Jagjit Singh - Biography in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | જગજીતસિંહ - બાયોગ્રાફી

જગજીતસિંહ - બાયોગ્રાફી

અવાજથીજગ' જીતનાર:જીત'

બિકાનેરના એક મ્યુઝિકલ ફ્લાવરની વાત. એક એવી વ્યક્તિ કે જેનો અવાજ ગુલઝારની ગઝલોને મળ્યો. ગુલઝાર તેના અવાજ વિષે કહે છે કે, “તે જ્યારે ગાય છે ત્યારે મારા શબ્દોને નવી ઓળખ મળે છે, નવું ઊંડાણ મળે છે.તે વ્યક્તિ એટલે જગજીત સિંહ. તેઓ જ્યારે ગઝલ કે શેર પેશ કરતાં ત્યારે તેની અદાઈગીની જે અદા હતી તે કોઈપણ વ્યક્તિને મદહોશ કરી મૂકે. તર્જને બદલે શબ્દોની સમજ સાથેની ગાયિકી એટલે જગજીત સિંહની ગાયિકી. કયા શબ્દ પર ભાર મૂકીએ તો શ્રોતાને વધુ ગમે તે જગજીત સિંહની USP હતી. એક જ શેરને વિવિધ પ્રકારે સૂરમાં કહેવાની તેમની આવડત માટે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી તેમણે વધાવી લેતા. ગઝલ જેવા ગંભીર વિષયને સીધી અને સરળ રીતે કેમ રજૂ કરી શકાય તેના જગજીત માસ્ટર હતા.

***

ગઝલ-ગાયકનો જન્મ:

રાજસ્થાનના સૌથી ગરમ પ્રદેશ શ્રીગંગાનાગરમાં જગજીત સિંઘનો જન્મ. ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧. તેમના પિતાજી સરદાર અમરસિંહ ધમાની ભારત સરકારના કર્મચારી હતા. તેમનો મૂળ પરિવાર પંજાબના રોપડ જિલ્લાના દલ્લા ગામનો વતની હતો. તેમના માતુશ્રીનું નામ બચ્ચન કૌર હતું. તેનું મૂળ નામ જગજીત નહીં, બલકેજીત' હતું. કરોડો ચાહકોને લીધે તેમનું નામ જગજીત પડ્યું. શરૂઆતી શિક્ષણ ગંગા'નગરની ખાલસા સ્કૂલમાં થઈ અને ત્યારબાદ ભણવા માટે તેઓ જાલંધર આવી ગયા. ડી.એ.વી. કૉલેજથી સ્નાતક થયા અને કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયથી ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

ડીએવી કૉલેજ અને નગ્ન જગજીત:

ડીએવી કૉલેજ અને જગજીત સિંહ, આ એક જગજીત સિંહનું અજાણ્યું પાસું છે. આ પાસાનો ઉલ્લેખ સુરેન્દ્ર મોહન પાઠકે પોતાની બાયોગ્રાફીન બૈરી ન કોઈ બેગાનામાં કર્યો છે.

કૉલેજની હોસ્ટેલમાં જગજીત સિંહ પહેલા માળે રહેતા હતા. તેઓ રાત્રે મહેફિલ જમાવતા. તે વખતે તેઓ ગીતની વચ્ચે વચ્ચે કોઈક ફેમસ ફિલ્મી ગીતની એક-દોઢ કડી ગાતા. એ તેમની ખાસિયત હતી. આ એટલું જોરદાર રીતે પંક્ચ્યુએટ થતું કે લોકોને એ બીજા ગીતની કડી માટે રાહ રહેતી.

ગરમીમાં હોસ્ટેલનો નજારો જોવા જેવો લાગતો. રૂમોમાં પંખા નહોતા. આનાથી વાતાવરણ ખૂબ ગરમ થઈ જતું. બધાં જ લોકો નીકર-બરમૂડામાં રહેતા. જ્યારે જગજીત શીખ હોવાને લીધે તે ઘૂંટણ સુધીના લાંબા અન્ડરવેરમાં જોવા મળતો. જેને તેની ભાષામાંકછહરાકહેવાતો. તેના સિવાય તે કશું નહોતો પહેરતો. એ માત્ર એ કછહરામાં આખી હોસ્ટેલ ફરતો અને તેમાં કોઈને પણ તેમાં અજીબ નહોતું લાગતું.

