Pranay saptarangi - 28 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 28

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 28

સીમાને એનાં ઘરે ઉતારીને રણજીત એ રીસોર્ટજ સીધો આવી ગયો. આવીને પહેલા માંળનાં એનાં ખાસ સ્યુટમાં આવીબાલકનીની ચેરમાં આરામથી બેસી ગયો. આજે પોતાની જાતને એકદમ રીલેક્ષ ફીલ કરી રહેલો એને લાગતું હતું આજે એણે અડધી બાજી જીતી લીધી છે. અક્ષયે સાગર સંયુક્તાનાં ફોટા વીડીયો અને પોતાનાં અને સીમાનાં લીધેલાં ફોટાં વીડીયો લીધાં છે એ સામ સામે ઉપયોગ કરીને બાજી જીતી લેશે અને જાણે અડધી બાજી તો આજે જીતીજ લીધી છે.

રણજીતને ખાસ આનંદ તો એ વાતનો હતો કે એણે ઘારેલું કે સીમા એની પકડમાં આવશે નહીં અને કોઇ રીતે રીસ્પોન્સ નહીં આપે પણ સીમા એની પર્સનાલીટી અને એની સાથેનમાં વર્તાવ એનાં રૂપનાં વખાણ બધી ટેકનીકનીકમાં અકર્ષાઇને થોડીતો બંધાઇ છે અને એનાં ચક્રવ્યૂહથી અંજાઇને એમાં ફસાઇ ચૂકી છે.

રણજીત આગળનાં વ્યૂહ વિચારવાં લાગ્યો કે હવે આગળ કેવો વ્યૂહ રચું કે માછલી જાળમાં બરોબર ફસાઇ જાય ભલે તરફડીયા મારે પણ મારી જાળમાંથી મુક્ત નહીં થઇ શકે. પછી એનો શિકાર કરીશ એની લાજ શિયળ મારી મરજી મુજબ લૂટીશ અને મારી થઇને રહેવાં મજબૂર કરીશ. ભૂરાની સામે સાગરનાં ફોટા સંયુક્તા સાથેનાં વીડીયો એવી રીતે રજૂ કરી શકે. પછી પોતાની વ્યૂહ રચના અને તેની સફળતાનાં ઊપર ખડખડાટ હસી પડ્યો અને ત્યાંજ રૂમનાં ડોરને કોઇકે નોક કર્યું.

રણજીતે બેઠાં બેઠાં જ કહ્યું "કોણ છે ? અ રીસોર્ટથી ડોર અનેલોક કર્યો અને અક્ષયે ડોકું કરી કહ્યું" બોસ આવું ? રણજીત અક્ષયનો અવાજ સાંભળી બોલી ઉઠયો આવ આવ અક્ષય તારી જ રાહ જોતો હતો. અક્ષય રણજીતનો મૂડ પારખી ખુશ થઇ ગયો એ આનંદ સાથે રૂમનો દરવાજો લોક કરીને બહાર બાલ્કનીમાં રણજીત પાસે આવી ગયો.

અક્ષયે કહ્યું" શું વાત છે બોસ ? આજે કંઇક વધુ જ ખુશ જણાવ છો ને ? રણજીતે કહ્યું "આજનું કામપણ મેં સફળતા પૂર્વક પુરુ કર્યું છે મને શું હું તમને રૂબરૂમાં જ ફોટાં વીડીયો આપું અને તમને બતાવું કે કેવું શાનદાર કામ થયું છે. આજે અને સારુ કહું તો આજનાં ફોટાં અને વીડીયો લેવાની મને મજા પણ ખૂબ આવી.

રણજીતે આમ મૂળેય આનંદમાં હતો અને અક્ષયનાં કહેવા પર વધુ ખુશ થયો એણે કર્યું "આવ આવ મારી બાજુમાં બેસ પેલાં મને બધુ બતાવ કેવા ફોટાં વીડીયો આવ્યા છે અને તને આજે વધુ આનંદ આવ્યો એટલે શું કહેવા માંગે ? તારી સાળીનાં ફોટાં અને વીડીયો લીધાં એટલે ?

અક્ષયે કહ્યું "અરે બોસ તમે ય શું બધા સંબંધ જોડી દો છો ? હજી મારી ચણ સામે નથી જોતી અને તમે પણ એવું છે બોસ સાચાં દીલથી કહું તો સીમા સાથે તમારી જોડી જોરદાર જામે છે એ જોઇને હું ખૂબ ખુશ થઇ ગયો અ મને એની મજા આવી રહી હતી એકમદ મેચીંગ જોડી છે સીમા સાથે તમારાં વરણાગીયા ની જોડી. બીલકુલ જામતી નથી સાચું કહું છું. રણજીત આમેય સીમાનાં રીસ્પોન્સથી આનંદમાં હતો અને હવે અક્ષયની ચાંપલૂસીથી હવામાં ઉડવા લાગ્યો.

