Vivah Ek Abhishap - 8 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૮

આગળ આપણે જોયુ કે ધનરાજ દિવાન ની વાત સાંભળીને વિક્રમ વિચાર માં પડી જાય છે પણ એ બંને ને ખાતરી આપી ને વિદાય લે છે કે આ શ્રાપ નો કોઇ ઉપાય કરીને જ આવશે .જ્યારે અમુક દિવસો પછી પાછો આવે છે ત્યારે ધનરાજ દિવાન ને જણાવે છે કે એ શ્રાપ ને ખતમ કરવા માટે એના મુળ સુધી જવુ જ પડશે અને એ શ્રાપ પાછળ નુ રહસ્ય જાણવા માટે એ ને અને અદિતિ ને ચંદનગઢ જવુ પડશે.શરુઆત માં તો ધનરાજ દિવાન અદિતિ ને ચંદનગઢ મોકલવા ની રજા નથી આપતા પણ પછી વિક્રમ અને અદિતિ ના સમજાવવા થી એ અદિતિ ને ચંદનગઢ જવા દેવા માટે એ શરતે તૈયાર થાય છે કે ત્યાં એ અદિતિ ની ગમે તે રીતે રક્ષા કરશે.
સોમવાર ના સવારે હું ,અદિતિ ,પુજા અને મોન્ટી બધા ચંદનગઢ જવા નીકળ્યા.પુજા અને મોન્ટી બંને એ જ્યારે આ વાત સાંભળી ત્યારે એ પુજા ને શ્રાપ ની બધી વાતો બિલકુલ બકવાસ લાગી પણ હું અદિતિ સાથે જતો હતો એટલે એ મારી સાથે આવવા તૈયાર થઈ ગઇ .મો્ન્ટી પણ આ બધા માં વિશ્વાસ નહોતો કરતો પણ એે હરવા ફરવા નો શોખીન હતો અને કોલેજ પત્યા પછી એને કંટાળો આવતો હતો એટલે એ પણ સાથે થયો એટલે એમ કુલ ચાર જણ ચંદનગઢ જવા રવાના થયા.
ચંદનગઢ બિહાર ના દક્ષિણ પુર્વીય વિસ્તારમાં સ્થિત બાંકા જિલ્લા થી ૪૮ કિમિ દુર આવેલુ હતુ. સવાર ના સાત વાગ્યે અમે ચારે ય વડોદરા થી પટના ની ફ્લાઇટ માં બેઠા . અદિતિ હમણા થી મોટા ભાગે ઉદાસ જ દેખાતી અત્યારે ફ્લાઇટ માં પણ એ વિચારો માં જ ખોવાયેલી હતી .એટલે હું એની પાસે ગયો અને કહ્યું ,"રિલેક્સ અદિતિ , જે થવાનું છે એ બધુ બરાબર જ થશે.. આપણ ને જરૂર થી કોઈ ક ને કોઈક રસ્તો મળી રહેશે.એવું પણ હોય ને કે વાસ્તવ માં કોઇ શ્રાપ હોય જ નહિ.રાજા સમરપ્રતાપ જી ને એમની બહેન અને બનેવી ના મ્રૃત્યુ નો આઘાત લાગ્યો હોય અને એમને એવો વહેમ થઇ ગયો હોય.!"
"ઇશ્વર કરે ને તારી વાત સાચી નીકળે."
"સારુ તુ આરામ કર .હું મારી સીટ પર જઉં છું..આમે ય સવાર ના વહેલા ફ્લાઇટ પકડવા માટે બધાને વહેલા ઉઠવું પડ્યુ છે.એટલે આપણે થોડો આરામ કરશું તો સારુ રહેશે."એમ કહીને હું મારી સીટ પર જઇ બેઠો.પુજા મારી બાજુ માં હતી . એણે કહ્યું ,"સારુ થયું તે સમજાવી એને.સવાર ની બહુ જ ઉદાસ લાગતી હતી ..કેવી વિચિત્ર વાત કહેવાય નહિ એક નહિ જેવી ધડ માથા વગર ની વાતે બે પ્રેમી ઓ ને વિખુટા પાડી દીધા.અને પેલો પ્રત્યુષ સાવ ઇડિયટ.! આ વાત પર વિશ્વાસ કરી ને આટલી સારી ગર્લફ્રેન્ડ ને છોડી દીધી .મને તો આ શ્રાપ ને બધુ હમ્બગ જ લાગે છે.ત્યાં જઇશુ ત્યારે ખબર પડશે કે ખોદ્યો પહાડ ને નીકળ્યો ઉંદર."
