રેઈકી ચિકિત્સા - 3 (રેઈકી નું વર્ણન)

3.      રેઈકી નું વર્ણન

 

રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા માટેનો જાપાનીઝ શબ્દ છે. તે બે શબ્દ ‘રેઈ’  માં વહેંચાયેલો છે. જાપાનીઝ મૂળાક્ષરો કાંજી પ્રમાણે રેઈ એટલે સર્વ વ્યાપી, અપાર્થિવ પ્રાણ ઊર્જા કે ગૂઢ ઊર્જા કે અર્ક થાય છે અને કી એટલે આવશ્યક જીવન ઊર્જા.

આપણી પાસે રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા છે કારણ કે આપણને જન્મજાત પ્રાપ્ત થયેલી છે. બીજી સારવારની પદ્ધતિઓ થી રેઈકી જે કારણોથી અલગ પડે છે તે એટ્યુનમેન્ટ છે. જે રેઈકી ના વિધાર્થીઓ રેઈકીના અલગ અલગ એટ્યુનમેન્ટ લેવલ ઉપર એટ્યુનમેન્ટ દ્વારા પામે છે. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની ઉપર હાથ મૂકીને ચુંબકીય ઊર્જા મોકલીને રોગ જલ્દીથી મટાડવામાં મદદરૂપ બની શકે. રેઈકી ના લીધે ચક્રો નો વિકાસ થાય છે અને ચક્રો વધારે ખૂલવા લાગે છે.

રેઈકી મોકલતી નથી પણ એ અલૌકિક ચેનલ માંથી પસાર કરતી હોય છે. દા.ત. ચિકિત્સક તમારી ઉપર ટ્રીટમેન્ટ કરવા હાથ મૂકે તો તમારા શરીરના જે ભાગને જેટલી ઊર્જા જરૂરી હશે તેટલી ખેંચશે. આમ કરવાથી ચિકિત્સક ની ઊર્જા ક્યારેય ખાલી થવાની નથી. ચિકિત્સક જયારે ઊર્જા આપે છે ત્યારે તેની સાથે જ તે ઊર્જા મેળવે પણ છે. ઊર્જા ચિકિત્સકના સહસ્ત્રાર ચક્રમાંથી દાખલ થઈને અનુક્રમે આજ્ઞાચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર માં થઈને  મણિપુર ચક્રમાં દાખલ થાય છે. બાકીની ઊર્જા ચિકિત્સકના હાથ દ્વારા તમારા શરીરને મળે છે. આમ, ચિકિત્સક ક્યારેય ખાલી થતો જ નથી.  અમુક અંશે ઊર્જા ચિકિત્સકની અંદર સચવાઈ રહે છે. ચિકિત્સકની પોઝિટિવ ઊર્જા તમને મળે છે તેની નેગેટિવ ઊર્જા ક્યારેય તમને મળશે નહીં. કારણકે ઊર્જા એટ્યુનમેન્ટ ને કારણે ખૂલી ગયેલી શુદ્ધ ચેનલ મારફતે પસાર થતી હોય છે. રેઈકી ના ફાયદાઓ માંનો એક ફાયદો એટલે વ્યક્તિ એક વાર  એટ્યુન થયેલી હોય પછી તે રેઈકી લેવાની કે આપવાની ઈચ્છા કરે નો રેઈકીનો પ્રવાહ તરત ચાલુ થઇ જાય છે.

રેઈકીના અગત્યના ફાયદામાંનો એક ફાયદો સેલ્ફ હિલીંગ એટલેકે સ્વ-ચિકિત્સાનો છે. સંપૂર્ણ વિશ્રાંતિ અને માનસિક દબાણમાંથી મુક્તિ માટે સેલ્ફ હિલીંગ ખૂબજ અસરકારક પ્રક્રિયા છે. એ પોતાના શરીર ની જીવન શક્તિ અનેક ગણી વધારે છે જે શારીરિક અને અલૌકિક તત્વોનું સંતુલન સાધવામાં મદદરૂપ થાય છે. સેલ્ફ હિલીંગ દ્વારા આપણે આપણાં દબાવી રાખેલાં સંવેદનો અને મનમાં પડી ગયેલી ગાંઠોને દૂર કરી શકીએ છીએ.

રેઈકી કોઈ ધર્મ નથી કારણકે એના કોઈ પંથ કે સિદ્ધાંત નથી. એ હજારો વર્ષ થી ગુપ્ત રહેલું અતિ પ્રાચીન વિજ્ઞાન છે. જેને તિબેટી સૂત્રોમાંથી ડૉ. મિકાઓ ઉસુઈએ ફરીથી શોધી કાઢ્યું. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિદ્વાન શોધકોએ શરીરમાં દાખલ  થતાં ઊર્જાના પ્રવાહને માપતાં અત્યંત સૂક્ષ્મગ્રાહી યંત્રો વાપરીને સિદ્ધ કર્યું છે કે રેઈકી ઊર્જા માથાના ઉપરના ભાગમાંથી ચિકિત્સક ના શરીરમાં આવે છે અને હાથ દ્વારા બહાર નીકળે છે. આમતો ઊર્જા ઉત્તરમાંથી આવેછે અને દક્ષિણ માં બહાર નીકળે છે પરંતુ વિષુવવૃત્તની નીચેનાં સ્થાનોમાં ઊર્જા દક્ષિણમાંથી આવેછે અને ઉત્તરમાં બહાર નીકળે છે. એક વાર રેઈકી ગતિશીલ થાય છે પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વર્તુળાકાર સર્પિલી દિશામાં ગતિમાં વહેતી હોય તેમ અનુભવાયું છે. પ્રાણ શરીર (ઓરા} સામાન્ય માણસ દ્વારા નરી આંખે જોઈ શકાતું નથી પરંતુ હાલમાં કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા તેના ફોટા પડી શકાય છે. તંદુરસ્ત વ્યક્તિની ઓરાના ફોટા તેજસ્વી રંગો બતાવે છે. બીમારીની શરૂઆત પ્રાણ શરીરમાં થાય છે. અને પછી અંદાજે છ માસ ના સમય ગાળામાં તે સ્થૂળ શરીરમાં પ્રવેશે છે. મોટા ભાગની બીમારીઓ નકારાત્મક વિચારો તેમજ ચિંતા કરવાથી ઉભી થાય છે. આપણાં ઊર્જા કેન્દ્રો ઉપર નકારાત્મક વિચારોની અસર પડે છે. આ ઊર્જાના અવરોધોનો રંગ ભૂખરા રંગનો (Muddy Brown) જેવો હોય છે. રેઈકી ઉપચાર પદ્ધતિ મનુષ્યના શક્તિના ક્ષેત્રને સંતુલિત કરે છે.

***

Rate & Review

Verified icon

Zaver Chheda 2 months ago

Verified icon

Amit Joshi 3 months ago

Verified icon

ASHWIN K PARMAR 4 months ago

Verified icon

Daksha 4 months ago

Verified icon

Nili Jignesh 4 months ago