાં અહીંયા રહેવાથી અંદર અંદર ખુબ પીડાય છે.. બંનેમાંથી એક જણે તો જીદ મુકવીજ પડશે ને? “
હર્ષવદનભાઇ એ નિયતિ સામે જોઈ ને આછું સ્મિત કરતા કહ્યુ. 
“સમજું છું  કે એ પીડાય છે. અફસોસ મને પણ છે.પણ એ કયારેય નથી બોલતો કે પપ્પા  પાછા આવી જાવ.. હવે તો તમારી સગાઈ થઇ , લગ્ન થશે, તમારુ બાળક, અને હું અંદરથી ઘુંટયા કરીશ મારી જાતને.જેમ એ ઘુંટતો હતો. જો એ ઇચ્છતો હોય કે હું  પાછો આવું  તો એકવાર ફકત એકવાર એટલું જ બોલે ને કે “પપ્પા મને તમારી જરુર છે.”
હર્ષવદનભાઇ હવે ચુપ થઇ ગયાં. નિયતિ પણ આગળ કંઈ બોલી નહી. આશ્રમ આવતાં  રોજીંદી આદત પ્રમાણે ત્રણેય જણાં  પોતપોતાનાં કામ પર લાગી ગયાં.  હવે ક્ષિતિજ રોજ નિયતિ ને આશ્રમ લેવાં અને મૂકવા આવતો.  એ ડ્રાઇવ દરમ્યાન બંને એકબીજાનો સાથ ખુબ માણતાં. પ્રેમની વાતો,ભવિષ્ય ના સપનાં, વર્તમાન જીવન વિશે બંને ખુબ વાતો કરતાં.  ક્ષિતિજ રોજ એકવાર નિયતિ ના મમ્મી પપ્પા ને મળતો અને મહીને બે વખત આખું કુટુંબ એક આખો દિવસ સાથે પસાર કરતાં. બધું ધીમે ધીમે સરસ રીતે ગોઠવાઈ ચુકયું હતું.  એ રોજીંદી ઘટમાળ માથી પણ ક્ષિતિજ અને નિયતિ પોતાનાં પ્રેમ ની પળોને માણી લેતાં. સગાઇ ને હવે છ મહીના થઇ ગયાં હતાં.  એટલે ક્ષિતિજ અને નિયતિ ના લગ્ન ની તારીખો જોવાઈ રહી હતી. પણ નિયતિ ને એકજ વાત ખટકતી હતી. હર્ષવદનભાઇ આશ્રમમાં રહે એ. એક દિવસ એ સવારે ક્ષિતિજ ના ઘરે પહોંચી ગઇ. ગંગા માસી રુટીન પ્રમાણે સવારનું કામ કરી રહ્યા  હતાં.  નિયતિ ને સવાર સવારમાં જોઈ ને બોલ્યા. 
“ વાહ આજ તો તું આવી એ ખુબ ગમ્યુ. બસ હવે કાયમ માટે આ ઘરમાં  આવી જાય તો ક્ષિતિજ સીધો થઇ જાય.“
“ હા..ગંગા માસી..તમે કેમ છો? અને કેમ કાંઈ થયું  છે ? તમે ક્ષિતિજ ને સીધો કરવાની વાત કરી રહ્યા છો..?”
નિયતિ એ ફ્રીઝમાં થી ઠંડાપાણી ની બોટલ બહાર કાઢતાં પુછ્યુ.  
“ ના ના..બેટા! પણ જોને ઉઠવાનાં નાટક રોજનાં.  આજે પણ એના કહ્યા પ્રમાણે ત્રણ વખત ઉઠાડીને આવી.પણ એ ઉઠ્યો નહી. મારે પણ બપોર સુધીમાં ઘરે પહોંચવું પડે. અને એ ઉઠે પછી જ હું  એને જમાડી ને મારા ઘરે જઇ શકું.  “
“ એમ વાત છે..? ચાલો આજે હું  એને ઉઠાડી આવું..”
