પ્રણય સપ્તરંગી પ્રકરણ - 13

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 13

               વડોદરાની સરહદમાં પ્રવેશતા સાથે જ ભૂરાની છઠ્ઠી ઇન્દ્રિયો કામ કરવા લાગી એને થયું ભલે મેં પહેરવેશ બદલ્યો છે. પણ અહીંની પોલીસ મને નહીં છોડે એણે એનાં ફોલ્ડરને ગાડી રોકવા કહ્યું એણે જોયુ રસ્તો સુમસામ છે એ એકલો નીચે ઉતરી અને કહ્યું તમે લોકો મારાં ઘરે પહોંચો અને બર્થડેની તૈયારી જુઓ. મને ભનક પાકી છે કે એ લોકો એ રસ્તો, એરીયા અને ઘરની આસપાસ પૂરો જાપ્તો  રાખીને બેઠાં હશે. અને પછી એનાં ખાસ માણસ જૂનૈદને કહ્યું "તુ અહીંથી થોડે આગળ પ્રતાપપુરા પાસે ઉતરી જા અને તું મારાં અને ઘરનાં સંપર્કમાં રહેજે. તમે બાકીનાં ભલે ઘરે જશો અને તમારી તલાશી લેશે કંઇ મળશે નહીં કહેજો કે તમે મળવા આવ્યા છો અને જૈમિન મેં તને કહ્યું, શું ક્યાં છે તારુ ધ્યાન ? કવિતા તો તારી ઘરવાળી છે કહેજે એને મળવા આવ્યો છું. જૈમીને કહ્યું એનાંજ વિચારોમાં હતો અને હસવા લાગ્યો. અને હા તમને કોઇ જ સાધન રાખવાનું નથી. ના છૂરા પિસ્તોલ રીવોલ્વર કઈ નહી. કંઇ પણ થાય ઉશકેરાવાનું નથી. સાવધાની થી જાણ કરજો મારા ખાસ નંબર પર સંપર્કમાં રહેજો હું ફોન કરતાં પહેલાં મેસેજ કરીશ પછી જ તમારા યસ જવાબ પછી જ ફોન કરીશ. જૂનૈદ તું પણ સમજી ગયો ને ? આમ સૂચના આપી ભૂરો બાવાજીના વેશમાં નીચે ઉતરી ગયો.

       જૈમિને વિચાર કર્યો કે આ ગાડી કોની છે માલિક કોણ છે ખબર નથી ? પેપર્સ  માંગશે કે લાઇસન્સ કઈ નથી શું થશે? જે થશે એ દેખા જાયેગા એમ કહી ગાડી હંકારી મૂકી. પ્રતાપપુરા આવ્યું એટલે જૂનૈદે રીવોલ્વર પોતાની પીઠ પાછળ પેન્ટમાં ખોપી દીધી અને ઉતરી ગયો અને જૈમિન ગાડી લઇને ભૂરાનાં ઘર તરફ જવા લાગ્યો.

       ભૂરો નીચે ઉતરીને વડોદરાનાં રસ્તે રસ્તે ચાલતો રહ્યો. દરેક રસ્તાનો ભોમીયો હતો. એક એક બીલ્ડીંગ ચાર રસ્તા એને ખબર હતી. થોડીવાર ચાલતો રહ્યો પછી એક રીક્ષા રોકીને બેસી ગયો અને કહ્યું કમાટીબાગ લેલો. રીક્ષાવાળાએ થોડીવાર એની સામે જોયું અને બોલ્યો "હાં બાબા લેતા હું. ભૂરાને લાગ્યું વેશભૂષા તો બરોબર જ છે. નહીં વાંધો આવે. અને રીક્ષા કમાટીબાગ તરફ દોડવા લાગી સાથે સાથે ભૂરાનાં મગજમાં વિચારો દોડવા લાગ્યાં એ ભૂતકાળમાં સરી ગયો.

       ભૂરાને વિચાર આવ્યો મને દત્તક લીધો મને ઉછેરવામાં આવ્યો મારાં પિતાની હેસીયત નહોતી છતાં મને કિક્રેટ શીખવા માટે મોકલતાં સ્પોર્ટમાં હું ઘણો સારો હતો. મને જીતતો જોઇને એ ખૂબ ખુશ થતાં અને શાબાશી આપતાં. માં બિમારીમાં ક્યારે ચાલ્યા ગયા મારી જિંદગીમાથી ખબર ના પડી. કોલેજમાં આવ્યો હું સ્પોર્ટમાં આગળ વધતો ગયો.

       સંયુક્તાએ મને પ્રપોસ કરેલું અને હું એનાં પ્રેમમાં ઘવાયો. હાથ મારો ઊંચો હતો એ મોટા ઘરાણાની હોવા છતાં એણે સામેથી પ્રપોઝ કરેલું મને ખબર છે એને મારી આંખો મારી પર્સાનાલીટી અને કેળવાયેલું મારુ શરીર ગમતું. મારી પાસે પૈસા ના હોવા છતાં એ મારાં શોખ પોષતી, મને પૈસા આપતી મને સામેથી મોંઘી સીગરેટો ઓફર કરતી એ પણ પીતી. એણે ક્યારેય મારી સાથે કોઇ સંકોચ નથી કર્યો પણ એ ક્યારેય ચુંબનથી આગળ  વધવા નહોતી દેતી. આમને આમ એ મારી પાછળ પાગલ થતી ગઇ. મને પૈસાની વધુને વધુ જરૂર પડતી ગઇ મારાં શોખ અને ખર્ચ વધતાં ગયાં. એનાં દાદા ગૂજરી ગયાં ત્યારે મને એ 15 થી 20 દિવસ બીલકુલ ના મળી. એને દાદા સાથે ખૂબજ બનતું એમની લાડકી હતી એનાં જીવનમાં દાદાનું ખાસ સ્થાન હતું.

       એ સમયમાં મને સીગરેટ દારૂની તલપ લાગતી ક્યાંથી લાવું. ઘરમાં કહી શકું નહી અને મારાં એક દોસ્ત રાજને મને ખેપ કરવા કહ્યું એણે ઓળખાણો કઢાવી અને મને સરળતાથી ઘણાં પૈસા મળવા લાગ્યાં મને કોઇ ડર નહોતો મારી પર્સનાલીટી એવી હતી કે મારાં પૈસા ડુબતાં નહીં થોડાં સમયમાં જ હું ઘણો આગળ વધી ગયો. સંયુક્તા પછી મળતી તો હું એનાં સમયે મળી શકતો નહીં. પછીતો મેં બાઇક લીધી અને 6 માસમાં તો મેં ગાડી લઇ લીધી મેં કોલેજની છેલ્લી પરીક્ષા પણ ના આપી. આવી આવક થતી હોય તો ભણવાની ક્યાં જરૂર ? અને સંયુક્તાએ મને ખૂબ કીધું કે મને મળવા આવ ત્યારે એવી ગરજ પારખીને મેં શરત મૂકી કે તારાં ઘરે બોલાવ બહાર નહીં અને સાથે દારૂ પીને ખૂબ મસ્તી કરીશું. એણે હા પણ પાડી.

       સંયુક્તાનો ભાઇ મારી આંખમાં કણાની જેમ ખૂંચતો એને બીલકુલ પસંદ નહોતું કે હું અને સંયુક્તા મળીએ ઘણીવાર એણે સંયુક્તા સાથે મને જોયેલો એટલે કાયમી ધમકી આપતો કે ફરીવાર તને મારી બેન સાથે જોયો છે તો તારી ખેર નથી. એણે ઘણાં પ્રયત્ન કર્યો. ઘણાં લુખાઓ મોકલીને મારી ધોલાઇ પણ કરાવી સામે મેં બધાને ખૂબ મેથીપાક ચખાડ્યો છે ઘણીવાર મારાં મારથી ડરીને ભાગી ગયાં છે. ત્યારે સંયુક્તા ખૂબ ખુશ થતી અને મારાં પ્રેમ પાછળ પાગલ બનતી. એ એનાં ભાઇ ને પણ કહેતી કે મારો ભૂરો મર્દ છે અસલ છે. અમારી જોડી તમે નહીં તોડી શકો. અને એ દિવસે હું મહેલમાં ગયો સંયુક્તા સાથે ભરપેટ દારૂ પીધો પછી અમે સીમા ઓળંગ્યા ન થવાનું થઇ ગયું સંયુક્તા પણ ભાનમાં નહોતી ન હતો હું બીલકુલ અને મને એનાં ભાઇએ મારીને પેલેસની બહાર ફેંકાવી દીધો મારી ગાડી બહાર કઢાવી એમાં મને નાંખ્યો અને ડેકીમાં અફીમ ગાંજો ડ્રગ્સ બધુ મૂકીને બરોબર ફસાવ્યો ત્યાંથી જેલમાં ગયો અને મારી જીંદગીની બરબાદી શરૂ થઇ ગઇ.

