Prem ni saja - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સજા - ભાગ - ૭

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ એના જન્મ દિવસે આશા ને પ્રપોઝ કરે છે, આશા પહેલા મનોજ સાથે થોડો મજાક કરે છે પછી એનો પ્રપોઝલ સ્વીકારે છે, પછી બંન્ને મનોજ ના ગામડે જાય છે સાંજે પાછા ફરે છે અને હોટલ મા જમીને ઘરે જાય છે હવે જોઈએ આગળ.
મનોજ ઘરે આવે છે, વિજય એની રાહ જોતો હોય છે, મનોજ ના આવતા ની સાથે જ વિજય મનોજ ને અગાશી પર લઈ જાય છે.
વિજય: શુ ભાઈ કેવો રહ્યો દિવસ? આશા ને પ્રપોઝ કર્યુ કે નય?
મનોજ : હા ભાઈ કર્યુ અને એણે મારુ પ્રપોઝલ સ્વીકાર્યુ અને અમે આખો દિવસ ખુબ મજા કરી, મારા ગામડે પણ ગયા અને હમણા હોટલ મા ડિનર કરી ને ઘરે આવ્યા.
વિજય : કોંન્ગ્રેચ્યુલેશન ભાઈ હવે તમારુ તો પતી ગયુ હવે અમારી પાર્ટી નુ શુ? બધા તારો વેઈટ કરે છે.
મનોજ : હા ભાઈ ચાલો ને જ્યા જવુ હોય ત્યા જઈએ હુ ક્યા ના પાડુ છુ.
વિજય : સારુ સંજય અને સુજલ ને ફોન કરુ છુ કે ક્યા જવુ છે પછી આપણે જઈએ.
વિજય સંજય અને સુજલ ને ફોન કરી ને હોટલ મા જવાનુ નક્કી કરે છે પછી હોટલ મા ભેગા થાય છે. ત્યા બધા ખુબ ધમાલ મસ્તી કરે છે અને પછી જમી ને ઘરે પાછા આવે છે.
મનોજ વિજય ઘરે આવી ને ઊંઘી જાય છે. સવારે ઊઠી ને ફટાફટ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળે છે, બહાર આવી આશા ને બોલાવે છે પછી બધા કોલેજ જાય છે. કોલેજ પહોંચી ને બધા ગેટ પાસે બેસે છે. સંજય અને સુજલ પણ ઼આવી જાય છે.
સંજય : મિત્રો આવતા અઠવાડિયે મારો જન્મદિવસ છે હુ તમને બધા ને મારા ઘરે આવવાનુ આમંત્રણ આપુ છુ.
વિજય : હા ભાઈ પણ એવુ ના ૃચાલે ઘરે બોલાવી ને સસ્તા મા પતાવા માંગે છે, અમને તો હોટલ મા પાર્ટી જોઈએ ભાઈ.
સંજય : અરે ભાઈ મારા ઘરે બોવ મોટી પાર્ટી છે, તમે હોટલ પણ ભુલી જશો.
મનોજ : એમ વાત છે તો તો વાંધો નય યાર!
સંજય : સુજલ તારી પ્રેમીકા ને પણ સાથે લેતો આવજે , આ઼શા તો અહી જ છે એટલે વાંધો નય એને તો ખબર પડી જ ગઈ.
આશા : હા અમે બધા જ આવીશુ ચાલો હવે જઈએ ક્લાસ નો ટાઈમ થઈ ગયો છે.
બધા પછી ક્લાસ મા જતા રહે છે, લંચ ટાઈમ મા બધા ભેગા થાય છે, બધા નાસ્તો પતાવી વાતો કરે છે મનોજ અને આશા થોડાક દુર જઈ બેસે છે.
મનોજ : આશા હુ માનુ છુ કે આપણે આપણા સંબંધ ની વાત ઘર મા કરી દઈએ, જો પાછળ થી એમને બીજા થી ખબર પડે તો એમને દુખ થશે કે આપણે આવા ધંધા કરીએ છે ? એટલે કહી દેવુ સારુ રહેશે.
આશા : તારી વાત સાચી છે પણ મારે મારા ઘર નુ વાતાવરણ જોઈ ને વાત કરવી પડશે નય તો મુસીબત થઈ જશે.
મનોજ : શેની મુસીબત?
આશા : મનોજ ખોટુ ના લગાવતો પણ જો તારુ ઘર જેવુ છે એવુ મને ગમે છે પણ દરેક છોકરી ના મા બાપ એવુ ઈચ્છતા હોય છે કે એમની છોકરી ને સારુ ઘર મળે અને મારો પરિવાર ઊંચો મોભો ધરાવે છે કદાચ હમણા આપણે કહીશુ તો આપણા સંબંધ નો સ્વીકાર ના કરે તો?
મનોજ : તુ તારી જગ્યા એ સાચી છે પણ આપણે ના કહીએ ને કોઈ બીજુ આપણા વિશે કહી દેશે તો વધારે તકલી઼ફ ઊભી થશે.
આશા : બરાબર છે પણ મારુ માનવુ એવુ છે કે હવે આપણી કોલેજ પુરી થવા મા બોવ સમય નથી કોલેજ પુરી થયા પછી તુ સારી જગ્યા એ જોબ શોધી લેજે એટલે મને ઘર મા કહેતા ફાવે કે ભલે તુ ગામડા નો છે પણ તારી જોબ તો સારી છે ને એટલે હુ ખુશ રહીશ કદાચ તારી સારી જોબ જોઈ ને પણ મારા ઘરવાળા રાજી થઈ જાય.
મનોજ : ભલે તુ જેવુ કહે એવુ કરીશુ બસ.
