Prem ni Saja - 8 in Gujarati Love Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમ ની સજા - ભાગ - ૮

પ્રેમ ની સજા - ભાગ - ૮

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે આશા ના પપ્પા ને મનોજ અને આશા ના સંબંધ વિશે શંકા જતા એ આશા ને પુછે છે, આશા એના પપ્પા ને બહાનુ કાઢી સમજાવી દે છે પ઼છી રાત્રે એ અગાશી પર મનોજ ને મળે છે એ લોકો વચ્ચે બધી જ હદ પાર થઈ જાય છે રાત્રે મોડા બંન્ને ઊંઘવા જાય છે હવે જોઈએ આગળ.
સવાર પડતા જ મનોજ અને વિજય ઊઠીને તૈયાર થાય છે નાસ્તો કરી કોલેજ જવા નીકળે છે બહાર આવી આશા ને બોલાવે છે પછી ત્રણેય જણ કોલેજ જાય છે કોલેજ પહોંચી ને ગેટ પાસે જાય છે સંજય અને સુજલ પહેલે થી જ ત્યા બેઠા હોય છે બધા એકબીજા ને મળે છે.
સંજય : મિત્રો સાંજે કોલેજ થી છુટી ને ઘરે જાવ તો કશે જતા નય ઘરે જ રહેજો.
વિજય : કેમ ભાઈ કંઈ છે કે શુ ? કે ભુકંપ આવવાનો છે કે વાવાઝોડુ આવવાનુ છે તો તુ અમને કશે જવાની ના પાડે છે.
સંજય : અરે યાર શુ તુ પણ એવુ કંઈ નહી હુ સાંજે તમારા બધા ના ઘરે આવવાનો છુ.
વિજય : ઓહ્ તો એમ છે પણ હુ મનોજ અને આશા તો એક જ જગ્યા એ રહીએ છીએ તો વાંધો નય પણ સુજલ તો તારા ઘર પાસે રહે છે તો તુ કેવી રીતે સાંજે અમારા બધા ના ઘરે આવીશ.
સંજય : અરે યાર બોવ થયુ મજાક બંધ કર હુ સુજલ ના ઘરે પહેલા જઈશ પછી તમારા ઘરે આવીશ.
વિજય : હા તો એમ ચોખવટ કર ને !
મનોજ : વિજય બસ ભાઈ હવે બોવ થયુ , સંજય તને કંઈ કામ છે તો ઘરે આવવાનો છે?
સંજય : હા, મારો જન્મદિવસ છે એનુ આમંત્રણ આપવા આવવાનો છુ ભાઈ.
મનોજ : અરે એમ વાત છે વાંધો નય અમે બધા ઘરે જ મળીશુ આવી જજે.
પછી બધા ક્લાસ મા જતા રહ્યા સાંજે છુટી ને ઘરે ગયા મનોજ વિજય થોડા ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠા નાસ્તો કરીને બંન્ને અગાશી ઉપર ગયા.
વિજય : મનોજ તે આશા ને પ્રપો઼ઝ તો કર્યુ હવે લગ્ન સુધી વાત ક્યારે લઈ જવાનો છે ભાઈ!
મનોજ : ભાઈ આશા નુ કહેવુ એવુ છે કે હુ તો તારી સાથે લગ્ન કરવા તૈયાર છુ તારુ ઘર પણ મને ગમે છે પણ કદાચ મારા ઘરવાળા ને એ નય ગમે એટલે આપણી પરિક્ષા પતી જવા દે પછી સારી નોકરી શોધી લેજે એટલે મારા ઘર મા કહી શકુ કે એ સારી નોકરી કરે છે સારો પગાર છે તો હુ એની સાથે ખુશ રહીશ.
વિજય : આમ તો એની વાત સાચી છે ભાઈ કેમ કે એના ઘર ના બધા થોડા હાઈ ફાઈ છે એટલે એના કહ્યા પ્રમાણે જ ચાલ.
થોડી વાર મા સંજય નો ફોન આવે છે એ એમના ઘર પાસે ઊભો હોય છે, મનોજ અને નીચે જાય છે સંજય ને ઘર મા બોલાવે છે.
વિજય : બેસ સંજય બોલ શુ લઈશ ચા કે કૉફી.
સંજય : ના કશુ નય ફરી કોઈ દિવસ આવીશ ત્યારે હમણા તો મને બીજે બધે પણ કાર્ડ આપવા જવાનુ છે.
વિજય : સારુ ભાઈ પણ ફરી ઘરે આવજે ખરો.
