વિવાહ એક અભિશાપ - 4

  અાગળ અાપણે જોયુ કે વિક્રમ પુજા પ્રત્યુષ અને અદિતિ ચારે જણ ટ્રુથ એન્ડ ડેર ની રમત રમે છે જેમાં વિક્રમ પ્રત્યુષ ને અદિતિ ના પપ્પા સામે જઇ અદિતિ સાથે લગ્ન માટે નો પ્રસ્તાવ રાખવાનું અથવા કબ્રસ્તાન માં જઇ ને રાત ના ત્રણ કલાક રોકાઇ ને બતાવવાનું ટાસ્ક અાપે છે જેમાં પ્રત્યુષ પ્રથમ ટાસ્ક સિલેક્ટ કરે છે અને બધા કદાચ અદિતિ ના પિતાજી વિવાહ માટે તૈયાર થઇ જશે અને સૌ સારા વાના થશે એમ અાશા રાખીને છુટા પડે છે.
                           બીજા દિવસે હું છેક  અાઠ વાગે ઉઠી .ત્યાં સુધી રિયા સ્કુલ માં જઇ ચુકી હતી.કાલે રવિવારે પ્રત્યુષ એના માતાપિતા ને લઇ ને અાવશે એ યાદ અાવતા જ ચિંતા થવા લાગી.મનમાં થયું પપ્પા ને વાત કરીને રાખવી પડશે કે કાલે ક્યાંય બહાર જાય નહિ નહિ તો એમને નાહક નો ધક્કો પડશે.એટલે હું નહાઇ ધોઇ ને એમની પાસે ગઇ.એ ગાર્ડન માં હિંચકા પર બેસી છાપુ વાંચતા હતા.અા એમનો રોજ નો ક્રમ હતો નહાઇ ધોઇ ને સાડા અાઠ વાગ્યા સુધી ગાર્ડન માં હીંચકા પર બેસી ગ્રીન ટી પીતા પીતા છાપુ વાંચવુ પછી સાડા અાઠે ઓફિસ જવા નીકળી જવું અને સાડા નવે ઓફિસ પહોંચી જવુ.હું ફટાફટ  તૈયાર  થઈ ને એમની પાસે ગઇ અને કહ્યું ,"ગુડમોર્નિંગ પપ્પા."
                 "ગુડમોર્નિંગ બેટા .અાજે તમે મોડે સુધી સુઇ રહ્યાં કેમ?વેરી બેડ મેનર્સ.તમારે સાત વાગ્યા પહેલા ઉઠી જવું જોઇએ."
                      "એ તો મને રાતે મોડે સુધી ઉંઘ ના અાવી હતી એટલે .પાછુ કોલેજ પણ જવાનું નહોતુ એટલે ."
                   "સારુ ઠીક છે.તમે ચા નાસ્તો કરો .મારે ઓફિસ જવા તૈયાર થવુ પડશે.એમ કહીને એ જઇ જ રહ્યાં હતા ત્યાં મે કહ્યું ,"પપ્પા ,મારે તમને એક વાત કરવી છે.બસ પાંચ મિનિટની જ વાત છે.હું વધારે સમય નહિ લઉં."
               "ઓકે ,પાંચ મિનિટ થી વધારે નહિ .કહો જોઇએ શું કહેવું છે તમારે."
                " તમે કાલે ઘરે રહેવાના છો કે પછી ક્યાંય બહાર જવાના છો?
                 "વેલ ,કાલે ઓફિસ માં રજા છે એટલે જો કોઇ અરજન્ટ કામ નહિ અાવે તો ઘરે જ રહીશ."
                  "પપ્પા , કાલે ઘરે રહેજો ને .મારે તમારી સાથે સમય વીતાવવો છે".મે ખોટું બહાનુ કર્યું કે ક્યાંક સાચી વાત કળી ના જાય.
                   "પ્રોમિસ તો નથી કરતો પણ હું જેમ બને એમ ટ્રાય કરીશ .બરાબર."એમ કહીને મારો ગાલ પર ટપલી મારીને જતા રહ્યાં .મને શાંતિ થઈ કે કાલે કદાચ પપ્પા ઘરે જ રહેશે .પછી મનમાં ઇશ્વર ને પ્રાર્થના કરીકે કાલ નો દિવસ કોઇ જાત ની પ્રોબ્લેમ અાવ્યા વગર શાંતિ થી પસાર થઈ જાય.પણ મને નહોતી ખબર કે ઇશ્વર ને કંઇક બીજુ જ મંજુર હતુ.
