Prem ni saja - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સજા - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ ના જન્મ દિવસ ના દિવસે આશા અને મનોજ સવારે મંદિરે દર્શન કરી , બહાર આવે છે. આશા મનોજ ને ગિફ્ટ વિશે પુછે છે. મનોજ આશા ને કહે છે કે અહી નજીક ગાર્ડન છે ત્યા જઈએ, પછી હુ તને કહુ છુ કે મારે શુ ગિફ્ટ જોઈએ છે. બંન્ને ગાર્ડન મા જાય છે સારી જગ્યા જોઈને બેસે છે, હવે જોઈએ આગળ. .
આશા : બોલ હવે તને શુ ગિફ્ટ જોઈએ છે.
મનોજ : આશા હુ તારી પાસે કેટલા ટાઈમ થી એ વસ્તુ માગવાનુ વિચારુ છુ પણ માગી નહી શકતો આજે માંગુ છુ.
આશા : હા પણ બોલ તો ખરો શુ જોઈએ છે.
મનોજ : મને ગિફ્ટ મા કંઈ નય જોઈતુ બસ તારો પ્રેમ જોઈએ છે. હુ તને જોઈ ત્યાર થી જ તને ખૂબ પસંદ કરુ છુ. તને ખૂબ જ પ્રેમ કરુ છુ.
આશા : મનોજ તને ભાન છે તુ શુ બોલે છે! આપણે સારા મિત્ર છીએ, મે કોઈ દિવસ એવુ વિચાર્યુ નહિ, અને તુ મારા માટે એવુ વિચારે છે?
મનોજ : તને ખોટુ લાગ્યુ હોય તો સોરી યાર તને મારી વાત નુ ખોટુ લાગ્યુ હોય તો મારા મન મા જે હતુ એ તને કહ્યુ.
આશા : મનોજ મે તને આવો નહતો ધાર્યો મને તો એમ હતુ કે તુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે પણ તુ મને એ નજરે જુવે છે. ?
મનોજ : બસ આશા હુ તને સાચા મન થી પ્રેમ કરુ છુ, પણ મે તારા પ્રત્યે કોઈ દિવસ એવી નજર નય રાખી, મારો પ્રેમ એકદમ પવિત્ર છે સમજી. પણ કદાચ તને તને મારો પ્રેમ નો પ્રસ્તાવ સ્વિકાર ના હોય તો વાંધો નય પણ તારી પર મારી ખરાબ નજર છે એવુ ના કહીશ. ચાલ હવે જઈએ બોલ ક્યા જવુ છે?
આશા : અરે જવાય છે હવે! શાંતિ રાખ તુ તો સિરીયસ થઈ ગયો, હુ તો મજાક કરતી હતી.
મનોજ : પ્રેમ ના નામે હુ મજાક નય કરતો સમજી.
આશા : ઓકે બાબા, સોરી પણ સાચુ કહુ તો હુ પણ તને પ્રેમ કરુ છુ, તારો પ્રેમ પ્રસ્તાવ મને સ્વિકાર છે.
મનોજ : શુ સાચુ કહે છે તુ?
આશા : હા, સાચુ કહુ છુ અને મને એ પણ ખબર છે કે તે મને જોઈ ત્યાર થી જ મને પસંદ કરે છે, સંજય સાથે તારો ઝઘડો કેમ થયો હતો , આજે બધા તારો જન્મદિવસ છે તો પણ કેમ નય આવ્યા, આપણને એકલા રાખવા માગતા હતા એટલે બધા એ બહાના બનાવ્યા.
મનોજ : તને આ બધી કંઈ રીતે ખબર?
આશા : તમને બધા ને શુ લાગે છે મને કશી ખબર જ નય પડતી ? કોણ શુ કરે છે, કયાં જાય છે કોની સાથે બોલે છે મને બધી જ ખબર છે.
મનોજ : ઓકે પણ મને કહે તો ખરી તને બધી કંઈ રીતે ખબર?
આશા : સુજલ ની જે પ્રેમીકા છે, રજની એ મારી ખાસ મિત્ર છે , જેમ તમે લોકો મને કશી ખબર નય પડવા દેતા એમ અમે પણ કોઈને કશી ખબર નય પડવા દેતા સમજયો.
મનોજ : હા મેડમ સમજી ગયો હવે બોલ ક્યા જવુ છે આપણે જઈએ.
આશા : આપણે તારા ગામડે જઈએ, આજે તારો જન્મદિવસ છે તુ તારા મમ્મી પપ્પા ને મળજે એ બહાને હુ પણ તારુ ગામ તો જોઉ.
મનોજ : સારુ ચાલ તો હુ વિજય પાસે બાઈક મંગાવી લઉ પછી આપણે જઈએ એટલે જલ્દી પાછા પણ આવતુ રહેવાય.
પછી મનોજ વિજય ને ફોન કરી ને બાઈક મંગાવે છે , આશા અને મનોજ ગામડે જવા નીકળે છે. ૨ કલાક મા ગામડે પહોચી જાય છે, ઘરે પહોચી મનોજ એના મમ્મી પપ્પા ને પગે લાગે છે આશા પણ પગે લાગે છે પછી મનોજ આશા નો પરિચય કરાવે છે.
રતીલાલ : બેટા તારી કોલેજ કેવી ચાલે છે?
મનોજ : ખુબ સરસ પપ્પા, ૨ વર્ષ ક્યારે નીકળી ગયા ખબર જ ના પડી.
શારદાબેન : આશા મનોજ બોવ ધમાલ તો નય કરતો ને કોલેજ મા એની તો પહેલે થી જ આદત જ છે ધ્યાન રાખજો એનુ ?
આશા : ધમાલ તો ૃબોવ જ કરે છે જેની તેની સાથે ઝઘડા પણ કરે છે.
મનોજ : ઓય ચંપા હુ ક્યા કોઈની સાથે ઝઘડા કરુ છુ, ખોટુ નામ લેય છે તે પાછી?
જશોદા : ભાઈ હવે રહેવા દે અમે તને ઓળખીયે જ છે તુ આશા ને ના બોલ સમજ્યો.
આશા : ના એવુ કંઈ નહી હુ તો મજાક કરુ છુ, મનોજ તો બોવ હોશિયાર છે, ભણવામા વધારે ધ્યાન આપે છે અને તમે ચિંતા ના કરો અમે બધા ત્યા છે ને એનુ ધ્યાન રાખવા માટે.
મનોજ : સારુ હવે ચાલો ભૂખ બોવ લાગી છે જમી લઈએ, બોવ સમય થઈ ગયો મમ્મી ના હાથ નુ જમવાનુ નય જમ્યો.
શારદાબેન : હા જમી લો પણ આજે ઼અડધી રસોઈ જશોદા એ બનાવી છે.
મનોજ : આ ચીબાવલી એ બનાવ્યુ ઼છે, આવડી ગયુ એને બનાવતા , હવે પત્યુ ખબર નય સ્વાદ વગર નુ બનાવ્યુ હશે.
જશોદા : શુ બોલ્યો તુ ઊભો રહે હમણા તને સ્વાદ બતાવુ છુ, મારી વેલણ ક્યા છે?
રતીલાલ : જોયુ આશા આ લોકો ભેગા થાય ને એટલે આવુ જ કરે લડ્યા જ કરે!
આશા : અંકલ આવા જ પરિવાર મા પ્રેમ વધારે હોય છે, લડતા ઝઘડતા એકબીજા ની હંસી મજાક કરવાની વાત જ અલગ હોય છે.
શારદાબેન : મનોજ, જશોદા ચાલો બોવ થયુ હવે જમી લો
જશોદા : આ ભાઈ ને સમજાવી દે નય તો એની સાથે કોઈ દિવસ વાત નય કરુ.
મનોજ : સારુ ચીબાવલી ચલ હવે બોવ ભૂખ લાગી છે.
પછી બધા જમવા બેઠા, જમીને મનોજ આશા ને એમનુ ખેતર બતાવવા લઈ ગયો, પછી ઘરે આવીને બધા એ ખૂબ વાતો કરી અને સાંજ પડવા આવી એટલે મનોજ અને બધા ને આવજો કહી શહેર પાછા આવવા નીકળી ગયા. શહેર મા પાછા આવી ને મનોજ અને આશા ગાર્ડન મા બેસવા ગયા.
મનોજ : આશા કેવુ લાગ્યુ મારુ ગામ, મારા પરિવાર ના લોકો.
આશા : મને તો બોવ ગમ્યુ , તારા ઘર ના બધા જ બોવ સારા છે, પણ!
મનોજ : પણ, શુ ? અટકી કેમ ગઈ બોલ?
આશા : મને તો તારુ ગામ, તારા પરિવાર ના લોકો બધા જ ગમ્યા પણ ભવિષ્ય મા કદાચ આપણે લગ્ન કરવાનુ થાય તો મારા ઘરવાળા આપણા સંબંધ નો સ્વિકાર કરશે કે નય? તુ ખોટુ ના લગાવતો પણ તારુ મધ્યમ પરિવાર મારા પરિવાર ના લોકો સંબંધ સ્વિકારશે કે નય?
મનોજ : આશા તુ ચિંતા ના કરીશ આપણો પ્રેમ સાચો હશે તો ભગવાન પણ સાથ આપશે. ચાલ હવે આપણે કંઇ હોટલ મા જઈએ જમીએ પછી ઘરે જઈએ.
એ લોકો જમીને ઘરે જાય છે . આગળ હવે એમનો સંબંધ કેવો ચાલશે આશા ના ઘર મા ખબર પડશે તો શુ થશે? કોઈ નવી મુસીબત આવશે ? જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . . .