કહાની ( ભાગ : ૩ )

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

ઇમ્ફાલ, મણિપુર (૨૦૧૮)
 
                કલ્પના રાય નામની એક સુંદર છોકરી મણિપુર ના ઇમ્ફાલ માં રહે છે. તેના માતા-પિતા નથી. અનાથ છે કલ્પના. વર્ષો પહેલા અનાથ આશ્રમના મેનેજર ભાલસિંહ રાયે કાનૂની કાર્યવાહી કરીને તેને ગોદ લઈ લીધી હતી. કલ્પના તો ભાલસિંહ ને જ પોતાના પિતા માનતી. કલ્પના માટે એક છોકરો શોધી કાઢ્યો ભાલસિંહે. તેનું નામ હતું બારદાન. કલ્પના ને પણ બારદાન પહેલી નજરમાં જ ગમી ગયો. બારદાન દેખાવે ખૂબ જ સુંદર અને હોનહાર છોકરો હતો અને અંતે ભાલસિંહે કલ્પના ના લગ્ન બારદાન સાથે નક્કી કર્યા.

              લગ્ન ની તારીખ નજીક આવતી હતી. બારદાન અને કલ્પના એક બીજા સાથે રોજ ફોન માં વાતો કરતાં હતાં, એક દિવસ એવામાં અચાનક ઘર ના રસોડા માંથી કાંઈક અવાજ સંભળાયો. કલ્પના એ ફોન મૂકી દીધો અને તે રસોડા માં ગઇ અને જે જોયું તે કલ્પના ની સમજ ની બહાર હતું. રસોડા માં ભાલસિંહ ની લાશ પડી હતી. ગળું કાપી ને તેમની હત્યા કરવામાં આવી હતી. રસોડુ લોહી થી ખરડાઇ ગયું હતું. અને જોડે એક કાગળ પડેલો હતો જેમાં લખ્યું હતું કે, “કહાની અભિ બાકી હૈ મેરે ભાઈ...!”

            પોતાની નજર સમક્ષ પોતાના સગા પિતા સમાન ભાલસિંહ ની લાશ જોઈને કલ્પના બેહોશ થઈ ગઈ. થોડી વાર પછી કલ્પના ને ભાન આવ્યું. અને તે ચોધાર આંસુ એ રડવા માંડી. કલ્પના એ પોલીસ નો સંપર્ક કર્યો અને થોડીક જ ક્ષણોમાં પોલીસ પણ ત્યાં આવી પહોચી. પોલોસે પ્રાથમિક તપાસ કરતાં કલ્પના ને કહ્યું કે, “તને કોઈ વ્યક્તિ પર શંકા છે કે કોણે આવું કૃત્ય કર્યું હશે? “ પણ કલ્પનાનો જવાબ ના હતો. ભાલસિંહ એક પ્રતિષ્ઠાવાન અને ખૂબ જ સારા માણસ હતાં તેમનો દુશ્મન કોણ હોઇ શકે? પોલીસે લાશ ને પોસ્ટ-મોર્ટમ માટે રવાના કરી. પોલીસ ને પેલું કાગળ મળ્યું નહીં કારણ કે કલ્પનાએ જ તેને છુપાવું દીધું હતું. કલ્પના પોલીસ ને બોલાવે તે પહેલા જ કલ્પના ના ફોન માં બારદાનના ફોન થી કોઈએ કોલ કર્યો હતો. તેમાં જે વ્યક્તિ બોલતો હતો તેણે કહ્યું હતું કે, “ કલ્પના, તારા પિતાજી ભાલસિંહ નું ખૂન મે જ કર્યું છે અને બારદાન ને પણ મે પકડી રાખ્યો છે, જો તું બારદાન ને બચાવવા માંગતી હોય તો પોલીસ ને કઈ પણ કહેવાનું નથી આ વિશે અને મે લખેલું પેલું કાગળ લઈને આજે રાતે નવ વાગ્યે હોટલ તૃપ્તિ માં આવજે રૂમ નંબર ૨૦.”

           રાત્રિ નો સમય હતો. તૃપ્તિ હોટેલ કલ્પના ના ઘર ની નજીક જ હતી એટલે કલ્પના ચાલીને ત્યાં જવા નીકળી પડી. રસ્તો ખૂબ જ સૂમસામ હતો અને અમાસ ની રાત હોવાથી અંધારું પણ ખૂબ જ હતું. કલ્પના પોતાના ઘરેથી ફાનસ લઈને નીકળી છે. રાત્રિ ના સમય માં વૃક્ષો પણ ડરાવના લાગતા હતાં. થોડી વારમાજ કલ્પના હોટેલ પાસે આવી પહોચી. હોટેલ ના વેઇટરે તેને રૂમ નંબર 20 માં જતાં રોકી. ત્યારે કલ્પના એ ખૂનીનો લખેલો કાગળ બતાવ્યો અને પેલા વેઇટરે તરત જ રૂમ નંબર 20 ની ચાવી કલ્પના ને આપી દીધી.

         આમ ખૂની ના કહેવા મુજબ કલ્પના હોટેલ તૃપ્તિ ના રૂમ નંબર ૨૦ માં ગઇ. રૂમ એકદમ ખાલી હતો, એવામાં ખૂની એ બારદાન ના ફોન થી કલ્પના ને કોલ કર્યો ને કહ્યું કે, “ સોફા પર કેટલાક ફોટોગ્રાફ્સ છે તે ફોટા માં જે છોકરો દેખાય છે તે ધ્યાન થી જોઈ લે તેનું નામ કુલદીપ છે. તારે એનું ખૂન કરવાનું છે. “  આટલું સાંભળતા જ કલ્પના ગુસ્સા માં આવી અને કહ્યું કે , “ હું કોઈ ખૂની નથી , હું કેમ ખૂન કરું આ વ્યક્તિ નું જેને હું જાણતી પણ નથી. મહેરબાની કરી ને બારદાન ને છોડી દો.” પણ પેલો ખૂની માને એમ નહતો. તેણે કલ્પના ને કહ્યું કે, “ તને ખબર નથી હું કોણ છુ, હું ચાહું એ બધુ જ કરી શકું છું. મારુ નામ નવાજ છે. મારા વિષે ખબર ના હોય તો જાણી લેજે અત્યાર સુધી હું ૫૦ થી વધારે ખૂન કરી ચૂક્યો છુ. અહીથી તારે આગરા જવાનું છે ત્યાંની એક હોટેલ નું સરનામું હું તને મેસેજ કરી ને જણાવી દઇશ  ”

-કુલદીપ

****** To be continued….!


***

Rate & Review

Ashish Satani

Ashish Satani 1 year ago

krina

krina 1 year ago

Neeta Soni

Neeta Soni 1 year ago

Bhargil Joshi

Bhargil Joshi 1 year ago

Bharat Maghodia