Prem ni saja - 11 in Gujarati Love Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમ ની સજા - ભાગ-૧૧

પ્રેમ ની સજા - ભાગ-૧૧

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે અરવિંદભાઈ સંજય ને મળ્યા પછી ઘર બદલવાનો નિર્ણય કરે છે, બીજા દિવસે ઘર બદલી નાંખે છે. મનોજ આશા ને ખુબ ફોન કરે છે પણ આશા એનો જવાબ આપતી નથી, મનોજ ને ટેન્શન થાય છે કે શુ થયુ હશે? હવે જોઈએ આગળ. . . . . .
કોલેજ થી ઘરે આવીને મનોજ અગાશી ઉપર જતો રહે છે. ત્યાથી ફરી આશા ને ફોન કરે છે પણ આશા નો ફોન બંધ હોય છે. મનોજ ને કંઈ સુઝ જ નહી પડતી કે આ બ઼ધુ શુ થઈ રહ્યુ છે. મનોજ આવા બધા વિચારો કરી ઊંઘી જાય છે. સવારે ઉઠી ને તૈયાર થઈ મનોજ વિજય કોલેજ જવા નીકળે છે. કોલેજ પહોંચી ને ગેટ પાસે બધા ભેગા થાય છે, મનોજ ની નજર આશા ને જ શોધતી હોય છે પણ આશા આજે પણ કોલેજ મા ના આવી. થોડીવાર મા મનોજ ની નજર આશા પર પડે છે , મનોજ એટલો ઉત્સાહ મા આવી જાય છે કે દોડી ને આશા ને વળગી પડે પણ સાથે અરવિંદભાઈ હોવા થી એ પોતાની જાત ને કાબુ મા રાખે છે.
આશા અને અરવિંદભાઈ કોલેજ ના ગેટ પાસે પહોંચે છે.
અરવિંદભાઈ : કેમ છો છોકરાઓ મજા મા ને
વિજય, સુજલ, સંજય, મનોજ બધા સાથે બોલે છે, હા અંકલ મજા મા.
વિજય : ફાઈનલી આજે આપણા ગૃપ નુ એક મેમ્બર આવી જ ગયુ.
સુજલ : હા બરાબર આશા વગર આપણુ ગૃપ અધુરુ હતુ.
અરવિંદભાઈ : સોરી છોકરાઓ મને કહેતા દુખ થાય છે કે તમારુ ગૃપ અધુરૂ જ રહેશે.
મનોજ : કેમ અંકલ એવુ કહો છો તમે?
અરવિંદભાઈ : વાત જાણે એમ છે ને કે અમે જ્યા ઘર રાખ્યુ છે ત્યાથી કોલેજ ખુબ જ દૂર છે અને આશા ને એટલા દૂર થી એકલી ના મોકલુ . આમ પણ હવે અઠવાડિયા પછી કોલેજ મા રજા પડી જશે પછી સીધા પરિક્ષા મા જ આવવાનુ છે. એટલે હુ પ્રિન્સિપાલ ને મળવા આયો છુ કે હવે આશા સીધી પરિક્ષા આપવા જ આવશે, કેમ કે જેટલા દિવસ પરિક્ષા છે એટલા દિવસ હુ પોતે જ આશા ની સાથે આવીશ અને સાથે લઈ જઈશ.
વિજય : સારુ અંકલ આમ પણ હવે પરિક્ષા પછી બધા છુટા જ પડવાના છે.
અરવિંદભાઈ : હા બરાબર છે ચાલો અમે જઈએ અને હા બધા ને જ કહુ છુ કે પરિક્ષા નજીક છે મહેનત કરજો.
પછી આશા ને અરવિંદભાઈ જવા લાગે છે મનોજ આશા બાજુ જોતો હોય છે અને આશા ને અહી રોકાઈ જવા ઈશારો કરે છે. આશા એને ઈશારા મા હા કહે ઼છે.
આશા : પપ્પા મને અહી મારા મિત્રો સાથે જ થોડીવાર રહેવા દો ને, આમ પણ પછી ક્યા અમે બધા ભેગા થવાના છે.
અરવિંદભાઈ : સારુ જા થોડીવાર તારા મિત્રો પાસે હુ જઈને સર ને મળી આવુ .
અરવિંદભાઈ જાય છે આશા મનોજ પાસે જાય છે, મનોજ આશા ને બધા મિત્રો થી દૂર લઈ જાય છે.
મનોજ : આશા તુ મારો ફોન કેમ નય ઉઠાવતી કેટલા ફોન કર્યા અને રાત્રે તો ફોન જ બંધ કરી દીધો?