રણજીતે કહ્યું "સાચે જ ! યાર આટલી બધી છોકરીઓ મારી સામે લાઇનમાં ઉભી રહે છે મને ખબર નહીં એકેયમાં રસ નથી પડતો અને આ વાણીયાની છોકરી મને નજરમાં વસી ગઇ છે પાછી ચેલેન્જીંગ જોબ છે કે એ બીજાને ચાહે છે એટલે હું વધારે રોમાંચીત છું કે આને મેળવીને જંપીશ ભોગવીને જંપીશ મારાં રાજધરાનાનું લોહી ગારમ થઇ ગયું છે હવે આ જંગ જીતીને જ રહીશ પછી ભલે કંઇ પણ કરવું પડે.

અક્ષયે કહ્યું "બોસ તમારાં માટે શું ઇમ્પોસલ છે ? તમે બધું જ કરી શકો. બોસ તમને કોઇ રીજેકટ જ ના કરી શકે, તમારી પર્સનાલીટી, તમારું ખાનદાર આવડત. પૈસો રુઆર્બ શું નથી તમારી પાસે ? તમારાં ચરણોમાં આવીને પડશે મને પાકો વિશ્વાસ છે. ઉત્સાહમાં રણજીત બોલી ઉઠ્યો અક્ષય એવું જ થયું આજે હું મોલ પરથી એને લઇને નીકળ્યો તે ફોટોસ વીડીયો લીધાં પછી એને ઘરે ડ્રોપ કરી એની વચ્ચે મેં એની સાથે ઇલૂ ઇલૂ કરી લીધું. એણે મને રીસ્પોન્સ આપ્યો છે એમાંથી જ ખુશ છું અને હિંમત વધી ગઇ છે. એટલે જ ક્યારનો વિચારુ છું મેં અડધી બાજી જ જાણે મેં જીતી લીધી છે જ્યારથી એ મારી નજરમાં વસી છે અક્ષય એને એકપળ ભૂલી નથી શકતો એને ભોગવવા માટે મારા હાથ અને શરીર ચળવળે છે પછી જે થવું હોય થાય.

અક્ષયે વિચાર્યું અત્યારે લોઢું ગરમ છે બસ તક છે મારી જ દઉં હથોડો.. ભલે આ દિલ સ્પપ્ન માં રાચે પણ મારું તો કામ આજે કઢાવી લઊં પછી હાથમાં આવે કે ના આવે. અક્ષયે કહ્યું બોસ લો આ જૂઓ ફોટાં અને વીડીયો એમ કહીને રણજીતનો જ SIR ઇમ્પોટેન્ડ કેમેરો રણજીતનાં હાથમાં થમાવ્યો.

રણજીતે અક્ષયે કેદ કરેલાં ફોટાં અને વીડીયો જોવા કેમેરા ઓન કર્યો. અને જુદાં જુદાં એગલોથી અક્ષયે એનાં અને સીમાનાં એટલાં હોશિયારી થી ફોટાં અને વીડીયો લીધેલાં જોઇને એ ખુશ થઇ ગયો. જોઇ એણે કહ્યું "વાહ અક્ષય ક્યા બાત હૈ તેં તો મારી અપેક્ષા કરતાં પણ વધુ સારું કામ કર્યું છે તને ઇનામ મળ્યું જ જોઇએ દોસ્ત બોલ શું કરું ?

અક્ષયે વિચાર્યુ તક સામેથી જ આવી ગઇ છે એવો કહ્યું બોસ તમારી સેવા એજ મારું અહોભાગ્ય છે તમે બધું જ આપો જ છો ને શું માગું ? તમારી નિશ્રામાં છું પછી ક્યાં મારે કોઇ ચિંતા જ છે. બસ હુકુમ કરો હવે શું કરું ?