થોડી વાર મા લંચ ટાઈમ પુરો થાય છે બધા પોત પોતાના ક્લાસ મા જતા રહે છે , સાંજે છુટી ને ગેટ પાસે ભેગા થાય છે થોડો મસ્તી મજાક કરી ને બધા પોતાના ઘરે જાય છે. ઘરે પહોચી ને જમી ને મનોજ અગાશી ઉપર જતો રહે છે, થોડીવાર મા આશા પણ ઉપર આવે છે એ બંન્ને મોડે સુધી વાતો કર્યા કરે છે, હવે આ એમનો રોજ નો ક્રમ થઈ ગયો કોલેજ થી આવી ને રોજ મોડે સુધી બેસી રહે. આ બધુ જોઈને આશા ના પપ્પા અરવિંદભાઈ ને દાળ મા કંઈ કાળુ છે એમ લાગ્યુ , બીજા દિવસ જ્યારે આશા કોલેજ થી પાછી આવી ત્યારે એમણે આશા ને એમની પાસે બેસાડી.
અરવિંદભાઈ : બેટા એક વાત પુછવી છે, તુ ખોટુ ના લગાવતી દિકરી મોટી થઈ જાય એટલે બાપ ની ચિંતા વધી જાય અને જવાબદારી પણ વધી જાય કેટલાય દિવસ થી મન મા એક સવાલ હતો.
આશા : હા પપ્પા પુછો ને તમે મારા બાપ છો કંઈ હુ તમારો બાપ નથી તમે હક થી કંઈ પણ પુછી શકો છો.
અરવિંદભાઈ : હુ કેટલાય દિવસ થી જોઉ છુ કે તુ અને મનોજ કોલેજ મા તો સાથે જ હોવ છો પણ રાત્રે પણ મોડા સુધી બેસી રહો છો આ બધુ શુ છે?
આશા : પપ્પા તમે જે વિચારો છો એવુ કંઈ જ નથી , કોલેજ નુ હવે છેલ્લુ વર્ષ છે હવે પરિક્ષા ને પણ બોવ ઓછો સમય છે એટલે અમે ભણવા માટે મોડે સુધી બેસી રહીએ છે.
અરવિંદભાઈ : એ તો સારુ કહેવાય પણ અંધારા મા કેવુ ભણવાનુ? મનોજ ને અહી આપણા ઘરે બોલાવ નય તો તુ ત્યા જા, આમ અગાશી પર અંધારા મા બેસવાનો શુ મતલબ છે?
આશા : એ તો પપ્પા કોલેજ મા જે ભણાવે છે તેનુ અમે મૌખીક રીવિઝન કરીએ છે.
અરવિંદભાઈ : જો બેટા જે પણ કરો પણ અમારી ઈજ્જત નુ ધ્યાન રાખજે અને જો મનોજ તને પસંદ હોય તો અમને કહેજે આગળ વાત નાખીશુ.
આશા : પપ્પા એવી કોઈ પણ વાત હશે તો હુ તમને ચોક્કસ કહીશ.
પછી એ જમીને ઉપર જાય છે મનોજ ત્યા જ હોય છે , આશા મનોજ ને બધુ કહે છે કે એના પપ્પા એ એને શુ કહ્યુ.
મનોજ : તારા પપ્પા એ જ્યારે તને એવુ કહ્યુ કે હુ તને પસંદ હોવ તો આગળ વાત નાખીએ તો તારે કહી દેવુ જોઈએ ને
આશા : મનોજ તુ સમજતો કેમ નથી હુ હમણા પણ કહી દઉ પણ તારુ ઘર જોશે ને તો એ લોકો આપણો સંબંધ નય સ્વીકારે અને પછી આપણે સાથે રહેવાનુ મળવાનુ બધુ જ બંધ થઈ જશે. અને હુ તને કોઈપણ કીંમતે ખોવા નય માંગતી જો હુ તારા થી દુર થઈશ તો રહી નય શકુ કશુ કરી દઈશ હુ.
મનોજ : આશા હુ પણ તારા વગર નય રહી શકતો તને મારી જાન થી પણ વધારે પ્રેમ કરુ છુ.
આશા : એટલે જ કહુ છુ કે હમણા ઉતાવળ ના કરીશ જેમ ચાલે છે તેમ ચાલવા દે એકવાર પરિક્ષા પતી જાય રિઝલ્ટ આવી જાય પછી તુ કોઈ સારી જગ્યા એ સારો પગાર હોય એવી જોબ શોધી લેજે પછી વાત કરવા મા વાંધો નય.
મનોજ : સારુ મારી જાન તુ જેવુ કહે એવુ.
એમ કહી બંન્ને એકબીજા ને બાઝી પડે છે એ એટલા ખોવાઈ જાય છે કે જાણે બે શરીર એક જાન હોય બંન્ને વચ્ચે મર્યાદા ના બધા જ બંધ તુટી જાય છે. તમામ હદ વટાવી દે છે. પછી બોવ મોડુ થઈ જાય છે એટલે એ ઊંઘવા જાય છે.
આ રાત એમની માટે બોવ યાદગાર હોય છે કે એમને તમામ હદ વટાવી દીધી. પણ શુ અરવિંદભાઈ ને આશા એ જે કહ્યુ એ માની લેશે, કે એ કંઈ યુક્તી કરી ને મનોજ અને આશા ના સંબંધ વિશે માહિતી લેશે. જો એમને સાચુ ખબર પડશે તો એ એમનો સંબંધ સ્વીકારશે કે બંન્ને એકબીજા થી દૂર થઈ જશે જાણો આવતા ભાગ મા ત્યા સુધી આવજો. . . . . . . . .