પ્રણય સપ્તરંગી પ્રકરણ - 12

              સાગરે સીમા અને સંયુક્તાને રૂમમાં આવકાર આપ્યો. સાગરે બંન્નેને રૂમની વિશાળ બાલ્કનીમાં મૂકેલાં સોફા ઉપર બેસવા ઇશારો કર્યો. સાગરનાં રૂમની એટેચ્ડ બાલ્કની ખૂબ વિશાળ હતી. મોટાભાગની અગાશી કેનપીથી પ્રોટેક્ટ હતી. બાકીની જગ્યા ખૂલ્લી હતી. એમાં સોફાસેટ મૂકેલાં હતાં. અનેક સુંદર કૂંડાઓ મૂકેલાં હતાં. ચારે બાજુ કમ્પાઉન્ડમાં મોટાં વૃક્ષોની વનરાજી હતી. એમાં કદંબ, કચનાર, આંબો, શિશિર ત્થા અન્ય વૃક્ષો, ક્ષૂપોં  હતાં. બાલ્કનીની સામેની તરફ ખૂલ્લુ મેદાન હતું જેમાં છોકરાઓ દૂર રમી રહ્યાં હતાં. સામેનાં મેદાનમાં પણ વૃક્ષો ઉગેલાં હતાં. એટલી સુંદર જગ્યા હતી કે બસ લીલોતરીની સામે બાલ્કની અને બાલ્કનીમાં સંપૂર્ણ પ્રાઇવસી.

       સીમા અને સંયુક્તા ત્યાં જઇને બેઠાં અને સાગરે રામુકાકાને પાણી લાવવા કહીને તે પણ આવીને બેઠો. અને એટલીવારમાં રામુકાકા પાણી લઇને પણ આવી ગયાં. સાગરે ચા-નાસ્તો થોડીવાર રહીને એની સૂચના પછી જ લઇને આવવા ટકોર કરી. વારે વારે સંયુક્તાની નજર સાગર ઉપર જતી હતી અને મહાપ્રયાસે રોકવા પ્રયત્ન કરતી. સીમાતો સાગરનેજ નિહાળી રહી હતી અને મનમાં મનમાં કંઇક વિચારી હસી રહી હતી. એની નજર સંયુક્તા પર જઇ રહી હતી. એણે અચાનક સાગરને કીધું. "સાગર તેં કેટલાં ગીત તૈયાર કર્યાં ? સાગરે કહ્યું" અરે એકદમ મારી જ ઉઘરાણી ? પહેલાં આખી રૂપરેખાની તો ચર્ચા કરી લઇએ.

       સંયુક્તાએ સાગર સામે નજર કરતાં કહ્યું" સાગર તેં કંઇક તો વિચાર્યું હશે ને ! તેં તો ઘણાં પ્રોગ્રામ પણ કર્યા સાગરે કહ્યું" હાં મે થોડું વિચારેલું છે હું જણાવી દઊ. તમારા હોલમાં પ્રોગ્રામ જે રીતે અગાઉ થયેલો એ પણ મેં જોયો પણ એમાં અચાનક.... છોડો એવી વાત યાદ નથી કરવી પણ સૌ પ્રથમ આવનાર મહેમાનો સમક્ષ આપણે ઈન્ટ્રોડકશન રાખીશું. અને મહેમાનો હું માનું છું ત્યાં સુધી સિમિત રહેશે. બહુ સંખ્યા નથી રાખવાની.

       સંયુક્તાએ કહ્યું "ઇન્ટ્રોડક્શન ? કેમ ? સાગરે હસતાં હસતાં કહ્યું" તમને તો બધાંજ ઓળખે છે. તમને કોઇ ઇન્ટ્રોડકશન જરૂર નથી પરંતુ હું, સીમા અને મારું સંગીતગ્રુપ સાવ નવું આવા ક્રાઊડ માટે. એટલે વિચાર આવેલો. અને ખાસ કરીને એ કે અમારી ગીત સંગીતની પ્રવૃત્તિઓને વેગ અને નામ મળશે. પ્રોગ્રામનાં છેલ્લે રાખવાથી બધા જવાની ઉતાવળમાં હશે. તો સાચો ન્યાય નહીં મળે.

