Prem ni saja - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સજા - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ અને વિજય લંચ ટાઈમે એકલા જ હોય છે , મનોજ આશા ને આવવાની ના પાડે છે, વિજય મનોજ ને પુછે છે કે તારો સંજય સાથે કેમ ઝઘડો થયો. મનોજ વિજય ને બધુ કહે છે એટલા મા સંજય અને સુજલ આવતા હોય છે, મનોજ વિજય ને ત્યાથી જવાનુ કહે છે પણ વિજય મનોજ ને સમજાવે છે કે હુ સંજય ને સમજાવુ છુ તુ શાંતિ રાખ હવે જોઈએ આગળ.
સંજય અને સુજલ આવે છે તો મનોજ ઊંધો ફરી જાય છે, વિજય સુજલ ને મનોજ પાસે ઊભા રહેવાનુ કહે છે અને સંજય ને થોડે આગળ લઈ જાય છે.
વિજય : સંજય તને મે એવો નતો માન્યો , તુ કોઈ પણ છોકરી સાથે પ્રેમ ના નામે રમત કેવી રીતે રમી શકે? કોઈ છોકરી ની લાગણી સાથે રમત રમવી એ ખોટી વાત છે.
સંજય : યાર મને માફ કરી દે , પણ મને સમજાઈ ગયુ છે કે હુ બધી છોકરીઓ સાથે રમત રમવાનુ વિચારતો હતો એ ખોટુ છે. હવે હુ એવુ નય વિચારુ જે પણ છોકરી ને પસંદ કરીશ અને જો એ મારો પ્રેમ નો પ્રસ્તાવ સ્વીકારશે તો હુ એને સાચા મન થી પ્રેમ કરીશ.
વિજય : આ થઈ ને વાત યાર હવે તુ અમારો ખાસ મિત્ર થયો ને યાર.
સંજય : મને એક વાત નય સમજાતી તે મને કેવુ પ્રેમ થી સમજાયો પણ મનોજે મને માર્યુ કેમ? અને મારી ને હવે મારી સાથે વાત પણ નય કરતો.
વિજય : જો હુ તને જે કહુ એ વાત આપણા બધા વચ્ચે જ રહેવી જોઈએ. મનોજ આશા ને પ્રેમ કરે છે પણ એ હમણા આશા ને કશુ કહેવા નય માંગતો.
સંજય : તો એમ વાત છે , પણ એણે મને કહ્યુ હોત તો હુ એ જ સમયે એની માફી માંગી લેતો યાર!
વિજય : એણે તને પુછ્યુ હતુ કે તુ આશા ને સાચે પ્રેમ કરે છે પણ તે કહ્યુ કે જ્યાં સુધી કોલેજ મા છે ત્યા સુધી સંબંધ રાખીશુ પછી આગળ જોઈશુ એટલે તુ એની સાથે માત્ર સ્વાર્થ માટે સંબંધ રાખવા કહેતો હતો એટલે મનોજ ને ગુસ્સો આવ્યો. વાત આશા ની હતી એટલા માટે નય પણ કોઈ ની પણ લાગણી સાથે રમત રમવાનો અધિકાર આપણને નથી સમજ્યો.
સંજય : સમજી ગયો ભાઈ, હુ એની માફી માંગી લઉ છુ, અને પ્રોમીસ કરુ છુ કે જે પણ છોકરી ને પ્રેમ કરીશ એને સાચા મન થી કરીશ મારા સ્વાર્થ માટે નય કરુ. ચાલ જઈએ મનોજ પાસે.
બંન્ને જણા મનોજ પાસે જાય છે, મનોજ ચુપચાપ ઊભો રહે છે, સંજય વિજય ને ઈશારા થી કહે છે કે મનોજ ને કહે આગળ ફરે.
વિજય : મનોજ સંજય તને કંઈ કહેવા માગે છે આ બાજુ ફર.
મનોજ : મારે કાન થી સાંભળવાનુ છે અને એને બોલવાનુ છે એને જે કહેવુ હોય કહી શકે છે હુ સાંભળુ છુ.
સંજય : મને માફ કરી દે યાર મને તારા વિશે ખબર ન હતી, અને હુ પ્રોમીસ કરુ છુ યાર કે હવે થી હુ કોઈ પણ છોકરી સાથે રમત રમવાની વાત મન મા પણ નય લાવુ જેને પણ પ્રેમ કરીશ સાચા મન થી કરીશ, પ્લીઝ માફ કરી દે યાર.