એ જ્યારે કોઈની જોડે વાત કરવા માટે હોસ્ટેલની લોબીમાં ઊભો રહેતો ત્યારે તેના ચડ્ડાની બંને નાડીઓ તેના મોઢામાં રહેતી. એ તેને ચાવ્યા કરતો અને બધાં જોડે એ જ રીતે વાતો કરતો. એ ખુલ્લા ચડ્ડાની તકલીફ એ રહેતી કે તેની મોઢામાં દબાવેલી નાડી જો છૂટી ગઈ તો ચડ્ડો ક્યારે કમરથી પગને તળિયે આવીને ઊભો રહે તે અંદાજ ન રહેતો. અને તે દરેકની સામે નગ્ન ઊભો પણ રહ્યો. તે વખતે તેને અંદાજ નહોતો કે તેનો ચડ્ડો એટલે કેકછહરાપડી ગયો છે અને તે સંપૂર્ણ નગ્ન છે.

કોઈએ કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો અને એ પછી તેણે પોતાના ચડ્ડાને ઉપર ચડાવ્યો.

***

રજાના દિવસમાં ગીત સંભળાવવાની ફરમાઈશ આવે ત્યારે તે ક્યારેય નકારતો નહોતો. સતત, એકધારે ગીતો સંભળાવતો. તે દરેક લોકોની ફરમાઈશ પૂરી કરતો. છેવટે ઘણીવાર, ચપરાસી આવીને કહેતો - વોર્ડન સાહેબ કહી રહ્યા છે કે, હવે બંધ કરો. એ વખતે ફરમાઇશમાં સૌથી ટોપ ગીત જે હતું તેઅનાડી' ફિલ્મનુંસચ હૈ દુનિયાવાલો કિ હમ હૈ અનાડી' હતું. જગજીત સિંહને એ ખૂબ ગમતું એટલે તે ગીતને ખૂબ ઉત્સાહથી સંભળાવતો.

હોસ્ટેલમાં બાકીના દરેક પાસે જઈને તે ખૂબ ગીતો સંભળાવતો. તે વખતે ગુસ્સે થઈને તેને સંભળાવતા, ‘અમને તો વાંચવા દે.એ વખતે ગુસ્સે થઈને જગજીત કહેતો, ‘... આજે ભલે તેમે મને દૂર જવાનું કહી રહ્યા છે. પરંતુ, એક દિવસ તમે મને સાંભળવા માટે લાગેલી લાંબી લાઈનમાં ટિકિટ લેવા ઊભા રહેશો.આ આત્મવિશ્વાસ માત્ર વીસ વર્ષની ઉંમરે જગજીતમાં હતો.

હોસ્ટેલની વહેલી સવાર અને જગજીતનો અવાજ:

સુવિધાહીન હોસ્ટેળ બે માળ અને બાર બ્લોકમાં વહેંચાયેલી હતી. આથીફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વબેઝ પર એડમિશન મળતું. અને તે જ રીતે ઓરડાઓ આપવામાં આવતા. તેમાંથી અમુક ઓરડાઓ એવા હતા કે જ્યાં જવું કોઈ પસંદ ન કરતું. તેમાં પણ અમુક ઓરડાઓની તો આજુબાજુ પણ ફરકતું પણ નહોતું. તેનું એક માત્ર મુખ્ય કારણ, ગંદકી હતું.

આ પ્રકારના ઓરડાઓ ચારેક ડિવિઝનમાં વહેંચાયેલા હતા.

૧) દાદરની આજુબાજુના ઓરડાઓ

૨) વોશરૂમ અને ટોઇલેટની આજુબાજુના ઓરડાઓ

૩) જગજીતની આજુબાજુના ઓરડાઓ

પ્રિન્સિપાલ સૂરજભાનનો તે લાડલો હતો. યુથ ફેસ્ટિવલમાં મ્યૂઝિકના બધા એવોર્ડ લઇ જનારો. પરંતુ હોસ્ટેલમાં કોઇ તેમના ચાહક નહીં. કોઈપણ સ્કોલર વિદ્યાર્થી નહોતો ઈચ્છતો કે તેનો રૂપ જગજીતના રૂમની બાજુમાં હોય. કારણ કે, જ્યારે સમગ્ર હોસ્ટેલ સૂતી હોય ત્યારે સરદારજી ઊઠીને વહેલી સવારે બે-અઢી કલાક રિયાઝ કરતાં. અને જગજીતને ગાળો પડતી.