       સંયુક્તાએ હસતાં હસતાં કહ્યું "એવું કંઇ નહી પણ હું એવું સજેસ્ટ કરું કે કાર્યક્રમની શરૂઆતમાં કાયમ જ હોય છે એમ ગણેશવંદના સ્તુતિ, પછી આ ફંકશનનું ખરું કારણ અને સ્ટેજ પર તારાં પાપાને સ્ટેજ પર બોલાવી બહુમાન અને પછી મ્ધ્યાંતર પહેલાં તમારાં લોકોનું ઇન્ટ્રોડકશન એટલે બધાં હાજર જ હશે. અને કાર્યક્રમનો બીજો ભાગ બાકી હશે. કોઇ ગયું જ નહીં હોય કેમ લાગે છે ?

       સીમાએ તુરંત જ હકારો દીધો અને કહ્યું "સાગર આ સંયુક્તાનું સજેશન ખૂબ સરસ છે. હવે વાત ગીત-ગઝલની બોલો કોણ કેટલાં રજૂ કરશે ? સાગરે કહ્યું "મારી તૈયારી 3 ગીત અને 2 ગઝલની છે જેમાં બે ગીતો ડયુએટ છે જેમાં સીમા તું મને સાથ આપીશ. બોલો તમારી ? સંયુક્તાએ થોડીવાર વિચારીને કહ્યું હું એક ગઝલ અને ગીત રજૂ કરીશ. સાગરે કહ્યું "બસ બે જ ? સીમા કહે કેમ બેજ ? સંયુક્તાએ કહ્યું" આ કાર્યક્રમ તમે લોકો વધુ ગીત રજૂ કરો એવું ઇચ્છું છું. સીમાએ કહ્યું હું 3 ગીત રજુ કરીશ અને બે સાગર જોડે છે જ એણે કીધાં એ ગીતો માં.

       સાગરે કહ્યું "સંયુક્તા તમે હજુ બીજા બે ગીતો કે ગઝલ તૈયારી કરજો. એમ નહીં ચાલે અને સાથે સાથે મારાં ગ્રુપમાં ખાસ મારો મિત્ર છે વિનોદ એ સ્ટેન્ડીંગ કોમેડી આપશે જેથી બધાને ખૂબ મજા આવશે. એને પણ પૂરતો ચાન્સ આપીશું.

       સીમાએ કહ્યું "ઓકે આપણે આ પ્રમાણે આખો પ્રોગ્રામ કરીશું અને આ..... એ આગળ બોલે પહેલાં સાગરના સામે જોઇ સંયુક્તા બોલી... અને આ કાર્યક્રમની આખી ગૂંથણી ક્યારે શું રજૂ થાય એ અને એનું એન્કરીંગ હું જ કરીશ. તમે મને ગીતોનું લીસ્ટ આપી દેજો હું એ પ્રમાણે એનું વિવરણ અને શબ્દો ગોઠવીને રજૂઆત કરીશ. બોલો મંજૂર છે ?

       સાગરે કહ્યું "ખૂબ સરસ ચલો એન્કરીંગનો બોજ ઓછો થઇ ગયો. હવે બધી જવાબદારી કાર્યક્રમ નિભાવવા સંયુક્તાનાં માથે.

       સંયુક્તાએ સાગરની સામે જોઇને એક હાથે કુરનિશ બજાવવાની એકટીંગ સાથે હસતાં હસતાં બોલી "માય પ્લેઝર". સીમાને લાગ્યું આમે સંયુક્તા કંઇક વધારે જ ખુશ છે. પણ એને થયું સારું છે આજે સંયુક્તા આગળ રહીને ભાગ લઇને પ્રસંગ સારી રીતે કરવા સાથ આપે છે. સાગરે "એસ્ક્યુઝ મી" કહીને રૂમમાં જઇને રામુકાકાને ચા-નાસ્તો લાવવા સૂચના આપી પછી આવીને બેસી ગયો.

       સીમાએ કહ્યું " હું કહી આવુ ? રામુકાકાને ? સાગરે કહ્યું "મેં કહ્યું છે પણ તું કહી આવ અને રૂમમાંથી મારી ડાયરી લેતી આવજે હું થોડી નોંધ કરી લઊ.

       સીમા ઉભી થઇને પહેલાં રામુકાકાને ચા-નાસ્તાનું કહી આવી- રામુકાકા કહે મેં સાંભળેલુ બાબાસાહેબે કહ્યું એ. હું હમણાંજ લાવુ અને સીમા પછી ડાયરી લેવા ગઇ.

       સીમાનાં ગયાં પછી સંયુક્તાએ સાગરની સામે જોઇને કહ્યું "તમારુ ગીત ગાવાની શૈલી મને ખૂબ પસંદ છે તમે ખરેખર ખૂબ સરસ ગાવ છો મીઠો અવાજ છે અને આરોવ-અવરોહ પર પણ ખૂબ કાબૂ છે. તમે રોજ રીયાઝ કરો છો ?

