Maut ni Safar - 38 books and stories free download online pdf in Gujarati

મોત ની સફર - 38

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 38

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ અને એની ટુકડી મમી વોરિયર નો ખાત્મો કરવામાં આખરે સફળ થાય છે.. તો બીજી તરફ માઈકલ પોતાનાં જીવ પર જોખમ જોઈ અબુને મોત ને હવાલે કરી દે છે.અંતિમ શ્વાસ લેતાં પહેલાં અબુ સાહિલને માઈકલની હકીકતથી વાકેફ કરે છે.. માઈકલ જોડે બધો હિસાબ વસુલ કરવાં પહોંચેલો સાહિલ શક્તિશાળી શૈતાની સ્વરૂપમાં પરિવર્તિત થયેલાં માઈકલની તાકાત આગળ પરાસ્ત થઈને જમીન પર પડ્યો હોય છે.

અબુ ને એની હાલત પર પડતો મૂકી માઈકલ ખજાનો હતો ત્યાં પહોંચી ગયો.. અહીં પહોંચતાં જ માઈકલે પોતાનાં જેકેટની અંદર છુપાવેલી ડેવિલ બાઈબલ બહાર કાઢી અને એની અંદર લેટિન ભાષામાં લખાયેલાં તંત્ર મંત્ર ની મદદથી ખજાનો જ્યાં હતો એ ઓરડાની એક તરફ રહેલી નાની ઓરડીમાં મોજુદ પેટીની અંદરથી ડેવિલ બાઈબલનાં બાકીનાં સાત પન્ના શોધી કાઢયાં હતાં.

દુનિયાની સૌથી વધુ શક્તિ ધરાવતી શૈતાની કિતાબ ને પ્રાપ્ત કરીને માઈકલ ની ખુશી આકાશને આંબી ગઈ હતી.. એને તુરંત જ સમય વ્યર્થ કર્યાં વગર એ બાકીનાં સાત પન્ના ને ડેવિલ બાઈબલમાં ક્રમબદ્ધ ગોઠવી દીધાં.. ત્યારબાદ પોતાનાં અંગૂઠા પર છરી વડે કાપો મૂકી પોતાનાં શરીરનું રક્ત એ ડેવિલ બાઈબલ ઉપર નાંખ્યું.

આમ કરતાં જ માઈકલ ની આત્મા ને નર્ક નાં સૌથી શક્તિશાળી રાજા લ્યુસિફર દ્વારા પૃથ્વી પર શૈતાનીયત ફેલાવવા માટે પસંદ કરવામાં આવી અને માઈકલ ને શૈતાન નાં અનુયાયી નું રૂપ આપવામાં આવ્યું.. સાહિલ જ્યારે માઈકલ નો ખાત્મો કરવાં ત્યાં પહોંચ્યો ત્યારે માઈકલ પૂર્ણપણે શૈતાનમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો.. જેને હવે સામાન્ય મનુષ્ય દ્વારા હરાવવો અશક્ય હતો.

સાહિલ ને ઘાયલ કર્યાં બાદ હવે માઈકલ વહેલી તકે એને ખતમ કરી આ જગ્યા છોડી નીકળી જવાં માંગતો હતો.. કેમકે હવે લ્યુસિફર નાં અનુયાયી તરીકે એનું એક જ કામ હતું કે જગતમાં શૈતનની સત્તા ને સર્વોપરી બનાવવી.. દર્દથી ઉંહકારા ભરતો સાહિલ જમીન પર પડ્યો પડ્યો માઈકલ નાં રૂપમાં પોતાની તરફ આગળ વધતી પોતાની મોત ને જોઈ રહ્યો હતો.

"તે શું વિચાર્યું હતું કે તું મને હરાવી દઈશ.. હવે તું તો શું મને જગતની કોઈ તાકાત હરાવી શકે એમ નથી.. કેમકે હું છું લ્યુસિફર નો સૌથી વધુ શક્તિશાળી સેવક.. "અભિમાન ભર્યાં સુરમાં અટ્ટહાસ્ય કરતો માઈકલ અત્યારે ખરેખર શૈતાન જ લાગી રહ્યો હતો.