રણજીત અક્ષયનો જવાબ સાંભળીને વધુ પોરસાયો અને વિચાર્યું આ બરાબર મારા હાથમાં છે છતાં એને ઇનામ આપવું જરૂરી છે મારાં આશરે જીવે છે અ હાજી હા કરે છે રણજીતે કહ્યું તું તારું કામ બોલ એ પુરુ કર્યું ? અક્ષયે ક્યું બોસ મારું કામ તો ખબર જ છે આપને. રણજીતે કયું તારા ભાઇની નોકરી કાયમી કરી તો આપીજ છે. અક્ષયે કહ્યું એ નહીં એતો બોસ તમે કરીજ આપી પણ સાચું કહું તો અહીં રહું છું એ ઘરમાં ખૂબ અગવડ...... રણજીતે અટકાવતા કહ્યું ઓકે સમજી ગયો તારો ફલેટ ને ? જા આજે તારું કામ કરી આપુ છું એમ કહીને એણે ફોન ઉઠાવી રીંગમારી.. સામેથી ફોન ઉંચક્યો સાથેજ રણજીતે કહ્યું "અરે કમલ રણજીત બોલુ છું સામેથી અવાજ આવ્યો "બોલોને શેઠ શું સેવા કરું ? રણજીતે કહ્યું "મેં મારાં ખાસ માણસ માટે પેલા ફલેટની વાત કરી હતી શું થયું કેટલે પહોચ્યું ? કમલે કહ્યું "શેઠ રેડી છે બોલો ક્યારે ચાવી આપું ? તમારી ઓફીસે આવીને પેપર્સ પણ આપી જઊં બધુ જ તૈયાર છે. કાલથી રહેવા આવી શકે એટલું તૈયાર છે બસ તમારાં ઓર્ડરની જ રાહ જોવાતી હતી બોલો શેઠ શું કહો છે ?

રણજીત જવાબ સાંભળીને ખુશ થઇ ગયો એણે અક્ષયની સામે આનંદી ઇશારો કરતાં કહ્યું "કમલ એક કામ કર આજે જ આવી જા ફલેટનાં પેપર્સ અને ચાવી પણ લેતો આવ હું મારા રીસોર્ટ પર છું અને મારાં સ્યુટમાં જ આવી જા આજે આને ઇનામ આપી દઊં અને એનાં નામે પાર્ટી થઇ જાય.

કમલે ખુશ થતાં કહ્યું "શેઠ બસ તમે કહ્યું અને હું બધુ લઇને હાજર જ થઊ છું. થેક્યું. એમ કહીને ફોન મૂક્યો અક્ષય ક્યારનો રણજીતની વાતો સાંબળી રહેલો એને મનમાં થયું મેં આજે આઇ ને પ્રોમીસ કરેલું અને આજે ચમત્કાર થઇ ગયો બોસે પણ આજે જ ચાવી મંગાવી લીધી વાહ પ્રભુ તમારો ઉપકાર માનું એટલો ઓછો છે.

રણજીતે અક્ષયની સામે જોતાં કહ્યું "અલ્યા શું વિચારમાં પડી ગયો ? કમલને બોલાવ્યો છે મેં ચાવી અને પેપર્સ લઇને આવે જ છે. અક્ષયે કહ્યું "બોસ તમારો ખૂબ ખૂબ ઉપકાર તમને ખબર છે મેં આજે આઇને એમજ પ્રોમીસ કરીને નીકળેલો આઇ આજે સવારથી કચ કરતી હતી અને તમે મને નહીં મારી આઇને ખુશ કરી દીધી બોસ ખૂબ ખૂબ આભાર આ જાન હાજર છે.

રણજીતે કહ્યું "તું જે રીતે કામ કરે છે મારાં એ રીતે તારો હક્ક પણ બને છે કંઇ નહીં તારે આઇ સાથે ઝઘડા નહીં થાય પણ તું એક કામ કર આમાંથી લેપટોપમાં બધું ડાઊનલોડ કરી દે પછી મને મારાં મોબાઇલમાં પણ મોકલી દે પછી વિચારીએ ક્યારે શું કરવું અને સાંભળ કમલ આવે એ પહેલા થોડી તયારી કરી રાખ અને નીચે ફોનથી બધાં ઓર્ડર કરી દે બધી આનંદની વાતો થઇ છે એક નાની પાર્ટી પણ કરી લઇએ. અક્ષયે કહ્યું "યસ બોલ હમણાં જ કરું છું. બધી તૈયારી એજ કરીને એણે સૂચના મુજબ કરવા માંડ્યું.

