Maa ni munjhvan - 6 books and stories free download online pdf in Gujarati

માઁ ની મૂંજવણ - ૬

આપણે જોયું કે, ડોક્ટરએ તૃપ્તિ અને આસિત ને થેલેસેમિયા મેજર ની પ્રાથમિક માહિતિ આપી. હવે આગળ ...

કરુણતા છે કે છે એ કાળચક્રની રમત,
છીનવી ગઈ છે એ બાળકની ગમ્મત,

તૃપ્તિ ને આસિત ખૂબ ભારી હૃદયે હોસ્પિટલમાંથી બહાર આવે છે. આસિતને પોતાના શબ્દ મનોમન યાદ આવી પીડા આપે છે, ફરીફરી "તૃપ્તિ તું ચિંતા ન કર આપણે બંને શિવને કઈ જ નહિ થવા દઈએ" એજ શબ્દ આસિત ના મન ને દુઃખ પહોંચાડે છે, કારણકે આસિત અને તૃપ્તિ દ્વારા અજાણતા જ બીમારી પણ શિવ ને વારસામાં અપાઈ ચુકી હતી. શિવ જે પણ પીડા ભોગવી રહીયો હતો એ એમના માતા પિતાના લીધે જ હતી, આ વાતનું દુઃખ આસિતથી સહન થતું ન હતું. આસિત આજ વિચારો માં કાર ચલાવી રહ્યો હતો, તેની મૂર્છા તૃપ્તિ ના રૃદનએ તોડી, કેમકે તૃપ્તિથી પણ આ માહિતી પચાવવી અસહ્ય હતી. આસિત કઠિન હૃદયે પોતાની સાથોસાથ તૃપ્તિને પણ સાંત્વના આપે છે કે, આપણે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નહીં આ પરિસ્થિતિમાં ભગવાન જરૂર આપણને રસ્તો કરી આપશે અને આપનો શિવ એકદમ નોર્મલ જીવી શકશે. કાર સાઈડમાં પાર્ક કરીને આસિત તૃપ્તિ માટે પાણી લેવા જાય છે. તૃપ્તિને એકાંતમાં હું યાદ આવી, એને મને કોલ કર્યો, એ મારો અવાજ સાંભળીને જ રડી પડી, થોડી વાર મેં પણ એને એનું મન હળવું કરવા દીધું હતું, ત્યારબાદ મેં એને પૂછ્યું કે ડોક્ટરએ શું કહ્યું? એને મને બધી વાત ટૂંક માં જણાવી, અને વધુમાં  એ બોલી કે હું મારા પરિવારને શું જવાબ આપીશ? એ લોકો એવું વિચારશે કે મેં લગ્ન પેલા આ વાત કેમ ન જણાવી તો હું શું કહીશ? મેં તૃપ્તિની વાત ને વચ્ચે થી જ કાપી અને હું બોલી કે તું ખુદ આ વાત થી અજાણ હતી, અને બીજી વાત એ કે આસિત એ પણ આ વાત તને ક્યાં જણાવી હતી? જેમ એ આ વાત થી અજાણ હતો એમ તને પણ ખબર ક્યાં હતી કે તને થેલેસેમિયા માયનોર છે. માટે આવું નેગેટિવ ન વિચાર અને તારા પરિવારના દરેક લોકો તને આમાંથી કેમ સોલુશન્સ લાવવા એ કહેશે નહીં કે તારી તકલીફ વધારશે. શિવની સાથોસાથ તારું ધ્યાન પણ રાખજે એમ કહીને મેં કોલ મુક્યો. આસિત એ તૃપ્તિને પાણી આપ્યું. અને કારને ઘર તરફ દોડાવી. 

ઘરે પહોંચીને આસિત એ બધાને વિગતે બધી જ વાત કહી. જેવું તૃપ્તિ વિચારતી હતી એવું કઈ જ ન બન્યું, ઉલ્ટાનું એમના પરિવારે સાંત્વના આપી કે તમે બંને જરા પણ ચિંતા ન કરતા જે પણ ખર્ચ થાય એ બધું જ આપણે સમજીને ચાલસું, અને હવે આગળ શું કરવાનું છે એ નક્કી કરવાનું કરો, નિરાશ થવું એ પ્રોબ્લેમ્સ નું સોલુશન્સ નહીં માટે શિવને શું ટ્રીટમેન્ટ આપવી? ક્યાં ડૉક્ટર પાસે જવું? ગુજરાત માં કે ગુજરાત ની બહાર જ્યાં પણ જવું પડે ત્યાં કેમ જવું ને શું કરવું એ પ્લાન કરો એ જ યોગ્ય કહેવાય, આવી વાત સાંભળીને આસિત અને તૃપ્તિને ખુબ જ રાહત થઈ હતી.

"સાચી સમજણ કરી ગઈ દિલને રાહત,
એ જ તો છે ખરી પરિવારની ચાહત.
મન મજબૂત કરી ગઈ એકતાની  તાકાત,
બધી જ મુશ્કેલીમાટે બની ગઈ એ  રાહત." 

શિવને માટે યોગ્ય સારવાર લેવાની અનુમતિ ઘરના મોભી એટલે કે આસિતના પિતા એ આપી અને બિલકુલ મૂંજાયા વગર આગળ વધવાનું કહ્યું, આ સાંભળીને તૃપ્તિને ખુબ રાહત થઈ હતી, તૃપ્તિને પોતાના નેગેટિવ વિચાર માટે પણ પસ્તાવો થયો હતો. હવે  શિવને કઈ અને ક્યાં સારવાર લેવી અને એ સારવારમાં શિવને કેવી મુશ્કેલી થશે એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ :૭ ...