નિયતિ  ઠંડાપાણી ની બોટલ લઈને ને સીધી ઉપર ક્ષિતિજ ના રુમમાં  પહોચી ગઇ. ક્ષિતિજ આરામથી ઉંધી રહ્યો હતો. એટલો નિર્દોષ ચહેરો જોઈ ને નિયતિ  એની પાસે જઇને ઉભી રહી.થોડીવાર એમજ એને નિરખતી રહી. પછી એકદમજ બોટલ ખોલીને ઠંડું પાણી ક્ષિતિજ ના ચહેરાં પર રેડવા જાય એ પહેલાં જ ક્ષિતિજે એનો હાથ પકડી ને બોટલ આંચકી ને બધું પાણી નિયતિ પર ઢોળી દીધુ . નિયતિએ એકદમથી ચીસ પાડી..
“ ઓહ...મા..! શું કર્યું તે આ? ..મારા કપડાં !! અને આ એસી બંધ કર.”
નિયતિ થોડી ગુસ્સામાં બોલી. ક્ષિતિજે ફરી એને પોતાની નજીક કરી પોતાના બંને હાથ નિયતિ ની ડોકમાં પરોવી ને બોલ્યો..
“ ઓહ આટલો ગુસ્સો..?”
“ હા.!તને ખબર પણ પડે છે? તે ..તે..આ શું કર્યું..? મારે હજી કોલેજમાં એક લેકચર બાકી છે .પાછું જવાનું છે.આતો ફક્ત એક વાત કરવી હતી એટલેજ આવી હતી..”
“ ઓઓઓ...! અચ્છા  હવે સમજ્યો. ખાલી વાત કરવાં તું  ઠંડાપાણી ની બોટલ લઇને અહીં આવીતી? એમ..? “
નિયતિ ની ડોકમાં થી એની કમર પર હથોડા સરકાવતા  ક્ષિતિજે કહ્યુ. 
“અમ..એ..એએ.. તો..હું  પાણી પીતાં પીતાં  આવી એટલે બોટલ હાથમાં..”
પકડાઈ ગઇ એ ખબર પડતાં જ નિયતિ એ વાત ને ફેરવી કાઢી. 
“ જુઠી..મને ઉલ્લુ બનાવે છે? મને..? ક્ષિતિજ ગજજર ને.  ?. હું બધું જાણું જ છું.”
નિયતિએ હવે ધીમેથી એને પાતાનાથી દુર કર્યો. અને બોલી.
“ ક્ષિતિજ  ખરેખર હું  તારી સાથે એક વાત કરવાં આવી હતી. અને જયાં સુધી એવાત ક્લીઅર નહી થાય ત્યા સુધી હું  લગ્ન ની હા નહી પાડું. “
“ એવુ તો શું છે? “
ક્ષિતિજે એનો હાથ પકડી ને સામેનાં સોફા પર બેસાડી અને પોતે એનાં ખોળામાં માથું મુકી ને સુતો. નિયતિ  ધીમેધીમે એના માથાંમાં  હાથ ફેરવી રહી હતી. 
“ ક્ષિતિજ  જે કહું છું એ શાંતીથી સાંભળજે અને એનું એકદમથી કોઈ રીએક્શન ન આપતો. જવાબ મોડો મળશે એ ચાલશે. પણ કોઈ જાતનું કવીક રીએક્શન આપીને વાતને બગાડીશ નહી..”
“ હમમ..”
ક્ષિતિજે બંધ આંખો એજ જવાબ આપ્યો. 
“ ક્ષિતિજ  સગાઈ ના બીજા દિવસે જયારે હું  પપ્પા અને મોહનઅંકલ સાથે આશ્રમ ગઇ. રસ્તામાં મે પપ્પા સાથે વાત કરી કે તમે હવે ઘરે પાછાં આવી જાવ. જે થયું તે.. પણ...”