બીજું કે, જગજીતના રૂમમાં સમગ્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વસવાટ કરતી હતી. હાર્મોનિયમ, તબલા જેવા વાજિંત્રોથી આખો રૂમ ભરેલો રહેતો.

એક ગુજરાતી સંગીતકારે અપાવ્યો જગજીતને ફર્સ્ટ બ્રેક :

સૂર સમ્રાટ જગજીત સિંઘને પોતાના જીવનનો પ્રથમ બ્રેક એક ગુજરાતી સંગીતકારે આપ્યો હતો! જગજીત સિંઘને પ્રથમ બ્રેક આપનાર એ મહાન સંગીતકારે તેમના કંઠે સૌપ્રથમ વગત કોઈ ગઝલ કે ગીત નહીં પરંતુ એક ગુજરાતી ભજન ગવડાવ્યું હતું.

1969માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી. ફિલ્મનું નામ 'બહુરૂપી'. આ ફિલ્મમાં એક ભજન હતું જે જગજીત સિંઘે ગાયું હતું. ભજનના શબ્દો છે...'લાગી રામ ભજનની લગની લાગી....' જગજીત પોતાને પ્રથમ બ્રેક આપનાર એ ગુજરાતી સંગીતકારને જિંદગી પર્યત ન ભૂલ્યા.

***

2001નું એ વર્ષ હતું. આ સમયે લગભગ આખી દુનિયા જગજીત સિંઘની ગાયકીની દિવાની હતી. તેઓ પોતાની ગઝલ ગાયકી અને મધુર કંઠથી કરોડો લોકોના દીલ પર રાજ કરતા હતા. તેમની ગાયકીની એક વિશેષતા એ રહી છે કે તે પોતાના મધુર અવાજથી તમામ ઉંમરના લોકોએ આકર્ષી શકતા હતા. તેઓ જ્યારે ગઝલ ગાતા હતા ત્યારે તેમાં આવતા અઘરા ઉર્દૂ શબ્દો લોકો સમજી શકે તે માટે તેઓ તેનો સરળ શબ્દ પણ આપતા હતા. આ જ વર્ષે એક સાંજે એક ભવ્ય ગઝલ કાર્યક્રમ(લાઈવ કોન્સર્ટ)નું આયોજન થયું હતું. એ કાર્યક્રમમાં ગીતકાર ગુલઝાર, ફિલ્મ નિર્માતા યશ ચોપડા સહિત અનેક બોલિવૂડની હસ્તીઓ જગજીત સિંઘને સાંભળવા પહોંચી હતી.

કોન્સર્ટ બરાબર જામી હતી. જગજીત પોતાની લાઇફની કહાણી કહેતાં કહેતાં એક પછી એક ગઝલો સંભળાવી રહ્યા છે. એવામાં તેઓ મુંબઈ આવ્યાની પોતાની કારકિર્દીની સફર કરતા પહેલા રોકાયા હતા. લાઈવ કોન્સર્ટમાં જ જગજીત સિંઘે જાહેરાત કરી કે તેમને પ્રથમ બ્રેક આપનાર એક ગુજરાતી સંગીતકાર હતા. તેમણે વિનંતી કરી કે એ વ્યક્તિને સ્ટેજ પર લાવવામાં આવે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ગુજરાતી સંગીતકાર અજીત મર્ચન્ટ હતા.

***

આ ઉપરાંત, તેમનું ગુજરાત કનેક્શન ખૂબ મજબૂત હતું.

ગુજરાતી ભજનોની સાથે ગુજરાતના ખ્યાતનામ કવિઓની ગઝલોને પણ તેમણે ગાઈ. જગજીતસિંગના એ જ કંઠમાંથી માતૃભાષા ગુજરાતીમાંજીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું...કેબસ દુર્દશાનો એટલો આભાર હોય છે...અનેબસ એટલી સમજ મને પરવર દિગાર દે...જેવીગુજરાતના ગાલીબકહેવાતામરીઝસાહેબની અમર કવિતાઓનો સંગ્રહ વહે, ત્યારે તો દિલ બાગ બાગ થઇ જ જાય.

જગજીત અને ચિત્રા:

મુંબઇમાં જગ્યા શોધતો જગજીત સિંઘ. એક દિવસ જિંગલના રેકોર્ડિંગ સમયે ચિત્રા સાથે મુલાકાત થઇ. પ્રોડ્યુસરની વાઇફ ચિત્રા. ક્યારેક ગીતો લખનારી સુંદર ચિત્રા. રિયાઝ ચાલતો રહ્યો અને જગજીતની ગઝલ મુકમ્મલ થઇ ગઇ. સુરીલી ચિત્રા જગજીતની હતી. ક્યારેક નશામાં ધુત્ત હોય તો ચિત્રા આંખો પણ દેખાડતી. આ ચિત્રાને તેના પૂર્વ પતિ પાસે જગજીતે પરમિશન લઇને માંગી હતી. તેનો પૂરો કિસ્સો સ્ટોરીમાં આવશે. જગજીતની આંખનો તારો હતો વિવેક. તેમનો દીકરો. તે ગતિમાં માનતો હતો. એક દિવસ મુંબઇની સડક પર તેનો અકસ્માત થયો. તે જિંદગી હારી ગયો. ચિત્રા હજુ સુધી તે દુઃખથી ઉભરી શકી નથી. તેણે ગાવાનું બંધ કરી દીધું. જગજીત ફરી સંગીતમાં ડૂબ્યા. અને તેણે જ એમને પાર પહોંચાડ્યા. આ હતી શોર્ટ સ્ટોરી. દિલધડક કહાની અહી મુજબ બની.

***

વાર્તા શરુ થાય છે દેબુપ્રસાદ દત્તાથી.

સાઉથ બોમ્બેના બહારિસ્તાન વિસ્તારમાં તે રહેતો હતો. ચિત્રાનો પહેલો પતિ. બ્રિટાનિયા બિસ્કિટમાં મોટો અધિકારી. કંપનીના ફ્લેટમાં તેની વાઇફ ચિત્રા અને દીકરી મોના સાથે રહેતો. દેબુને સાઉન્ડ રેકોર્ડીંગમાં ખાસ્સો રસ હતો. નવીનતમ ટેક્નોલોજીની જાણકારી હાથવગી રાખતો. આવનારા દિવસોમાં ઘરે જ એક રેકોર્ડીંગ સ્ટુડિયો બનાવી નાખ્યો. એક દિવસની વાત છે. ચિત્રા બાલકનીમાં ઉભી હતી. પાડોસમાં એક ગુજરાતી પરિવાર રહેતો હતો. બાળક ન હતું, તો એડોપ્ટ કરી લીધો. તેને દૂધ પીવડાવવા એક મેડ બાલકનીમાં આવતી. ચિત્રા પણ બાળક સાથે રમત કરતી. એક વખત બાળક ચૂપ જ ના થાય. તેને લઇને મેડ બહાર આવી તો ચિત્રાને જોઇને બાળક ચૂપ થઇ ગયો. પાડોશીઓ સાથે ચિત્રાની દોસ્તી થઇ ગઇ.

એક દિવસની વાત છે. ચિત્રા બાલકનીમાં ઉભી હતી. સામે સડક પર એક યુવાન દેખાયો. ભયાનક ટાઇટ સફેદ પેન્ટ પહેરીને ઉભો હતો. માંડ ચિત્રા હંસવુ રોકી શકી. થોડી વારમાં ગુજરાતી પડોસીના ઘરમાંથી સાઝના સૂર સંભળાવા લાગ્યા. આ અવાર નવાર થતું હતુ. મહેફિલ નવી વાત ન હતી. થોડીવાર બાદ બાલકનીમાં સફેદ પેંટધારી આવ્યો. સિગરેટ ફૂંકી અને ચાલ્યો ગયો. સાંજે ચિત્રા તેમના ઘરે ગઇ. પડોસી મહિલા તેના વખાણ કરવા લાગી. શું ગાય છે આ છોકરો? પંજાબની મીઠાસ લઇને આવ્યો છે. આટલુ કહીને રેકોર્ડીંગ પ્લે કરી. ચિત્રા બોલી, સરદાર છે શું. જવાબ હતો હા, પણ દાઢી કપાવી નાખી છે. થોડી વાર બાદ ચિત્રા બોલી , આ પણ કોઇ સિંગર છે? ગઝલ તો તલત મહમૂદ ગાય છે!