"ના જરુર થી કોઇ ક કારણ તો હશે જ ને .કોઇ માતાપિતા કારણ વગર પોતા ના સંતાન ને પોતા ના થી દુર તો ના જ કરે ને.જે હશે એ ત્યાં જઇશું ત્યારે જ ખબર પડશે."એમ કહીને વાત પતાવી અમે થોડી બીજી વાતો કરીને પછી સુઇ ગયા.
*********************
"સવાર ના સાડા અગિયારે પટના એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ .અમે એરપોર્ટ બહાર નીકળીને એક કાર ભાડા પર લીધી જેથી કરીને ત્યાંથી ચંદનગઢ પહોંચી શકીએ.અને અમે પટના થી બાંકા બાય રોડ જવા નીકળ્યા .ચંદનગઢ ત્યાંથી ૪૮ કિમિ દુર હતુ.
પાંચ કલાક માં તો અમે બાંકા પહોંચી ગયા.હવે ત્યાંથી અમારે ચંદનગઢ તરફ જવાનુ હતુ .કાર હું ચલાવતો અને ક્યારેક પુજા કાર ડ્રાઇવ કરી લેતી .સાંજ પડી ગઇ હતી .અંધારુ થવા લાગ્યુ હતુ.મોન્ટી અમને બધા ને જોક્સ સંભળાવીને હસાવતો હતો .ચંદનગઢ કદાચ બે કે ત્રણ કિમિ દુર હશે એવામા અમે જોયુ કે રસ્તા પર એક યુવક ઉભો હતો જે કદાચ લિફ્ટ આપવા માટે હાથ બતાવતો
એને જોઇને મે ગાડી ઉભી રાખી .એણે કહ્યું," હાય ,મારે ચંદનગઢ જવું છે .મારી ગાડી ખરાબ થઈ ગઇ છે અને મને કોઇ મિકેનિક પણ નથી મળી રહ્યો .અહિંથી બસ થોડા જ કિલોમિટર ના અંતરે છે.મને ત્યાં સુધી લિફ્ટ આપી દેશો.પ્લીઝ."
"વ્હાય નોટ?આમેય અમે પણ ચંદનગઢ જ જઇએ છીએ .તો અમને કોઇ તકલીફ નહિ પડે."મે કહ્યું .
"થેન્કયુ સો મચ.મારુ નામ મિહિર શર્મા છે .."
"હાય મારુ નામ પુજા ,આ મોન્ટી ,અદિતિ અને આ વિક્રમ"એમ કહીને પુજાએ એને બધા નો પરિચય આપી દીધો."
."હું દિલ્હી યુનિવર્સિટી નો વિદ્યાર્થી છુ.પણ હું સુપરસ્ટેશન ,મેજિક અને પેરાનોર્મલ એક્ટિવિટિ પર પણ રિસર્ચ કરુ છુ. અનેમારી ઇન્ફોર્મેશન ના હિસાબે ચંદનગઢ એ હિસાબે અનુકુળ જગ્યા છે.એટલે ત્યાં જઇ રહ્યો હતો પણ રસ્તા માં કારે દગો દઇ દીધો."
" ઓહ ,સરસ મતલબ કે અદિતિ ની પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે તમે બિલકુલ બરાબર રહેશો."પુજા એ ખુશ થતા કહ્યું .
"કેવી પ્રોબ્લેમ?"મિહિરે એની આંખો પરથી ગોગલ્સ ચડાવતા પુછ્યું .
પુજા કંઇ આગળ બોલે એ પહેલા જ અદિતિ એ પોતાની મોટી કાળી આંખો પુજા ને બતાવી એટલે એ ચુપ થઇ ગઇ.
"કંઇ નહિ.એ તો તમને મળીને અમને બધાને ખુશી થઈ ."કહીને અદિતિ એ વાત ઉડાવી દીધી.