નિયતિની વાત સાંભળી ને ક્ષિતિજ એકદમ ઉભો થઇ ગયો. 
“ શું..!! તે પપ્પા સાથે વાત કરી ?મતલબ કે તને આગળ જે બની ગયું એની જાણ છે? ..કઇ રીતે? એ પુછી શકું.?”
“ સગાઇ ના આગલા દિવસે હું ખુબ ડીસ્ટર્બ હતી. છેલ્લે આશ્રમથી નીકળતી વખતે  મેં પપ્પા ને  કારણ પછેલું . અને મારી જીદ ના કારણે એમણે મને તારા અને પપ્પા વચ્ચે થયેલી માથાકુટ વિશે જણાવ્યું. ક્ષિતિજ  જે થયું તે પણ એકવાર એમને માફ કરી દે.”
ક્ષિતિજ હસ્યો. 
“ માફ ..અને હું..?  નિયતિ એ દિવસ ની ઉગ્ર ચર્ચાએ તો આખી જીંદગી જ પલટી નાખી. અમારાં બાપ દિકરા વચ્ચે આવી ચર્ચાઓ તો ઘણીવાર થઇ હતી.બીજી અનેક બાબતો પર.પણ એ દિવસે શરુઆત કયાંથી થઇ એ હું  યાદ પણ રાખવા નથી માંગતો.  પણ તું  જાણતી નથી.મોટા પપ્પા અને ભાઇ ની હાલત. દાદાજી નું ડોમીનેશન એટલું હતું ઘરમાં કે એમની જીદ અને એમનાં નિર્ણયો ને લીધે આ ઘર સંપુર્ણ વિખેરાઇ ગયું.  હું  કોઈ નિર્ણય ની ખિલાફ નથી નિયતિ પણ જયારે તમારું બાળક અંદરથી મુંઝાય, એ ડરે,એ ડગમગે ત્યારે એને હુંફ, પ્રેમ સાંત્વના ની જરુર હોય છે. અને એ સમયે તમે એ આપવાને બદલે અને તમારાથી દુર તરછોડી મુકો.સુફીયાણી વાતો કરીને. તો તમને કોઈ હક ખરો એને આ દુનિયામાં લાવવાનો?. જો આખી જીંદગી જીવી લીધા પછી. બંધુ ભોગવીલીધા પછી પણ વૃધ્ધાશ્રમમાં લોકો બીચારા થઇ જતા હોય તો એ બાળક કેટલું રીબાતું હશે ? ઘૂંટાતું હશે અંદર અંદર.જેણે હજુતો લોકોને, એમનાં ઇરાદાઓને ઓળખવાની શરુઆત પણ નથી કરી. ઉંમરના છેલ્લા પડાવમાં બધું જીવી લીધા પછી પણ જો તમને એકલતા અનુભવાય ,કોઈ હાથ પકડી ને ચાલનાર જોઈએ, કોઈ બાજુમાં બેસીને વાતો કરનાર જોઈએ,કે પછી  બીમારી વખતે પ્રેમથી હઠ કરીને થોડું જમાડનાર કે પરાણે દવા ગળાવનાર જોઈએ તો એ ઉગીને ઉભાં થતાં છોડ ને તો ખુબ માવજત થી ઉછેરવું પડે. એને ફકત રોપીને ભુલીન જઇ શકાય. અને જ્યારે આપણે ભુલી જઇએ અને છોડ કાંતો સુકાયજાય. નહીતો એ જેમતેમ જાતે ઉછરે પછી એમાં ફુલ કે ફળની આશા રાખવી એ ક્યા સુધી વ્યાજબી? “
નિયતિ એ ક્ષિતિજ ના ખભા પર હાથ મૂક્યો 
“ મેં ભલે ભોગવ્યું નથી. પણ તારી વેદના સમજી શકું એટલી તો સક્શમ છું. પણ ક્ષિતિજ પ્લીઝ હવે એકવાર ફક્ત મારા ખાતર તું  પપ્પાને પાછાં ન બોલાવી શકે?”
ક્ષિતિજ નિયતિ તરફ ફર્યો. અને બંને હથેળીઓમાં નિયતીને ચહેરો પકડતાં બોલ્યો. 
“ તને શું લાગે છે..? મને જે થયું એનો અફસોસ નથી? પપ્પા ઘર મુકીને આશ્રમમાં રહે એ મને ગમે છે? બધું થયાં પછી મેં ધણી વખત એમની માફી પણ માંગી છે. પણ હવે એમને જીદ થઇ ગઇ છે કે તેં જે ભોગવ્યું એ હું પણ ભોગવીશ..હું પણ ઇચ્છુ છું કે પપ્પા આપણાં લગ્ન પહેલાં પાછાં આવી જાય..અને એનો એકજ ઉપાય છે.”
નિયતિ  એકદમ રાજી થઇને બોલી ..
“ એ શું?”
“ તું “
ક્ષિતિજે કહ્યુ. 
“ હું..!!” 
“ હા..! તું.  પપ્પા  તારું ખુબ માન રાખે છે.હવે એકવાર આપણે બંને સાથે મળી ને પ્રયત્ન કરીએ તો થાય  “
“ ઓકે તો ચાલ આજે જ સાંજે તું મને લેવાં આવે ત્યારે  આપણે પપ્પા સાથે વાત કરીએ. “
નિયતિ ખુશ થઇને બોલી .
“બસ ચાલ હવે હું નીકળું. “
“ હા...પણ..મારી મોર્નિંગ હગ?”
ક્ષિતિજ એની સામે પોતાનાં બંને હાથ લંબાવતા કહ્યુ. 
“ અરે..! આપણા વચ્ચે ફકત ગુડનાઇટ હગ ની વાત હતી..આ મોર્નિંગ હગ કયાંથી આવી.?”
નિયતિએ કહ્યુ. 
“ હા....! પણ આમ હવે આદત પાડને. એમ પણ હવે લગ્ન પછી તો ..”
ક્ષિતિજ  નિયતિ ને પોતાની નજીક કરતાં બોલ્યો. નિયતિ એ એની સામે હસતાં હસતાં આંખો કાઢી અને એક હુંફભરી જપ્પી આપતાં કહ્યુ. 
“ બસ...હવે તું તૈયાર થઈજા. ગંગામાસી બીચારા ક્યારના તારી રાહ જુએ છે. અને હું પણ નીકળું. લેકચરનો સમય થઇ ગયો. અને હા ભૂલતો નહી સાંજે  મળીએ.”
નિયતિ બપોરે કોલેજ પૂરી કરી ને આશ્રમ પહોચી ગઇ.  બાબુભાઈ અને સવિતાબેન પોતાનાં ઘરે પાછાં પહોંચી ગયાં હતાં. અને વિપુલ અને બાબુભાઇ હવે ખુબ પ્રેમથી વાત કરેછે એકબીજા સાથે ,વહુ પણ રાજી છે. અમારા પાછાં આવવાથી  એ વાત સવિતાબહેન એ નિયતિ ને ફોન પર જણાવી.એ સમાચાર જાણીને આશ્રમમાં બધા ખુશ થયાં.  પ્રેમજી ભાઇ ની દિકરી પણ એમની તબીયત પૂછવા આવી ગઇ હતી.  સાંજપડતા જ ક્ષિતિજ નિયતિ ને લેવાં આશ્રમ પહોચી ગયો.  નિયતિ એ મોહનભાઈ ને પહેલાથી જ બધી વાતની જાણ કરી દીધી હતી. એટલે ક્ષિતિજ સાથે નિયતિ અને મોહનભાઈ હર્ષવદનભાઇ પાસે પહોંચી ગયા.  એ પોતાના રુમમાં આરામ કરી રહ્યા હતાં. 
“ પપ્પા..”
ક્ષિતિજે એમની નજીક આવતાં કહ્યુ. 
