નસીબ ના ખેલ... 12

       10માં ધોરણ સુધી ધરા ની કોઈ ખાસ બહેનપણી ન હતી.. અહીં 11 માં ધોરણ માં એની 2 ફ્રેન્ડ બની... બન્ને  સથે ધરા ને ખૂબ ભળતું હતું, એક હતી નિપા અને બીજી હતી અલકા... બન્ને ધરા ના ઘરે આવતી હતી સાથે સ્કૂલ નું હોમવર્ક કરતા હતા, સાથે નાસ્તો કરતા અને ક્યારેક ક્યારેક એ લોકો ધરા ના ઘરે જમતા પણ હતા... પણ ધરા એમના ઘરે ક્યારેય નોહતી ગઈ... તેણે જોયું જ ન હતું  તેમનું ઘર... કારણ... ધીરુભાઈ ની ના હતી... ધરા ને કોઈ ના પણ ઘરે જવાની... ધરા ફ્રેન્ડ રાખી શકતી પણ તેની દરેક ફ્રેન્ડ ઘરે આવી શકે... ધરા એમના ઘરે ન જઈ શકે એ ધીરજલાલ નો નિયમ હતો..
         આ નિયમ ની  ધરા ની ફ્રેન્ડ ને ખબર હતી... એમને કાઈ વાંધો ન હતો.. કારણ કે જો પોતાના ઘરે લઈ જાય ધરા ને તો એને નાસ્તો ય કરાવવો પડે, ક્યારેક જમાડવી ય પડે... જ્યારે  ધરાના ઘરે એમને અલગ અલગ નાસ્તો મળતો હતો... ધીરુભાઈ ધરા ની ફ્રેન્ડ આવે ત્યારે અલગ અલગ નાસ્તો લઇ આવતા હતા... એમાં એ જરાય કચાશ ન રાખતા.... વળી ધરા  ભલે એક પણ કલાસીસ માં નોહતી જતી પણ એની પાસે 12 ની બોર્ડ ની પરીક્ષા માટે ની  જરૂરી દરેક બુક્સ હતી.. અપેક્ષિત, નવનીત, મોર્ડન મેગેઝીન, વગેરે વગેરે ઘણું બધું...તેથી એ બન્ને ને તો મોજ જ હતી ધરા ના ઘરે...
         પણ આ ફ્રેન્ડશિપ જાજું ન ટકી... અલકા ને એની જ જ્ઞાતિ ના એક યુવાન સાથે પ્રેમ થયો... બન્ને એ લવમેરેજ કરવાનું નક્કી કર્યું... અને ધરા ની ભૂલ એ થઈ કે આ વાત એનાથી ઘર માં કહેવાય ગઈ.... ધરા ના પપ્પા એ ચોખ્ખી ના  પાડી દીધી અલકા સાથે બોલવાની... અને અલકા સાથે હવે ધરા ફકત સ્કૂલ માં જ બોલવા લાગી... નિપા સાથે પણ ધરા કોઇ ના કોઈ  બહાને ઓછું બોલવા લાગી...  અલકા એ તો 12 ની exam પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા...
         12માં ની પરીક્ષા શરૂ થઇ... પરીક્ષા વખતે ધીરુભાઈ રોજ ધરા ને તેડવા મુકવા જતા હતા જ્યાં ધરા નો નંબર આવ્યો હતો...
        સુખરૂપ પરીક્ષા પણ પતી ગઈ... હવે ધરા સાવ ફ્રી હતી .. આખો દિવસ ઘરે હતી... હવે હંસાબેન એને ઘરકામ શીખવી રહ્યા હતા.. રસોઇમાં એને પારંગત કરવા માંગતા હતા.. અને  વેકેશન નો સમય હતો તો ધરા પણ આ બધું ધ્યાનથી શીખી રહી હતી... જો કે એને હજી આગળ ભણવું હતું.. પણ જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી એણે રસોઈમાં ધ્યાન આપવું એમ નક્કી કર્યું..

            ધરા રસોઈ શીખવા લાગી... માંડ રોજિંદી રસોઈ શીખી ત્યાં તેનું   12માં નું પરિણામ પણ આવી ગયું... 60% આવ્યા ધરા ના એ પણ કોઈ પણ કલાસીસ વગર.. ધરા અને ધીરજલાલ ખૂબ ખુશ થયા..હા હંસાબેન પણ ખુશ થયા હતા... હંસાબેન ને એમ.કે હવે તો ધરા ઘરે જ રહેશે.. ઘરકામ માં સાથ આપશે... પણ ધરા ને તો આગળ ભણવું હતું, કૉલેજ કરવી હતી.. બીકોમ ની ડીગ્રી મેળવવી હતી...

               પણ ધીરાજલાલે ના પાડી.. કે તે ધરા ને કોલેજ નહિ કરવા દયે... પણ  ધરા ને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી તેણે પપ્પા ને મનાવવાની ખૂબ કોશિશ કરી... અંતે ધીરજલાલ એ એને TTNC  નો એ વખત માં સારો ગણાતો ડિપ્લોમા કોર્સ કરવાની રજા આપી... આ 3 વર્ષ નો કોર્સ હોય છે  જેમાં પહેલું વર્ષ સિલાઈ શીખવાનું બીજું વર્ષ એમ્બ્રોઇડરી શીખવાનું હોય છે અને ત્રીજા વર્ષે આ બંને નું ભેગું  તેમજ અન્ય ટેક્નિકલ નોલેજ તેમજ ટીચિંગ નોલેજ આપવામાં આવતું...

             ધરા ને આમ તો આ નોહતું ગમ્યું પણ સાવ ઘરે બેસી રહેવું એના કરતા કાંઈક શીખવું શુ ખોટું એમ મન વાળીને આ કોર્સ માં એડમીશન લઇ લીધું.... હજી તો  એડમિશન લીધા ને એક દોઢ મહિનો જ થયો હતો... ત્યાં ધરા ના નસીબે પાછો એક વળાંક લીધો... માંડ ધરાએ હાશકારા નો શ્વાસ લીધો હતો કે બધું સરખું થઈ ગયું છે એની લાઈફ માં ત્યાં જ એનું નસીબ એક નવો ઘા મારવા તૈયાર જ ઉભું હતું....

***