       સાગરે કહ્યું "તમે ક્યારે સાંભળ્યાં મારાં ગીતો ? મેં કોઇ વાર તમારા પ્રોગ્રામમાં ગાયું નથી હું મારાં સર્કલમાં અને મારાં ઘરમાં જ ગાઊં છું. હું લગભગ રોજ સવારે રીયાઝ કરું છું. અને મારાં પિતાજી પણ ખૂબ સરસ ગાય છે એમનાં પ્રોત્સાહનથીજ હું કરી શક્યો છું.

       સંયુક્તાએ કહ્યું "મારી મિત્ર આ સીમા પાસે તમારાં ગાયેલાં ગીતોનો ખજાનો છે એની પાસેથી સાંભળ્યા છે અને મેં બધાંજ એની પાસેથી માંગીને એક આખી યુ.એસ.બી. ભરેલી છે એમ કહી હસવા લાગી.

       સાગરે કહ્યું "ઓહ ઓકે એમ વાત છે. ઠીક છે હું પ્રયત્ન કરું છું પણ સીમાએ બધી પોલ ખોલી છે એની પાસે કંઇ પેટમાં  રહે જ નહીં એટલામાં સીમા ડાયરી લઇને આવી. પોતાનું નામ સાંભળી બોલી. મારાં નામની શું બુરાઇ થઇ રહી છે બોલો. સાગર કહે તારી સહેલીને જ પૂછ.

       સંયુક્તાએ હસતાં હસતાં કહ્યું "એતો સાગરનાં ગીતો મેં તારી પાસેથી લઇને સાંભળ્યા છે એવી વાત કરી, સીમાએ સાગર સામે જોયું અને બોલી  મારો સાગર ખૂબ સુંદર ગાય છે. સંયુક્તાએ સીમાનું બોલેલું સાંભળ્યુ અને જાણે સેહવાયું નહીં કે મારો સાગર? સાગરે હસતાં હસતાં કહ્યું "સીમાતો એમ જ મારી પ્રશંસા કરે છે ખૂબ પ્રેમ કરે છે એટલે બાકી હું હજી શીખી રહ્યો છું. સંયુક્તા બંન્ને પ્રેમીઓનો સંવાદસાંભળી રહી એનાંથી સહેવાયો નહીં. દીલમાં કશાંક ઇર્ષ્યાની ચિનગારી સળગી ગઇ એણે વાતનો દોર બદલતાં કહ્યું "ચાલો આ તો નક્કી થઇ ગયું હું પાપા સાથે ચર્ચા કરી લઇશ.

       સાગરે કહ્યું "હું મારાં પાપા સાથે અને સાથે સાથે સ્ટ્રીકટ સીક્યુરીટીની પણ જેથી પહેલાં જેવું ના થાય કારણ કે કાર્યક્રમમાં બહુમૂલ્ય માણસો હશે ને એમ કહી સાગર હસી પડ્યો. સંયુક્તાએ શરમાતાં કહ્યું ત્યાં આવનારા બધાને બહુમૂલ્ય જ હશે મારાં માટે, આવો અવસર મને આપવા માટે હું તમારી કૃતદન છું.

       સીમા અને સાગર બે મીનીટ સંયુક્તે સાંભળી રહ્યાં. પછી બંન્ને જણાંએ એકબીજાની સામે જોયું પછી આંખમાં ઇશારામાં જાણે વાત કરી લીધી અને સાગરે કહ્યું ચાલો ચા-નાસ્તો ન્યાય આપીએ નહીંતર ઠરી જશે. ઠરેલી ચા મને નહીં ફાવે.

       સંયુક્તાએ પણ હાં મને પણ ગરમા ગરમ જ ફાવે કંઇજ ઠંડી વસ્તુઓ મને ના ગમે સિવાય આઇસ્ક્રીમ અને બધાએ મજાક કરતાં કરતાં ચા નાસ્તાને ન્યાય આપવા મંડ્યા.

       સીમા અને સંયુક્તાએ બધુ પરવારી જવાની રજા માંગી અને સાગરે કહ્યું ચાલો હું નીચે સુધી આવું છું. એમ કહી એ લોકોને ગાડી સુધી મૂકવા ગયો. સાગરે સીમાને કહ્યું હું પછી ફોન કરું છું. એ પ્રમાણે મળીએ. અને સંયુક્તાને થેક્સ કહી બાય કીધું. અને સંયુક્તાએ ફુલ ઝડપે રીવર્સ લીધી કાર..