       જેલમાં ઇમરાન સાથે ઓળખાણ થઇ થોડાં દિવસ ટકરાવ ચાલ્યો પછી મિત્રો બન્યા એને મારી બહાદુરી અને નીડર પણું ગમ્યું અને એની સાથે ગ્રુપમાં જોડી દીધો. જોડાયાં પછી એણે મને જેલની બહાર બિમારી બહાને કઢાવ્યો.અને પછી હું એનાં અડ્ડે ગયો. એ પણ ભાગીને આવી ગયેલો. પછી ધીમે ધીમે મને એની અસલીયત ખબર પડી એ એક નંબરનો ઐયાશ, પીશાચી બલાત્કારી હતો. એ અને એનાં ગુંડા નાની નાની છોકરીઓને પણ ન્હોતાં છોડતાં સુરત, વડોદરા, નાનાં ગામમાં પણ 2 વર્ષથી શરૃ કરી 18-20 વર્ષની છોકરીઓને શિકાર બનાવતા. એટલો હેવાન હતો કે 2-4 વર્ષની છોકરીને ભોગવી એને મારી નંખાવતો મારાથી આ સેહવાયું નહીં નક્કી કર્યું આ હેવાન સાથે કામ નહીં થાય મારું જુદુ કરીશ.

       ભરૂચ પાસેની પાર્ટીમાં એણે ફસાવેલી એ 14-15 વર્ષની છોકરીને એણે ઇમરાન પાસેથી માંગીને છોડાવી એનું નામ સુંદરી રાખી પોતાનાં ઘરે વડોદરા મોકલી દીધી. જીંદગી બચાવી  એની સુરક્ષા કરી કેળવીને સારાં ઘરે પરણાવીને જીંદગી સુધારીશ એવું પ્રણ લીધું. અત્યારે એને બચાવ્યાને એક વર્ષ પુરું થયું એની એજ વર્ષગાંઠ એજ જન્મદિવસ. આજે એનાં દીલમાં બાપ તરીકેની લાગણીઓ ઉછાળા મારી રહી છે. એણે સુરતથી ઘણી ગીફટ-કપડાં લીધાં છે ગાડીમાં મોકલાવ્યા છે.

       રીક્ષા એની ગતિએ દોડી રહી છે અને ભૂરો જાણે એનાં જીવનનો સારો નરસો  ભાગ થોડીક ક્ષણોમાં ફરીથી વિચારોની ગતિમાં જીવી ગયો. એને સંયુક્તા પણ યાદ આવી રહી હતી એને મારા વિશે બધું શું અને કેવું જણાવવામાં આવ્યું હશે. એનો હરામી ભાઇએ  મારામાં જે અવગુણ નથી એવાંય કીધાં હશે. હું એને છોડીશ નહીં. મને બાતમી મળી છે પેલેસમાં કોઇ ફંકશન છે અને પાર્ટી રાખી છે.  મેં બંદોબસ્ત વિચાર્યો છે જો સરળ થઇ ગયો તો એને ઉપાડીને ક્યાંક દૂર લઇ જઇશ. એ વિચારધારામાં હતો અને રીક્ષા ઉભી રહી. રીક્ષા ડાઇવરે કહ્યું "બાબા કમાટીબાગ આ ગયાં.

       ભૂરાએ કહ્યું "હાં હા મુઝે યહાં ઉતરના હૈ એમ કહી 100/- ની નોટ કાઢીને આપી દીધી પેલાએ કહ્યું બાવાજી સાંઠ હુએ યે લો આપકે.... એ બોલે એ પહેલાં ભૂરાએ કહ્યું ઠીક હૈ રખલો સારે એમ કહીને એણે આગળ ચાલતી પકડી રીક્ષાવાળાએ પૈસા માથે મૂકી આભાર માની રીક્ષા દોડાવી દીધી.

       ભૂરો ચાલતો ચાલતો આગળ વધ્યો પણ વિચારો એના પીછો નહોતાં છોડતાં એને શું આગળનાં ફંકશનમાં જુનૈદ અને જૈમીન બંન્ને ને મોકલેલા પાકુ પ્લાનીંગ હતું એમાં એ લોકો ફેલ ગયા અને મારે એલોકોને લઇને અહીં. કમાટી બાગથી જ ભાગવું પડેલું એને થયું આ સમયે  તો એવું જડબેસલાક પ્લાનીંગ કરું ને કે સંયુક્તાને લઇને જ જઇશ. સંયુક્તા મને પ્રેમ કરે છે એટલે એ પૂરો સહકાર આપશે જ. અને એ બાગની બાજુમાંથી એની ખાસ જગ્યાએથી નીચે નદી તરફ ઉતરી ગયો. એટલામાં જ જુનૈદની રીંગ આવી જુનૈદે કહ્યું જૈમીનનો મેસેજ છે એ પહોંચી ગયો છે અને તમે સાવધાની રાખીને ફોન કરજો. ત્યાં હું કોઇ રીતે જઇ પછી લટાર મારી તમને પાક્કી માહિતી આપું છું. ભૂરાએ કહ્યું ધ્યાનથી જ્જે કોઇ રીસ્ક લાગે પાછો વળી જ્જે. આપણે અસલ કામ તો કરવાનું બાકી જ છે.

       ભૂરાએ જૈમીનને મેસેજ કર્યો અને જૈમીનનો  યસ એ જવાબ આવ્યો એટલે ભૂરાએ સીધો જ ફોન કર્યો જૈમીને કહ્યું "ભાઇ બધું અહીં બરોબર છે. માલતી સુંદરી બં ધા મજામાં છે. માલતી એ અહીં પાપડ બનાવીને વેચવાનું ચાલુ કર્યું છે નોર્મલ લાગે અને કમાઇ થાય ખર્ચો નીકળે . ભૂરાએ થોડી કડવાશથી કહ્યું તું તારાં સંસારની વાતો પછી કર મારી દીકરી સુંદરી કેમ છે ? અરે ભાઇ એતો એકદમ જકાસ  છે તમે આવવાના જાણીને ખૂબ ખુશ છે. ભૂરાએ કહ્યું" તું વાતો કર્યા વિના એને ફોન આપને. જૈમિને કંઇ બોલ્યા વિના સીધો સુંદરીને ફોન આપ્યો. સુંદરી એ ચીસ જેવા આનંદ સાથે કહ્યું " હેલો ભૂરા પાપા તમે ક્યારે આવો છો ? હૂં ખૂબ જ ખુશ છું. આજે તમે મારાં માટે કેટ કેટલી બધી ગિફ્ટ લાવ્યા છો. આઇ એમ સો હેપ્પી. ભૂરો એને સાંભળતો જ રહ્યો એનો અવાજ એની વાત કરવાની સ્ટાઇલ બસ ભૂરાની આંખો હળવી વરસવા લાગી આખી દુનિયામાં આ અનાથ બાપની અનાથ છોકરી હતી જે કોઇ સંબંધ વિના કોઇ અનેરાં સંબંધમાં જોડાઇ ગયા હતા.

       ભૂરાએ સ્વસ્થ થતાં કહ્યું "તારી જ છે બધી જ ગિફ્ટ સુંદરીએ કહ્યું "ના પણ મને તમને જોવા છે તમે ક્યારે આવો છો ? ભૂરાએ કહ્યું હું આવીશ તને મળવા તો આવ્યો છું પણ તને તો બધીજ ખબર છે. તારો બાપ ભાગેડું ગુનેગાર છે પોલીસની નજરમાં છું ચાન્સ લઇને આવી જઇશ ચિંતા ના કરીશ. આજે તું બધી ગિફ્ટ જો આનંદ લે તારી બર્થડે પાર્ટી કાલે છે હું કોઇનાં કોઇ રીતે પહોંચી જઇશ. પછી વાત કરીશું. કહીને ભૂરાએ ગળગળા અવાજ  સાથે ફોન કાપ્યો એને થયું મારાથી વધુ નહીં બોલાય.

       ભૂરાને વિચાર આવ્યો હું અનાથ આશ્રમમાંથી આવ્યો ઉછર્યો. ભણ્યો. પ્રેમ કર્યો. ગુનેગાર  તો હતો અચાનક જીવનમાં એવી ઘડી આવી કે આ સુંદરીને દીકરી બનાવી લાવ્યો એની શિક્ષાનું એનું રક્ષણ કરું એક બાપ દીકરીનો અનેરો સંબંધ બંધાવ્યો કુદરતતો ક્યાંક ધબકે છે મારાં દીલમાં અને સુંદરીના દીલમાં કોઇ લોહીનાં સંબંધ વિના આજે બાપ દીકરી છીએ ક્યાં કોઇ વિધી આવી વચ્ચે. થોડો લાગણીશીલ બનેલો ભૂરો સ્વસ્થ થયો અને આવતી કાલે કેવી રીતે જવું એનું પ્લાનીંગ કરવા માંડ્યો.

       ભૂરાને અચનાક વિચાર આવ્યો અને એણે તરતજ જૈમીનને ફોન કર્યો કે જૈમીન તું બધાને દેખાડવા અને સુંદરીનાં ફ્રેન્ડને આજેજ બોલાવી બર્થડે પાર્ટી મનાવી લે હું મારી દીકરી સાથે સ્પેશીયલ બર્થડે મનાવીશ. એટલે પોલીસવાળા અંધારામાં રહેશે હું સુંદરીને મળી શકીશ.

       જૈમીને કહ્યું "ભાઇ આટલાં સમયમાં કેવી રીતે ? ભૂરાએ કહ્યું અલ્યા તારે ગાયકવાડ પેલેસમાં પાર્ટી નથી ગોઠવવાની કોઇપણ રીતે ગોઠવીને સુંદરીને સમજાવી દે અને હું કાલે આવીશ એમ કહીને ફોન મૂક્યો.

       જૈમિને કવિતાને વાત કરી અને સુંદરીને પણ સમજાવી દીધું. સુંદરી ખુશ થઇ ગઇ એણે એનાં ફ્રેન્ડસને ફોન કરવા માંડયા અને કવિતાએ બીજી તૈયારીઓ કરવાં  લાગી. ભૂરાનાં ઘરની આસપાસનાં ક્રાઇમનાં માણસોને વ્હેમ પડી ગયો કે જરૂર આજે બર્થડે પાર્ટી છે એટલે એમણે એમનાં વડાને મેસેજ કર્યો. ચીફે કહ્યું તમે બરાબર નજર રાખો કોણ આવે છે જાય છે અને કંઇ પણ વ્હેમ પડે તો તુરંત જાણ કરજો. પોલીસ કુમક તૈયાર જ છે. પણ કોઇ જાતની ઉતાવળ કે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો. આ બાજુ, જૈમીને જુનૈદને ભૂરાની વાત કરી અને કહ્યું તું અહીં કેક લઇને આવજે એટલે બધું નોર્મલ લાગે જુનૈદે કહ્યું તું ચિંતા ના કરીશ હું બધું ગોઠવી દઊં છું.

***********

            અમુલખ સર પર ફોન આવ્યાં એમનાં ઇન્સ્પેક્ટરનાં કે ભૂરાની દીકરીની વર્ષ ગાંઠની ઉજવણી આજે છે અહીં બધી તૈયારી ચાલી રહી છે. એટલે બંધોબસ્ત રાખ્યો છે. અમારી પરિસ્થિતિ પર પૂરી નજર છે જે કંઇ હશે અને તમને જણાવીશું.

       ક્રાઇમ ચીફે કંદર્પરાયને ફોન કરીને માહિતી આપી કે આજે બર્થડે છે ભૂરો ગમે ત્યારે આવી શકે. કંદર્પરાયે કહ્યું કે હું હેગડે અને સિધ્ધાર્થને એલર્ટ કરું છું. એ લોકો ત્યાંજ પેટ્રોલીંગ અને બીજા નાકાઓમાં દરેક વાહનનું ચેકીંગ પણ ચાલુ રાખ્યું છે. આ વખતે એ છટકી નહીં શકે. પકડ્યે જ છૂટકો છે.

**********

            સાંજનાં 6 વાગ્યા છે સુંદરીનાં એટલે કે ભૂરાનાં ઘરે હેપી બર્થ ડેનાં તોરણ, ફુગ્ગા અને શણગાર કરવામાં આવ્યો છે. સુંદરીની ફ્રેન્ડ હાથમાં નાની મોટી ગીફ્ટ લઇને આવી રહી છે. આસપાસનાં છોકરાઓ પણ ભેગા થયા છે. કેટલાક ફુગ્ગા સાથે રમી રહ્યાં છે કેટલાક ફોડી રહ્યાં છે. સુંદરી કેકની રાહ જોઇ રહી છે. જૈમિન અને કવિતા બધાં છોકરાઓને આપવાનાં નાસ્તો અને ડ્રિન્કની તૈયાર કરી રહ્યાં છે માહોલ એકદમ ખુશનુમાં અને આનંદમય બની ગયો છે.

       થોડાંક સમયમાં જુનૈદ રીક્ષામાંથી ઉતર્યો એ એકલો જ હતો પરંતુ એનાં હાથમાં ફુગ્ગા કેક અને થોડી ગીફટ વધું ઊંચકી ને બધું ઘરનાં આગણે આવ્યો. ક્રાઇમનાં માણસો સતર્ક થયાં એ લોકો દૂરમીન થી જોઇ રહેલાં એટલે હેગડે એ કહ્યું આતો ભૂરાનો ગૂર્ગો  છે એને અંદરથી પાછો બહાર નીકળ્યા પછી પકડયે એની રાહ જોવી પડશે અંદર નાનાં નાના છોકરા છોકરીઓ છે માહોલ બગડશે ગરબડ થઇ જશે. હેગડે અને સિધ્ધાર્થ દૂરથી બધુ નિરીક્ષણ કરી રહ્યાં હતાં. સાંજ વીતી રહી હતી ભૂરાનો ક્યાંય પત્તો નોતો જોઇને આ લોકો થોડાં નિરાશ થઇ ગયાં.