આ સમયે દેબૂની પ્રગતિ થઇ હતી. હવે તે ગુલિસ્તાનમાં રહેતા હતા. ત્યાં રેકોર્ડીંગ અને કંપોઝર્સનો જમાવડો બન્યો રહેતો. એક દિવસ ચિત્રાના ઘરે શોકેસ રેકોર્ડિંગ હતી. મહિંદરજીત સિંઘે સ્ટૂડિયો બૂક કર્યો હતો. નવા સિંગર્સનું આલ્બમ બહાર પાડવાનું હતું. ચિત્રા સિંગર અને હોસ્ટ પણ હતી. અત્યાર સુધીજિંગલ્સ ક્વીનતરીકે તેને ખ્યાતિ મળી ચૂકી હતી. એક વખત ઘંટડી વાગી. દરવાજો ખુલ્યો તો જોયુ એક માણસ બહાર દરવાજાના કિનારા પર માથુ ટેકાવીને ઊંઘી રહ્યો હતો. ચિત્રા કંઇ પૂછે તે પહેલા સિંઘ સાહેબનો અવાજ પાછળથી આવ્યો- અરે લલ્લુ તુમ, આ જાઓ આ જાઓ.

લલ્લુ આવ્યો અને સાઇડમાં બેસીને પાછો નિદ્રાધીન થઇ ગયો. થોડી વાર પછી એની રેકોર્ડીંગનો નંબર આવ્યો. ઊઠ્યો અને ઊંઘમાં હાર્મોનિયમ વગાડવા લાગ્યો. જાણે રિયાઝ થમ્યો જ ન હોય. સિંઘ સાહેબ બોલ્યા કે આ પહેલા સિંગલ ગાશે અને પછી ચિત્રા સાથે ડ્યૂએટ.

ચિત્રા હવે અવાજ ઓળખી ગઇ હતી કે તે સફેદ પેંટ વાળો છે. તે બોલી, ‘હું નહીં ગાઉં. મારી પાતળી અને હાઇ પિચ વાળી અવાજ છે જ્યારે આનો ભારે બાસ સાઉન્ડ છે.

લલ્લૂએ નજર ઉઠાવી. ઘરને ચારે તરફથી જોયું પછી ચિત્રા પર આંખો ટકાવી અને કહ્યું, ‘તમને ગાવાની જરૂર જ શું છે? ચિત્રા ધુંઆપુંઆ થઇ અને પછી જગજીતે એકલા જ ગીત રેકોર્ડ કર્યું.

સાંજે દેબુ ઘરે આવ્યો. રેકોર્ડીંગ સાંભળી અને જગજીતની અવાજ પર ફિદા થઇ ગયો. આવનારા અમુક દિવસો એમની જ રેકોર્ડીંગ થતી રહી. 1967માં કંઇક ચિત્ર બદલાયું. જગજીત અને ચિત્રા એક જ સ્ટુડિયોમાં રેકોર્ડ કરી રહ્યા હતા. બહાર મળ્યા તો વાત થઇ. ચિત્રાએ કહ્યું, ‘મારો ડ્રાઇવર તમને ઘર સુધી છોડી દેશે.

રસ્તામાં ચિત્રાનું ઘર આવ્યું તો જગજીતને ચા માટે બોલાવ્યો. ડ્રોઇંગ રૂમમાં જગજીત સિંઘ બેઠા છે. ગીત ગણગણાવે છે. કિચનમાં ચિત્રા છે જે ચા બનાવી રહી છે. ત્યારે એક અવાજમાં ગઝલ ચાલુ થાય છે.

ધુંઆ ઉઠ્ઠા થા….’

ચિત્રા કિચનમાંથી સાંભળતી રહે છે. તેને આ ગઝલ પસંદ આવે છે. પૂછે છે કોની છે, તો જગજીતે કહ્યું, મારી છે મેં કંપોઝ કરી છે.

આ સમયે પહેલી વખત જગજીત સિંઘની ગાયિકીથી ઇમ્પ્રેસ થઇ હતી ચિત્રા. આ સમયે ગીતો ગઝલ અને રેકોર્ડીંગનુ વાતાવરણ તો ઘરમાં રહેતું પણ ચિત્રા અને દેબુ વચ્ચે ખામોશી હતી. બન્ને વચ્ચે ઠીક નહોંતુ ચાલી રહ્યુ.

દેબુ બંગાળી હતો કલકત્તાનો. એક દિવસ ટેગોર ડાંસ ડ્રામા જોયો. છોકરીથી નજર હટી નહીં. પરિવારજનોને કહ્યું. તેની સેલરી સારી હતી અને પોસ્ટ પણ માતબર. લગ્ન થઇ ગયા. ચિત્રા 16 વર્ષની હતી. પછી આગામી દશકો એક સારી પત્ની અને માં બનાવામાં વિતાવ્યો. મોનિકા થયા પછી રંગ બદલાવા લાગ્યો. એક દિવસ દેબુએ કહ્યુ, ‘ચિત્રા તું સારુ ગાઇ લે છે તેમાં જ આગળ જા. હું કોઇ બીજી તરફ નીકળવા માંગુ છું.