***********

            ભૂપેન્દ્રને જેલનાં સળીયા પાછળ નાંખી દેવામાં આવ્યો. એને જેલમાં ઇમરાન નામનાં રીઢા ગુનેગાર સાથે ઓળખાણ થઇ. એણે શરૂઆતમાં ઇમરાનને કોઇ ભાવ ના આપ્યો કારણ કે ઇમરાનનાં ગુના એવાં હતાં કે ભૂપેન્દ્રને પણ તિરસ્કાર હશે.

       ઇમરાન રાજકારણીઓનાં હાથની કઠપૂતળી. શહેરમાં દંગા કરાવવા છોકરીઓની મશ્કરી, બળાત્કાર  એ બધામાં એનો હાથ હતો. વળી બજારમાં વસૂલી કરીને બધાને ડરાવતો અને બીજા રાજ્યો સુધી એનો આંતક હતો. ઇમરાને ભૂપેન્દ્રને મળીને કહ્યું "આ બધુ રાજકારણ છે તને પકડવા પાછળ હવે તું કયારેય બહાર નહીં નીકળી શકે હવે તો તું ગયો. ભૂપેન્દ્રએ કહ્યું "હું બહાર નીકળીશ જ મેં કોઇ એવાં ગુનો નથી કર્યો ઇમરાને કહ્યું "તું બહાદુર લાગે છે તું મારી ગેંગમાં જોડાઇ જા હું થોડોક સમય જેલમાં કાઢીશ પછી મારાં આકાઓ જ મને બહાર કાઢશે. તું મને સાથ આપતો હોય તો હું તને પણ છોડાવીને બહાર કાઢીશ. ભૂપેન્દ્રએ કહ્યું " હું વિચારીને કહીશ. ઇમરાને કહ્યું "આ ક્યાં તારું વીલ કરવાનું છે કે વિચારીને કહીશ.... જે હોય મને બે દિવસમાં જણાવજે.

       ભૂપેન્દ્રએ જોયું તો ઇમરાનનો જેલમાં પણ રૂઆબ હતો એનાં માટે સીગરેટ-દારૂ પણ આવી જતું અને એને તો મોબાઇલ ફોન આવી ગયો. એણે મોબાઇલથી એનો વસૂલીનો ધંધો અને બધાને દમ મચાવાનાં કામ કરતો હતો. એતો નવાઇ જ પામી ગયો  એને થયું આ પહોચેલી માયા છે આ જરૂર બહાર કઢાવી શકશે. એણે એજ રાત્રે ઇમરાનને સાથ આપવાનું વચન આપ્યું.

       ઇમરાનનાં આયોજન પ્રમાણે ભૂપેન્દ્રએ પેટમાં સખ્ત દુઃખાવાનું નાટક કર્યું મોટે મોટેથી રાડો પાડવા માંડી અને હાથપગ ઉછાળવા માંડ્યા. ઇમરાનનાં ફોડેલા ફૂટેલા  પોલીસવાળા આવ્યા અને ઉચકીને આને ડોક્ટરી તપાસ કરાવવા કહ્યું. ડોકટર આવ્યા કહ્યું આને હોસ્પીટલમાં ઇલાજ કરવો પડશે વળી જેલમાં ઇલાજ શકય નથી. ઉપરથી નીચે સુધી બધાંજ ફોડેલાં હતા. બીજા દિવસે સવારે ભૂપેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કર્યો અને એનો પહેરો ભરવા પોલીસ બંદોબસ્ત કરી દીધો.

       ભૂપેન્દ્ર અને ઇમરાન બંન્ને જણાંએ મળીને પાકુ કાવત્રુ કરેલું અને ભૂપેન્દ્રએ બે દિવસ સારવાર લીધી અને બીજા દિવસની અડધી રાત્રે બાથરૂમની બારીમાંથી અલોપ થઇ ગયો બંદોબસ વાળી પોલીસ ઊંધતી રહી. સવારે ચારે બાજુ દોડાદોડ થઇ ગઇ પરંતુ ભૂપેન્દ્ર ઉર્ફે ભૂરો હાથ ના આવ્યો. પોલીસે ચારે બાજુ નાકાબંધી કરી પણ એ જાણે જમીનમાં ઉતરી ગયો હોય એમ હાથ જ ના આવ્યો.

