Prem Vasna - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વાસના - પ્રકરણ - 25

વૈભવે કોઇ બીજા મૃતાત્મા પ્રેતને નાગપાલ કહીને બોલાવ્યો અને એને તિરસ્કારતા કહ્યું "તું હટ અહીંથી તને તો મનીષામાં રસ છે તુ કેમ વૈભવીને ? અને પહેલીવાર અંદર અંદર જાણે તૂ તા જોઇ લક્ષ્મણ આ બધું જોઇ સાંભળીને અચજરમાં પડી ગયો. ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ નાં આવ્યાં પછી કર્નલે વિનંતી કરી મારી પત્ની મનીષા અંદર પેલાં પિશાસોનાં હાથમાં છે અને દીકરી હોસ્પીટલમાં મોકલી… મારી મદદ કરો. સિધ્ધાર્થે બધાને એક સાથ દરવાજા પર જોર કરવાં કહ્યું અને દરવાજો ખૂલ્યો નહીં પરંતુ તૂટીને એક બાજુ પડ્યો. અને અંદરનું આવું બિહામણું દ્રશ્ય કોઇએ વિચાર્યું નહોતું.

મનીષાબ્હેન દરવાજાની પાછળ લટકેલાં હતાં અને દરવાજો ખૂલતો નહોતો. જેવો દરવાજો તૂટીને એક બાજુ થયો અને મનીષાબ્હેનની લોહીથી લથપથ અને સંપૂર્ણ નિર્વસ્ત્ર લાશ લટકતી હતી. જે તૂટવા સાથે જ કર્નલની ઉપર આવીને પડી. સિધ્ધાર્થ સર.... સર... બોલતો રહ્યો અને ટીંગાયેલી લાશ અચાનક જ કર્નલ પર આવીને પડી.

સિધ્ધાર્થ અને લક્ષ્મણે લાશને લઇને બાજુમાં સૂવાડી.... સવિતાએ એમનાં કપડા થયાં ત્યાં ઢાંક્યા અને મનીષાની દશા જોઇને ધૂસકે ધૂસકે રડવા માંડી કર્નલ સાવ જ ભાંગી પડ્યાં હતાં. એ પણ મનીષાબ્હેનની લાશ પાસે બેસીને આક્રંદ કરી રહ્યાં.

લક્ષ્મણ અને સિધ્ધાર્થ રૂમમાં દાખલ થયા બધીજ વસ્તુઓ અસત્વ્યસ્ત પડી હતી અને વૈભવ કર્નલની ખુરશી પર ઊંધો પડેલો હતો જાણે લટકી રહેલો એ પણ બેભાન હતો એનું શરીર ખૂબ જ ગરમ ગરમ હતું. સિધ્ધાર્થે કોન્સ્ટેબલને એમ્બ્યુલન્સને બોલાવવા કહ્યું અને બાથરૂમ બાલ્કની બધે જ જોઇ વળ્યો બીજું કાંઇ નજરે ના ચઢ્યું થોડી ઝીણવટથી તપાસ કરતાં કર્નલનો કેમેરા ટેબલ પર નજરે પડ્યો અને એ કેમેરાં એવી રીતે પડેલો કે નવાઇ લાગી. સિધ્ધાર્થે એને બાજુમાં સાચવી મૂકવા કહ્યો.

થોડીવારમાં એમ્યુલન્સ આવી ગઇ અને સિધ્ધાર્થે લક્ષ્મણને હોસ્પીટલ સાથે જવા કહ્યું અને તાત્કાલીક દાખલ કરવા જણાવ્યું અને ત્યાંજ સાથે રહેવાં સૂચના આપી.

કર્નલ મનીષાબહેનનાં મોતથી આધાતમાં હતાં. દીકરી અને જમાઇ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. સિધ્ધાર્થે થોડીવાર કર્નલને હળવા થવા દીધાં પછી કહ્યું "સર અહીં આવો જે પણ આવું કેવી રીતે થઇ ગયું. આવું ગંભીર પરિણામ ? આમાં કોણ ગુનેગારો ? કોને એરેસ્ટ કરું ? અંદર તમારો જમાઇ હતો અને બારણું તોડતાં એ જ બેભાનવસ્થામાં અંદર મળ્યો છે એ સાજો થાય પછી એનું નિવેદન લીધાં પછી જ આગળ કોઇ પગલાં લેવાશે હમણાં એ રૂમમાં કોઇ જતાં નહીં મેં ફોન કરી દીધો છે હમણાં ગુન્હાશોધક અમારો સ્ટાફ અને લેબમાંથી માણસો આવીને પડતાલ કરશે.

કર્નલ ક્યું "આમાં મારી દીકરી કે જમાઇ કોઇ ગુનેગાર નથી હું જ હવે જુબાની આપવા તૈયાર છું કે કોઇ એવી મેલી શક્તિ હતી જે મારાં ઘરમાં તોફાન મચાવ્યું છે અને મારું ઘર અને જીવન બરબાદ કર્યું છે. કર્નલે સિધ્ધાર્થને કહ્યું "હું સાવ બરબાદ થઇ ગયો. મનીષા... મનીષા... અને તેઓ બૂમો પાડતાં રહ્યાં અને એકદમ જ ઘરતીમાં ધ્રુજારી અનુભવતા માંડી અને મનીષાબેનનાં શરીરમાં પણ હલનચલન જોવા મળ્યું. સિધ્ધાર્થે કહ્યું "કર્નલ બાજુમાં જાવ હજી આમનામાં જીવ લાગે છે. આપણે બીજું બધુ જોવામાં ...... સિધ્ધાર્થે તુરતંજ ઇમરનજસીમાં કોઇ ડોકટરનો સંપર્ક સાંધ્યો અને એડ્રેસ સમજાવીને બોલાવ્યાં.

કર્નલનો મનીષા.... મનીષા... એમ કહીને એને ઢંઢોળવા પ્રયત્ન કરવા લાગ્યાં. સિધ્ધાર્થે ક્યું સર પ્લીઝ ડોન્ટ ટચ હર એમને સારવારની તાત્કાલીક જરૂર છે. મનીષાબ્હેનાં હાથમાં સાળા સળવળાટ હતો એમનાં હોઠમાં ધ્રુજારી આવી અને ધીમે ધીમે આંખો ખોલવા પ્રયત્ન કરવા લાગ્યાં. સિધ્ધાર્થે એમનો હાથ લઇને નાડી તપાસી નાક આગળ જોયું તો ધીમાં અને ઊંડા શ્વાસ ચાલુ હતાં. એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને એમણે ખૂબ જોર કરીને આંખો ખોલી અને સામે જોયું એમની અંગારા જેવી આંખોમાંથી જાણે અગ્નિ પ્રજવળ્યો અને જોરથી બોલ્યાં "સાલા પિચાશ મારી આબરૂ લૂંટી લીધી હજી ધરાયો નથી ? અને પાછાં બેશુધ્ધ થઇ ગયાં.

સિધ્ધાર્થે કર્નલને કર્યું "મેડમ બેભાન છે તમે બીજી કંઇ અમંગળના વિચારતાં. સવિતાતો આ બધું સવારથી જોઇ જોઇને ખૂબ જ ગભરાઇ ગયેલી એનાંથી બોલાઇ જવાયું કોની નજર લાગી મારાં શેઠાણી અને એમની દીકરીને આ શું થયું ? મેં પહેલાં મારી બહેનની દીકરીનું જોયું છે પણ આવું નહીં આતો પિશાચોનાં પિશાચ આવી ગયાં ને કબજો જમાવ્યો છે. સર તમે હમણાં અહીંથી બધો જ નિકાલ ના થાય ત્યાં સુધી ના જતાં આ ઘરમાં છેદ થયો છે હવે આમ અધૂરૂ નહીં મૂકાય અહીં શેતાનનો પગ મૂકાઇ ગયો છે.

કર્નલને કંઇ સમજ નહોતી પડી રહી પોતે આવ્યા છે ત્યારથી બસ આવીજ ઘટનાઓ જોઇ રહ્યાં છે. એમણે સવિતાને ક્યું પાણી લાવ અને મનીષાને છાંટ અને સવિતા ઊભી થઇને ઠંડુ પાણી લઇ આવી અને મનિષાબહેનનાં ચહેરાં પર છાંટયું અને સવિતાએ જોયું મનિષાનાં ચહેરા પર થોડી હળવાશ જોઇ એણે મનમાં પ્રાર્થના કરવા માંડી ત્યાંજ સિધ્ધાર્થે બોલાવેલા ડોકટર આવી ગયાં.

ડોકટરે આવીને મનીષાબહેનને તપાસ્યા અને બધું તપાસીને કહયું "આમને આટલો બધો માર કેવી રીતે વાગ્યો છે અમુક જગ્યાએ બેઠામાર છે ક્યાંક ઉઝરડા છે તો ક્યાંક .... ડોક્ટરે સિધ્ધાર્થ સામે જોઇને કહ્યું "આ બધું શું છે ? અહીં આલોકોની સાથે શું થયું છે ? અને વધુ તપાસતા મારનાં ચિન્હ સ્પષ્ટ દેખાયાં અને સવિતાબ્હેનને સાથે રાખીને જોતાં કહ્યું આમનો પર તો જુલ્મ થયો છે પોલીસ કેસ છે તમે પોતેજ બોલાવ્યો છે એટલે પ્રશ્ન નથી પરંતુ આવો કેસ પહેલો જોયો છે કે જેનાં કોઇ આરોપી દેખાતો નથી અને વિકટીમ કંઇ કહી શકે એમ નથી.