ઇશારો સ્પષ્ટ હતો. લગ્ન મિસમેચ હતા. ટૂંક સમયમાં જ ચિત્રાને દેબૂના અફેર વિશે જાણકારી મળી. 1968માં છૂટાછેડાની કાર્યવાહી શરૂ થઇ ગઇ. ચિત્રા મોનિકાને લઇને વનરૂમ ફ્લેટમાં આવી ગઇ. સંગીત જગતના તમામ લોકોથી ધીમે ધીમે સંબંધો કાપી નાખ્યા. જોકે જગજીત માત્ર એક વર્ષ પહેલા જ દોસ્ત બન્યો હતો. અને એક દિવસ શરદીના લીધે સોજી ગયેલી લાલ આંખોથી જગજીતે કહી દીધું, ‘હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.ચિત્રાએ કહ્યું, ‘પણ હું પરિણિત છું અને છૂટાછેડા હજુ થયા નથી.જગજીતે કહ્યું, ‘હું રાહ જોઇશ.

ઇંતઝાર ખત્મ થયો 1970માં. ચિત્રાના પતિ દેબુએ બીજા લગ્ન કરી લીધા હતા અને એક પુત્રી પણ જન્મી હતી. જગજીત દેબૂ પાસે ગયા અને કહ્યું, ‘હું ચિત્રાથી લગ્ન કરવા ઇચ્છું છુ.

કમાલનો માણસ. એક બાળક જેવો. પૂર્વ પતિ પાસે પરમિશન લેવા ગયો હતો કે આશીર્વાદ! લગ્ન થયા 30 રૂપિયાના ખર્ચે. એક મંદિરમાં. તબલા પ્લેયર હરીશ પૂજારીએ વ્યવસ્થા કરી. ગઝલ સિંગર ભૂપિંદર સિંઘ બે માળા અને મિઠાઇ લઇને આવ્યાં. બસ, જગજીત અને ચિત્રાનું લગ્ન જીવન સડસડાટ આગળ નીકળી ગયું.

દર્દ સે મેરા દામન ભર દે...

જગજીત સિંઘ- ચિત્રાનો દીકરો હતો વિવેક સિંઘ. મોનિકાનો ભાઇ. ટોલ અને હેંડસમ. ઉંમર હતી 18 વર્ષ અને 11 મહિના. દોસ્તો સાથે મરીન ડ્રાઇવ પર ઘૂમી રહ્યો હતો. એક મિત્ર હતો સાઇરાજ બહુતુલે. જે આગળ જઇને વિખ્યાત ક્રિકેટર બન્યો. બીજો હતો રાહુલ મજૂમદાર. રાતના 2 વાગ્યા હતા. કાર ફાસ્ટ સ્પીડમાં આવી રહી હતી. ડ્રાઇવીંગ સીટ પર વિવેક હતો. ત્યારે જ તેને સડક પર દેખાણી એક સીડી, જેનો ઉપયોગ મ્યૂનિસિપાલિટી વાળા સ્ટ્રીટ લાઇટ ઠીક કરવામાં કરતા હોય છે. સ્ટીયરિંગ વળ્યું પણ બેલેન્સ બગડ્યુ. ભયાનક એક્સીડેન્ટ થયો. વિવેકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. બાકી બન્ને ઘાયલ થયા અને બાદમાં ઠીક થઇ ગયા.

આગલા દિવસે દરેક અખબારમાં એક જ પ્રકારની હેડલાઇન. માલેતુજાર નબીરાઓ નશામાં ચૂર અને એ પ્રકારનું ઘણું બધું. એ વર્ષ હતું ૧૯૯૦.

અકસ્માતના સમયે જગજીત સિંહ એક ઘરેલૂ પાર્ટીમાં પોતાના સૂર રેલાવી રહ્યા હતા. પાર્ટી પૂરી થવામાં હતી. અંજૂ મહેન્દ્રની ફરમાઈશ હતી કે જગજીત સિંહ જતાં પહેલાંદર્દ સે મેરા દામન ભર દેસંભળાવી દે. જગજીત સિંહ આ ગઝલ ગાવાનાં મૂડમાં ન હતાં. પરંતુ ફરમાઈશનો બોજ લઈને જવા નહોતા ઈચ્છતા. તેમણે ગઝલ ગાઈ. કહેવાય છે કે તેઓ ગઝલ ગાતાં હતાં અને રડતા હતાં.