       ભૂપેન્દ્રનાં ભાગી ગયાં પછી ઇમરાનનાં પિતાનું મૃત્યુ થયું તો એણે પેરોલ પર છૂટવા અરજી કરી તો બે દિવસની મુક્તિ મળી ગઇ. ઇમરાને એનાં અબ્બાની વિધી પુરી કરી કોન્સ્ટેબલોની નજર ચુકાવીને છૂ થઇ ગયો, બીજા દિવસે સમાચાર છાપામાં ઝળક્યા બે ખૂંખાર રીઢા ગુનેગારો જેલમાંથી અલગ અલગ કારણો દર્શાવી છૂમંતર થઇ ગયા. બધાને અંદર અંદરની મીલી ભગત જ લાગી.

       ડેપ્યુટી કમી.કંદર્પરાયે એમનાં કમીશ્નર એ સમયે કહ્યું "સર આમાં મને કંઇ રંધાયું હોય એવું લાગે છે. આની મારે તપાસ ગોઠવવી છે મંજૂરી આપો. કમીશ્નરે કહ્યું "મને નથી લાગતું પણ આ લોકોને ફરી પકડી લાવવા માટે ચૂસ્ત બદોબસ્ત કરો આવા ગુનેગારો સમાજમાં ખૂલ્લાં ફરવાં ના જોઇએ.

       કંદર્પરાયને ગુસ્સો આવેલો કે આ કમીશ્નર જ ફૂટેલો લાગે છે ગઇકાલથી જોઊ છું. રાજકારણીઓનાં ફોનમાંથી ઊંચો જ નથી આવતો અને હવે એ રીટાયર્ડ થવાનો છે એટલે એને કંઇ પડી જ નથી.

       છતાં કંદર્પરાયે પ્રો.મધોકે અને બીજા મિત્રોને સાથીને આ લોકોને પકડવા અંગે તથા એમને છોડાવવા માટે ભગાડવા માટે કોનો ખેલ છે એ શોધી કાઢવા અમુલખસરને પણ વિનંતી કરી. કંદર્પરાયે ક્રાઇમ ચીફ અમુલખ રાયને વિનંતી કરેલી કે અમે શોધી રહ્યાં છીએ પરંતુ આની પાછળ ખરેખર કોનો હાથ છે એ મારે જાણવું છે અને મેં તમને ખાસ વિનંતી ફક્ત મારા તરફથી કરી છે મારાં સીનીયરને અંધારામાં રાખીને ખાસ વિશ્વાસથી તમને કામ સોંપી રહ્યો છું આમ અચાનક બંન્ને ગુનેગારો આસાનીથી ભાગી ના શકે. આની પાછળ ચોક્કસ કોઇ મોટી રમત રમાઇ છે અને મોટાં માંથા છે મારે જાણવું છે.

       કંદર્પરાયે અમુલખ દેસાઇને ખાસ આગ્રાહ કર્યો અને આગળ જણાવતાં કહ્યું કે હું બીજી એક ખાસ વાત આપને કરવા માંગુ છું કે જેલ સુપરીટેન્ડેન્ટ મી. ગોહેલ અમારાં સાહેબ કમીશ્નર જાડેજા વેવાઇ છે અને બંન્ને કરાર છે. હવે અમારાં સાહેબ અહીં થોડાં દિવસનાં જ મહેમાન છે પણ પેલો ગોહેલ તો હજી બીજા પાંચ વરસ છે અને એ બંન્નેની કડી કોઇ મોટાં રાજકારણી સાથે ભીડાયેલી છે. હું અત્યારથી જ એ લોકોને ફરીથી પકડી લેવા માટે આયોજન કરું છું. અને માત્ર 48 કલાકમાં હું એ લોકોને પકડીને પાછા જેલનાં સળીયા પાછળ ધકેલી દઇશ. ક્રાઇમ ચીફ અમુલખ  દેસાઇ એ કહ્યું "સર તમે ચિંતા ના કરશો હું એની પાછળ જ બધા તમને અત્યારે કાંઇ ખબર આપું છું કકંદર્પરાયને કહ્યું "તમે મને ક્યાં સર કહો છો ? અમુલખ દેસાઇએ કહ્યું પણ તમારી બઢતી આવી છે જાણ ગણતરીનાં દિવસોમાં તમે સીનીયર અને ઉપરી અધિકારી બની જણાનાં. કંદર્પરાયે કહ્યું "કામની વાતો અને આમે પેહલી પછી આપણે તો મિત્ર છીએ. આ પદવીઓ નહીં હોય ત્યારે આપણાં સંબંધો કંઇક વધુ વિશેષ હશે. એમ  કહી ફોન મૂક્યો. કંદર્પરાય થોડાં ગુસ્સામાં અને ચિંતામાં હતાં કે આ બંન્ને નામચીન ગુંડાઓ કેવી રીતે ભાગી ગયાં. એમણે તુરંતજ પોતાની ખાસ ટીમને પોતાની ચેમ્બરમા બોલાવી અને તેમને સૂચનાં આપવા માંડી.

       કંદર્પરાયનાં ખાસ માણસોમાં ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ અને ગુનાહીત શાખાનાં ઇન્સ્પેક્ટર હેગડે પર ખૂબ વિશ્વાસ હતો. એમણે બંન્નેને બોલાવી કહ્યું તમે લોકો કંઇ પણ કરો પણ ઇમરાન અને ભૂરાને પકડી લાવો હું તમને માત્ર 48 કલાક નો સમય આપું છું. અને ડે.કમીશ્નર કંદર્પરાયે બંન્ને જણાને સૂચના આપીને ક્રાઇમ શાખાની મદદ લેવાની પણ શીખ આપી અને 48 કલાકમાં કોઇપણ રીતે આ લોકોને પકડવાનું અભિયાન પુરુ કરવું.

       ક્રાઇમ ચીફ પાસે કોઇ બાતમી આવી અને એમણે તુરંત કંદર્પરાયને ફોન કરીને ગુપ્ત માહિતી આપી. કંદર્પરાયે હજી કીધે માંડ 8-10 કલાકનો સમય થયો હશે અને માહિતી આવી ગઇ હતી. કંદર્પરાયે ઇન્સ્પેક્ટર હેગડેને ફોન કરીને જણાવ્યું અને ઇન્સ્પેક્ટર હેગડે ભરૂચ પાસેની એક વસ્તીમાં પોતાનો સ્ટાફ લઇને પહોચી ગયો અને રાત્રીના સુમારે અચાનક એક ગોપનીય અટ્ટા પર રેડ મારી ચારે બાજુથી ઘેરી લીધાં. એમાં 8 થી 10 ગુંડાઓ હતાં અને એમાં એમનો સરદાર ઇમરાન હતો. એ લોકો શરાબ અને સુંદરીમાં વ્યસ્ત હતાં અચાનક રેડ પડી. ઇન્સ્પેક્ટર હેંગડે એ ઇમરાનને હેન્ડસ અપ કરીને સાવધ કર્યો. ઇમરાન કંઇ હાથ ચાલાકી કરવા જાય એ પહેલાં જ હાથ પર ગોળી મારી દીધી. એ કણસતો મોઢાંમાંથી ગંદી ગાળ બોલ્યો. અને હેગડે એ બધાને પકડી હાથકડી પહેરાવીને જીપમાં નાંખીને સીધો મુખ્ય પોલીસ મથકે આવી ગયો.

       કંદર્પરાયે ખુશ થઇ ગયાં માંડ 10-15 કલાકમાંજ એક હરામી હાથ લાગી ગયો હતો. અને એને પોલીસ થાણાનાં લોક અપમાં જ રાખ્યો. ગોળીનો ઘસરકો થયેલો એ હાથમાં. ત્યાં છેલ્લે ડોક્ટરને બોલાવીને ડ્રેસીંગ કરાવી લીધુ આજે શુક્રવારની રાત  હતી શનિ -રવિ રજા હતી અને સોમવારે રજા હતી. ઇદની રજા આવી ગઇ એટલે ઇમરાનને કોર્ટમાં રજુ કરવા માટે ચાર દિવસની મુદત પડી ગઇ. કંદર્પરાને મજા પડી ગઇ. એમનાં સીનીયર કમીશ્નરને ખબર પડી એટલે તેમણે કુત્રિમ ખુશી દર્શાવતા કહ્યું "ચાલો સારું થયું એક હરામ ખોર તો પકડાઇ ગયો. કાલે કોર્ટમાં રજુ કરીને સળીયા પાઠળ ધકેલી દઇ. કંદર્પરાયે સ્વસ્થ અવાજ કહ્યું "નો સર ત્રણ દિવસ રજા છે કોર્ટ બંધ છે એટલે ચોથે દિવસે રજૂ કરાશે ત્યાં સધી આપણે એની ખાતીરદારી કરીશું. અને બધા પુરાવા એકઠા કરીને પછી રજૂ કરીશું. વગર ઓર્ડર આપણને ત્રણ દિવસ મળી ગયાં છે. બીજાને પકડવા પણ આપણો સ્ટાફ કામે લાગેલો છે.

       કમીશ્નર ઓકે ઓકે ગુડ એમ કહીને ચાલ્યા ગયાં. એમની અંદરની અકળામણ કાઢી ના શક્યાં અને એ સંજોગોમાં ફસાયેલા કોઇ ઉપાય નહોતો. એમનાં આકાઓનાં ફોન આવશે. શું જવાબ આપશે ? અને  હમણાં જ કમીશ્નરનાં ઉપર ફોન ચાલુ થયાં એમણે માત્ર એટલું જ કહ્યું હવે મારાં હાથમાં વાત રહી નથી કંઇ નહીં થાય તેમે સાહેબ તો વાત કરી જુઓ.