આશા : ઘર શિફ્ટ કર્યુ બધો સામાન ગોઠવવા નો હતો એટલે ટાઈમ ના મળ્યો અને રાત્રે પપ્પા તારો નંબર જોઈ ના જાય એટલે ફોન બંધ કરી દીધો હતો.
મનોજ : બરાબર છે પણ એક મેસેજ તો કરવો હતો તારે?
આશા : પપ્પા પણ જોડે જ બધુ કામ કરાવતા હતા મોબાઈલ મારા હાથ મા જોતા તો ગુસ્સે થતા આખો દિવસ કામ કરી ને થાકી ગઈ હતી એટલે પથારી મા પડતા જ ઊંઘી ગઈ સવાર ક્યારે પડી ગઈ એ પણ ખબર ના પડી.
મનોજ : પણ હવે તુ કોલેજ મા નય આવે, ઘર પણ બદલી નાખ્યુ હવે તો તુ મને મળી પણ નય શકે. તમે ક્યા શિફ્ટ થયા છો એ તો કહે હુ તને ત્યા જોવા તો આવી શકુ ભલે મળી ના શકીએ.
આશા : એ તો મને પણ નય ખબર પ઼ણ હુ ઘરે પુછી ને તને કહીશ. અને હા જો હુ તારો ફોન ના ઉઠાવી શકુ વાત ના કરી શકુ તો ચિંતા ના કરતો કેમ કે પરિક્ષા ના લીધે પપ્પા એ ફોન લઈ લીધો છે મને જ્યારે પણ થોડો ટાઈમ મળશે હુ તને સામે થી ફોન કરીશ. તુ મહેનત કરજે મારી ચિંતા ના કરતો મારી પર વિશ્વાસ રાખજે હુ તારી જ છુ બસ હમ઼ણા આપણા પ્રેમ ની પણ પરિક્ષા છે એમ સમજજે. પરિક્ષા પતી ગયા પછી કંઈ પણ કરી ને હુ તને મળીશ અને રિઝલ્ટ આવી જાય એટલે તુ કોઈ સારી જગ્યા એ જોબ શોધી લેજે એટલે મારા થી ઘર મા વાત કરતા ફાવે.
મનોજ : સારુ ચંપા મને તારી પર વિશ્વાસ છે હુ મહેનત કરીશ તારી માટે બધુ જ કરીશ.
આશા : સારુ ચાલ આપણે ત્યા બધા ની પાસે જતા રહીએ પપ્પા આવશે ને આપણને એકલા જોશે તો શક કરશે.
પછી બંન્ને જણ એમના મિત્રો પાસે આવતા રહે છે, બધા ખુબજ મસ્તી કરે છે, અરવિંદભાઈ પાછા આવે છે એટલે આશા બધા ને બાય કહી ઘરે જાય છે, પછી બધા ક્લાસ મા જતા રહે છે. મનોજ વિજય નુ રોજ નુ રુટીન ચાલ્યા કરે છે ઘરે થી કોલેજ ને કોલેજ થી ઘરે. થોડા ટાઈમ મા કોલેજ મા પણ રજા પડી જાય છે બ઼ધા પોત પોતાના ઘરે પરિક્ષા ની તૈયારી મા વ્યસ્ત થઈ જાય છે. ૧ મહિના પ઼છી કોલેજ ની પરિક્ષા ચાલુ થાય છે. પરિક્ષા ના પહેલા દિવસે મનોજ, વિજય, સુજલ, સંજય ભેગા થાય છે, બધા પોત પોતાની તૈયારી વિશે વાત કરે છે, થોડીવાર મા આશા આવે છે અરવિંદભાઈ પણ સાથે હોય છે.
વિજય : કેમછો અંકલ! ! આશા કેવી તૈયારી?
અરવિંદભાઈ : મજા મા તમારી બધા ની તૈયારી કેવી?
આશા : મારી તો બોવ સરસ તૈયારી છે, તમે બધા કહો.
મનોજ : તૈયારી તો બોવ જોરદાર કરી છે, પહેલો નંબર લાવવાનો છે યાર! ! ! !
અરવિંદભાઈ : સારુ કહેવાય ચાલો હવે ક્લાસ મા જાવ.
વિજય : અરે અંકલ હજી તો વાર છે હમણા થી જઈને શુ કરવાનુ?
અરવિંદભાઈ : અરે બેટા હમણા ક્લાસ તમારે સીટ નંબર જોવો પડશે , પછી થોડુ રિવીઝન કરી લેવાનુ આમ ટાઈમપાસ નય કરવાનો.