*********

સાગર ઓફીસ પહોંચીને તરતજ બેંગલોર જવા માટેની તૈયારીમાં પડ્યો સાથે રાખવાની ફાઇલ જે કામ અંગે ટ્રેઇનીંગ લેવાની છે એ એકઠી કરીને મૂકી. વિરાટભાઇનાં આવવાની રાહ જોતો હતો. અને એણે અમીને ફોન કર્યો. "અમી તું ક્યાં છું ઓફીસ આવી ગઇ છું ? અમીએ કહ્યું "અરે વાહ જીજું શુ વાત છે ઓફીસ આવીને તરતજ મારું નામ યાદ આવ્યું ? શું દીદીને રીપ્લેસ કરવાનો મૂડ નથી ને ? બહુ સાળી આધી ઘરવાળી ઘરવળી કરેલું તમે. સાગર કોઇ મજાકનાં મૂડમાં નહોતો એણે અમીને ગંભીરતાથી કહ્યું "અરે મેડમ સાવાર સવારમાં હું મજાકનાં મૂડમાં નથી. અને તું બીજી કોમેન્ટ્રી બંધ કરીને મારી ચેમ્બરમાં આવ મારે કામ છે.

અમી એ કહ્યું "બસ 2 મીનીટમાં હાજર એમ કહીને ફોન મૂક્યો. થોડીવારમાં જ અમી સાગરની ચેમ્બરમાં આવી ગઇ સાગરે એને જોતાંજ એની સામેની ચેરમાં બેસવા અંગે ઇશાર કર્યો. અમી સાગરનો મૂડ જોતાં સમજી ગઇ કે મામલો કોઇ ગંભીર લાગે છે. એણે પૂછ્યું "શું વાત છે જીજુ કેમ આટલાં બધાં ગંભીર દેખાવ છો ? ઓલ વેલ ?

સાગરે કહ્યું "અમી હું તારાં વિચારોમાં છું મને જ્યારથી તારીકાબહેન પાસેથી તારી અક્ષય સાથેની બધી વાત જાણવા મળી છે હું ખૂબ ડીસ્ટર્બ થયો છું મને ચિંતા થાય છે. અમી હવે બધી જ વાત સમજી ગઇ. એણે કહ્યું "જીજું હું તમને જ વાત કરવાની હતી પરંતુ આપણાં ઘરમાં તમારાં અને દીદીનાં પ્રસંગ અંગે ચાલતું હતું તમે લોકો ખૂબ સુંદર મૂડમાં હતાં એટલે વિચાર્યુ કે પછી વાત કરીશ. પરંતુ મેં સર્વપ્રથમ મામાને બધીજ વાત કરી દીધેલી જે ગંભીરતા હતી અને મેં એમજ નથી કરી પણ એનાં ઉપર ખૂબ વિચારી કરી મામાને અને પછી ખાસ મિત્ર જેવા તારીકા બહેનને વાત કરી હતી. ઘરે આપણે બધાં ભેગાં થ્યાં ત્યારે પણ મેં વિચારેલું કે હું તમને બધી વાત કરી દઊં પણ એ દિવસે પણ કોઇ ચાન્સ ના મળ્યો.

"સાચું કહું જીજું મને અક્ષયની કોઇ ચિંતા નથી અને એના તરફથી કોઇ ભય નથી હું બધું સારી રીતે ટેકલ કરી શકીશ અને મારાંમાં એવી ખૂબ હિંમત છે જ એમ કાચીપોચી નથી હું.

સાગરે કહ્યું "તું બહાદુર છે સારી વાત છે અમી પણ બધી વાત સાંભળીને મને ખૂબ ચિંતા થઇ છે અક્ષય હવે પહેલાનો અક્ષય નથી રહ્યો અને એ બદલાઇ ગયો છે ખોટાં રસ્તે ચઢી ગયો છે અને એનો ઉપયોગ કરનારાં મોટાં માથાં છે જે એને છાવરે છે. તારી ચિંતા મને થાય સ્વાભાવિક છે અને હું વિરાટભાઇ સાથે બધી ચર્ચા અને બંદોબસ્ત કરીને પછીજ બેંગ્લોર જવાનો છું સાથે સાથે સીમા અને ઘરનાં બધાં જ સુરક્ષીત રહે એ મારે વિચારવાનુ છે. પાપા કમીશ્નર છે એટલે એવી ચિંતા નથી. પરંતુ મને બધાં વિચાર આવવા સ્વાભાવિક છે એનું કારણ એકજ છે કે પાપાને હજી સુધી આવી કોઇ વાત નથી કરી. બીજું તે મામાને વાત કરી છે એટલે મામા બધુ જોશેજ એમાં શંકા નથી વળી તું એમનાં હાથ નીચે તૈયાર થઇ છું પણ.. હવે મારો સંબંધ સીમા સાથે જ નહીં આખાં ફેમીલી સાથે છે એટલું તું પણ સંપૂર્ણ સુરક્ષિત રહે અને તારી જીંદગી સરસ જીવે એ જોવાની મારી પણ જવાબદારી છે.