       બીજા દિવસે બપોરે તો કંદર્પરાયનો કમીશ્નરની બદલીનો કાગળ આવી ગયો. જૂના કમીશ્નર રીટાયર્ડ થઇ ગયાં કોઇનું કંઇ ચાલ્યું નહીં. કોઇ સાહેબે કમીશ્નર કંદર્પરાયને ફોન ના કર્યો. ઉપરથી કંદર્પરાયે ગુહમંત્રીજીને એક વિનંતી કરી કે જેલ સુપરીટેન્ડેન્ટ ગોહેલની બદલી કરો કારણ કે ગોહેલ તે ગુન્હેગાર એમની નજર સામે ભાગે દરેક સાથે એમની સાથે સાથે ક્રાઇમ વડા અમૂલખદેસાઇની પણ ભલામણ  ગઇ એટલે ગોહેલને બદલી નાંખવામાં આવ્યો. એમને ટ્રેઇનીંગ ડીપાર્ટમેન્ટનાં ચીફ તરીકે મૂકી દેવામાં આવ્યા એમની જગ્યાએ દેશદાઝ  વાળા ઇન્સ્પેક્ટર અમૃતદેસાઇ આવી ગયાં. અને એમની હાજરીથી ભલભલા ગુનેગારો ગભરાયાં. કંદર્પરાયેને હવે હાશ થઇ ગઇ ચાલો હવે કામ કરવાની મજા આવશે.

       ભૂરાની ગાડી ભરૃચ ક્રોસ કરી ને વડોદરાની સીમામાં પ્રવેશ કરી ગઇ હતી. લાંબી દાઢી અને બાવાનો ગેટઅપ હતો જાણે કોઇ મોટો સાધુ. ભૂરી આંખો ઢાંકવા ગોગલ્સ ચશ્મા પહેરી રાખેલાં. હવે ભાગતો ભાગતો થાકેલો. યુપીનો શહેરો ખુંદી વળેલો. એની પાસે જો કંઇ માલ હતો એ વેચીને રોકડા કરી લીધેલાં. એનાં વડોદરામાં પન્ટરો હતાં તેનાં દ્વારા બધી વાતથી માહિતગાર હતો. ચૂસ્ત બંદોબસ્તમાં કેવી રીતે આવુ એ વિચારી રાખેલું ગાડીમાં બેઠો બેઠો વિચારી રહેલો ઇમરાન સાથે કામ કરવાથી એને ઘણું નુકસાન થયેલું એ એક નંબરનો બળાત્કારી  હતો એનાથી એક જ ફાયદો થયો છે જેલમાંથી ભાગી છૂટી શક્યો. ભાગી જઇને બીજા દિવસે ઇમરાનની સાથે ભરૂચ પાસે ગયેલો અને ત્યાં ઇમરાને એનાં અડ્ડામાં મોટી પાર્ટી રાખેલી. એમાં દારૂની રેલમછેલ હતી. અને નાચનારી તથા વેશ્યાઓનો મેળાવડો હતો. એનાં ગુડા - પન્ટરો અને લુખ્ખાઓ ગમે તેમ બોલી રહ્યાં હતાં દારૂ પીને મસ્તી કરતાં હતાં. ઇમરાનની નજરતો ત્યાં ઉભેલી કિશોરી જે 14-15 વર્ષની હતી એનાં ઉપર મંડાયેલી હતી એ થર થર ધ્રૂજતી હતી અને રડી રહી હતી. એની આંખો પણ ખૂબ સુંદર અને ભૂરી હતી.

       ઇમરાને હાથનાં ઇશારે એને પોતાની પાસે બોલાવી એ આવી નહોતી રહી. એની બાજુમાં એક પ્રૌઢ સ્ત્રી  હતી એણે કહ્યું "જા સાબ બુલા રહૈ હૈ તેરી જીંદગી બન જાએગી. જા સુનતી હૈ કી નહી જા. કહીને પેલીને ધક્કો માર્યો. પેલી રડતી રડતી નીચે પડી ગઇ. ભૂરાની નજર ગઇ એને થયું આ માસુમ છોકરી હમણાં ફેંદાઇ જશે. એણે ઇમરાનનાં કાન પાસે જઇને કહ્યું " દોસ્ત એક કામ કરેગા યે લડકી મુજે દેદે તેરી તરફસે મુજે તોહફા મૈં ઓંર કુછ નહીં માંગુગા. ઇમરાને થોડીવાર ભૂરા તરફ તીરછી નજર કરીને કહ્યું " કર્યૂં તેરી ક્યા લગતી હૈ બહેન હૈ બેટી હૈ ? તુઝે ક્યું ચાહીએ ? યે મેરા માલ હૈ મૈંને મંગવાયા હૈ.

