kahani - 2 books and stories free download online pdf in Gujarati

કહાની સિજન 2 (ભાગ:2)

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ બંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

આ વેબ સ્ટોરી સિરીઝ છે. જે અંદાજીત 3 થી 5 કે 7 મિનીટની હોય છે. સામાન્ય વાર્તા કે નવલકથાની જેમ આના પર કોઈ નિયમો લાગૂ પડતાં નથી.

કહાની સીજન 2 (ભાગ : ૨)

પોતાના થનાર પતિનું આવું મૃત્યુ જોઈ કાબૂ ગુમાવી બેઠેલી કલ્પનાએ તે પર્વત ઉપરથી જ પડતું મૂક્યું. પર્વત પરથી કૂદીને તેણે આત્મહત્યા કરી.

અવનિ અને કુલદીપ ત્યાં આવી પહોચ્યા પણ હવે ખૂબ જ મોડુ થઈ ગયું હતું. અવનિએ પોલીસ ને બોલાવીને થયેલ હત્યા વિષે જાણકારી આપી. કુલદીપ શાંત થવા એક શાંત જગ્યાએ આવીને બેઠો.

કુલદીપના ફોનમાં કોઈ અજાણ્યા નંબર થી કોલ આવ્યો. કુલદીપે ફોન ઉપડયો, “ હેલ્લો”. સામેથી અવાજ આવ્યો,” કેવું રહ્યું કુલદીપ? નવાજ બોલું છુ. જોયું બધુ જ મે...તને આ ગેમમાં મજા આવીને?” આટલું કહીને નવાજ ક્રૂર હાસ્ય કરવા લાગ્યો. કુલદીપ ને જોરદાર ગુસ્સો આવ્યો,” તું છે કોણ? આ બધુ કરવાથી તને શું મળે છે? મને કેમ મારવા માંગતો હતો?”

નવાજે જવાબ આપતા કહ્યું,” અરે રે... શાંતિ શાંતિ શાંતિ...આટલા બધા પ્રશ્નો એક સાથે? હું કોણ છુ એ તો તું જાણે જ છે. હું જે કઈ પણ કરું છુ તારે તો એનાથી ફાયદો જ થવાનો છે તું આના આધારે પોતાની એક નવી વાર્તા લખી શકે છે જે સત્ય ઘટના હોય. હા, મે કલ્પનાને તને મારવા મોકલી હતી. પણ મારે તને મારવાનો પ્લાન નહતો. તે બંદૂકમાં મે નકલી ગોળીઓ રાખી હતી. મારો પ્લાન હતો એક જબરદસ્ત કહાની બનાવવાનો. મારી રોચક કહાની સાંભળવી હોય તો આવી જા રુમ નંબર એકવીસ, હોટલ મરિયમ, હાવડા બ્રિજ પાસે, કલકત્તા.” આટલું કહીને નવાજે કોલ કાપી નાખ્યો.

કુલદીપે આ વાત પોલીસને કરી નહીં અને તે ડિટેક્ટિવ અવનિ પાસે આવ્યો અને નવાજે કોલ કરીને કહેલી વાત જણાવી.તરતજ અવનિએ કલકત્તા માટેની બે ટિકિટ બુક કરાવી. કુલદીપ અને અવનિ કલકત્તાં જવા રવાના થયા. કલકત્તા પહોચ્યા પછી તેઓ હાવડા બ્રિજ પાસે પહોચ્યા અને તેમને એક હોટલ દેખાણી જેનું નામ હતું હોટલ મરિયમ. તે હોટલના રૂમ નંબર એકવીસમાં ગયા. રૂમનો દરવાજો ખુલ્લો જ હતો. અવનિ અને કુલદીપ હોટલના રૂમમાં પ્રવેશ્યા અને જે દ્રશ્ય જોયો તે ખૂબ જ ભયાનક હતું.

એક સુંદર દેખાતી યુવતીની લાશ બેડ પર લોહીથી ગરકાવ અવસ્થામાં પડી હતી. અને બાજુમાં ચિઠી પડી હતી, તેમાં લખ્યું હતું,” આવી ગયા અહી? આ લાશ જુઓ છો? તબીતા નામની એક છોકરી જેણે મને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. બસ કઈ પણ ભોગે મે તેને શોધી કાઢી તે વીસ લાખ રૂપિયા લઈને આ હોટલમાં રોકાણી હતી મને માહિતી મળી એટલે હું અહી આવી ગયો અને સમજો સાથે તેનું મોત પણ લાવ્યો. રૂપિયા લઈને હું અહીથી નીકળી જાઉં છું. હા મે તને મારા વિષે જણાવવાની વાત કરી હતી. સામેના કબાટમાં જોઈલે લાલ રંગ ની એક ડાયરી મળશે જેમાં મે મારા વિષે બધુ જ પહેલેથી લખ્યું છે. કહાની અભિ બાકી હૈમેરે ભાઈ...!”

બસ આટલું વાંચતા જ અવનિ એ તરત કબાટ ખોલ્યું અને પેલી લાલ રંગ ની ડાયરી લઈ લીધી. કુલદીપ અને અવનિ હોટલની બહાર આવ્યા પોલીસ નો સંપર્ક કર્યો અવનિએ અને પૂરા કેસ વિષે પોલીસ ને જાણકારી આપી અને આગળ તપાસ કરવાનો હુકમ કર્યો. કુલદીપ અને અવનિ ત્યાં આવેલા એક બગીચા ની શાંત જગ્યાએ આવી ને બેઠા અને સાથે મળીને ડાયરી વાંચવાની શરૂ કરી. ડાયરીનું ટાઇટલ હતું “ કહાની

-કુલદીપ