અમી સાગરને સાંભળીને થોડી ઇમોશનલ થઇ ગઇ એ સાગરની સામે જોઇ રહી હતી ગંભીરતાથી સાંભળી રહી હતી અને એની આંખમાંથી અચાનક આંસુ સરી પડ્યાં. મજબૂત મનોબળ બતાવતી અમી પણ આજે થોડી લાગણીશીલ થઇ ગઇ. એણે કહ્યું "જીજુ થેંક્યુ મને એવું થાય છે કે અમારાં ફેમીલી પર જાણે ભગવાને આર્શીવાદનો વરસાદ વરસાવ્યો છે. દીદીને તમારાં જેવાં હમસફર મળ્યાં. અમને લોકોને તમારી હૂંફ ફીલ થાય છે ખૂબ સારું લાગે છે. અને ખાસ હું બધું બોલ બોલ કરું બહાદુરી બતાવું છું. પણ તમારી આવી કાળજી લેવાની રીત મને ખૂબ ગમી જાણે મારાં પર મારાં મોટાંભાઇનો હાથ છે થેંક્યું જીજું થેક્યું જીજું એમ કહીને એણે મોકળા મને રડી લીધું. અને મનમાં રહેલો ભય-સંતાપ જાણે કાઢી નાંખ્યો.

સાગરે એની ચેર પરથી ઉઠીને અમી પાસે આવ્યો અને અમીનાં માથે જાણે ભાઇનાં વાત્સવ્યનો હાથ ફેરવ્યો અને નિશ્ચિંતતાની હુંફ આપી. અમી સાગરને વળગીને રડી પડી એણે કહ્યું "થેક્યું જીજુ માથે પિતા-માતા અને બહેન મામા છે છતાં કોણ જાણે આજે ખૂબ સારી લાગી રહ્યું છે. ખૂબ સલામતી અનુભવું છું પણ ઠીક છે જીજું એણે સ્વસ્થ થઇને કહ્યું "જીજુ હું આમતો ખૂબ બહાદુર છું સામેજ આવા અનેક અક્ષય મારી સામે આવે મને કોઇ ફરક નહીં પડે. એની સાથે હું એક મિત્રની જેમ વર્તુ છું. કાયમ મને એનાં માટે ક્યારેય કોઇ બીજી લાગણી નથી થઇ એ સામાન્ય ઘરમાંથી આવનાર બહાદુર અને હોંશિયાર છોકરો છે એવી લાગણી હતી પરંતુ ખબર નહીં ક્યા કારણે એ આડી લાઇન પર ઉતરી ગયો પેલાં રણજીતનાં રવાડે ચઢ્યો છે બરબાદ થવાનો છે. એ સંઘર્ષ કરતો હતો મને ગમતું પ્હેલાં માન હતું પણ પછી અચનાક મારાં માટે પ્રેમ વ્યક્ત કરવા લાગ્યો એ મને પરવડતું નહીં એની હેસીયત જ નથી મને પ્રપોઝ કરવાની અને જ્યારથી એને દારૂપીને છાક્ટો થતો જોયો ત્યારથી એનાં માટે સાવ માન જ ઊતરી ગયેલું અને મને ઘણું જાણવાં મળ્યું છે જીજુ એ રણજીતનાં રવાડે છે ખૂબ દારૂ પીવે છે અને છોકરીઓની પાછળ.... દોડો મારે કોઇ લેવા દેવા નથી હું ખૂબજ જાગૃત છું અને સાવધ છું તમે ચિંતા ના કરશો. મને મામાએ કહ્યું છે કે હું ગમે ત્યારે ફોન કરી શકું પણ એ કોઇ ડીવાઇસની વાત કરતાં હતાં જે મારે સાથે રાખવાની કંઇ પણ ભય લાગે મારે એનાથી તાત્કાલીક જાણ કરવાની અને મને તુરુંત મદદ મળી જશે.