સંગીત તેમના જીવનને પાટા ઉપર તો આવ્યું એ તો ના કહી શકાય પરંતુ એ સંગીત જ હતું જેણે જગજીત સિંહને પાટા ઉપરથી ઉતરવા ના દીધાં. તેઓ આલ્બમ કરતાં રહ્યા. લાઈવ કાર્યક્રમ કરતાં રહ્યા. પોતાના દુઃખોને પોતાના અવાજમાં સમાવીને લોકોને મનોરંજન કરાવતાં રહ્યાં. પત્ની ચિત્રા સિંહની પુત્રીએ આત્મહત્યા કરી ત્યારે પણ તેઓ વિદેશમાં એક કાર્યક્રમમાં જ હતાં. ત્યાંથી એકલાં આવ્યા.

સંઘર્ષના દિવસોમાં જગજીત સિંહે સ્થાપિત પ્લેબેક સિંગર્સ પર ટિપ્પણીઓ પણ કરી હતી. કિશોર દાએ જગજીત સિંહની એ ટિપ્પણી પર પોતાનો જવાબ રાખ્યો હતો કે, “how dare these so-called ghazal singers criticize an icon that Manna Dey, Mukesh and I dare not criticize. Rafi was unique.” ઉપરાંત, પાકિસ્તાની ગાયકોનો પણ ઘણીવાર વિરોધ કર્યો. જો કે, પાકિસ્તાને જગજીત સિંહને વિઝા આપવા પર બેન લગાવ્યો હતો. આથી તેઓએ આ વાત ઉચ્ચારી હતી. લાસ વેગસના કસિનો અને મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સમાં ઘોડેસવારીનો શોખ હતો.

ભાષાકીય ચીવટના સરતાજ જગજીત

ગુજરાતના સલિલ દલાલ જગજીત સિંહ સાથે સુરતમાં થયેલી મુલાકાત અંગે કહે છે કે,

તે દિવસે હું તેમના ઓટોગ્રાફ માટે સુરત સ્ટેશનેથી (દિલ્હીના કોઇ પ્રકાશકે બહાર પાડેલી)જગજીત - ચિત્રા કી ગઝલેંજેવા કોઇ ટાઇટલવાળી પુસ્તિકા ઉતાવળે ખરીદીને લઇ ગયો હતો. તેમના હસ્તાક્ષર કોઇ ડાયરી કે કોરા કાગળ પર લેવાને બદલે તેમાં છપાયેલી ચિત્રાજીએ ગાયેલી એક ગઝલદર્દ બઢકર ફુગાં ન હો જાયે....ઉપર ખાસ લેવા હતા.

જગજીતસિંગ સાથેની વાતચીત દરમિયાન ઓટોગ્રાફ માટે પેલી પુસ્તિકા ધરી અને તેમાંની ગમતી ગઝલવાળું ખાસ પાનું ખોલ્યું. પણ ફટાફટ સહી કરી દેવાને બદલે જગજીત તો વાત કરતા જાય અને તેમના હાથમાંની પુસ્તિકામાં છપાયેલી અમારી પસંદગીની ગઝલની છપાઇને પેનથી સુધારતા જાય! ક્યાંક હ્રસ્વતો ક્યાંક દીર્ઘ’, વળી કોઇ જગ્યાએ ઉર્દૂમાં આવતી આડી લીટી જેવી ખાસ નિશાનીઓનો સુધારો કરતા જાય. જાણે કે એક પેજનું પ્રુફ રીડીંગ પૂરતું ના હોય એમ સામા પાના ઉપરની બીજી રચનાને પણ તેમણે એ જ રીતે સાફસુફ કરવા માંડી.

ભાષા અંગે આટલી હદની ચોક્સાઇ રાખતા કલાકારનાં સર્જનોમાં પરફેક્શન કેમ ના હોય? કોઇ આશ્ચર્ય ન હતું કે ઉર્દૂ શબ્દોના હિન્દી, મરાઠી અને ઇંગ્લીશ અર્થોવાળી એક દુર્લભ ડીક્ષનેરીના પ્રકાશન સાથે તે સંકળાયેલા હતા. તેમાં તો જે તે શબ્દનો શાયરીમાં ઉપયોગ કરી બતાવેલા ૪૫૦૦ શેર પણ હતા. પાનાં ઉથલાવતાં જોયું તો તેની પ્રસ્તાવના જગજીતસિંગે લખી હતી. પછી તો ડીક્ષનેરી ખરીદવાનું મુખ્ય કારણબાપુની પ્રસ્તાવના બની ગયું.

