Kahani - 4 books and stories free download online pdf in Gujarati

કહાની (ભાગ:4)

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

ગેંગટોક, સિક્કિમ (2018)

          આપે આગળ જોયું કે કઈ રીતે નવાજ કુલદીપ નું ખૂન કરવા માટે કલ્પના ને તૈયાર કરે છે. પરંતુ કલ્પના તે માટે તૈયાર થતી નથી. એટલે નવાજ તેને ફોન કરે છે અને કહે છે કે,” કલ્પના મારી વાત સંભાળ કુલદીપ વિષે. પૂરું નામ છે કુલદીપ રાવલ, જે એક શિક્ષક છે અને સાથે સાથે તેને વાર્તાઓ લખવાનો પણ શોખ છે. તેની લખેલી મે લગભગ બધી જ વાર્તાઓ વાંચી છે. મને નાનપણથી જ વાર્તાઓ વાંચવાનો ખૂબ જ શોખ છે. તેથી મે પણ હવે વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું છે અને મારી લખેલી વાર્તા હિટ જશે જ કારણ કે જેમ વાર્તા માં ખૂન થશે તેમ હકીકત માં પણ હું ખૂન કરાવીશ. કુલદીપ ગુજરાત ના અમદાવાદ માં રહે છે. છેલ્લા કેટલાક દિવસો થી કુલદીપ અને તેના બે મિત્રો દિલ્લી ફરવા આવ્યા છે ને હવે આગરા માં તાજ મહેલ જોવા આવે છે. બસ ત્યાંજ તેમની હોટેલ ના રૂમ માં જઈને તારે કુલદીપ નું ખૂન કરવાનું છે.  નવાજની વાત સાંભળતાજ કલ્પના અવાક થઈ ગઇ. તે વિચારી રહી છે કે શું માણસ છે, દુનિયા માં આવા પણ લોકો છે જે પોતાની લખેલી વાર્તા મુજબ ખૂન કરી રહ્યો છે, અને નિર્દોષ લોકો ને મારી રહ્યો છે. પણ કલ્પના પાસે બીજો કોઈ રસ્તો જ નહતો. કલ્પના જો પોલીસ પાસે જાય તો બારદાન ને મારી નાખશે નવાજ એ વાત નો પણ ભય હતો. એટલે ના છૂટકે કલ્પના એ હિમ્મત બતાવી અને નવાજ ને કહ્યું કે, “ હા, હું તૈયાર છુ કુલદીપ નું ખૂન કરવા માટે, બોલો મારે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે?” અને અપછી નવાજે કલ્પના ને ફોનમાં જ પોતાનું પ્લાનિંગ કહી દીધું.

.................................
[2 મહિના પહેલા]

          નવાજ જ્યારે એક વખત અમદાવાદ પાછો ગયો હતો ત્યારે બસ માં તેને કુલદીપ મળ્યો હતો. બસ માં નવાજ નું પાકીટ પડી ગયું અને કુલદીપે તે પાકીટ નવાજ ને પરત કર્યું હતું. બસ ત્યાંજ નવાજ ની મુલાકાત કુલદીપ સાથે થઈ. નવાજ કુલદીપની પાસેની સીટ પર આવી ને બેઠો અને કુલદીપ નો આભાર વ્યક્ત કર્યો. સમય પસાર થાય તે માટે નવાજે કુલદીપ સાથે વાતો શરૂ કરી અને વાતોમાંથી જાણવા મળ્યું કે કુલદીપ વાર્તાઓ લખે છે. કુલદીપે એ વખતે નવાજ ને પોતાની વાર્તા ની ચોપડી પણ આપી હતી. બસ ત્યાર પછી નવાજે તે ચોપડી આખી વાંચી કાઢી અને ખરેખર નવાજ ને ખૂબ જ મજા આવી અને પછી નવાજે પણ વાર્તાઓ લખવાનું નક્કી કર્યું. પણ પોતાની વાર્તા ની ચર્ચાઓ આખા દેશમાં થાય તે માટે તેણે વાર્તા માં જેનું ખૂન થાય તે જ આધારે લોકો નું હકીકત માં ખૂન કરવાનું દૂ:સાહસ કર્યું. અને તેની લખેલી પહેલી વાર્તા મુજબ કુલદીપ નું ખૂન થશે. તેનું ખૂન કરાવવા નવાજે કલ્પના ને પસંદ કરી છે અને કલ્પના માની જાય તે માટે બારદાન ને પણ પકડી રાખ્યો છે. આ નવાજ નું પહેલી કૃત્ય નથી તમે જાણો જ છે કે નવાજ અગાઉ પણ કેટલાય ખૂન કરી ચૂક્યો છે.

………………………….
[ હાલ....]

     ડિસેમ્બર નો છેલ્લો દિવસ છે આજે 31 ડિસેમ્બર, 2018. નવાજ દારૂ ની પાર્ટી નો ખૂબ જ શોખીન છે. નવાજ હાલ સિક્કિમ ના ગેંગટોકમાં છે. ભાલસિંહ રાય નું ખૂન કર્યા પછી તે સીધો જ સિક્કિમ આવી ગયો હતો. ગેંગટોક ના બાયચુંગ હોટેલ માં તે રોકાયો છે. તેણે પોતાની ઓળખ છુપાવી રાખી છે. આમ પણ લોકો માટે નવાજ નો ખોફ તો છે પણ નવાજ નો ચહેરો કોઈએ પણ જોયો નથી અને નવાજ ના આઈડી કાર્ડમાં પણ નવાજ નું નામ નવાજૂદ્દીન છે એટલે કોઈ પણ સંજોગો માં નવાજ જલ્દી પકડાઈ જાય તેમ નહતો. 31 ડિસેમ્બરની રાતે માઈચુંગ હોટેલ માં નવાજે એક છોકરી જોઈ. આંખો માં નમી દેખાતી હતી. ચહેરો એક દમ ચમકદાર અને સુંદરતા તો અપાર. ચહેરા પર ઉદાસી નવાજ જોઈ શકતો હતો. તે છોકરી હોટેલ માંથી બહાર ગઇ અને નવાજે તેનો પીછો કર્યો. તે છોકરી બ્રિજ પર ગઈ અને આત્મહત્યા નો પ્રયાસ કરવા જઇ રહી હતી. નવાજે તરત જ તેને બચાવી લીધી. નવાજ અને કોઈ નો જીવ બચાવે? માન્યામાં ન આવે તેવી વાત પરંતુ આ સત્ય હતું. પેલી છોકરી ને આમ કરવા પાછળનું કારણ પુછુયું નવાજે, “ તું કોણ છે અને શા માટે મરવા જઇ રહી છે...તારી સમસ્યા શું છે મને બતાવ.” અને પછી પેલી છોકરી એ જવાબ આપ્યો, “ મારૂ નામ તબીતા છે. તબીતા ભૂતિયા.”.......

-કુલદીપ
-TO BE CONTINUED………!