આ સાંભળી મનોજ સંજય ને ગળે લગાવી લે છે, મનોજ એને માફ કરી દે છે ફરી બધા પહેલે ની જેમ મસ્તી મજાક ના મુડ મા આવી જાય છે. લંચ ટાઈમ પુરો થતા બધા પોતાના ક્લાસ મા જતા રહે છે. એ પછી બધા સાથે જ હળી મળી ને કોલેજ મા રહેતા હતા, ફરવા પણ સાથે જ જતા જ્યા પણ જતા ત્યા મનોજ અને આશા ને એકાંત મળે એનુ ધ્યાન રાખતા કે જેથી મનોજ અને આશા એકબીજા ને બરાબર સમજી શક્તા.
આમ ને આમ મસ્તી મજાક હરવા ફરવા મા કોલેજ ના ૨ વર્ષ પુરા થઈ ગયા . પણ હજી સુધી મનોજે આશા ને કંઈ પણ કહ્યુ ન હતુ. ૨ વર્ષ પુરા થયા ત્યારે કોલેજ મા રજા ચાલતી હતી , વિજય ને થયુ કે મનોજે હજી સુધી આશા ને કંઈ કહ્યુ નય, જો આમ જ રહેશે તો હવે છેલ્લુ ૧ વર્ષ છે એ પણ નીકળી જશે, પછી એ શુ કરશે મારે એને વાત કરવી પડશે.
સાંજે મનોજ અને વિજય ઉપર અગાશી ઉપર બેઠા હોય છે ત્યારે વિજય મનોજ ને કહે છે.
વિજય : મનોજ કોલેજ ના ૨ વર્ષ પુરા થઈ ગયા છે હવે આ છેલ્લુ વર્ષ છે, જો હજુ પણ તુ આશા ને કોઈ વાત નય કરે , તો બોવ મોડુ થઈ જશે કોલેજ પુરી થઈ જશે પછી શુ કરીશ?
મનોજ : મને ખબર છે યાર હુ પણ જાણુ છુ, પણ હુ સમય ની રાહ જોવ છુ ખરા સમયે એને પ્રપોઝ કરીશ.
વિજય; હજુ કયા સમય ની રાહ જોવે છે તુ?
મનોજ : આ ૨ વર્ષ મા અમે એકબીજા ને સારી રીતે જાણી ગયા છે, મારા વિશે આશા ને બધુ ખબર છે અને આશા વિશે હુ બધુ જાણુ છુ, હવે આગળ મારો જન્મ દિવસ આવે છે, ત્યારે એને હુ પ્રપોઝ કરીશ.
વિજય : અરે વાહ આખરે ભાઈ એ પ્રપોઝ કરવાનુ નક્કી કર્યુ ખરુ.
મનોજ : હા પણ તમારે બધાયે મારો સાથ આપવો પડશે.
વિજય : હા હા યાર બોલ શુ કરવાનુ છે?
મનોજ : મારા જન્મદિવસે તમને બધા ને પાર્ટી જોઈશે હુ આપીશ પણ આપણે બધા રાત્રે જઈશુ પાર્ટી કરવા, આખો દિવસ મને અને આશા ને એકલા રાખવા પડશે.
વિજય : બસ આ વાત છે કંઈ નય હુ સંજય અને સુજલ ને સમજાવી દઉ છુ હમણા જ ફોન કરુ છુ. અમે બધા એ દિવસે કોઈ પણ બહાનુ કાઢી ને તમને એકલા રાખીશુ બસ.
પછી વિજય સંજય અને સુજલ ને ફોન કરીને સમજાવી દેય છે અને પછી વિજય અને મનોજ જમીને ઊંઘી જાય છે.
જે દિવસે મનોજ નો જન્મદિવસ હોય છે એના ૨ દિવસ પહેલા કોલેજ ની રજા પુરી થાય છે અને કોલેજ શરુ થાય છે. રજા પછી ના પહેલા દિવસે બ઼ધા કોલેજ મા ભેગા થાય છે,
આશા : પરમદિવસે મનોજ નો બર્થ ડે છે બોલ મનોજ પાર્ટી કરાવવા ક્યા લઈ જઈશ.
