કહાની - (ભાગ:5)


કહાની (ભાગ:5)

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ બંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

               તબીતા એ નવાજ ને કહ્યું કે, “ મારું નામ તબીતા ભૂતિયા છે. હું ગેંગટોક માં રહું છુ અને હાલ એક બ્યુટી પાર્લર માં કામ કરુ છું. મારા લગ્ન થયે ચાર વર્ષ થઈ ચૂક્યા છે. મારા પતિ નું નામ રિદાન છે. રિદાન ખૂબ જ દારૂ પીવે છે અને પોતાની કમાણી ના મોટા ભાગ ના પૈસા તેને દારૂમાંજ વાપરી નાંખ્યા. હું તેનાથી ત્રાસી ગઈ છું , મારી એક દીકરી છે જેને કેન્સર છે એના ઓપરેશન માટે પૈસા ની ખૂબ જ જરૂર છે આવી હાલત માં હું શું કરી શકું? મે ભેગા કરેલા વીસ લાખ રૂપિયા પણ રિદાન જોડે છે. રિદાન ને કોઇની પણ પડી નથી. મારી દીકરી નું શું થશે? મારું શું? આ જીવન હવે મારે નથી જીવવું. એટલા માટે હું આત્મહત્યા નો પ્રયાસ કરતી હતી.”

              આટલું સાંભળીને જ નવાજે કહ્યું કે, “ તારે ચિંતા કરવાની જરૂર નથી. તારા વીસ લાખ રૂપિયા રિદાન પાસેથી હું પછા લાવી આપીશ, મને એનું સરનામું આપ હું હમણાંજ જઇ ને એને સબક સિખવાડું. “ અને પછી તબીતા એ રિદાન નું સરનામુ આપ્યું. અને નવાજ નીકળી પડ્યો રિદાન ના પ્રાણ હણવા.

              રિદાન ના ઘરે જઈને નવાજે દરવાજો ખખડાવ્યો. રિદાને દરવાજો ખોલ્યો. રિદાન દેખાવમાં સાવ ભોળો લાગતો હતો. રિદાન કઈક બોલે તે પહેલાજ નવાજે છરી વડે તેના ગળા પર ઘા કર્યો. લોહી ની પિચકારીઓ ઉડવા લાગી ને રિદાન ના રામ રમી ગયા. પછી નવાજે આખા ઘર ની તલાશી લીધી અને તિજોરી માંથી નવાજ ને વીસ લાખ રૂપિયા મળ્યા. નવાજ ખુશ થયો. પરંતુ એટલમાંજ નવાજ ના માથા પર કોઇકે લાકડી નો ઘા કર્યો અને નવાજ પડી ગયો. પાછળ જોયું તો તે તબીતા હતી. તબીતા એ વીસ લાખ રૂપિયા લીધા અને કહ્યું, “ વાહ તે તો મારું કામ આસન કરી નાંખ્યું. મને વીસ લાખ રૂપિયા મળી ગયા અને રિદાન થી છૂટકારો. અને રિદાન ના ખૂન નો આરોપ પણ તારા ઉપર જ આવશે. “ અને તબીતા ત્યાંથી ભાગી નીકળી. નવાજ થોડી જ વારમાં બેહોશ થઈ ગયો.

               આશરે વીસેક મિનિટ પછી નવાજ ભાનમાં આવ્યો, તેના ગુસ્સા નો કોઈ પાર નહતો પણ હવે શું, તબીતા તો ત્યાંથી ભાગી ગઈ હતી. નવાજ પણ ત્યાંથી ભાગી નીકળ્યો. નવાજે ખૂબ શોધખોળ કરી પણ તબીતા ક્યા રફુચક્કર થઈ ગઈ તેને ખબર જ ના પડી.

             નવાજ ફરી એક હોટલ પાસે આવ્યો અને હવે તેણે કલ્પનાને ફોન કર્યો અને કહ્યું કે , “ કલ્પના કાલે સવારે કુલદીપ હોટલ ડિસેંટ પેલેસ માં આવશે ત્યારે તેનું ખૂન તારે કરવાનું છે. આ મોકો ચૂવાનો નથી જો મોકો ચૂકી જઈશ તો તારે બીજા કોઈનું ખૂન કરવું પડશે નહિતર બારદાનને મારતા મને એક મિનિટ પણ નહીં લાગે.” અને ના છૂટકે કલ્પના એ હા પાડી. બારદાન ના ઘર ની પાછળ જે કાર ગેરેજ છે તેમાંજ બારદાન ને નવાજે બાંધી રાખ્યો હતો જેની કલ્પનાને ખબર નહતી. 

            કલ્પના આગરા જવા માટે નીકળી પડી. સાંજ નો સમય થઈ ગયો. કલ્પના ખૂબ જ ગભરાયેલી હતી. એક તરફ એક નિર્દોષ વ્યક્તિ ને મારવાનો હતો અને બીજી તરફ એક નિર્દોષ વ્યક્તિ ને બચાવવાનો હતો જે તેનો થનાર ભાવિ પતિ છે.

(ક્રમશ:)....TO BE CONTINUED….!

-કુલદીપ

મિત્રો મારી બીજી નવી રચનાઓને પણ એટલુ જ મહત્વ આપી ને વાંચજો જેટલો રસ તમે આ વાર્તા માં દાખવ્યો છે. 

***

Rate & Review

Verified icon

Sapna Valani 4 months ago

Verified icon

krina 4 months ago

Verified icon

Neeta Soni 4 months ago

Verified icon

Bhargil Joshi 4 months ago

Verified icon

Balramgar Gusai 5 months ago