સાગરે અમીને શાંતિથી સાંભળી રહ્યો એને લાગ્યું અમી ઘણી સાવધ અને તૈયાર છે છતાં એણે કહ્યું "અમી મામા તો જાણે છે અહીં ગ્રુપમાં પણ બધાં જાણે છે હું પાપાને પણ જણાવી દઇશ આમતો તારો ઘરે આવતાં બાઇક વાળો પ્રસંગ એમને ખબર જ છે સીમા પાસેથી બાઇક નંબર લીધો છે એની પણ આગળ તપાસ કરશે એટલે ચિંતાના કરીશ અને સાચવજે આમતો પંદર દિવસની ટ્રેઇનીંગ દરમ્યાન પણ હું સંપર્કમાં રહીશ. અને હમણાં વિરાટભાઇ આવે એટલે ચીફ પાસે જઇને અક્ષયને છૂટો કરવાની વાત નક્કી થશે અને હું પણ બધાને મળીને ઘરે જઇશ. કાલે તો મારે બંગ્લોર જવા નીકળી જવાનુ છે.

અમી કહે ઓહ.. કાલે જવાનું પણ આવી ગયું તમારે દીદીનું શુ થશે વિચારીને મને.. ઠીક છે બધાં બધાંથી ટેવાયજ ને અને એ દિશામાં હું વિચારી જ નથી શકતી ઠીક છે જીજું હું જઊં થોડાં કામ નિપટાવવનાં છે કાલે સવારે તો આપણે મળીશું હું પણ ડ્રોપ કરવા આવીશ પછી બનીને આવીશ. બાય ધ વે જીજુ બેસ્ટ ઓફ લક. એમ કહીને અમી એની ઓફીસ જવા નીકળી ગઇ.

સાગર અમીને જતી જોઇ રહ્યો. એને થયું બહાદુર છે પણ ભોળી છે સીમાં ભોળી અને લાગણીશીલ ત્થા ગભરુ છે સીમાને યાદ કરતાં બોલી ઉઠ્યો "સીમા આઇ લવ યું. "પછી પોતાનાં જ વિચારો પર હસતો વિરાટભાઇની ચેમ્બર તરફ ગયો. આજે અક્ષયનો નિર્ણય ચીફ પાસેથી લેવાઇ જાય એ પછીની રણનીતી ઘડવાની હતી. વિરાટભાઇ પાસેથી થોડું સમજવાયુ હતું ત્યા એની ગેરહાજરીમાં પાપા કમીશ્નર-મામા સીબીઆઇ વડા છતાં વિરાટભાઇને ધ્યાન રાખવા કહેવાનો હતો.

***************

સંયુક્તા એનાં હોલની આગળનાં બગીચાનાં આરસનાં વરન્ડામાં આવી નીચે જમીન પર બેઠી બેઠી ગીત ગાઇ ગાતી પોતાની મનપસંદ નેઇલ પોલીશની નખ રંગી રહી હતી હમણાંથી જાણે એનો રાજવી રૃઆબ ચાલ્યો ગયો હતો એક મીડલકલાસ છોકરીની જેમ વર્તી રહી હતી એને ખૂબ ગમીરહેલું. એનાં સુંદર ચ્હેરાં પર જાણે કોઇ અનેરો આત્મવિશ્વાસ ઝબકી રહેલો. એનાં મનમાં સાગરની જ તસ્વીર તરી રહી હતી એને વારે વારે ભલે એકતરફી પરંતુ એનો થતો સ્પર્શ યાદ આવી રહેલો. બાઇક પરની સવારી એટલી આનંદમય હતી છે મોંઘામાં મોઘી ગાડીમાં આટલું સુખ અને આનંદ ક્યારેય નથી મળ્યો.

સંયુક્તાનાં મનમાં અચાનક ભૂરાની અને સાગરની સરખામણી થઇ ગઇ. એણે વિચાર્યું કે ક્યાં સાગર અને ક્યાં ભૂરો ? ભૂરો એક બદમીજાજી ભલે શરીરે બળવાન પણ ક્યાંય કુમારા નહીં કોઇ પ્રેમ નહીં બસ બધામાં જ બળજબરી પ્રેમનાં શબ્દો તો ક્યારેય સફરે નહીં કાયમ મજા લૂટવાની જ વાત ના કોઇ સંવાદ ન કોઇ બીજીવાત. પૈસો કેવી રીતે ભેગો કરું. બધી ઐયાશી કેવી રીતે કરું. બધું એક સાથે ક્યારે પામી લઊં ? ભલે પછી એનાં માટે ગમે તેવાં ગોરખ ધંધા કરવા માટે એક નંબરનો વ્યસની. ચેઇન સ્પોકર દારૃડીયો... મારાથી કેમ ભૂલ થઇ ? મારી યુવાનની વસંતમાં જ મેં કેવાં માણસને પસંદ કર્યો બધુ જાણે બરબાદ કરી નાંખ્યું છે.