“ અરે..! તું ? આવ બેટા “
એ બોલતા બોલતા જ ઉભા થયા. 
“ પપ્પા  આપણાં વચ્ચે જે બન્યુ તે.હવે પ્લીઝ  ઘરે પાછાં આવી જાવ. તમારા વગર એ ઘર સાવ નકામુ છે. એ વખતે મેં કહેલી વાતો નો મને ખુબ અફસોસ છે. તમારી ઇચ્છા મુજબ તમે પણ અહીંયા  આટલાં વર્ષો કાઢ્યા હવે બસ પપ્પા..”
હર્ષવદનભાઇ થોડીવાર માટે તો ક્ષિતિજ ની સામે જ જોઈ રહ્યા. એટલાંમાં  નિયતિ અને મોહનભાઈએ પણ ક્ષિતિજ ની વાતમાં સુર પુરાવ્યો. અને હર્ષવદનભાઇ આગળ કંઈ બોલે એ પહેલાંજ નિયતિ એ કહ્યુ.    
“ પપ્પા  હવે તમારા બંને કરતાં વધારે હું  જીદ્દી છું  અને એનો અનુભવ તમને બંનેને છે. તો હા પાડવાં સીવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહી. અને હા જયાં સુધી તમે ઘરે નહી આવો ત્યા સુધી હું  ક્ષિતિજ સાથે લગ્ન તો શું  વાત પણ નહી કરું. “
એની વાત સાંભળતા જ ક્ષિતિજ હાથ છટકોરતા બોલ્યો. 
“ લ્યો બસ.. તો તો હવે મારે આમજ મરવાનો વારો આવશે.આ બે બે જીદ્દી લોકો ભગવાને મારા જ નસીબમાં લખ્યા હતાં..દર વખતે  બંને વચ્ચે ભોગવવાનું કારણ વગર નુ મારે જ આવે....જો મોહનઅંકલ  આ ડોસાબાપા હા પાડશે નહી એટલે મારાં લગ્ન ની વાત પરતો ત્યાંજ પૂર્ણવિરામ મુકાઇ ગયું.. હવે લાગે છે ગિરનાર પર એક બાવો વધશે..”
ક્ષિતિજ ની વાત સાંભળી ને બધાંહસી પડ્યાં. હર્ષવદનભાઇ અને મોહનભાઈ ની આંખો આંસુ થી છલકાઇ ગઇ.  
“ હર્ષવદન ખુબ નસીબદાર છો.  આવા બાળકો ભગવાન પાસે માંગે પણ નથી મળતાં. અને તમને તો આ ભગવાને અમુલ્ય ભેટ આપી છે વિચારો છો શું.? સામાન ભરો અને ઘરભેગા થાવ..”
મોહનભાઈ આંખના ભીનાં ખૂણા લૂછતાં લૂછતાં બોલ્યા. બધાનાં આગ્રહ સામે હર્ષવદનભાઇ  પણ હવે ઢીલાં પડી ગયાં. અંતે એમણે વાત સ્વીકારી. એટલે નિયતિ બોલી.
“ તો ચાલો પપ્પા ઉભાં થાવ..અને અત્યારે જ અમારી સાથે. “
“ પણ મારો સામાન..?”
હર્ષવદનભાઇ એ કહ્યુ.
“ સામાન હું  લઇ લઇશ કાલે. અત્યારે ચાલો. “
ક્ષિતિજ અને નિયતિ બંને હર્ષવદનભાઇ ને લઇને ઘરે પાછાં ફરે છે.  બે મહિના બાદ બંનેના લગ્ન થઇ જાય છે નિયતિ  હવે કોલેજ ની નોકરી મુકીને આશ્રમમાં સેવા આપવાનું ચાલું રાખે છે અને સાથે હર્ષવદનભાઇ પણ રોજ આશ્રમ જઇને પોતાનાં મિત્રો સાથે સમય ને માણે છે. 
             સમાપ્ત