Raah - 3 books and stories free download online pdf in Gujarati

રાહ.. - ૩

મિહિર:☺☺
પ્રિય વિધિ...
આમ તો જ્યારથી તું
મારી જિંદગીમાં આવી છે
ત્યારથી તારું વળગણ લાગ્યું
બસ ત્યારથી સતત તારા વિચાર
આ ધબકતું હૈયું પણ શ્વાસે શ્વાસે
બસ તારું નામ લેતું પણ જો તને
કહીશને તો તું નહીં માને...
હું તને દિલથી ચાહું છું પણ કદી હું
તને કહી ન શક્યો પણ આ પત્ર દ્વારા
આજે તને કંઈ કહું તો તું ગુસ્સે ન થતી,
આમ તો આપણે રૂબરૂ કદી મળ્યા નથી
બસ તારા શબ્દોથી મને તરબોર
કરી દેનારી તું,
ક્યારે આ મારું હૈયું તારા હવાલે થયું મને ખબર નથી ?
બસ સતત તારા ખયાલો માં રહેવું
મારું ચિત ક્યાંય ન લાગવું બસ
કદાચ આજ પ્રેમ હશે...તો હા
હું તને દિલથી પ્રેમ કરું છું...
અને તું કહે તો આ પ્રેમને સગપણમાં બાંધી કંઈક નામ આપીએ તો ?બસ હું અને તું હાથમાં હાથ અને સાત જન્મનો સંગાથ...
વિધુ હું માનું છું ત્યાં સુધી તો તારો જવાબ હા હશે,
કેમ કે આપણે બન્ને એક જ્ઞાતીના અને બન્ને સારા મિત્રો
પણ ખરા,
બસ તું રેડી હોય તો હું મમ્મીને લઈ આવું છું તારા ઘરે,
ચાલ હવે બહુ પત્ર લાંબો થઈ જશે,
બસ એ જ તારો પાગલ યાર તારો મિહુ..."

વિધિ મિહિરનો મેસેજ વાંચી એકદમ મૌન થઈ ગઈ શું
કહું મિહિરના સવાલોમાં અટવાઈ ગઈ,પણ મનમાં એક નિર્ણય કરી લીધો હતો કે મિહિર સામે જૂઠું બોલીને પણ
ફાયદો શું છે,આમ પણ વિધિ સત્ય પ્રેમી હતી, વિચાર કરતી મિહિરને જવાબ તો આપવો પડશે, હા હું જવાબ આપીશ
પણ મારા શબ્દોમાં પછી ભલે એ સમજે કે ન સમજે,આવા વિચારોમાં અટવાયેલી વિધિ એના શબ્દોથી જોજમ દૂર થઈ ગયેલી વિધીને ભીતરમાં જાણે શબ્દોની સરવાણી ફૂટી નીકળી અને ફરી એ કવિયત્રી બની અને મિહિરને વળતો જવાબ આપવા પત્ર લખવા લાગી.

"વિધિ:
પ્રિય સખા..
તારો પત્ર મને મળ્યો હું વાંચી ઘણી આનંદીત થઈ છું,
આજે મેં તને સખા તરીકે પહેલીવાર ઉદેશી બોલાવ્યો છે. જે તને ગમશે એટલી મને ખબર છે,અને એમનું કારણ પણ આજે તને કહી દઉં છું,મને સખા શબ્દ એટલા માટે ગમે છે કે હું સખામાં મારા કૃષ્ણની ક્યાંક છબી જોવ છું,
કૃષ્ણ એક એવો સખા કે દ્રોપદી દરેક સ્થિતિમાં હમેંશ સાથ રહીને તેની નાની-નાની બાબતને પણ ધ્યાનમાં રાખીને એમને જીવનની દરેક ક્ષણમાં સાથ આપ્યો..
બીજો સખા છે એમની પ્રેમિકા રાધાનો, રાધાના સુખે સુખી અને રાધાના દુઃખમાં દુઃખી,એવો તે પ્રેમી કદાચ આજ સુધી કોઈ રાધાને નહિ મળ્યો હોય?
માટે હું તને સખા તરીખે સંબોધુ છું,હું તારામાં મારા શ્યામનો અંશ જોવ છું,અને હા જીવનમાં સ્ત્રી પુરુષ લગ્નતર સંબંધે જોડાઈ એવું જરૂરી પણ નથી,સારા મિત્રો બની
આજીવન મિત્રતા નિભાવી શકે છે,
મેં તારો પત્ર વાંચ્યો થોડી ખુશી થઈ કે તું મને અને મારા શબ્દોને તું અઢળક ચાહે છે,તે તારા મનની વાત તો કહી સખા પણ તે મોડું કરી નાખ્યું તું મને ચાહે છે મને પ્રેમ કરે છે...તે બધું લખી મોકલ્યું અને સાત જન્મનો સંગાથ હા આ સંગાથ,આ જન્મ તો શક્ય નથી એ પણ આપણી મિત્રતા તું અકબંધ રાખજે.."

"મિહિર: વિધુ સાચું કહું તો તારો લખેલો પત્ર
ઉપરથી ગયો, યાર તને ખબર છે હું ગુજરાતી માં
'ઢ' ગલાંનો "ઢ"છું...
તું આપણી ફ્રેન્ડશીપ વિશે કહે છે કંઈક એટલું
હું સમજી શક્યો, કૃષ્ણ દ્રૌપદી મીરાં તો મારે
એમના વિશે વાંચવું પડે..
યાર ક્લિયર બોલને તું શું કહેવા માંગે છે..."

"વિધિ: તો તું સાંભળ હું..

વધુ આવતા અંકે...