સંજય : હા ચોક્કસ આ લો તમારુ કાર્ડ બધાને ફરજીયાત આવવાનુ છે.
વિજય : હા ભાઈ બધા જ આવીશુ.
સંજય : આશા નુ ઘર ક્યા છે એના ઘરે પણ કાર્ડ આપી દઉ.
વિજય : અહી બાજુ મા જ છે ચાલ અમે પણ આવીએ.
બધા આશા ના ઘરે જાય છે આશા ના પપ્પા દરવાજો ખોલે છે.
મનોજ : કેમ છો અંકલ! ! આશા છે ઘરે?
અરવિંદભાઈ : મજા મા ઼છુ બોલ શુ કામ છે આશા નુ?
મનોજ : અમારી કોલેજ મા અમારી સાથે ભણતો સંજય તમારા ઘરે એના જન્મદિવસ નુ આમંત્રણ આપવા આયો છે
અરવિંદભાઈ : હા તો અંદર આવો ને હુ આશા ને બોલાવુ છુ
બધા ઘર મા આવે છે અરવિંદભાઈ આશા ને બોલાવે છે.
આશા : સંજય આયો તુ બોલ શુ લઈશ.
સંજય : કંઈ નય બકા ફરી કોઈ દિવસ આવીશ ત્યારે હમણા મારે મોડુ થાય છે લે આ કાર્ડ તમારે બધા એ આવવાનુ છે બરાબર.
આશા : સારુ અમે બધા જ આવીશુ.
સંજય : સારુ હવે હુ નીકળુ છુ અંકલ તમારે પણ આવવાનુ છે અને આન્ટી ને પણ લઈ ને આવજો.
અરવિંદભાઈ : હા જરુર અમે બધા જ આવીશુ.
સંજય જાય છે અરવિંદભાઈ પણ બહાર આવે છે સંજય એની કાર મા બેસે છે અને બધા ને બાય કહી જતો રહે છે.
મનોજ અને વિજય પણ એમના ઘરે જતા રહે છે.
અરવિંદભાઈ ને સંજય ગમે છે એટલે એ આશા ને બોલાવે છે અને સંજય વિશે વાત કરે છે.
અરવિંદભાઈ : આશા સંજય બોવ સારા ઘર નો લાગે છે એનુ ઘર રીચ લાગે છે.
આશા : હા એ તો છે એના પપ્પા ની પોતાની કંપનિ છે.
અરવિંદભાઈ : એમ છે , મને સંજય ગમે છે શુ તારી ને સંજય ના લગ્ન ની વાત ચલાવુ.
આશા : પપ્પા પહેલી વાત તો એ કે હમણા મારે લગ્ન નય કરવુ જ્યારે લાગશે તો હુ સામે થી જણાવી દઈશ અને બીજી વાત એ કે સંજય મારો મિત્ર છે બસ.
અરવિંદભાઈ : ( ધીમે થી બોલ્યા એ તો મને ખબર છે કે શુ કામ તુ ના પાડે છે)
આશા : કંઈ કહ્યુ તમે?
અરવિંદભાઈ : ના કશુ નય જા તુ કામ કર.
આશા રસોડા મા જતી રહે છે અરવિંદભાઈ વિચારે છે કે સંજય ની ત્યા જઈશ ત્યારે એને જ પુછીશ કે આશા ને મનોજ નો સંબંધ છે કે નય. અને એને લગ્ન ની વાત પણ કરીશ.
બીજા દિવસ કોલેજ ના સમયે મનોજ, વિજય અને આશા કોલેજ જતા રહે છે સંજય ને જન્મદિવસ ની વિશ કરે છે થોડીવાર બેસી ને વાતો કરે છે પછી ક્લાસ મા જતા રહે છે બપોરે બધા વહેલા ઘરે જતા રહે છે. સાંજે બધા તૈયાર થઈ સંજય ના ઘરે જવા નીકળે છે. વિજય મનોજ અને એમના પરિવારવાળા એમની કાર મા જાય છે અને આશા અને એના મમ્મી પપ્પા એમની કાર મા જાય છે, સંજય ના ઘરે બધા પહોંચી જાય છે.
સંજય : આવો આવો કેમ છો જસુઅંકલ! ! જય શ્રી કૃષ્ણ.
જસુભાઈ : મજા મા બેટા જન્મદિવસ ની શુભકામના બેટા.
સંજય : થેન્ક યુ અંકલ આવો અંદર પાર્ટી શરુ થઈ ગઈ છે હુ આવુ જ છુ થોડીવાર મા.