"માઈકલ, તું ભલે મને મારી નાંખ.. પણ યાદ રાખજે આ દુનિયામાં હજુપણ ઈશ્વર હયાત છે.. તું ગમે તેટલો તાકાતવર ભલે ને થઈ જાય પણ તું ઈન્સાનીયતનો ખાત્મો કરી શકે એટલો તો શક્તિશાળી નહીં જ થઈ શકે.. જો તારો સ્વામી લ્યુસિફર પોતે જ ઈન્સાનિયત નો ખાત્મો ના કરી શક્યો તો તારી શું વિસાત.. ?"સાહિલ નાં આ શબ્દો માઈકલ નાં ઘમંડ ને ખુલ્લો પડકાર ફેંકતા હતાં.

સાહિલનાં હૃદયભેદી શબ્દો ની અસર રૂપે માઈકલ બરાબરનો ગુસ્સે ભરાયો અને જોરદાર ધ્વનિ સાથે એને પોતાનાં હાથમાંથી શક્તિ જમીન ઉપર એ ગતિમાં અથડાવી કે એ લોકો મોજુદ હતાં એ ગુફાની ઉપરથી છતમાં મોટું બાકોરું પડી ગયું અને ઉપરથી મોટી શીલા માઈકલ પર આવીને પડી.. પણ માઈકલ ની ઉપર પડતાં જ એ શીલા પણ ટુકડાઓમાં વિભાજીત થઈ ગઈ.

માઈકલ ની આ શક્તિ જોઈ સાહિલ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો.. સાહિલ ને હવે પોતાનાં જીવ કરતાં આ સૃષ્ટિ પર વસતાં મનુષ્યોની ચિંતા થવાં લાગી.સાહિલ મનોમન ઈશ્વરીય શક્તિઓને અરજ કરવાં લાગ્યો કે કોઈપણ ભોગે આ દુષ્ટ માઈકલ ને વધુ તબાહી ફેલાવે એ પહેલાં ખતમ કરી નાંખો.

માઈકલ હવે સમય બગાડયાં વગર સાહિલ નો અંત આણવા એની નજીક પહોંચ્યો અને આંખો બંધ કરી કંઈક મંત્રોચ્ચાર કરવાં લાગ્યો.. સાહિલે હવે પોતાનો અંતિમ સમય નજીક જોઈ આંખો મીંચી લીધી.. પણ અચાનક વતાવરણમાં થયેલ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ છોડવાનાં અવાજનાં લીધે સાહિલ નું ધ્યાન ભંગ થયું.. સાહિલે નજર ઉઠાવીને જોયું તો વિરાજ માઈકલ તરફ રિવોલ્વર તાકીને ઉભો હતો.. જેમાંથી નીકળતો ધુમાડો એ વાતની સાબિતી પૂરતો હતો કે ગોળી વિરાજે જ છોડી હતી.

વિરાજ ની સાથે ડેની, ગુરુ અને કાસમ પણ સહી-સલામત ઉભાં હતાં.. પોતાનાં દોસ્તોને આમ સુરક્ષિત જોઈને સાહિલ પોતાનું બધું દર્દ ભૂલી ગયો અને હિંમત કરીને જમીન પરથી ઉભો થયો અને બાકીનાં લોકોની જોડે જઈને ઉભો રહી ગયો.

વિરાજે છોડેલી ત્રણેય ગોળીઓ માઈકલની છાતીને ચીરતી આરપાર નીકળી ગઈ હતી.. અને એમાંથી રક્ત પણ વહી રહ્યું હતું.. માઈકલ નો હવે અંત થઈ જશે એમ માની ખુશ થતાં વિરાજ, ગુરુ, ડેની અને કાસમ નું મોં ત્યારે ખુલ્લું જ રહી ગયું જ્યારે માઈકલ નાં બધાં જ ઘા એનીમેળે જ પુરાઈ ગયાં.

માઈકલે આંખો ખોલીને પોતાની સામે ઉભેલાં વિરાજ અને બાકીનાં લોકોને જોયા અને પુનઃ પોતાનાં શૈતાની અટ્ટહાસ્યથી વાતાવરણ ધમરોળી મુક્યું.. માઈકલ ની આવી અલૌકિક શક્તિઓ જોઈને વિચારમાં પડેલાં વિરાજ, કાસમ, ડેની અને ગુરુની તરફ જોઈને સાહિલ બોલ્યો.