આમ વાત કરતા કરતા ગામ ના પાદર માં પહોંચતા જોયુ કે ગામ ના મોટા ભાગ ના બધા ઘરો બંધ થઈ ગયા હતા.ગામ માં તો પહોંચી ગયા પણ આગળ જવા નો રસ્તો પુછવા કોઈ ચકલુ ય હાજર નહોતુ તો પુછવુ કોને?
મે કહ્યું ,"અદિતિ ,અંકલે તો કહ્યું હતુ કે એ રાણી સાહેબા ને આપણા આવવા ની જાણ કરશે જેથી કરીને એમનો માણસ આપણ ને લેવા આવશે પણ અહિં તો કોઇ કહેતા કોઇ જ નથી .અને હજુ તો એટલી ય રાત નથી પડી કે બધા ઘર ના દરવાજા બંધ થઈ જાય. પણ અહિ તો બધા જ ઘર ના દરવાજા બંધ છે.કોઇ એકલદોકલ માણસ ય દેખાતુ નથી હવે હવેલી નો રસ્તો કોને પુછીશુ?"
"ખબર નહિ કેમ? પણ પપ્પા એ વાત તો કરી જ હશે પણ કોઇ લેવા કેમ નથી આવ્યુ એ જ સમજાતુ નથી .
ત્યાં દુર થી ગાડી ની હેડલાઇટ નો ઝીણો પ્રકાશ દેખાયો.પછી એ પ્રકાશ નજીક આવ્યો અને એક જીપ આવી એમાંથી એક પાઘડી વાળો માણસ બહાર આવ્યો એને કહ્યું ,"હમકો તુમ લોગન કા લેને કે બદે ભેજા હૈ."
વિક્રમ અને એના મિત્રો બધા એકબીજા ના મોઢા તાકવા લાગ્યા પછી અદિતિ એ કહ્યું ,"કદાચ રાણી મા એ આપણ ને લેવા માટે મોકલ્યો છે."એટલે બધા જીપ માં ગોઠવાઇ ગયા.રસ્તા માં બધા એ નોટિસ કર્યુ કે બધા ઘર ના દરવાજા બંધ થઈ ગયા હતા.મારા થી પુછાઇ ગયુ ,"અહિયાં લોકો બહુ જ જલ્દીથી સુઇ જાય છે નહિ ?એવું નથી કે મે કોઇ ગામ પહેલીવાર જોયુ છે પણ આવુ ક્યારેય નથી જોયુ હજુ તો સવા આઠ હજુ હવે થાય છે ત્યાં જ બધા કામથી પરવારી ને સુઇ ગયા."
"ઇહ ગાંવ માં સાલો સે એસા હી ચલત બા.તુમ લોગન કા ભી દિન મે હી આ જાના ચાહત બા.રાત મે બાહર નીકલના ઠીક ના ."
" એક તો આટલી લાંબી મુસાફરી થી ઓલરેડી મગજ ખરાબ થઈ ગયુ છે અને આ ખબર નહિ કઇ ભાષા બોલે છે મગજ નુ દહી થઈ ગયુ."મોન્ટીએ ધીમે થી કંટાળાજનક સુરમાં કહ્યું .
આખરે એક બે માળ ના મકાન આગળ પેલાએ જીપ ઉભી રાખી અને દરવાજો ખોલાવ્યો.
એક માણસે દરવાજો ખોલ્યો.બધા અંદર દાખલ થવા જતા હતા ત્યાં પેલા માણસે હાથ લાંબો કરીને થોડી વાર રોકાઇ જવા કહ્યું એટલે બધા દરવાજા માં જ રોકાઇ ગયા.થોડી વાર માં વ્હાઇટ અને લાઇટ ગ્રીન રંગની રેશમી સાડી માં એક જાજરમાન મહિલા,એક ગામઠી વસ્ત્રો પહેરેલી એક યુવતી સાથે પ્રગટ થયા.એમણે અદિતિ ની આરતી ઉતારી .એને અને બધા ને તિલક કર્યુ .અને પછી બધાને અંદરઆવવા કહ્યું .એટલે વિક્રમ ,અદિતિ ,પુજા ,મોન્ટી અને મિહિર બધા જ ઘરમાં દાખલ થયા.એ મહિલા એ કહ્યું ,"હું દુર્ગા દેવી તમારુ આ ગામ માં સ્વાગત છે.મારુ તો મન ઘણુ ય હતુ કે ધામધુમથી મારી દિકરી નુ સ્વાગત કરુ પણ એ શક્ય નથી એટલે આ રીતે કામ ચલાવવુ પડે છે.અદિતિ પોતાના સ્વભાવવશ એ મહિલા ને પગે લાગી અને એ મહિલા એ પણ આશિષ આપ્યા.અને કહ્યું ,"તું માત્ર બે વર્ષ ની હતી જ્યારે છેલ્લે મે તને જોઇ હતી .અત્યારે તો કેટલી મોટી થઈ ગઇ છે.સુંદરતા અને સંસ્કાર બંને ના સમન્વય પણ સારો થયો છે.જેમ મે કહ્યું હતુ એમ જ એમણે એ રીતે જ મોટી કરી છે.
"મારે તમને કંઇક પુછવુ છે."અદિતિ એ કહ્યું .
"તારા મન માં કેવા સવાલો નુ તોફાન ચાલતુ હશે મને એની જાણ છે પણ પહેલા તમે બધા ફ્રેશ થઈ જાઓ પછી જમી લો .અને આરામ કરો.મુસાફરી નો થાક ઘણો હશે એટલે અત્યારે ઉભા ઉભા વાતો કરવાનો સમય નથી .એટલે સવારે જ આ બાબતે વાત કરીશું.જો કે અહિં રુમ એટલા નથી એટલે છોકરાઓ તમારે એક રુમ માં અને છોકરીઓ એ બીજા રુમ માં રહેવાનુ છે. કમલા આ લોકોને એમનો રુમ બતાવી દે."એમ કહેતા પેલી યુવતી અમારી સાથે આવી ને અમને છોકરાઓ ને ડાબી બાજુ નો રુમ બતાવ્યો.અને છોકરીઓ ને અલગ રુમ માં રહેવા જણાવ્યુ .અને જતા જતા કંઇ પણ કામ હોય તો બોલાવી લેવા જણાવ્યુ.
પુજા બોલી ઉઠી ,"શું યાર,હવેલી નું નામ સાંભળી ને તો એમ જ હતુ કે કોઇ મોટી હવેલી હશે અને બધા ને અલગ અલગ રુમ મળશે પણ આ તો બે માળ નું મકાન છે .રહેવાનુ ય એક જ રુમ માં રાખ્યુ છે.ખબર નહિ આગળ જતા વળી કેવા દિવસો આવશે ?"મે પુજા સામે ગુસ્સે થી જોયુ એટલે એ ચુપ થઈ ગઇ હું હવે એને વઢવા ના મુડ માં નહતો.અમે ત્રણેય પોતા ના રુમ માં ગયા અને પુજા અને અદિતિ બંને પોતાના રુમ માં ગયા.નાહી ને થોડો થાક ઉતર્યો હોય એવું લાગ્યુ.પછી અમે નીચે જમવા હોલ માં ગયા ત્યાં પાંચ છ જણા માંડ સાથે જમી શકે એટલુ ડાઇનિંગ ટેબલ હતુ.પુરી ,ચપાતી, આલુ ની ભાજી , દુધી ચણા નુ શાક ,મગ નુ શાક અને દાળ ભાત હતા.જમવાનુ સાદુ પણ સ્વાદિષ્ટ હતુ.અમારુ જમવાનુ કોઈ જાત ની ખાસ વાતચીત વગર પુરુ થઈ ગયુ.અને પેટ ભરાતા જ તેમજ થાક ના લીધે ઉંઘ આવતી હોવાથી અમે દુર્ગા દેવી ને કહીને અમારા રુમ માં સુવા જતા રહ્યા .
રુમ માં જઇ મોન્ટી એ બેગ માંથી small cask brandy બહાર કાઢી મને ઓફર કરી પણ મને ઉંઘ આવતી હોવાથી મે ના પાડી.એ બ્રાન્ડી ના બે પેગ મારી ને સુઇ ગયો મને ય ક્યારે ઉંઘ આવી ગઇ ખબર જ ના પડી.
****************************
રાત ના સાડા બાર વાગ્યે મારી ઉંઘ ઉડી .મને તરસ લાગી હતી એટલે પાણી પીવા ઉઠ્યો.આજુબાજુ નજર ફેરવી પણ પાણી દેખાયુ નહિ પેલી કમલા કદાચ પાણી મુકવાનુ ભુલીગઇ હતી .મને થયુ મારે નીચે કિચનમાં જઇ પાણી પીવુ પડશે.હજુ મે પગ જ ઉપાડ્યા હતા ત્યાં જ જોરદાર પવન ફુંકાયો ને એને લીધે રુમ ની બારી ખુલી ગઇ.બારી ખુલવા ના અવાજે મને એકદમ ચોંકાવી દીધો.હું બારી બંધ કરવા આગળ વધ્યો.શિયાળા ની ઠંડી હેમ જેવી રાત,જ્યાં નજર રાખો ત્યાં અંધારુ .કદાચ ગામ માં લાઇટ જતી રહી હશે.તેરસ ના ચંદ્ર ગામ ના ઘોર અંધકાર ને દુર કરવા પ્રયત્ન કરી રહ્યો હતો .અને એ જ ચંદ્ર ના અજવાળા માં દુર સામે એક આલીશાન પણ ખંડર જેવી એક હવેલી નજરે પડી.જાણે કેટલાય રહસ્ય સંઘરીને બેઠી હોય એમ જાણે મારી સામે જોઇ ને મને જ બોલાવતી હોય.મારુ હ્રદય જોર થી ધબકવા લાગ્યુ અને ગળુ વધારે સુકાવા લાગ્યું .ડિસેમ્બર ની ઠંડી માં ય કપાળે પરસેવો વળી ગયો.ફટાફટ બારી બંધ કરવા જ જતો હતો ત્યાં જ કોઈક યુવતી ના ગાવા નો અવાજ જાણે ગુંજવા લાગ્યો.એના અવાજ માં આખી દુનિયાનુ દર્દ હતુ જાણે સદીઓ થી પોતાના પ્રેમી ના વિરહ માં તડપતી હોય જાણે પોતાના પ્રેમી ને આવવા માટે આજીજી કરી રહી હોય.હું એ ગીત સાંભળીને વિચાર જ કરતો હતો કે કોણ છે જે આટલી રાતે આટલી ઠંડી માં ગોદડુ ઓઢી સુઇ રહેવા ના બદલે ગીત ગાય છે .એ અવાજ કદાચ હવેલી માંથી જ આવતો હતો.પણ હજુ હું આગળ કંઇ વિચારુ એ પહેલા જ ગીત બંદ થઈ ગયુ.ગીત ની એક કડી પછી પાછો એ જ સન્નાટો છવાઇ ગયો.મે બારી બંધ કરી નીચે જઇ પાણી પીધુ અને પાછો જઇ સુઇ ગયો.પણ હવે મારી ઉંઘ ઉડી ગઇ હતી એ ગીત ના શબ્દો જ મારા મનમસ્તિષ્ક માં વાગી રહ્યા હતા. દર્દીલા ગીત ના શબ્દો હતા.
"અજનબી હવાયેં ,બેકરાર બાહેં
દે રહી સદાયેં આજા આજા.........
મંઝિલો કી રાહેં,ચાહતોં કી બાહેં
ફિર તુઝે બુલાયે આજા આજા..........
તુ આજા આજા રગો મે સમા જા
પુકારે તન્હા દિલ તુ આજા .........
અજનબી હવાયેં બેકરાર બાહેં
દે રહી સદાયેં આજા આજા..........
બસ આટલા જ શબ્દો પણ આટલા જ શબ્દો એ મને આખી રાત ઉંઘવા ના દીધો.સવાર ના માંડ ઉંઘ આવી હતી ત્યાં જ એક ચીસ સંભળાઇ .અને હું સફાળો બેઠો થઈ ગયો .કદાચ અદિતિ ના રુમ માંથી આવી હતી.અને હું પોતાની જાત ને સંભાળતો એ તરફ દોડી ગયો.
**********************************************
ચંદનગઢ પહોંચ્યા ની શરુઆત માં જ આવા અનુભવ થવા લાગ્યા ત્યાં આગળ હજુ શું થશે ?દર્દભર્યુ ગીત ગાનાર એ યુવતી કોણ છે ? અદિતિ સાથે એનો શું સંબંધ છે?ચંદનગઢ માં હજુ બીજા કયા રહસ્યો ખુલશે જાણવા આગળ વાંચતા રહો વિવાહ એક અભિશાપ.

"