સાગર કેટલો સોહામણો છે. એની વાત કરવાની રીત માન સન્માન સાથે નજર પ્રેમ કરવામાં પાવરધાં અમે કેટલી કુમાશ જાળવે કેવો એ પ્રેમ કરે છે સીમાને તો જાણે પાપણે સજાવી રાખી છે મારી તરફ ખેંચવા કેટલાં પ્રયત્ન કરું છું દાદ નથી આપતો આવો વફાદાર પ્રેમી મને જ મળવો જોઇએ. હું સાગરની આંખમાં અને દીલમાં સમાઇ જવા બધું જ કરી છૂટીશ હું આમ દારૂની મહેફીલો નહીં કરું સાગરને પસંદ નથી એની નજરોમાં સ્ત્રીની વ્યાખ્યાજ ખૂબ પવિત્ર છે સાગર તું મને કેમ પ્હેલાં જ ના મળ્યો ? સાગર આ લવ યું. એક વાર મને સ્વીકારી લેને તું કહીશ એમ કરીશ વર્તીસ સંસ્કાર રોપીશ ફરીથી ભૂલ નહીં કરું તને પામવાની હું પૂરી પાત્રતા ઉભી કરીશ પણ મને સ્વીકારી લે.

સંયુક્તાનાં મનમાં ક્યારયું મનોમંથન ચાલી રહેલું સાગરને કેવી રીતે પામવો. એનાંજ તીકડમ ચાલી રહેલાં. અને યાદ આવ્યું કાલે તો સાગર બેંગ્લોર જવાનો છે પંદર દિવસ માટે. આવનો એનો શું પ્રોગ્રામ હશે ? ચાલ સીમાને જ પૂછી લઉં બધું જાણી લઊં અને આ સીમાને વચમાંથી હટાવવી કેવી રીતે ? મારે જે કરવું. પડશે કરીશ પણ મારો પ્રેમ સાગર છે એને મેળવીને જ ઝંપીશ. આમ વિચાર કરતાં કરતાં એણે સીમાને ફોન જોડ્યો "હાય સીમા શું કરે છે ? ડાર્લીગ ? જોને સવારથી તને યાદ કરું છું પછી થયું લાવ હવે ફોન જ કરવા દે. બોલ શું પ્રોગ્રામ છે આજે ક્યાંક બહાર જવું છે ? એવો હાથે કરીને સીમાને આવો પ્રશ્ન કર્યો.

સીમાએ કહ્યું સંયુક્તા થેંક્યુ પણ આમે નહીં ફાવે મને સાગર કાલે જવાનો બેંગ્લોર એટલે હું તો અત્યારે થોડીવાર માં સાગરનાં ઘરે જઇશ. સાગર ઓફીસથી નીકળતાં મને લેતો જશે અને સાંજે તો ખબર નથી શું પ્રોગ્રામ છે સાગરને મળ્યા પછી નક્કી થાય. નિર્દોષ્તાથી બટકબોલી બધું બોલી ગઇ.

સંયુક્તાએ ઊંડો વિચાર કરતાં કહ્યું" ઓહ ઓકે ડાર્લીંગ કેરી ઓન હું સમજી શકું છું. સાગર જવાનો એટલે તું સ્વાભાવીક એમાં વ્યસ્ત રહેવાની મારાં વતી બેસ્ટ લક કહી દેજે. એની વે ફરીથી મળીશું બાય.. એમ કહીને સંયુક્તાએ ફોન મૂક્યો.

સંયુક્તાએ સીમાને ફોન કરીને પછી હવે સાગરને ફોન જોડ્યો. "હાય સાગર કેમ છે ? આજે તો તું ઘણો બીઝી હોઇશ આઇ કેન અન્ડરસ્ટેન્ડ .... સાગરને સંયુક્તાનો ફોન આવેલો જોઇ થોડું આશ્ચર્ય થયું પછી જવાબ આવતાં કહ્યું હાય સંયુક્તા આઇ એમ ફાઇન થેંક્યુ બોલ શું કામ હતું હાં આજે હું થોડોક બીઝી છું કાલે મારે બેંગ્લોર જવાનું છે એની દોડધામમાં છું સંયુક્તાએ કહ્યું "યાર આઇ નો બટ... સાગર તું ઓફીસથી નીકળતાં અહીં થઇને જા સાથે કોફી પીશું પછી તો તું બેંગ્લોર જતો રહેવાનો. સાગરે હસ્તાં હસ્તાં કહ્યું "સંયુક્તા હું કાયમ માટે ક્યાંય નથી જતો. માત્ર 15 દિવસ માટેજ જઊં છું. આજે નહીં ફાવે બાય ધ વે થેંક્યુ પણ પછી શાંતિથી મળીશું અને હાં તારી આપેલી ગીફ્ટ પરફ્યુમ ખૂબપસંદ આવ્યું છે થેક્સ ઓકે ફોન મૂક્યું ? પછી વાત કરશું. સંયુક્તાએ કહ્યું ઓહ માય પ્લેઝર પણ કંઇ નહીં. તને આજે સમય નથી વાંધો નહીં.

પણ આપણે સાથે કોફી તો પીશું જ ફરી કોઇવાર ખબર નહીં ક્યો સમય વાર અને સ્થળ. બેસ્ટ લક સાગર મીસ યું, બાય.

સાગરને થડું આશ્ચર્ય થયું પણ એને એટલું કામ હતું ને કે એણે લાંબો વિચાર કર્યા વિના થેંક્સ કહીને ફોન મૂક્યો એટલામંજ વિરાટનો મેસેજ વાંચ્યો કે એની ચેમ્બરમાં બોલાવે છે. એણે ઉઠીને વિરાટની ચેમ્બર તરફ ગયો. વિરાટની પાસે જતાં જ વિરાટે હસતાં હસતાં હસ્તધૂમન કરતાં કહ્યું "યસ સાગર તારાં માટેની બધીજ તૈયારી થઇ ગઇ છે આ તારી બેંગ્લોર જવા આવવાની ફલાઇટની ટીકીટસ અને ત્યાં રહેવાની બધી જ એરેનજમેન્ટ થઇ ગઇ છે. અને ડો.અગ્નિહોત્રી સાથે ફાઇનલ વાતચીત થઇ ગઇ છે. ચીફે વાત કરી લીધી છે. ત્યાં તને કોઇપણ પ્રકારે અગવડ નહીં પડે એટલે નિશ્ચિંત રહેજે. અને હા આ ત્રણ ફાઇલ તારી સાથે રાખવાની છે ટ્રેઇનીંગ દરમ્યાન તાજે જરૂર પડશે. આમાં એક ફાઇલ બધાં ડેટા છે એકમાત્ર પાઇલોટ ડેટા છે એને વાસ્તવિકતા સાથે કોઇ લેવા દેવા નથી. જેજે ડિવાઇસ એનાં ઉપયોગ અને એનાં રીપોર્ટ કેવી રીતે લેવા કનેકટ થયું ત્થા સેટેલાઇટ સાથેની જે કેટનીકલ ટ્રેઇનીંગ છે એ ખાસ જોજો એને આપણે ઉપયોગ કરીને અહીં યુઝ કરીને મોટો લાભ લેવાનો છે. હું તારાં સતત સંપર્કમાં રહીશજ. એટલે આપણી હોટ લાઇન તો ચાલુ જ રહેશે.

સાગરે કહ્યું થેંક્સ ભાઇ પણ ખાસ વાત મારે એ કરવાની છે કે ... વિરાટે અટકાવતાં કહ્યું "હા અમી અંગેને, સાગરે કહ્યું "હા પણ તમે કેવી રીતે સમજી ગયાં ? વિરાટે ક્યચું સાવ સ્વાભાવિક છે તું અને અમી ચેમ્બરમાં ચર્ચા કરતાં હતાં એટલે હું રોકાઇ ને આવ્યો પણ ચિંતા ના કરીશ અક્ષ્યને પરમદિવેસ ચીફે બોલાવ્યો છે અને રૂબરૂમાં જ ટર્મીનેટ કરવાનું નક્કી થયું છે પ્હેલાં તું કાલે શાંતિથી નીકળી જા. અમીની બધી જ જવાબદારી મારી. સાગરે થેંક્સ કર્યું અને ગુડ વીશીશ લઇને ફાઇલો સાથે સીમાને લેવાં એનાં ઘર તરફ જવા નીકળી ગયો.

પ્રકરણ-28 સમાપ્ત.

ભૂરાએ બધાં વીડીયો ફોટાં જોઇને ખૂબ રીએક્ટ કરેલું ખૂબ ગુસ્સે થયેલો પરંતુ અત્યારે એ શાંતિથી બેસીને બધુ વિચારી રહેલો. ઉતાવળમાં મારે કંઇ બાફવું નથી કારણકે આ મને સમજી વિચારીને ફોટો-વીડીયો મોકલવામાં આવ્યા છે.