વિજય : કેમ ભાઈ હજુ કોઈ બાકી છે આવવા મા.
સંજય : હા ભાઈ છે કોઈ ખાસ.
મનોજ : સારુ અમે અંદર જઈએ છે તુ જલ્દી આવી જજે.
સંજય : હા હા હુ આવુ જ છુ તમે જાવ.
બધા અંદર જાય છે થોડીવાર મા આશા પણ આવી જાય છે .
સંજય : આવ આશા કેમ છો અંકલ આંન્ટી.
અરવિંદભાઈ : મજા મા બેટા, મેની મેની હેપ્પી રિટન્સૅ ઓફ ધ ડે.
સંજય : થેંન્ક યુ સો મચ અંકલ ચાલો હવે આપણે અંદર જઈએ.
પછી બધા અંદર પાર્ટી મા આવે છે મનોજ બધુ જોતો હતો એના મન મા થયુ કે અમે કહ્યુ તો સંજય એમ કહેતો હતો કે કોઈ ખાસ વ્યક્તિ ની રાહ જોવે છે અને આશા ના આવતા ની સાથે જ એ એમની સાથે અંદર આવે છે આ બધુ શુ છે કંઈ સમજાતુ નથી. પછી સંજય કેક કાપવાની તૈયારી કરે છે સંજય કેક કાપે છે બધા એને વિશ કરે છે પછી સંજય ના પપ્પા બધા ને જમવાનુ કહે છે. બધા જમવા જાય છે . જસુભાઈ અને અરવિંદભાઈ સાથે જમે છે.
અરવિંદભાઈ : બોવ સારા ઘર ના લોકો છે આ મારો વિચાર છે કે મારી આશા ના લગ્ન સંજય સાથે ગોઠવી દઉ તમારુ શુ કહેવુ છે?
જસુભાઈ : હા બરાબર છે આશા જેવી છોકરી માટે આ ઘર બોવ સારુ છે આમ પણ બંન્ને એક જ કોલેજ મા ભણે છે એટલે સારી રીતે એકબીજા ને ઓળખે પણ છે.
અરવિંદભાઈ : હા હુ જમીને પહેલા સંજય ને પુછી જોવ જો એને અમારી આશા પસંદ હશે તો હુ સંજય ના પપ્પા ને વાત કરીશ.
. જમવાનુ પતાયા પછી અરવિંદભાઈ સંજય ને વાત કરવા જતા હોય છે, પણ એમની નજર આશા અને મનોજ પર પડે છે એ લોકો એકલા એક જગ્યા એ ઊભા રહીને વાતો કરતા હોય છે , એ વિચારે છે કે કોઈ પણ બહાનુ કાઢી પહેલા આશા ને સંજય પાસે મોકલુ પછી હુ જાઉ અને સંજય ને વાત કરુ . એટલે એ આશા ને બોલાવે છે.
આશા : હા પપ્પા શુ વાત છે?
અરવિંદભાઈ : બેટા આપણે સંજય ના જન્મદિવસ ની પાર્ટી મા આવ્યા છે અને એણે પ્રેમ થી આપણ ને આમંત્રણ આપ્યુ છે એ તારો મિત્ર પણ છે તો તારે એની સાથે રહેવુ જોઈએ તો એને પણ સારુ લાગે.
આશા : પણ પપ્પા એમા એવુ છે કે. .
અરવિંદભાઈ : પણ બણ કંઈ નય તુ થોડીવાર સંજય સાથે જા એને પણ સારુ લાગે.
આશા : ઠીક છે પપ્પા.
આશા સંજય પાસે જાય છે આ બાજુ અરવિંદભાઈ મનોજ પાસે જઈ વાતો કરવા લાગે છે જેથી મનોજ આશા ને બોલાવે નય.
અરવિંદભાઈ પહેલે થી જ વિચારી ને આવ્યા હતા કે એ આશા અને સંજય ના લગ્ન ની વાત કરશે, અરવિંદભાઈ સંજય ને કહેશે તો શુ સંજય હા પાડશે , અને જો એ હા પાડશે તો આશા નો જવાબ શુ હશે? શુ આશા મનોજ અને એના સંબંધ વિશે જાણ કરશે? અને જો જાણ કરશે તો અરવિંદભાઈ એમનો સંબંધ સ્વિકારશે કે પછી મનોજ અને આશા ને દુર થવુ પડશે. જાણો આવતા ભાગ મા ત્યા સુધી આવજો. . . . . . . . .