Raah - 8 books and stories free download online pdf in Gujarati

રાહ.. - ૮

વિધિ મિહિર પ્લીઝ રિલેક્સ તું તારી આદત મુજબ એકીસાથે આટલા બધા સવાલ પૂછી બેઠો કે ક્યાં સવાલનો જવાબ આપું હું કન્ફ્યુઝ થઈ ગઈ છું હો, પહેલા હું તને કઈ પૂછવા માંગુ છું તું કહે તો પૂછું ?

મિહિર એ જવાબ આપ્યો હા વિધુ પૂછ શું પૂછવા માંગે તું,
વિધિ તો મને કહે તું સ્ટડી કરે છે હજુ ?લાસ્ટ તારી જોડે વાત થઈ ત્યારે તું મને યાદ છે ત્યાં સુધી તું "બી.એડ" કરતો હતો
રાઈટ.

મિહિર ઓહ..હો વિધુ તને યાદ છે બે વર્ષ પહેલાંની વાત,
વિધિ: યસ યાદ જ હોય ને બોલ તું હાલમાં શું કરે છે?
મિહિર: વિધુ મારુ "બી.એડ"કમ્પ્લીટ થઈ ગયું છે અને એક વર્ષ થયું હું ગવર્મેન્ટ ટીચર બની ગયો છું.

વિધિ: અરે !વાહ તું અને ટીચર ? શું વાત છે તે તો મને કહ્યું પણ નહીં, મિહિર તું ટીચર બની ગયો તો લગ્ન વિશે શું વિચાર્યું તે ?

મિહિર:લગ્ન વિશે જ વિચાર હતો માટે તને મળવા આવ્યો છું
બોલ હવે બસ એક તારી એક "હા"ની રાહ પર છું.

વિધિ:મિહિર તું મને ચાહે છે ? તું મારી સાથે છ વર્ષ ફેસબુક પર રેગ્યુલર ચેટિંગ કરતો ત્યારે તો તે મને કોઈ દિવસ પ્રપોઝ કર્યું નહીં અને આ લાસ્ટ બે વર્ષમાં મારા પ્રત્યે આટલો પ્રેમ કોઈ રિઝન કહીશ તું મને ?અને જો હું લગ્ન માટે ના કહું તો ?
અને તે બે વર્ષ મારી શા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ ?
અને આ બે વર્ષમાં જો મારા લગ્ન થઈ ગયાં તો તું શું કરીશ?

મિહિર: હા બધુ જ કહીશ આજ દિલ ખોલીને કહીશ બસ હું બોલુ ને તું સાંભળ,
મેં તારી જોડે છ વર્ષ ફેસબુક પર ચેટિંગ, છ વર્ષની અંદર તે મને તારો પીક્સ ન બતાવ્યો કે ન તે કોઈ દિવસ વોઇસ મેસેજ સુધ્ધા ન કર્યો,
બસ એ છ વર્ષ સુધી વિધુ તું મારા માટે બસ એક ફેક આઈડી સિવાય કશું ન હતી,
અને લાસ્ટ બે વર્ષ તું મારાથી દૂર થઈ મને તારી આદત થઈ ગઈ હતી,મને ક્યાંય ચેન નહોતું પડતું બસ સતત તારા વિચાર અને રોજ એક મેસેજ તને કરી તને યાદ કરતો,
અને મનમાં સતત એક વિચાર આવ્યાં કરતો કે ફેક આઈડી વાળા આટલો સમય દૂરના રહે,
બસ આ મારો પ્રેમ અને વિધુ તું કહે મારા લગ્ન થઈ ગયા હોય તો ?
તો વિધુ હું આજીવન કુંવારો રહીશ પણ લગ્ન તો હું તારા જોડે જ કરીશ.
હવે તું કહે તું બે વર્ષ ક્યાં હતી ?

વિધિ: ખરેખર મને તારા પર ગુસ્સો આવે છે,કારણ કે તે મને
ફેક સમજી,પણ તું મને પ્રેમ પણ કરે છે માટે ગુસ્સો ગાયબ થઈ ગયો મારો, મિહિર હું બે વર્ષ દુબઈ હતી મારા સાસરે હતી, મારા હસબન્ડ સાથે હતી, દુબઈથી આવી એ જ દિવસે મેં ફેસબુક ઓપન કર્યું, તારી જોડે વાત થઈ બસ.

આટલું સાંભળી મિહિર ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો
તું મને પાગલ કહે છે પણ આજે તો તું મને પાગલ સમજે છે નક્કી એ પાકું થયું, શું તું પણ ફેંકે છે કે લગ્ન થઈ ગયાં, ન તો ગળામાં મંગળસૂત્ર કે ન સેથીમાં સિંદૂર યાર આટલી તો મને પણ ખબર પડે છે હો પ્લીઝ મજાક છોડ હવે સિરિયસ થઈ વાત કર.

વિધિ:મિહિર હું મજાક નથી કરતી તું જલ્પાને પૂછી લે , તું પણ ખરો છે લગ્નનું લાઈસન્સ માંગે છે, મંગળસૂત્ર સિંદૂર મમ્મીની ઘરે તો ચાલે...