"દોસ્તો.. આ હરામી માણસે અબુ અને જોહારી ને જાણીજોઈને મોતનાં મુખમાં ધકેલી દીધાં.. હવે એ ડેવિલ બાઈબલની મદદથી અપાર શક્તિઓનો માલિક બની ચુક્યો છે.. આ શૈતાન આ દુનિયામાંથી માનવતા નો અંત કરી લોકોને શૈતાન નો પૂજારી બનાવવાની ઈચ્છા ધરાવે છે.. એને હરાવવો હવે કોઈ સામાન્ય મનુષ્ય નાં હાથની વાત નથી.. તમારાં આવ્યાં પહેલાં હું એને મારવાની નિરર્થક કોશિશ કરી ચુક્યો છું.. "

સાહિલની વાત સાંભળી એ ચારેય હવે બાકીની અધૂરી કડીઓને જોડીને એટલું સમજી ગયાં કે માઈકલ એ લોકોનો હાથા ની જેમ ઉપયોગ કરી અહીં પોતાની મેલી મુરાદ પૂર્ણ કરવાં આવ્યો હતો.. જેમાં એ સફળ પણ થયો અને હવે એ લોકોની સાથે માનવો અને માનવતા પણ જોખમમાં છે.

"સાહિલ, ભલે આપણે આનાં હાથે મરી જઈએ પણ એનો ખાત્મો કરવાની કોશિશ તો કરીશું જ.. આપણી મદદથી જ એ અહીં સુધી પહોંચ્યો છે તો દુનિયા ઉપર આવેલી આ મુસીબત નું કારણ આપણે પણ છીએ.. "વિરાજ ની વાતમાં સચ્ચાઈનો રણકો હતો.

"મારાં ભાઈ જેવાં મિત્ર જોહારી ને મરવા માટે છોડનાર આ નીચ માણસ ને સબક તો શીખવાડવો જ પડશે.. "કાસમનાં અવાજમાં જોહારી ની મોત નું દુઃખ અને એની મોત નો બદલો લેવાનો રોષ બંને સાફ-સાફ વર્તાતા હતાં.

માઈકલ શાંત ચિત્તે ઉભો ઉભો એ લોકોની વાતો સાંભળી રહ્યો હતો.. જેવું કાસમનું વાક્ય પૂર્ણ થયું એ સાથે જ માઈકલે હાથનો ઈશારો કરી એ પાંચેય લોકોને પોતાની ઉપર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું.. માઈકલ નાં આમ કરતાં એ પાંચેય મિત્રોએ એકબીજાની તરફ જોયું અને પછી આક્રમક વલણ સાથે માઈકલની તરફ આગળ વધ્યાં.

માઈકલ તો જાણીજોઈને એ લોકોને ઉશ્કેરી રહ્યો હતો.કેમકે એને હવે એટલી તો ખબર હતી કે કોઈપણ મનુષ્ય માટે પોતાને હરાવવો અશક્ય જ છે, અને બન્યું પણ એવું જ.માઈકલ ની અપાર શક્તિ આગળ એ પાંચેય લોકોની સઘળી શક્તિ એકદમ સામાન્ય પુરવાર થઇ અને બે મિનિટમાં તો એ પાંચેય જણા ઘવાયેલી હાલતમાં જમીન પર પડ્યાં હતાં.

એમની આવી હાલત જોઈ માઈકલ પોતાનાં બંને હાથ ને પ્રસરાવી પોતાની શક્તિ ઉપર ઘમંડ કરતો હસવા લાગ્યો.. હવે માઈકલ એ પાંચેય લોકોને એકસાથે મારી નાંખવાની ઈચ્છા સાથે પોતાની શક્તિ વડે એક મોટો પથ્થર હવામાં ઊંચો કર્યો અને એને જમીન પર પડેલાં પાંચેય લોકો પર ફેંકવાની તૈયારી કરી.

માઈકલ પોતાની મંછા ને પુરી કરવાં જતો હતો ત્યાં એક દિવ્ય પ્રકાશ ત્યાં ઝળહળી ઉઠ્યો.. આ પ્રકાશ એટલો તીવ્ર હતો જેનાં લીધે બધાં ની આંખો આગળ અમુક સમય સુધી અંધારું આવી ગયું.. આ સાથે જ માઈકલની પીડામાં ડૂબેલી ચીસો વાતાવરણમાં ગુંજવા લાગી.. આ સાથે જ એક ઘેરો અવાજ સંભળાયો.

"ઈશ્વર ની શક્તિ આગળ શૈતાન ની શક્તિ ત્યારે પણ નિર્બળ હતી અને આજેપણ નિર્બળ છે.. "

વધુ નવાં ભાગમાં.

★★★