મનોજ : તમે બધા કહેશો ત્યા જઈશુ.
સુજલ : સોરી યાર પ઼ણ હુ નય આવી શકુ મારે એ દિવસે ગામડે જવાનુ છે.
આશા : અરે એવુ ના ચાલે બધાયે આવવુ જ પડશે મનોજ તુ તો કંઈ બોલ?
મનોજ : સુજલ એવુ ના ચાલે યાર! !
સુજલ : બરાબર ઼છે યાર પણ મારે જવુ પડે એમ છે સોરી.
આશા : સારુ કંઈ નય બીજા બધા તો છે જ ને!
સંજય : સોરી મનોજ, આશા મારા થી પ઼ણ નય અવાય, મારા મામા લોકો આવે છે એટલે અમે બધા ૨ -૩ દિવસ ફરવા જવાના છે.
આશા : અરે યાર આ બધુ શુ છે! બધા એક પછી એક ના પાડે છે, વિજય તુ તો છે જ ને કે તારે પણ કશુ છે.
વિજય : પહેલા નક્કી તો કરો ક્યા જવાનુ છે , હુ થોડો મોડો ત્યા આવી જઈશ.
આશા : મોડો એટલે અમારી સાથે નય આવે?
વિજય : મારે એ દિવસે લાયસન્સ માટે જવાનુ છે પણ ત્યાથી હુ જેવો ફ્રી થઈશ તો જયા જવાનુ હશે ત્યા આવી જઈશ.
આશા : સારુ છોડો ના આવશો કોઈ હુ એકલી મનોજ સાથે પાર્ટી કરવા જઈશ કેમ મનોજ?
મનોજ : હુ તો ક્યા ના પાડુ છુ પણ બધા ને એ દિવસે કંઈ કામ છે તો હુ શુ કરુ? વાંધો નય આશા હુ તને પાર્ટી આપીશ. બોલ ક્યા જવુ છે.
આશા : પહેલા તો આપણે મંદિરે દર્શન કરવા જઈશુ, પછી કોઈ સારી જગ્યા એ ફરવા જઈશુ , પછી મુવી જોવા જઈશુ, સાંજે હોટલ મા જમીને ઘરે આવીશુ.
મનોજ : સારુ જેવી તારી ઈચ્છા.
પછી બધા પોતાના ક્લાસ મા જતા રહે છે . કોલેજ પતાવી ને બધા ઘરે જાય છે. ૨ દિવસ પછી મનોજ ના જન્મ દિવસે મનોજ વહેલો ઊઠી ને તૈયાર થાય છે, મનોજ એના મમ્મી પપ્પા ને ફોન કરી ને એમના આશીર્વાદ લેય છે, પછી વિજય ના મમ્મી પપ્પા ને પગે લાગી એમના આશીર્વાદ લેય છે. પછી એ મંદિરે દર્શન કરવા નુ કહી ને ત્યાથી કોલેજ જશે એમ કહી નીકળે છે, બહાર નીકળી આશા ને બોલાવે છે. આશા આવે છે અને એને વિશ કરે છે પછી બંન્ને જણ મંદિરે દર્શન કરવા જાય છે , પછી બહાર આવે છે.
મનોજ : ચાલ દર્શન તો કરી લીધા હવે ક્યા જવુ છે?
આશા : તુ જ કહે ને ક્યા જઈએ? પણ પહેલા તને ગિફ્ટ શુ જોઈએ છે ?
મનોજ : આપણે એક કામ કરીએ અહી નજીક મા જ ગાર્ડન છે આપણે થોડીવાર ત્યા જઈએ પછી તને કહુ છુ કે મને શુ ગિફ્ટ જોઈએ છે.
પછી ગાર્ડન જવા નીકળે છે , ગાર્ડન પહોચી બંન્ને સારી જગ્યા જોઈને બેસે છે.
મનોજ આશા પાસે શુ ગિફ્ટ માંગશે, શુ આજે મનોજ આશા ને પ્રપોઝ કરશે? પ્રપોઝ કરે તો આશા નો જવાબ શુ હશે? શુ આશા મનોજ ને હા પાડશે કે પછી , કોઈ નવી મુસીબત આવશે, જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . .