નસીબ ના ખેલ... - 20

            ધરા ને આમ તો કોઈ ખુશી ન હતી આ સગાઈ થી.. એક કુંવારી છોકરી ના મન માં પોતાના ભાવિ પતિ માટે ને જે જે સપના હોય એ સ્વાભાવિકપણે  ધરા માં પણ હોય જ..  પણ અહીં તો ધરા ની પસંદ નું જ કોઈ મહત્વ ન હતું એટલે ધરા યંત્રવત્ત પોતાની ફરજ જાણે પુરી કરી રહી હોય એમ રહેતી હતી.   કેવલ સાથે વીરપુર ની બજાર માં ગયેલી ધરા કાઈ જ બોલ્યા વગર કેવલ ની પાછળ ચાલી રહી હતી,
               ધરા એ મનોમન નક્કી કર્યું હતું કે જો કેવલ એને કાઈ વસ્તુ લઇ આપશે તો બદલ માં એ પણ કેવલ ને કાઈ ક લઇ દેશે.. કેવલ એને એક દુકાન માં લઈ જય ને કહ્યું કે એને (ધરા ને)  જે લેવું હોય એ લઈ લ્યે.. પણ ધરા ને એ રીતે ક્યાં કાઈ લેવું હતું ??!!!  એથી ધરા એ ના પાડી કે એને કાઈ લેવું નથી... એટલે કેવલે કહ્યું કે એના ભાભી એ (એટલે કે નિશા એ) કહ્યું છે કે ધરા ને કાઈ ક લઈ દેજો એટલે તારે  કાઈ ક તો લેવું જ પડશે...
               ધરા ત્યારે પણ ન સમજી કે આ ભાભી નો આટલો કહ્યાંગરો દિયર કેમ છે ?? ધરા એ બસ એટલું જ કહ્યું કે આમ જ વાત હોય તો તમારે જે લઇ આપવું હોય એ લઈ લ્યો..  પછી કેવલે ધરા ને હાથ માં પહેરવાના પાટલા લઈ આપ્યા ધારા એ કાઈ જ બોલ્યા વગર એ લઈ લીધા અને એ જ દુકાન માંથી ધરા એ કેવલ માટે એક ચેન પેન્ડલ લીધા અને કેવલ ને આપી દીધા.... (એક બીજા ને સગાઈ બાદ કાઈ ક ગિફ્ટ આપવાની ઔપચારિકતા આ રીતે બંને એ પુરી કરી).
               બસ આ લેવડદેવડ બાદ બંને પાછા ફર્યા અને બાકી ના લોકો સાથે ભળી ગયા... ખૂબ જ જલ્દી પાછા આવેલા જોઈ ને નિશા તો ખુશ થઈ પણ ધરા ના નંણદ અને ધરા ના મોટા જેઠાણી તરત બોલ્યા કે કેમ આટલી જલ્દી બંને પાછા આવી ગયા ? થોડો સાય ફર્યા હોત , થોડી વાતચીત તો કરી હોત...  ધરા ના કાઈ કેહતા પહેલા જ કેવલ બોલી ઉઠ્યો ના ના વાત શુ હોય કરવાની..  ભાભી ની બહેન જ છે.. ભાભી ને ખ્યાલ જ હોય બધો પછી હું શુ વાત કરું ??? (ભાભી ના બોલે ચાલતું આ દિયર નામ નું રમકડું ત્યારે પણ ધરા ન સમજી શકી)
               જો કે ધરા ને આવી ભાષા કે આ કાવાદાવા, કપટ, રાજનીતિ આવું કાઈ આવડતું જ ન હતું... આમ જુવો તો બીજી બધી વાતે ધીરાજલાલે ધરા ને હોશિયાર કરી હતી... ધરા 10 મુ ધોરણ કરી ને વડોદરા પાછી આવી ત્યાર પછી ધીરાજલાલે એને બધું શીખવ્યું હતું, ટુ વહીલર ચલાવતા શીખવ્યું, બેંક ના અને બીજા જરૂરી બહાર ના બધા જ કામ શીખવ્યા હતા, ગેસ ના બાટલા થી લઈ ને ઘર ની દરેક નાની મોટી જરૂરિયાત ની વસ્તુ લાવવા ની જવાબદારી ધરા ને આપી હતી, બસ છલ-કપટ નોહતા ધીરજલાલ ને આવડતા કે નોહતા ધરા ને ...!!!!!
               પણ જમાનો બદલાઈ રહ્યો હતો... નિશા ના તો લોહી માં જ આ સંસ્કાર હતા અને બાકી હતું એ આ 7 ભાઈઓ ની સાસરી માં આવી ને નિશા વધુ પડતું શીખી ગઈ હતી અને એના જ દાવ એણે ધીરજલાલ ના ઘર પર શરૂ કરી જ દીધા હતા જેના થી ધીરજલાલ નો પરિવાર અજાણ હતો... 
                વીરપુર દર્શન પણ થઈ ગયા હતા અને અન્ય ઔપચારિકતા પણ પુરી થઈ જ ગઈ હતી તેથી નિશા એ ત્યાંથી નીકળવાની વાત કરી.. અન્ય સહુ ને ધરા સાથે થોડો વધુ સમય રહેવું હતું પણ નિશા કોઈ નું ચાલવા દયે એમ ક્યાં હતી ??? ધરા ને હજી રાજકોટ પછી મુકવા જવાની છે અને પછી ત્યાં થી પાછું આપણે ભાવનગર પણ પહોચવાનું છે એમ કહી ને સહુ ને ગાડી માં બેસવા મજબુર કર્યા...  અને સહુ વીરપુર થી ફરી રાજલોટ આવવા નીકળ્યા....
(ક્રમશઃ)

***

Rate & Review

Verified icon

Pragnesh 3 weeks ago

Verified icon
Verified icon

Kaushik Kahar 5 months ago

Verified icon

Deepali Trivedi 5 months ago

Verified icon

Shefali Verified icon 6 months ago