સિધ્ધાર્થે કહ્યું "ડોક્ટર એટલેજ મેં ફોન કરીને તમને બોલાવ્યા છે અહીં વાસ્તવમાં જે થયું છે એમાં આંખે દેખતો કોઇ આરોપી નથી છતાં આરોપી છે અને હું અત્યારે તમને સમજાવી શકું એમ નથી તમે આમને પહેલાં સારવાર આપો પછી થી તમને હું બધું જ જણાવીશ અને અહીં અમારી ટીમ હજી હવે આવશે બધાંજ પારદર્શી પુરાવા પણ લેશે પછી જ કંઇક ખબર પડશે.

ડૉક્ટરે સિધ્ધાર્થને સાંભળ્યા પછી તાત્કાલીક સારવાર આપવી શરૃ કરતાં પહેલાં એમને બેડ પર સૂવરાવ્યા. કર્નલે નીચેનાં ગેસ્ટ રૂમમાં જ સૂવરાવવા કહયું અને એમને એમાં લઇ ગયાં. ડૉક્ટરે વાગેલું ત્યાં ડ્રેસીંગ કર્યું અને એક ઇન્જેકશન આપીને સવિતાને અને કર્નલને કર્યું "તમારી નિગરાનીમાં રાખજો અને તમારી રીકવેસ્ટથી જ અહીં સારવાર આપું છું પછી સારું ના થાય તો મારી હોસ્પીટલમાં શીફ્ટ કરવા પડશે. સિધ્ધાર્થે કહ્યું બે જણાંતો ઓલ રેડી હોસ્પીટલમાં છે જ પણ કર્નલ સાહેબની રીકવેસ્ટથી જ તમને ઘરે બોલાવ્યાં છે. ડોકટરે કહ્યું પ્રાથમિક તપાસમાં તો એવું લાગે છે કે વાંધો નહીં આવે અને મેં દવાનાં ઇન્જેકશન આપી દીધાં છે જો સવાર સુધીમાં સારો રીસ્પોન્સ ના આવે તો હું હોસ્પીટલમાં શીફટ કરી દઇશ. એક રાત્રી તમે સારી રીતે કાઢી લો હું નર્સને પણ મોકલાવું છું ને અહીં અહીને દવા વિગેરેનું ધ્યાન રાખશે અને આ બહેનનું બધી રીતે ધ્યાન રાખશે.

ડૉક્ટરે જરૂરી સૂચનાઓ આપીને કહ્યું "મારું આ કાર્ડ છે કંઇ પણ ઇમરજન્સીમાં જરૂર પડે ફોન કરજો હું આવી જઇશ. સિધ્ધાર્થ મારાં મિત્ર છે અને હું પણ મારી ફરજ સારી રીતે જાણુ છું. એમ કહીને કર્નલને કાર્ડ આપ્યું કર્નલે ચાર્જીસ પૂછ્યાં તો ડોક્ટરે કહ્યું પછીથી બધું જણાવશે હમણાં પેશન્ટને સાજા થવા દો એમ કહીને એમણે રજા લીધી.

એટલી વારમાં સિદ્ધાર્થની ટીમ આવી ગઇ એ લોકોએ રૂમની તલસ્પર્શી તલાશી લેવાની શરૂ કરી. બધી જગ્યાઓનાં ફોટાં લીધાં કેમેરાની ઉપરથી હાથની પ્રીન્ટ લેવા પ્રયાસ કર્યો કેમેરા જોતાં થોડી નવાઇ લાગી એમાંના એક અમલદારે ગેલેરીમાં જઇને ઓન કર્યું તો સ્ક્રીન પર જે આવ્યું એ માનવામાં નહોતું આવતું એણે સિધ્ધાર્થને બોલાવ્યો તો મનિષાબ્હેની સાથે કોઇ કાળો ઓળો હતો એ સ્પષ્ટ દેખાતો નહોતો પણ સાથે જે બીજાં દ્રશ્યો જોયાં બધાં જ અચંબામીં પડી ગયાં કેવી સિધ્ધાર્થ ક્યું આ કેમેરો મને આપો હું એમાંથી આનો વીડીયો બતાવરાવી લઇશ આ એક અનોખો પુરાવો છે અને અધિકારીએ કહ્યું પંચનામું થાય ત્યારે તમારી પાસે છે એનો ઉલ્લેખ કરવો સિધ્ધાર્થે કહ્યચું વીકટીમ બચી ગયાં છે એવું સાંભળી અમલદાર આભો બની ગયો.

પ્રકરણ -25 સમાપ્ત.

વાંચો રોમાંચીત થ્રીલર પ્રેમ વાસના... અનોખો બદલો અધૂરી તૃપ્તિનો......