Raah - 4 books and stories free download online pdf in Gujarati

રાહ - ૪

મિહિર: વિધુ સાચું કહું તો તારો લખેલો પત્ર
ઉપરથી ગયો, યાર તને ખબર છે હું ગુજરાતી માં
'ઢ' ગલાંનો "ઢ"છું...
તું આપણી ફ્રેન્ડશીપ વિશે કહે છે કંઈક એટલું
હું સમજી શક્યો, કૃષ્ણ દ્રૌપદી મીરાં તો મારે
એમના વિશે વાંચવું પડે..
યાર ક્લિયર બોલને તું શું કહેવા માંગે છે..."

"વિધિ: તો તું સાંભળ હું શું કહેવા માગું છું,તું મને
તારો મોબાઈલ નંબર આપ વાત મેસેજ દ્વારા નહીં
થાય મિહુ..."

"મિહિર: વિધુ સ્વપ્નમાં છું કે જાગુ છું હું?
તે મારો નંબર માંગ્યો ? હે શું વાત છે યાર ?"
"વિધિ:બહુ ડાહ્યો ન થા નંબર આપવો હોય
તો આપ નહિતર હું ઓફલાઈન ચાલી..."

"મિહિર:યાર ગુસ્સે ન થાય આપું છું લે
આ મારો નંબર છે,
એની ટાઈમ કોલ કરજે...હું રાહ જોઈશ...
ઓકે..."

"વિધિ: સારું તો હું તને કાલ કોલ કરું છું,"

સતત આ જ ખ્યાલોમાં ખોવાયેલી વિધિ બહુ થાકી હોવા છતાં એમને ઊંઘ ન આવી,મનોમન બબળતી કે મેં મિહિરને કોલ કરવાનું કહી તો દીધું,પણ હું એમને શું કહીશ એ જ વિચારોમાં વિધિની આંખ ક્યારે લાગી ગઈ ખબર ન રહી.

વિધિ સવારે ફ્રેશ થઈ રુમની બહાર આવીને બોલી મમ્મી નાસ્તો રેડી છે? મમ્મી નાસ્તો કરી મારે મારી ફ્રેન્ડ જલ્પાને ઘરે જવું છે,
મમ્મી ઓકે તું પહેલા નાસ્તો કરી લે પછી જ જે,..
વિધિ નાસ્તો કરી પોતાનું પર્સ લઈ ચાલ મમ્મી હું જાવ છું,
મમ્મી સંભાળીને જ જે અને સમયસર આવી જ જે.
વિધિ ઓકે મમ્મી હું જલ્પાને ઘરેથી નિકળીશ એટલે તને કોલ કરીશ આટલું કહી વિધિ જલ્પાને ઘરે જવા નીકળી,
રિક્ષાની સવારી પકડી વિધિ જલ્પાની ઘરે પહોંચી ગઈ,
જલ્પાના દરવાજે ડોરબેલ વગાડી તો અંદરથી જલ્પાની મમ્મી એ દરવાજો ખોલ્યો..અરે..વિધિ તું આમ અચાનક કેમ છો તું?
તું દુબઈ જઈ એકદમ બદલી ગઈ હો,ક્યારે આવી તું ?
વિધિ અરે હું ક્યાં બદલાઈ છું આંટી એવી જ છું જોવો તમે
બસ મજામાં છું ,કાલે આવી દુબઈથી હું સરપ્રાઈઝ આપવા માંગતી હતી,ક્યાં છે મારી સખી જલું કહો આંટી?

જલ્પાના મમ્મી તું બેસ જલ્પા વોસરૂમમાં છે હમણાં આવશે ત્યાં સુધીમાં હું તમારી માટે ગરમાગરમ નાસ્તો બનાવી લાવું,
વિધિ આંટી હું નાસ્તો કરી સીધી આવી છું,તમે મારા માટે એક કપ ચા બનાવી આપો બસ,અહીંયા જેવી ચા ત્યાં નથી બનતી.

એટલામાં જલ્પા આવી પહોંચી,જલ્પાની આંખો ખુલ્લી રહી ગઈ,અરે યાર વિધિ તું? બહુ રાહ જોઈ તારી યાર બન્ને બહેનપણી ગળે મળી એકબીજાના હાલચાલ પુછયાં,
જલ્પા વિધિ ચાલ મારા રૂમમાં એમ કહી બન્ને જલ્પાના રૂમમાં જાય છે.આજે તો જાણે બન્ને એટલી વાતો એ વળગી કે વાત ન પૂછો, કોલેજ કાળની વાતો કરતી કરતી ક્યારે એવી વાતો પર હસતી તો ક્યારેક આંસુ સારતી,

જલ્પા બોલી વિધિ તું સાસરે ગઈ પછી સોસીયલ મીડિયાથી તું દૂર થઈ ગઈ હો,તારી એ કવિતા પણ બંધ થઈ ગઈ,
વિધિ શું કરું જલું સમય મળતો નથી એ તો તું જઈશ સાસરે પછી હું પણ જોવ છું તું કેટલી એક્ટિવ રહીશ મેડમ,
વિધિ અરે જલું જો તે આ વાત યાદ અપાવી તો મને યાદ આવ્યું મારે તને કાલની એક વાત કહેવી છે,
વિધિ એ કાલે ફેસબુક પર મિહિર સાથે થયેલી ચેટિંગની વાત જલ્પાને કરે છે.

આ બધું સાંભળી જલ્પા બોલી ઓહ..હો વિધિ મેડમ તમારા આશિક હજુ પણ છે શું વાત છે યાર,
વિધિ પ્લીઝ જલું મજાક નહિ કર હું જે કહું છું તે સત્ય છે જો તને ખોટું લાગતું હોય તો લે મારો મોબાઈલ જોઈ લે,


Share

NEW REALESED