Prem ni saja - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સજા - ભાગ - ૯

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના જન્મદિવસ ની પાર્ટી મા બધા પોતાના પરિવાર સાથે જાય છે, પાર્ટી મા જમ્યા પછી અરવિંદભાઈ સંજય ને આશા ના લગ્ન ની વાત કરવા સંજય પાસે જવાનુ વિચારે છે ત્યારે એમની નજર આશા પર પડે છે. આશા અને મનોજ બંન્ને એકલા એક ખૂણા મા ઊભા રહી ને વાત કરતા હોય છે એટલે અરવિંદભાઈ આશા ને બોલાવે છે અને સમજાવી ને સંજય પાસે મોકલે છે. મનોજ આશા ને પાછો બોલાવે નહી એટલે અરવિંદભાઈ મનોજ સાથે વાતો કરવા લાગે છે હવે જોઈએ આગળ.
અરવિંદભાઈ : કેમ મનોજ ભણવાનુ કેવુ ચાલે છે?
મનોજ : એકદમ સરસ અંકલ હુ તો મહેનત પણ બોવ કરુ છુ કોઈપણ હિસાબે મારે ફસ્ટ નંબર લાવવો છે અને સારી નોકરી મેળવવી છે.
અરવિંદભાઈ : બોવ સરસ, આ સંજય તો મહેનત કરે કે ના કરે એને કંઈ ફરક નય પડે કેમ કે એની પાસે તો છે જ એટલુ કે એની અને એની બીજી પેઢી ની જીંદગી આરામ થી પસાર થઈ જશે નય!
મનોજ : હા એ તો છે, પણ એ મહેનત કરશે તો એને જ કામ લાગશે ને ! !
અરવિંદભાઈ : હા એ તો છે. ( એટલા મા એમની નજર આશા પર પડે છે એ એમની પાસે જ આવતી હોય છે અને સંજય ફોન પર વાતો કરતો હોય છે, અરવિંદભાઈ વિૃચારે છે કે કંઈપણ કરીને મનોજ ને હમણા આશા થી દૂર રાખુ એટલે એ એક યુક્તિ કરે છે. )
અરવિંદભાઈ : મનોજ એક કામ કરીશ પણ આશા ને ખબર ના પડવા દેતો નય તો એને ખોટી ચિંતા થશે. મારુ માથુ દુ:ખે છે તુ મને કંઈ થી પણ માથા ની ગોળી લાવી આપ હમણા જ જઈને લઈ આવ આશા પુછે તો એને કંઈ પણ બહાનુ કાઢી દેજે.
મનોજ : હા અંકલ હુ હમણા જ બહાર જઈને લઈ આવુ છુ.
મનોજ બહાર જતો હોય છે આશા એને બોલાવવાની કોશિશ કરે છે પણ અરવિંદભાઈ બહાનુ કાઢી એને રોકે છે અને આશા ને એની મમ્મી પાસે જવા કહે છે. પછી અરવિંદભાઈ સંજય પાસે જાય છે.
સંજય : આવો અંકલ કેવી લાગી મારી પાર્ટી.
અરવિંદભાઈ : બોવ સરસ, એક વાત પુછુ તને
સંજય : હા અંકલ પુછો ને !
અરવિંદભાઈ : આશા તારી સાથે જ કોલેજ મા ભણે છે તમે એકબીજા ને સારી રીતે ઓળખો છો , આશા કોલેજ મા બરાબર ભણે છે તો ખરી ને ! કોઈ ની સાથે કોઈ રિલેશન તો નથી રાખતી ને એ!
સંજય : શુ અંકલ તમે કેવી વાત કરો છો આશા એવી નથી તમને તમારી છોકરી પર ભરોસો નથી ?
અરવિંદભાઈ : એવુ નથી બેટા મને તો આશા પર ભરોસો છે પણ આજ કાલ ના છોકરાઓ પર ભરોસો નથી.
સંજય : અંકલ આપણો સિક્કો સાચો હોય તો ઘબરાવાનુ શુ
અરવિંદભાઈ : એ તો છે જ મારે એક બીજી વાત પણ કરવી છે અને એનો જવાબ હમણા આપવો હોય તો હમણા નય તો વિચારી ને આપજે.
સંજય : હા અંકલ તમે પુછો ને
અરવિંદ઼ભાઈ : બેટા મને તુ ગમે છે શુ તને અમારી આશા પસંદ છે જો તારી હા હોય તો હુ તારા પપ્પા સાથે તારા અને આશા ના લગ્ન ની વાત નાખુ.
સંજય : અંકલ હુ અને આશા સારા મિત્ર છીએ હુ લગ્ન વિશે વિચારી પણ નય શક્તો મને તમારો નંબર આપો આપણે શાંતિ થી વાત કરીશુ હમણા મજા નય આવે, અને હા હવે કોલેજ ની છેલ્લી પરિક્ષા નજીક છે તો આ બધી વાત પરિક્ષા પછી કરીએ તો સારુ.
