Raah - 5 books and stories free download online pdf in Gujarati

રાહ - ૫

જલ્પા હું મજાક કરું છું તો હવે આગળ શું કરવું તે કંઈ વિચાર્યું છે,
વિધિ ના જલું મેં એમનો નંબર લીધો છે,મેં કહ્યું છે હું કોલ કરીશ,એ છોકરો એકદમ સરળ છે,આમ તો ફેસબુક પર આઠ વર્ષથી ફ્રેન્ડ છે,પણ ખબર નહિ છેલ્લા બે વર્ષથી એ મને ચાહે છે એ મને પ્રેમ કરે છે એવું તે કહે છે, મને તો ક્યારેય મિહિરે જોઈ નથી,મેં મિહિરને મારો ફોટો પણ કદી મોકલ્યો નથી તો પણ ખબર નહીં

એના મનમાં શું હોય ?એ તો ભગવાન જાણે, મેં એમની પ્રોફાઈલ ચેક કરી કાલે તો એમની પ્રોફાઈલ પર એમની મોટી મમ્મી સાથે એમનો ફોટો જોયો,મને પણ એ ફોટો જોઈને લાગ્યું કે એમની મોટી મમ્મીને હું ઓળખું છું,છતાં પાકું કરવા એ ફોટો મમ્મીને બતાવ્યો તો મમ્મી એ કહ્યું આ તો તારા પપ્પાની મામાની દીકરી
જ્યોતિ બહેન છે એટલે કે તારા ફઈ થાય અને સાથે છોકરો છે એ એમના દિયરનો દીકરો છે.

જલ્પા વિધિ તું આજે મિહિરને કોલ કર અત્યારે અને એમને અહીં મળવા બોલાવ,ફોન પર ક્લિયર વાત ન થઈ શકે અને તમારા ઓળખીતા છે,અને તું કોઈ જાતની ચિંતા ન કરતી હું પણ તારી સાથે આવીશ અને કોઈ સારા ગાર્ડનમાં જઈએ કાલ રવિવાર છે,આપણે પણ જોઈએ કે મિહિર આવે છે કે નહીં,તું એને કોલ તો કરી જો શું કે છે મિહિર, જો વિધિ તું ફોન પર કેહવા માંગતી હોય તો કહીદે બધું પછી આગળ તારી મરજી.
વિધિ તારી વાત સાચી છે જલું પહેલા હું એમની સાથે વાત કરું ,ચાલ અત્યારે કોલ કરું.


વિધીએ મેસેજમાં મિહિરનો નંબર શોધી નંબર ડાઈલ કર્યો,ફોન પર ત્રણ રિંગ વાગી ત્યાં મિહિરે કોલ રિસીવ કર્યો,
મિહિર -"હેલો...હેલો...હેલો,ત્રણ વખત બોલ્યો,"

'ગભરાતી વિધિ સાવ ધીમા અવાજે માંડ હેલો...બોલી શકી,

"મિહિર-કોણ તમે...?

"વિધિ-સખા હું છું ઓળખાણ પડી કે નહીં?"

"મિહિર-અરે..!યાર વિધુ તું ,શું વાત છે હે..આખરે તે મને કોલ કર્યો ખરો,મને માન્યામાં નથી આવતું યાર મારી ડિયર ફ્રેન્ડ કવિયત્રી તારો કોલ આજે સૂરજ બીજી દિશાએ ઉગ્યો હશે હું જોઈ લઉં.

"સામેથી વિધિ એ જવાબ આપ્યો હા હો..બહુ મસ્કા નહીં માર હું કહું તે સાંભળ તું વડોદરા થી અમદાવાદ આવીશ મળવા મને બોલ?"
"મિહિર-એકલો આવું કે સાથે મારી મમ્મીને પણ લાવું?જો મમ્મી સાથે હશે તો એ પણ એમની થનાર વહુને જોઈ લે,વાત પણ ફાઇનલ થઈ જાયને ?"
તું કહે ત્યારે આવીશ બસ બોલ ક્યારે આવું?"

"વિધિ અરે..મમ્મીને સાથે નહીં લાવ તો એકલો આવજે હું તને રાત્રે મેસેજમાં એડ્રેશ મોકલી આપીશ ઓકે.

"મિહિર ઓકે મેડમ વિધુ,તારો ફોટો મોકલ જે નહિતર હું તને કઈ રીતે ઓળખીશ પ્લીઝ,

"વિધિ ફોટો નથી મિહુ આમ પણ કાલે રૂબરૂ મળશું ને સવારે અગિયાર વાગ્યે આવી જ જે,હું અને મારી ફ્રેન્ડ પણ આવી જશું તું અમદાવાદ પહોંચ એટલે મને કોલ કરજે,
ચાલ બાય.."

એટલું કહી વિધિ એ કોલ કટ કરી નાખ્યો,અને જલ્પાને કહ્યું જલું એ તો આવવા રેડી છે યાર હવે શું કરશું?
જલ્પા એમાં શું છે આવવા દે કાલે સવારે તું રેડી થઈ મારા ઘરે આવી જ જે,અને મિહિરને આપણી કોલેજનું ગાર્ડન છે ત્યાનું એડ્રેશ આપી દે જે સાથે કોલેજે પણ ચક્કર લાગી જાય.

વિધિ ઓકે ચાલ જલું હવે હું નીકળું છું,મમ્મી રાહ જોતી હશે કાલે સવારે હું રેડી થઈ આવીશ દસ વાગ્યે તું પણ રેડી રહેજે,
વિધિ ઘરે પહોંચી થોડું જમીને સીધી તેના રૂમમાં જતી રહી,

વધુ આવતાં ભાગમાં.