       થોડીવાર મ્યુઝીક બધુ સાંભળવા મળ્યું. અને પછી બધુ બંધ હતું અને એકદમ છોકારઓની ચીચીયારીઓથી આકાશ ભરાયું હેપી બર્થ ડે સુંદરી અને મોટેથી મ્યુઝીક અને હેપી બર્થડેનું ગીત શરૂ કર્યું અને પછી કેક ખાવાની અને મજાની તૈયારી ચાલુ થઇ ગઇ. ઘણાએ સુંદરીને વીશ કર્યું. આમને આમ બે કલાક નીકળી ગયાં. ધીમે ધીમે છોકરાઓ વિખરાવા લાગ્યા પોતપોતાના ઘરતરફ જવા લાગ્યાં. અને જૈમીન બધુ આટોપવામાં વ્યસ્ત રહ્યોં.

       છેક છેલ્લે જૂનૈદ બહાર નીકળ્યો આ લોકો સાવધ થયાં અને પાછો અંદર જતો રહ્યો. પછી થોડીવાર પછી પાછો બહાર નીકળ્યો પણ સાથે સુંદરી હતી એ સુંદરીને લઇને મંદિર દર્શન કરવા નીકળ્યો થોડીવાર પછી કવિતા અને જૈમીન ઘર બંધ કરીને નીકળ્યા. જૈમીને ગાડી કાઢી બધાં ગાડીમાં બેઠાં અને ગાડી ચાલુ કરી.

       જૈમીનની ગાડીથી થોડું અંતર રાખીને હેગડે અને સિધ્ધાર્થ સાદી ગાડીમાં પાછળ થયાં. કેમ્પ પાસે એ લોકો ઉભા રહ્યાં અને દર્શન કરવા અંદર ગયાં. થોડીવાર પછી , સુંદરી, જૈમીન, અને કવિતા બહાર નીકળી ગાડીમાં બેઠાં અને ઘર તરફ જવા નીકળંયાં. જૂનૈદ દેખાયો જ નહીં.

       હેગડે અને સિદ્ધાર્થ એકલી ગાડી સામે જોયા કર્યું અને ભાન આવ્યું કે આપણે છેતરાયા. ... ડફોળ બન્યાં ને જૈમીન નીકળી ગયો. એ લોકો ગાડીમાંથી ઉતરીને કેમ્પ તરફ ભાગ્યા વચ્ચે ખૂબ તાપસ કરી ક્યાંય જૂનૈદનો પત્તો ના લાગ્યો અને નિરાશ થઇ મથકે પાછા આવ્યાં.

       "હેલ્લો ભાઇ હું જુનૈદ, એ લોકોને ટોપી પહેરાવીને તમારી પાસે આવી રહ્યો છું બરાબર બનાવ્યા છે એ લોકોને.. પણ એની વાતચીત ક્યાંક સંભળાતી હતી કયાંક એનું લોકેશન કોઇ ડીવાઇસમાં ફલેશ થતું હતું. ભૂરાએ કહ્યું" ભલે પણ તું હમણાં મારી પાસે નાં આવ ક્યાંક બીજે રફુચક્કર થઇ જા બની શકે તારો પીછો થતો હોય. ભૂરાનાં માસ્ટર માઇન્ડે એને આદેશ કર્યો. જુનૈદ અટક્યો અને પાછો ફરી જવા લાગ્યો.

*************

            હેગડે એ સિધ્ધાર્થને કહ્યું તારી ચાલ સફળ થઇ છે એલોકો એવું સમજ્યાં છે કે આપણે પાછા ફરી ગયાં એનાં કરતાં તારું નિશાન જોરદાર છે તે જુનૈદના બેલ્ટ પર દૂરથી ચવિન્ગમ સાથે માઇક્રોફોન કેવી રીતે તાક્યું એ જડબે સલાક લાગ્યું કેવી રીતે કર્યું ? સિધાર્થે કહ્યું હેગડે સર જુનૈદ બહાર નીકળીને પાછો અંદર ગયો ત્યાં સુધીમાં મેં તક ઝડપી અને હું એનાં ઘરનાં પાછળ ઉભો રહી ગયો આગળનાં લીમડાનાં મોટા થડ પાછળ ઉભો રહી મેં માત્ર રમકડાની સ્પ્રીંગ વાળી બંદૂકની આગળ ડીવાઇસ ચવિન્ગમ સાથે મૂકીને છોડી સીધી એના બેલ્ટને જઇને ચોંટી ગઇ મને હતું નહીં થાય કંઇ બીજું કરવું પડશે પરંતુ થઇ ગયું.