અરવિંદભાઈ : ભલે બેટા હુ તારા જવાબ ની રાહ જોઈશ, ચાલ હવે અમે નીકળીએ પછી બોવ મોડુ થશે સવારે મારે નોકરી પર જવાનુ છે ને આશા ને તારે કોલેજ પણ જવાનુ છે
સંજય : ભલે અંકલ હુ તમને ફોન કરીશ પછી શાંતિ થી આપણે બધી વાત કરીશુ.
અરવિંદભાઈ ઘરે જવા માટે એમના પત્નિ કપિલાબેન અને આશા પાસે જતા હોય છે ત્યા મનોજ એમને સામે જ મળે છે.
મનોજ : અંકલ લો તમારી ગોળી હુ લઈ આવ્યો.
અરવિંદભાઈ : હવે મારુ માથુ મટી ગયુ મે થોડુ લીંબુ સરબત પી લીધુ તો હવે સારુ લાગે છે.
મનોજ : તમારુ માથુ દુ:ખતુ મટી ગયુ એ તો સારી વાત છે પણ હવે આ ગોળી નુ શુ કરુ! એક કામ કરો આ ગોળી તમે તમારી પાસે રાખો ફરી કોઈ દિવસ તમને માથુ દુ:ખે તો લઈ લેજો.
અરવિંદભાઈ : ભલે લાય હુ લઈ જઉ છુ ચાલ હવે મોડુ થાય છે અમે ઘરે જઈએ.
મનોજ : સારુ આશા ને પણ લઈ જાવ છો એને રહેવા દો અમે એને અમારી સાથે લઈ આવીશુ.
અરવિંદભાઈ : ના ના ભાઈ તમને વહેલુ મોડુ થાય હુ આશા ને લઈ જાઉ છુ ઠીક છે બાય! !
અરવિંદભાઈ કપિલાબેન અને આશા ને લઈને ઘરે જવા નીકળે છે મનોજ આશા ને જોઈને ઈશારા થી કહે છે કે અમે ઘરે આવીએ પછી અગાશી ઉપર આવજે. આશા ઈશારા મા હા પાડી જતી રહે છે. મનોજ વિજય પાસે જાય છે અને સુજલ ને બોલાવી બધા સંજય પાસે જાય છે.
સંજય : કેમ મિત્રો કેવી લાગી મારી પાર્ટી બધા ને મજા તો આવી ને અરે હજી તો ડીજે બાકી છે એમા વધારે ધમાલ કરીશુ બધા.
વિજય : હા યાર ડીજે વગર તો પાર્ટી મા શુ મજા?
સંજય : હા પણ આશા જતી રહી એટલે થોડી મજા ઓછી થઈ ગઈ.
મનોજ : એટલે તુ કહેવા શુ માંગે છે.
સંજય : અરે ભાઈ હવે તુ ગુસ્સે ના થતો આશા આપણી મિત્ર છે અને આપણા ગૃપ નુ એક મેમ્બર ના હોય તો મજા તો થોડી ઓછી જ થઈ જાય ને !
સુજલ : હા ભાઈ એ તારી વાત સાચી છે.
વિજય : ભાઈ તુ એ બ઼ધુ છોડ ને જલ્દી ડીજે ચાલુ કરાવ મારુ તો નાચવાનુ ખૂબ જ મન છે.
સંજય : હા હમણા જ ચાલુ કરાવુ છુ તમે બધા તૈયાર રહો ફુલ એન્જોય અને મસ્તી કરવા.
સંજય ડીજે ચાલુ કરાવડાવે છે બધા ડીજે મા ખૂબ જ ધમાલ મસ્તી કરે છે ડીજે પુરુ થયા પછી મનોજ વિજય અને વિજય ની ફેમીલી સંજય ને મળી ને ઘરે જવા નીકળે છે ઘરે પહોચે છે મનોજ મેઈન ગેટ ખોલવા ઉતરે છે મનોજ મેઈનગેટ જાણી જોઈને થોડો પછાડે છે જેથી આશા ને ખબર પડે કે મનોજ ઘરે આવી ગયો છે. બધા ઘર મા જઈને ઊંઘવાની તૈયારી કરે છે, મનોજ કપડા બદલી ને સીધો અગાશી પર જાય છે ઼અગાશી પર જઈને આશા ની રાહ જોવે છે, બોવ મોડુ થઈ જાય છે પણ આશા આવતી નથી અને મનોજ કંટાળી ને નીચે જઈને ઊંઘી જાય છે. સવારે ઊઠીને મનોજ વિજય ફ્રેશ થઈને કોલેજ જવા નીકળે છે બહાર આવીને આશા ને બોલાવે છે આશા આવે છે પછી બધા કોલેજ જાય છે.
મનોજ : આશા રાત્રે કેમ ઉપર ના આવી મે કેટલી તારી રાહ જોઈ કંટાળી ને નીચે આવતો રહ્યો.
આશા : સોરી યાર આ કાલે પાર્ટી મા ઊભા ઊ઼ભા ખુબ જ થાકી ગઈ હતી એટલે ઘરે આવીને આડી પડી તો ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી કે ક્યારે સવાર પડી ગઈ. પણ કાલે પાર્ટી મા બોવ મજા આવી નય સંજયે શુ શાનદાર પાર્ટી આપી હતી એનુ ઘર પણ કેટલુ સરસ છે જાણે કોઈ મહેલ હોય.
મનોજ : હા ભાઈ એ એના બાપ ના પૈસે લહેર કરે છે એના બાપ ની તો પોતાની ૨ કંપનિ છે તો આપે જ ને અમે તો મધ્યમ વર્ગ ના છે અમારી તો જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરીએ ને.
આશા : મનોજ તુ કેમ એવુ બોલે છે મે તને પ્રેમ કર્યો છે નય કે તારુ ઘર કે તારી કોઈ મિલકત જોઈને તુ મને જ્યા રાખીશ જેવી રીતે રાખીશ એવી રીતે હુ રહીશ.
મનોજ : હુ તો જે સાચુ છે એ કહુ છુ યાર ચાલો કોલેજ આવી ગઈ હવે આપણે ક્લાસ મા જઈએ.
બધા પોત પોતાના ક્લાસ મા જતા રહે છે બપોરે લંચ મા બધા ભેગા થાય છે લંચ પતાવી ને મનોજ પા઼ણી લેવા જાય છે મનોજ પાછો આવે છે તો જોવે છે કે આશા સંજય સાથે દુર ઊભી રહીને વાતો કરતી હોય છે મનોજ ત્યા જવા લાગે છે તો આશા એને જોઈને ઈશારા થી ત્યા જ ઊભો રહેવા કહે છે. મનોજ ને નવાઈ લાગે છે કે એવી તો શુ વાત હશે કે આશા મને રોકે છે. મનોજ ના મન મા વિચારો આવવા લાગે છે. આશા સંજય ની જાહોજલાલી જોઈને લલચાઈ તો નઈ ગઈ ને કે હવે એને સંજય ગમવા તો નથી લાગ્યો ને એમ બધુ વિચારે છે લંચ ટાઈમ પુરો થતા બધા પોતાના ક્લાસ મા જતા રહે છે, સાંજે કોલેજ માથી છુટી ને ઘરે જવા નીકળે છે એ સમયે પણ આશા સંજય ને ખુબ પ્રેમ થી બાય કહે છે મનોજ આબધુ જોતો હોય છે. બસ આવે છે મનોજ વિજય આશા બસ મા બેસે છે.
આશા : કેમ મનોજ કઈ બોલતો નથી શુ થયુ?
મનોજ : બોલવા જેવુ છે જ શુ બધુ નજરે તો દેખાય છે.
આશા : શુ નજરે દેખાય છે તુ કહેવા શુ માંગે છે.
મનેજ : તુ અને સંજય લંચ મા એવી તો શુ વાત કરતા હતા કે મને પણ તે ત્યા આવવાની ના પાડી અને હમણા પણ તુ સંજય ને કેટલા પ્રેમ થી બાય કહેતી હતી.
આશા : તુ શુ બોલે છે તુ આવુ વિચારી પણ કેમ શકે છે, સંજય આપણો મિત્ર થે એનાથી વધારે કશુ નય.
વિજય : અરે તમે હવે ઝઘડવાનુ બંધ કરો આ પબ્લિક પ્લેસ છે સારુ ના લાગે ઘરે જઈને અગાશી ઉપર શાંતિ થી વાત કરજો.
વિજય ની વાત માની બંન્ને ચુપ થઈ જાય છે ઘર આવતા મનોજ આશા ને રાત્રે અગાશી ઉપર આવવાનુ કહી ઘર મા જતો રહે છે.
શુ મનોજ ના મન મા લંચ ટાઈમે આશા અને સંજય ને વાતો કરતા જોઈ જે વિચારે છે એ સાચુ થશે? શુ આશા પણ સંજય ની જાહોજલાલી જોઈ ને સંજય પર મોહિત થઈ ગઈ છે? શુ સંજય આશા ના પપ્પા ને ફોન કરી આશા અને મનોજ ના સંબંધ ની જાણ કરશે કે પછી એ લગ્ન માટે હા પાડશે. શુ આશા રાત્રે મનોજ ને મળવા અગાશી પર જશે કે નય જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . .