Raah - 9 - last part books and stories free download online pdf in Gujarati

રાહ.. - ૯ - છેલ્લો ભાગ


વિધિ:મિહિર હું મજાક નથી કરતી તું જલ્પાને પૂછી લે , તું પણ ખરો છે લગ્નનું લાઈસન્સ માંગે છે, મંગળસૂત્ર સિંદૂર મમ્મીની ઘરે તો ચાલે સિંદૂર ન લગાવી એ તો પણ હો,
અને તને હજુ મારી વાત સાચી નથી લાગતી તો લે આ મારો મોબાઈલ અને જો મારા લગ્નનો પીક્સ,
હું અને મારો હસબન્ડ ચિરાગ જો.

મિહિરે હાથમાં ફોન લઈ સ્ક્રીન પર નજર કરી તો વિધિનો લગ્ન સમયનો પીક્સ જોઈ, કંઈ બોલી શક્યો નહીં વિધિને ફોન આપી,ગળગળા અવાજમાં બોલ્યો વિધુ ભારે થઈ હો,
મારી એક ભૂલને કારણે મેં તને ગુમાવી, ચાલ બાઈ હું નીકળું છું હવે એટલું કહી પોતાનું બેગ લઈ મિહિર ઉભો થઈ ચાલવા લાગ્યો.

વિધિ એ તરત મિહિરનો હાથ પકડી મિહિરને ફરી બેંચ પર બેસાડી દીધો, મિહિર સાથે વાત કરવા લાગી મિહુ કેમ આટલો ગુસ્સે થઈ ગયો મારી તો કોઈ ભૂલ નથી છતાં તે મારા લગ્નનો પીક્સ જોઈ ચાલતો બન્યો, તું મને તારી ફ્રેન્ડ માનતો હોય તો મને એક પ્રોમિસ આપીશ ?

મિહિર: હમ્મ બોલ શું પ્રોમિસ જોઈએ તારે?
વિધિએ મિહિરનો હાથ પોતાના હાથમાં લઈ બોલી પક્કા વાલા પ્રોમિસ આપીશ ને?
મિહિર : હા યાર બોલ તું.
વિધિ: તો તે લીધેલો નિર્ણય તારે બદલાવો પડશે તે કહ્યુંને હું આજીવન લગ્ન નહીં કરું, હું તને કહું છું તારે લગ્ન કરવા જ પડશે મને પ્રોમિસ આપ.
મિહિર પહેલા તો કશું બોલ્યો નહીં પણ પછી કહ્યું જો તું મારા લગ્નમાં આવે તો જ હું લગ્ન કરીશ, પછી તું ઇન્ડિયા હોય કે દુબઈ તારે આવવું પડશે હું તારી રાહ જોઈશ.
વિધિ: હા હું તારા લગ્નમાં જરૂર આવીશ એ વાત ફાઇનલ બસ, આટલું કહી વિધિએ એના બેગમાંથી એક ગિફ્ટ મિહિરના હાથમાં આપ્યું બોલી મિહિર આ આપણી મુલાકાત યાદગાર રહે એના માટે એક ગિફ્ટ મારા તરફથી.

મિહિર એ એજ ક્ષણે એ ગિફ્ટ ખોલ્યું અને બોલ્યો વિધુ આ તો તારા કામનું છે આ ડાયરી અને પેન મને શું કામ આવશે ?
વિધી: આ ડાયરી અને પેન બસ મારી યાદ આવે ત્યારે તું એમાં મારા માટે લખ જે તારા મનની વાત તું પણ મારી જેમ લખતો થાઈ મારી ઈચ્છા છે બસ.

મિહિર: ઓક કવિયત્રીજી આપકા હુકમ સર આંખો પે.
પણ પહેલા પન્ના પર તું શરૂવાત કરે તો હું લખીશ અને આ તારું ગિફ્ટનો સ્વીકાર કરીશ.
વિધિ: ઓકે આપ મને પેન અને ડાયરી, વિધિ એ પેનનું ઢાંકણ ખોલી પન્ના પર લખ્યું,


"જો આવે યાદ કદી મારી
કાગળને,
કલમ ઉઠાવજે...
દિલમાં હોય કોઈ,
ફરિયાદ તો તું એમાં,
ઉતારજે,
પ્રત્યેક ક્ષણ ઝંખું સહવાસ તારાં પ્રેમનો
તારો
પ્રેમ કે કોઈ નારાજગી
તું મને લખી મોકલજે.."
-વિધિ

મિહિર આ વાંચી ઘણો ખુશ થઈ ગયો ડાયરી અને પેન પોતાની બેગમાં મૂકી,તેમાંથી એક નાનકડું ગિફ્ટનું બોક્ષ વિધિના હાથમાં આપ્યું,વિધિ એ બોક્ષ ખોલ્યું તો સોનાની રિંગ જોઈ મિહિરને પાછી આપી બોલી મિહિર આ રિંગ હું નહીં લઈ શકું.
મિહિર: પ્લીઝ યાર તું હવે ના નહીં કહેતી એક ફ્રેન્ડ તરીકે પ્લીઝ નહિતર હું લગ્ન નહીં કરું હો.

વિધિ:ખરેખર તું પાગલ છે ચાલ આ તારી રિંગ મારી આંગળીમાં સદાય માટે રહેશે એટલું કહી રિંગ પહેરી લીધી.
વિધિ અને મિહિર એ સાથે સેલ્ફી લઈ એક પ્રોમિસ સાથે છુટા પડયાં...

.......સમાપ્ત........

મારી વાર્તા વાંચી એ બદલ આપનો આભારી છું અને આ વાર્તાના પાર્ટની રાહ જોવી પડી એ બદલ માફી માંગુ છું કારણકે મારી તબિયત ખરાબ હોવાથી ત્રણ મહિના સુધી લેખન કાર્યથી મારો સંબંધ છૂટી ગયો હતો....ફરી એક વખત માફી માંગુ છું...
સચિન સોની
10/03/2020