       હેગડે એ કહ્યું મૈં આખી ટ્રેઇનીંગમાં અને કેરીયરમાં પહેલીવાર જોયું અને સફળ થયું બંન્ને એકબીજા સામે જોરથી હસી પડ્યાં. સિધ્ધાર્થ સાગરને ફોન કરીને કહ્યું "નિશાન અચૂક છે અને ધાર્યા લક્ષ્ય પર લાગું છે હવે આગળનું કામ તારું " સાગરે કહ્યું " સાચેજ અચૂક છે મને હવે માહિતી પણ મળવા લાગી છે. પરંતુ એ કમાટીબાગની નદી તરફ જતો હતો પાછો વળી ગયો છે. અને એણે ભૂરા સાથે વાત પણ કરી છે ભૂરો એટલામાં ક્યાંક હોવો જોઇએ એણે જૂનૈદને ચેતવ્યો છે એટલે પાછો વળી ગયો હવે બાકીનું પછી જણાવીશ કહી ફોન બંધ કર્યો.

       *********

            હેગડે અને સિધ્ધાર્થ પછી ભૂરાના ઘર પાસેથી બંદોબસ્ત હટાવીને કમાટીબાગ તરફ જવા નીકળી ગયા અને ભૂરો સાધુનાં વેશમાં નદીથી નીકળી ઘરે જવા નીકળ્યો.

**********

            ભૂરો પોતાનાં ઘર પાસે પહોચ્યો અને ભૂતકાળ પાછો સામે થઇને આંખે વળગવા આવ્યો. એણે નિષ્ઠુરતાથી યાદોને ખંખેરીને ડોરબેલ વગાડ્યો. મોડી સાંજ થઇ ગઇ હતી અને ચારેબાજુ વાહન-વ્યવહાર સિવાય કોઇ અવાજ નહોતો. ઘરમાંથી ટીવીનો અવાજ આવતો હતો. જૈમિને દરવાજો ખોલ્યો "ભૂરાને ત્વરાથી અંદર લઇને દરવાજો બંધ કર્યો. ભૂરાને જોઇને સુંદરી ચીસ પાડવા ગઇ એટલે કવિતાએ હાથ દાબી શાંત રહેવા કહયું.

       ભૂરાએ હસતાં હસતાં દાઢી-વાળ-મૂછ નકલી બધાં કાઢ્યાં ચશ્મા ઉતારી બાજુમાં મૂક્યાં અને સુંદરી જોઇને દોડીને ભૂરાને વળગી ગઇ. પાપા પાપા અને ભૂરાની આંખમાંથી ફરીથી અશ્રુધાર છૂટી. ભૂરાએ ક્યાંય સુધી સુંદરીનાં માથે હાથ ફેરવ્યો પછી કહ્યું તું ખુશ છે ને ? મજામાં છે તે ? તને કોઇ અહીં અગવડ નથી ને ? તારુ ભણવાનું સારું ચાલે છે ? તને જે જોઇએ બધુ મળી રહે છે ને ?

       સુંદરીએ કહ્યું "પાપા તમારાં જેવા જેને હોય એને શું અગવડ ? બધુ જ છે મળે છે કોઇ અગવડ નથી એમ કહીને ફરીથી ભુરાને વળગી ગઇ. ભૂરાએ હસતા હસ્તાં એનાં માથે હાથ ફેરવતાં કહ્યું બસ તું ખુશ એટલે હું ખુશ દીકરી. બસ કાયમ તું આમ આનંદમાં રહે એવી ઇશ્વરને પ્રાર્થના.

       સુંદરીએ કહ્યું "પાપા તમે બધાંજ આવાં કામ છોડી દો મારી સાથે રહો તો મને ખૂબ ગમશે. તમારાં વિના નથી ગમતું હું માંગુ એનાથી વધુ મળે છે પણ તમે નથી હોતાં એનો રંજ રહે છે.

       ભૂરાએ એની નિર્દોશ આંખોમાં જોઈ એને કહ્યું "આવશે બેટા એવો પણ દિવસ આવશે. આજે તો તારી વર્ષગાંઠ ઉજવાઇ ગઇ હવે આરામ કર. હું પણ રખડપટ્ટી કરીને આવ્યો છું હું આરામ કરું. સુંદરીએ ભૂરાની આંખમાં આંખ મિલાવીને કહ્યું "મને બર્થડે વિશ નહીં કરો ?

       ભૂરાએ કહ્યું "બેટા તને ખુશ અને આનંદમા ખૂબ જોઇને હું ધરાઇ ગયો તારી બર્થડે માટે તો આવ્યો છું. અહીં આવ મારી પાસે... સુંદરી પાસે આવીને ભૂરાએ કપાળમાં ચૂમી ભરીને કહ્યું " હેપી બર્થ ડે સુંદરી મારી વ્હાલી દીકરી... અને બાપ દિકરી સ્નેહનાં વરસાદમાં આંખો થકી વરસી રહ્યાં.

**********

            સીમા સાગરનાં ઘરેથી આવી અને આવીને તરત જ પોતાનાં રૂમનાં પલંગમાં આડી પડી. સીમા થોડાં વિચારોમાં પડી ગઇ એમો ગીત ક્યા ગાવા કેવાં પસંદ કરવાં કે લોકોને ખૂબ ગમે. ખૂબ મીઠાં પ્રેમ ભર્યા હોય અને સાગર સાથે સૂર મિલાવતાં મિલાવતા પ્રેમની અનોખી સફરે જતા રહેવાય. પછી સંયુક્તા આજે સાગર સાથે કંઇક વધારે જ વાતો કરી રહી હતી એવું લાગ્યું સાગરને જાણે.... પછી પોતેજ વિચાર્યું કે ના-ના એવું ના હોય કંઇ. એ જાણે જ છે કે હું અને સાગર હવે એક જ છીએ. છોડ આવો વિચાર મને કેમ આવ્યો ? એમ વિચારતાં વિચારતાં ક્યારે આંખ મળી ગઇ એને ખબર જ ના રહી...

**********

            સંયુક્તા સાગરનાં ઘરેથી નીકળીને સીમાને એનાં ઘરે ડ્રોપ કરીને સીધી મહીસાગરનાં કિનારે એનાં રીસોર્ટમાં ગઈ ત્યાં એનો ભાઇ રણજીત રાહ જોઇ રહેલો. રણજીતે સંયુક્તાને જોઇને મલકાયો અને સંયુક્તા ગાડી બંધ કરીને આવે ત્યાં સુધી ધીરજ જ ના રહી અને બોલ્યો "કેવી રહી મીટીંગ ? શું નક્કી થયું ? સંયુક્તાએ કહ્યું "સરસ જ રહી બધી જ તૈયારી અને આયોજનની ચર્ચા થઇ. એ બંન્ને જણાં અને હું ગીત - ગઝલ રજૂ કરીશું. અને સાગરનો કોઇ ખાસ મિત્ર એ સ્ટેન્ડિંગ કોમેડી આપવાનો છે. એટલે સમય પ્રમાણે બધુ નીપટી જશે અને વચ્ચે કમીશ્નર સાહેબનું સન્માન. સોરી સોરી શરૂઆતમાં સન્માન અને મધ્યાન્તર વખતે ઇન્ટ્રોડકશન થશે.

       રણજીતે આંખ મીચકારતાં કહ્યું "તારી ફ્રેન્ડ સીમા ખૂબ સરસ ગાય છે હે ને ? અને એની નાની બેન બહુ મોટાં સ્પોર્ટ અને બ્લેક બેલ્ટ છે અને એ બંન્નેની વચ્ચે પેલો વરણાગ્યો સાગર.... હા.હા.હા. એમ કહીને હસવા લાગ્યો. સંયુક્તાએ એનાં ભાઇ સામે જોઇને કહ્યું એય...... એને એવું નહીં કહેવાનું..... તું ધીરજ રાખ જોતો ખરો મારી બધી કમાલ... અને હસવા લાગી. એણે કહ્યું પછી કમીશ્નર ક્રાઇમ, ઇન્સ્પેક્ટર બધુ આપણાં હાથ કહી બંને ફરી હસી પડ્યાં.

પ્રકરણ -13

સમાપ્ત વધુ આવતા અંકે

        

***

Rate & Review

Sudhirbhai Patel 2 days ago

Deepali Trivedi 7 days ago

Latapatel 2 weeks ago

Kinjal Barfiwala 3 weeks ago

Asha Parmar 4 weeks ago