અરવિંદભાઈ ની વાત માની બધા ક્લાસ મા જાય છે, અને પોતાનો સીટ નંબર શોધી ને બેસે છે, પરિક્ષા ચાલુ થાય છે બધા પેપર લઈ ને પેપર લખવામા વ્યસ્ત થઈ જાય છે, પરિક્ષા પુરી થયા પછી બધા બહાર આવે છે મનોજ વિચારે છે કે આશા ને મળીશ થોડીવાર એની સાથે ટાઈમ પસાર કરીશ. બહાર આવે છે તો અરવિંદભાઈ ને બેસેલા જોવે છે, એ થોડો ઉદાસ થઈ જાય છે, વિજય એની પાછળ જ હોય છે.
વિજય : શુ થયુ મનોજ એકદમ કેમ ઉદાસ થઈ ગયો?
મનોજ : કઈ નય યાર બસ એમ જ
વિજય : સારુ ચાલ ગેટ પાસે જઈએ હમણા બધા આવતા જ હશે.
બંન્ને ગેટ પાસે જાય છે વિજય અરવિંદભાઈ ને જોવે છે એટલે બંન્ને એમની પાસે જાય છે.
વિજય : અરે અંકલ તમે ક્યારે પાછા આવ્યા તમારે ઘરે જવા આવવામા જ ટાઈમ થઈ ગયો હશે તો ઘરે શુ ખાલી પાણી પીવા ગયા હતા?
અરવિંદભાઈ : અરે ના હુ તો ઘરે ગયો જ નથી અહી જ બેઠો હતો, આશા ને લઈ ને જઈશ.
મનોજ : આમ એકલા બેઠા બેઠા કંટાળી ગયા હશો એવુ હોય તો કાલે આશા ને મુકી ને જતા રહેજો અમે આશા ને ઘરે મુકી જઈશુ.
વિજય : હા અંકલ તમારે નોકરી પર રજા પણ નય પડે?
અરવિંદભાઈ : મારી ચિંતા કરવા બદલ તમારો આભાર પણ કોલેજ ની પરિક્ષા પુરી થાય ત્યા સુધી મે રજા મુકી છે એટલે વાંધો નય. અને અહી મારે ક્યા આખો દિવસ બેસવુ છે તો કંટાળી જવાનો?
એટલીવાર મા સંજય, સુજલ અને આશા આવે છે બધા ને મળી ને આશા એના પપ્પા સાથે નીકળી જાય છે, મનોજ, વિજય, સંજય, સુજલ પણ થોડીવાર એકબીજા સાથે વાત કરી નીકળી જાય છે. મનોજ ઘરે જતા જતા વિચારે છે કે આશા ના પપ્પા રોજ સાથે હશે એટલે બોવ વાત નય થાય પણ કંઈ નય મને આશા પર વિશ્વાસ છે કે એ મારી સાથે જ છે, પરિક્ષા પછી જોઈશુ આગળ શુ કરવાનુ છે
આમ ને આમ કોલેજ ની પરિક્ષા પણ પુરી થઈ જાય છે. મનોજ પરિક્ષા પછી થોડા દિવસ એના ગામડે જાય છે. રિઝલ્ટ આવવાની આગળ એ પાછો આવે છે. રિઝલ્ટ ના દિવસે બધા કોલેજ મા ભેગા થાય છે, બધા પોતાના રિઝલ્ટ જોવે છે બધા પાસ થઈ જાય છે , મનોજ નો પહેલો નંબર આવે છે બધા એની પાસે પાર્ટી માંગે છે, મનોજ બધા ને પાર્ટી નુ વચન આપે છે. પણ બધા મા મનોજ ની નજર આશા ને જ શોધે છે, પણ આશા કોલેજ મા આવી ન હતી , પ઼છી બધા પોત પોતાના ઘરે જતા રહે છે. આશા ના કહેવા પ્રમાણે મનોજ હવે સારી નોકરી શોધે છે.
મનોજ સારી નોકરી શોધવામા સફળ થશે? મનોજ અને આશા હવે ક્યારે મળશે? શુ મનોજ ને નોકરી મળી જશે તો આશા અને મનોજ ના સંબંધ ને આશા ના ઘરવાળા મંજુર કરશે? સંજય ના કહેવા મુજબ અરવિંદભાઈ હવે આશા અને સંજય ના લગ્ન ની વાત કરશે? શુ થશે આગળ હવે જાણો આવતા ભાગ મા. . . . . . . . . . . . . . .