**********************************************
                      બીજા દિવસે પપ્પા ઘરે હતા અને રિયા પણ .અમે ત્રણેય નહાઇ ધોઇ વાતો કરી રહ્યાં હતા .મારુ ધ્યાન વારે વારે ઘડિયાળ તરફ જતુ હતુ કેમ કે પ્રત્યુષ કદાચ દસ વાગ્યા ની અાસપાસ એના માતાપિતા ને લઇ ને અાવવાનો હતો.એટલે બહુ જ નર્વસનેસ ફીલ થતી હતી.મારા ચહેરા પર ના ભાવ મારા પપ્પા એ વાંચી લીધા અને પુછ્યું ,"શું વાત છે તમારુ ધ્યાન ઘડિયાળ તરફ કેમ જા જા કરે છે ક્યાંય જવાનું છે કે શું ?અને તમે કંઇક ચિંતામાં લાગો છો શું વાત છે?"
                  "કંઇ નહિ પપ્પા .એવું કંઇ નથી .અા તો તમે અાજે ઘરે છો ને ક્યાંક અાજ નો દિવસ જલ્દીથી નીકળી ના જાય એટલે જ વારે વારે ઘડિયાળ તરફ જોઉં છું"મે ગપ્પુ માર્યુ.
                    ત્યાં જ બાજુ માં ફોન રણક્યો .પપ્પાએ ફોન ઉપાડી ને વાત સાંભળીને કહ્યું ,"સારુ એમને અંદર મોકલો."વાત સાંભળીને જ ખબર પડી ગઇ કે પ્રત્યુષ અને એના માતાપિતા જ હશે.મારું હ્રદય જોરથી ધબકવા લાગ્યુ.અાવનારા મહેમાન પ્રત્યુષ ના મમ્મી સુજાતા અાન્ટી ,પરેશ અંકલ અને પ્રત્યુષ જ હતા.એમને જોઇ ને મે અાંખ બંધ કરીને ઇશ્વર ને ફરીથી પ્રાર્થના કરી લીધી કે બધું સમુ સુતરુ પાર પડી જાય.
            મારા પપ્પાએ પ્રેમ થી ઉભા થઇ ને એમનું સ્વાગત કર્યું અને મને ચા નાસ્તો લઇ અાવવા કહ્યું .એટલે હું અને રિયા કિચન માં ગયા.હું  ઝડપથી ચા અને બિસ્કિટ અને પૌઅા બનાવીને લઇ ગઇ .પણ જેવી હું ત્યાં ગઇ મે  જોયુ કે મારા પપ્પા કંઇક ખચકાટ અને ચિંતા માં પડી ગયા.અને પછી એમણે કહ્યું ," હું બહુ જ નસીબદાર હોત જો અદિતિ તમારા ઘરની વહુ બનત .પણ માફ કરજો એવું બની નહિ શકે.હું પ્રસ્તાવ મંજુર નહિ રાખી શકુ."એ સાંભળતા જ મારા પગ તળે થી જમીન ખસી ગઇ જાણે.
              "પણ કેમ ?શું તમને અમારા ખાનદાન કે અમારા કે પ્રત્યુષ માં કંઈ ખરાબી લાગે છે ?અમે કંઈ ઉતરતા ખાનદાન ના નથી .કન્સ્ટ્રક્શન બિઝનેસ માં મોટુ નામ છે અમારુ .તમે અમને સારી રીતે ઓળખો છો .અને પ્રત્યુષ ને પણ .તો પછી તમને અા પ્રસ્તાવ માં શું વાંધો લાગે છે?તમને કહી દઉં કે અા બંન્ને ના સંબંધ કરવા થી અાપણા પારિવારીક અને વ્યાવસાયિક સંબંધ પણ મજબુત થશે .એમાં અાપણ ને બંન્ને ને ફાયદો થશે.તમે પ્લીઝ અા પ્રસ્તાવ ને ના ઠુકરાવશો."
            "તમે જે કંઇ કહો છો હું બધું બરાબર સમજું છુ.તમારા ખાનદાન કે પ્રત્યુષ માં કોઇ ખરાબી નથી .તમે જેમ કહ્યું એ બંન્ને એકબીજા ને પ્રેમ કરે છે એ ય સાચું હશે.પણ હું બે હાથ  જોડીને માફી માગુ છું હું અા સંબંધ મંજુર નહિ રાખી શકુ.અાઇ એમ સો સોરી .તમારી બીજી કોઇ સેવા કરી શકુ તો કહો એ કરવા તૈયાર છું પણ અા  સંબંધ તો નહિ થાય."
             "ના બીજુ કંઈ જ નથી જોતુ .હવે જ્યારે તમને અા વાત મંજુર નથી તો અમે રહીને શું કરશુ.અમે રજા લઇએ.હજુ પણ કહુ છુ એકવાર વિચારજો અા વાત વિશે.તમે જ્યારે પણ કહેશો અમે તૈયાર જ હોઇશુ.તો રજા લઇએ."એમ કહીને એ ત્રણેય જણા વિદાય થયા.
             એમના જતા જ હું અાંખમાં અાંસુ સાથે પપ્પા સામે જોયુ. અને એ કંઈ કહેવા જતા હતા પણ હું રડતી રડતી મારા રુમ માં જતી  રહીને રુમ નો દરવાજો બંધ કરી દીધો.પપ્પા અને રિયા બંન્ને યે મારા રુમ નો દરવાજો ખોલવા વિનંતી કરવા લાગ્યા પણ હું રડ્યે જ જતી હતી.એમને બીક હતી કે કંઈ અનર્થ ના કરી દઉં.
             રિયા એ સ્વર્ગવાસી  મમ્મી ની કસમ દીધી ત્યારે મે દરવાજો ખોલ્યો .હું બેડ પર થી નીચે ઉતરી અને કપડા સરખા કરીને એકબાજુ ઉભી રહી.રુમ માં અાવતા જ પપ્પા મારા પર વરસી પડ્યા, "તો અા માટે મને બહાર જવા ની ના પાડી  ઘરે રોકી રાખ્યો એમને.મે તમને ના નહોતી પાડી કે છોકરાઓ થી દુર રહેવું અને પ્રેમ વ્રેમ ના ચક્કર માં પડવું નહિ ?તો પછી અા બધું શું હતુ?છેક સુધી અંધારા માં રાખ્યો મને તમે? મારી સાથે જ વિશ્વાસઘાત કર્યો ?"
                 "પણ કેમ તમને અા ઼સંબંધ મંજુર નથી ?શું ખરાબી છે પ્રત્યુષમાં ?તમારો  ઇગો ને સંતોષવા તમે જબરદસ્તી મારા લગ્ન બીજે નક્કી કરશો પણ મને મારો પ્રેમ અાપીને મને ખુશી નહિ અાપો .કેમ તમને હું છોકરાઓ સાથે વાત કરું એ મંજુર નથી જ્યારે રિયા બાબતે તમને એવો વાંધો નથી ?કેમ ?
             "મને હતું જ કે જીવન માં એકવાર તો અા સમય  અાવશે જ જ્યારે મારે તમારા સવાલ નો જવાબ અાપવો પડશે.અને જ્યારે વાત અહિં સુધી પહોંચી છે તો હું તમને બધું સત્ય જણાવું છું."
                  "તમને એમ લાગે છે ને કે હું અા સંબંધ ના મંજુર કરીને પછી તમારા લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દઇશ.પણ ના એવું નહિ બને .સાચી વાત તો એ  છે કે તમારા લગ્ન પ્રત્યુષ સાથે તો શું ક્યારેય કોઇ ની સાથે" પણ નહિ થઇ શકે?અા સાંભળીને મારા માથે જાણે અાભ ટુટી પડ્યુ.જાણે કે કોઈ એ જબરદસ્ત ઝટકો ના અાપ્યો હોય.મને વિશ્વાસ ના થયો કે જે મે સાંભળ્યુ એ સાચુ જ છે કે નહિ.
                     "શું કહો છો તમે ?મારા લગ્ન ક્યારેય કોઈ ની સાથે નહિ થાય?પણ કેમ?"મે રડતા રડતા પુછ્યું .
                 "કારણ કે તમે હું તમારો અસલી પિતા નથી." .
                  આ બધું શું કહી રહ્યાં છે પપ્પા .મને મારા જ કાન પર વિશ્વાસ નથી  અાવતો. મે નજીક જઇ ને કહ્યું ,"તમે મારા પિતા નથી તો પછી કોણ છે મારા પિતાજી.હું કોની પુત્રી છું?શું અનાથાશ્રમ માં થી દત્તક લીધેલી તમે ?શું હું અનાથ છું?કોણ છું હું ?"
                "ના તમે અનાથ નથી .પણ તમારું અસલી વ્યક્તિત્વ એટલું ઉંચુ છે કે મારે પણ તમને માન દઇને જ બોલાવાય.તમે કોઇ સાધારણ ઘર ના નહિ ચંદનગઢ ની રિયાસત ના રાજા સમરપ્રતાપસિંહ  ના એકમાત્ર વારસદાર અને ત્યાં ની રાજકુમારી છો."

                     
           
                  

***

Rate & Review

Verified icon

Jayshree Patel 4 weeks ago

Verified icon

Maheshwari Lalji 2 months ago

Verified icon

Falguni Raval 2 months ago

Verified icon

Avani Patel 3 months ago

Verified icon

Appy Shingala 3 months ago