Kahani - 2 books and stories free download online pdf in Gujarati

કહાની (ભાગ : 2)

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

 મુંબઈ, મહારાસ્ટ્ર (2002)

                  ઘરેથી ભાગતો ભાગતો નવાજ એક ટ્રેન માં બેસી ગયો. આ ટ્રેન મારફતે એ સીધો જ મુંબઈ પહોચી ગયો. મુંબઈ પહેલીવાર આવેલ નવાજ ને પૈસા ની ખૂબ જ જરૂર હતી. કારણ કે ઘરમાથી ચોરેલા પૈસા થોડા જ હતા. એક નાની રેસ્ટોરન્ટ માં જઈને તેણે ગુજરાતી થાળી નો ઓર્ડર આપ્યો. પેટ ભરી ને જ્મ્યો. તેને અહીની ગુજરાતી થાળી બહુ જ ભાવી. આ રેસ્ટોરન્ટ અમદાવાદના પ્રખ્યાત માણેકલાલ ત્રિવેદી ની હતી. સ્વભાવે બહુ જ સરળ અને શાંત હતા માણેકલાલ. ચહેરો ગોળ, આંખો માં મોટા ચશ્મા અને ખભે લાલ રૂમાલ તો રાખતા જ. નવાજ તેમની પાસે આવે છે અને કહે છે કે,” મારૂ નામ નવાજ છે અને હું ગુજરાતથી આવ્યો છુ. મારા માતા પિતા એક કાર અકસ્માત માં મૃત્યુ પામ્યા છે. તેમના સિવાય મારૂ આ દુનિયા માં કોઈ જ નથી. શું તમે મને તમારી આ રેસ્ટોરન્ટ માં રાખશો? હું બધુ જ કામ કરીશ તમે કહેશો એ બધુ જ.” નવાજ નો ચહેરો એકદમ માસૂમ લાગતો હતો. તેથી માણેકલાલે નવાજને કહ્યું, “ સારું તો આજથી જ કામ પર લાગી જા. તું ભલે ઉમર માં નાનો રહ્યો પણ હું તને બધુ શીખવી દઇશ તું ચિંતા ના કર. “

                   આમ, નવાજ એક વેઇટર તરીકે માણેકલાલ ની રેસ્ટોરન્ટ માં કામે લાગી ગયો. સમય વિતતો ગયો. ધીમે ધીમે માણેકલાલને નવાજ પર ભરોસો થઈ ગયો. માણેક લાલે આખી રેસ્ટોરન્ટ નો નાણાકીય કારોબાર નવાજ ના હાથ માં સોંપી દીધો એટલે કે તમામ પ્રકાર ના આવક-જાવક તથા ખર્ચ અને નફા ની ગણતરી નવાજ રાખતો હતો. માણેકલાલ ને નવાજ પર ભરોસો હતો પણ એ નવાજ ના ભૂતકાળથી અજાણ હતા. તેમને ખબર નહતી કે તેમણે એક નોકર નહીં પણ એક સાપ પોતાની રેસ્ટોરન્ટમાં પાળ્યો છે. એક વખત માણેકલાલે છેલ્લા ચાર મહિના ના નાણાકીય હિસાબો ચેક કર્યા તો તેમાં બહુ જ મોટી ભૂલો દેખાઇ. પાછળ થી ખબર પડી કે નવાજ રેસ્ટોરન્ટમાં થતી આવકમાથી ચોરી કરતો હતો. માણેકલાલ ના ગુસ્સા નો પાર ન રહ્યો. તેમણે નવાજ ને એક તમાચો મારી ને પોતાની રેસ્ટોરન્ટ માથી બહાર કાઢી મૂક્યો. નવાજ ની આંખો માં બદલાની ભાવના સ્પષ્ટ દેખાતી હતી. થોડી વારમાંજ માણેકલાલ પોતાના ઘરે ગયા. માણેકલાલે જેવી સુવાની તૈયારી કરી કે કોઈએ તેમના માથા ઉપર હથોડી નો ઘા કર્યો. હા, તમે સાચું વિચારી રહ્યા છો એ હતો નવાજ. માણેકલાલ નું ખૂન કરી ને નવાજે ત્યાં એક કોરા કાગળ માં પેન વડે લખ્યું કે, “ કહાની અભી બાકી હે મેરે ભાઈ...!”

                   હવે નવાજ એક હજામ ની દુકાન પર આવે છે અને હજામ ને પણ એ જ પોતાની જૂઠી વાતો માં ફસાવી ને તેની દુકાન પર કામ માગે છે॰ હજામ ની દુકાન પર તે લોકો ને દાઢી બનાવતા ને વાળ કાપતા પણ શીખી ગયો. એક દિવસ એક ગ્રાહક આવ્યો દુકાન માં દાઢી કરાવા માટે. નવાજે દાઢી કરતી વખતે ભૂલ માં બ્લેડ વધારે ચલાવી દીધી ને પેલા વ્યક્તિ ને થોડું લોહી નીકળ્યું. તો પેલો વ્યક્તિ ગુસ્સા માં આવી ગયો અને નવાજ ને અપશબ્દો પણ બોલ્યો. આમ ગુસ્સે ભરાયેલા નવાજે બ્લેડ વડે તે માણસ નું ગળું કાપી નાખ્યું. ગાળામાંથી લોહી એવી રીતે નીકળ્યું કે જાણે એક પિચકારી માથી લાલ રંગ નું પાણી નીકળ્યું હોય. દુકાન ના માલિક હજામે આ જોયું અને તે બેહોશ થઇ ગયા. બેહોશ થયેલા હજામ પર પણ નવાજે બ્લેડ મારી ને એનું પણ ગળું કાપી નાખ્યું અને દુકાન માં એક કાગળ પર લખ્યું કે ,” કહાની,  અભી બાકી હે મેરે ભાઈ...!”

            આટલું પરાક્રમ કર્યા પછી નવાજ ને લોકો એક સિરિયલ-કીલર તરીકે ઓળખાવા લાગ્યો. પણ હજી સુધી નવાજ નો ચહેરો કોઈએ જોયો નહતો. નવાજ ત્યાંથી ભાગી ને એક લેખક ના ઘરે આવે છે. લેખક ને પણ એમ જ પોતાની વાતોમાં ફસાવી ને એના ઘર માં નોકર તરીકે રહે છે. લેખકની બધીજ વાર્તાઓ બહાર અન્ય લેખકોને વેચી આવતો હતો. એક દિવસ નવાજ વાર્તાઑ ની ઓરિજનલ કોપી ચોરતા રંગે હાથ જડપાઈ ગયો. લેખકે તેણે પોલીસ ના હવાલે કરવાનું વિચાર્યું. લેખક જેવા પોલીસ ને ફોન કરવા તેમના ટેલિફોન માથી નંબર ડાયલ કરતાં હતા તે વખતે જ નવાજે લેખક ના ટેબલ પર પડેલા ફ્લાવર પોટ થી તેમના માથા પર હુમલો કર્યો પણ લેખક મર્યા નહીં અને ત્યારબાદ લેખકનું ગળું દબાવી ને હત્યા કરી નાખી. ત્યાં પણ એજ વાક્ય કાગળ પર લખ્યું કે,

“ કહાની, અભી બાકી હે મેરે ભાઈ..! “ 


- કુલદીપ

- To be continued….!