       ભૂરાએ કહ્યું "ઇમરાન તૂ કહેગા વો મેં કામ કરુંગા પર યે લડકી મુઝે દેદે યે ઉપકાર કભી નહીં ભૂલૂંગા તૂ ઇસે છોડ દે મૈં અપની બેટી બનાકર રખુંગા. યે માસૂમ હૈ મુજે દે દે મેરા કોઇ નહીં હૈ મેં પાલૂંગા તુમે બહોત મીલ જાયેગી.

       ઇમરાન માંડીવાત ભૂપેન્દ્ર સામે જોઇ રહ્યો. પછી કહ્યું જા લે જા તૂ ભી ક્યા યાદ કરેગા. એણે બૂમ પાડીને પેલી પ્રૌઢ સ્ત્રીને કહ્યું અરે યે લડકી મેરે દોસ્ત કો દે દે. વો ઉસકો પાલેગા બેટી બનાકર રખેગા સાલા... કહી દારૂ પીવા લાગ્યો અને બીજી છોકરીને બોલાવી એની સાથે બીભત્સ ચાળા કરવા લાગ્યો.

       પેલી છોકરીને લાગ્યું આતો ભૂત છૂટ્યો અને પલીત મળ્યો. એ જોર જોરથી રડવા લાગી. ભૂરો એની પાસે ગયો અને માથે હાથ ફેરવીને કહ્યું "તું રડીશ નહીં ગભરાઇ નહીં. તને કોઇ કશું નહીં કરે અને હાથ નહીં અડાડે. તારું શુ નામ છે ક્યાંથી આવી છું ? કોણ લાવ્યું? પેલી છોકરી એ પૂરા હિન્દી ભાષામાં કહ્યું મેરા કોઇ નહીં હૈ યે લોગ મુઝે નેપાલ સે લાયે હૈ. ભૂરાએ કહ્યું તું ચાલ મારી સાથે મેં તુઝે અપની બેટી બનાકે રખુંગા પઢાઊંગા ઓર શાદી કરાઊંગા તેરા બાપ બનકે રહુંગા. એમ કહીને ઇમરાનને કહી ભૂરો ત્યાંથી વડોદરા એનાં અડ્ડે આવી ગયો અને એણે પોતાનાં મકાનમાં જ્યાં એ ઉછરેલો ત્યાં એનાં સ્ટાફની કોઇ છોકરાની માંને આશરો આપી કહ્યું આ છોકરીને ઉછેરજો બધા પૈસા નિયમિત મળતાં રહશે. એને કોઇજ અગવડ ના પડવી જોઈએ અને કવિતાબેનનાં આશરે છોકરીને મૂકી એનું નામ પાડ્યું સુંદરી... એ નામ પ્રમાણે સુંદર જ હતી અને ભૂરો પાછો પલાયન થઇ ગયેલો. આજે ઘણાં સમયે સુંદરની વર્ષ ગાંઠ ઊજવવા આવેલો સુંદરીને બચાવી એજ એની જન્મતારીખ આમ પુરા એક વર્ષ પછી વડોદરા આવી રહેલો.

**************

       કંદર્પરાયે ક્રાઇમ ચીફ અમુલખ દેસાઇનો ફોન રીસીવ કર્યો. અમુલખ દેસાઇએ કહ્યું "સર તમારો શિકાર આપણાં શહેરમાં પ્રવેશ કરી ગયો છે. હું બાતમી આપું ત્યારે તમે તમારા ચુનંદા માણસોને મોકલીને જાળમાં ફસાવીને પકડી લેજો હવે કોઇ માથે આકાઓ નથી કે છોડાવી જશે. કંદર્પરાયે કહ્યું "થેંક્યુ તમે જણાવો એટલે મોકલું તમે આજે મને સાચી ભેટ આપી.

પ્રકરણ -12

સમાપ્ત વધુ આવતા અંકે

        

***

Rate & Review

Sudhirbhai Patel 4 weeks ago

Deepali Trivedi 1 month ago

Latapatel 1 month ago

Kinjal Barfiwala 2 months ago

Yashvi Nayani 2 months ago