***

ગુલઝાર અને જગજીત

ગુલઝાર સાથે મળીને તેમણે ઓરિજીનલ અસદ ઉલ્લાહ ખાં ગાલીબની જીવનકથાની સિરીયલ માટે તૈયાર કરેલા આલ્બમને પગલે અમારા જેવા કેટલાય લોકો ઉર્દૂના પ્રેમમાં નવેસરથી પડ્યા હશે. ખાસ કરીને ગુલઝારના મર્દાના અવાજમાં આવતી પ્રસ્તાવનાબલ્લીમારાં કે મોહલ્લે કી વો પેચિદા દલીલોં સી ગલીયાં....અને તેની પણ પહેલાં વિનોદ સેહગલના સ્વરમાં ગાલિબનો પોતાના વ્યક્તિત્વની છડી પોકારતો પેલો શેર...હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહોત અચ્છે, કહતે હૈં કિ ગાલિબ કા હૈ અંદાજે બયાં ઔર...

આ મજબૂત પ્રસ્તાવનાએ ગુલઝારની ૧૯૮૮માં દૂરદર્શન પર આવેલી બેહદ સફળ ટીવી સિરીઝમિર્ઝાગાલિબમાં દર હપ્તે ટાઇટલ પછી તરત તેમના પોતાના અવાજમાં આવતી પેલી પ્રમાણમાં અઘરી અને છતાં ગુલઝારના અવાજ તથા જગજીતસિંગના સંગીત નિયોજનને કારણે મોટાભાગના ચાહકોને ગોખાઇ ગયેલી એબલ્લીમારાં કે મોહલ્લે કી વો પેચીદા દલીલોં કી સી ગલિયાં...ની યાદ તે દિવસોમાં તાજી કરાવી દીધી હતી. જગજીતસિંગના મધમીઠા સ્વરમાં ગઝલનો પ્રારંભ થાય તે અગાઉ કેટલીક કૃતિઓમાં પોતાના મર્દાના અવાજમાં જે તે કૃતિના બેકગ્રાઉન્ડ જેવી ચંદ પંક્તિઓનું ગદ્ય શાયરના અવાજમાં આવે. તેને લીધેમરાસિમમાં બબ્બે પૌરૂષ સભર અવાજોના કોમ્બિનેશનમાં ગદ્ય અને પદ્યનો એક સાથે આલ્હાદક આનંદ આપે એવી એક રસપ્રદ ઘટનાએમિર્ઝા ગાલિબપછી ફરીથી એકવાર આકાર લીધો.

ગુલઝારે જગજીત માટે એક સુંદર કૃતિની રચના કરી. જગજીતને આનાથી વધુ સુંદર શ્રદ્ધાંજલિ બીજી કોઈ ન હોઈ શકે.

एक बौछार था वो शख्स,

बिना बरसे किसी अब्र की सहमी सी नमी से

जो भिगो देता था...

एक बोछार ही था वो,

जो कभी धूप की अफशां भर के

दूर तक, सुनते हुए चेहरों पे छिड़क देता था

नीम तारीक से हॉल में आंखें चमक उठती थीं

सर हिलाता था कभी झूम के टहनी की तरह,

लगता था झोंका हवा का था कोई छेड़ गया है

गुनगुनाता था तो खुलते हुए बादल की तरह

मुस्कराहट में कई तरबों की झनकार छुपी थी

गली क़ासिम से चली एक ग़ज़ल की झनकार था वो

एक आवाज़ की बौछार था वो!!

એક આવાઝ કિ બૌછાર થા વો…”

ખરેખર, જગજીત એ અવાજની બુલંદી હતી, ટોચ હતી. ભારતને ગઝલ ગાતા કોઈકે શીખવ્યું હોય તો તે એટલે જગજીત. અંતે, ગઝલના બાદશાહ જગજીત સિંહનો ૧૦ ઓક્ટોબર, ૨૦૧૧માં દેહાંત થયો. અને એક ગઝલ ગાયિકીના સુવર્ણ યુગનો અંત આવ્યો.

***