Adrashya - 7 books and stories free download online pdf in Gujarati

અદ્રશ્ય - 7

આગળ જોયું કે રાહુલ રોશનીને ખુશ રાખવા નો પ્રયત્ન કરે છે...અને બીજી બાજુ રાહુલનાં માતાપિતા સાધુ પાસે જાય છે.

સાધુ : "बोलो , केसे आना हुआ?"

સંત (રાહુલનો ફોટો બતાવતાં) : " આ જુઓ, આ એમનો
છોકરો છે...એની સમસ્યા છે,
ગુજરાતથી આવ્યા છે."

સાધુ ( ફોટો જોઈને): "હા....નાગવંશી હતો. પાછલાં
જન્મમાં."

સંતે અત્યાર સુધી બનેલી ઘટના અને રાહુલનાં સપનાં વિશે સાધુને કહ્યું.

"આમ આશ્ચર્યથી ના જુઓ સાધુને દુનિયાની અઢાર ભાષાઓ આવડે છે." સંત એ રાહુલનાં પિતાને કહ્યું.

સાધુ : "સપનામાં સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો નાગ
દેખાવો મતલબ રાહુલ ખજાનાઓનાં રક્ષક નાગોનાં
વંશનો છે."

રાહુલની માતા : " તો એ ખજાનાનું બોક્સ... નાગ મારા
રાહુલને આપવા માંગતા હશે?"

સાધુ (હસીને): "એવું નથી...અને તમે એ ખજાનાને લઈને શું
કરવાના...? બધું અહીં જ મુકીને જવાનું છે
કોઈ મર્યા પછી સાથે કશું લઈ નથી જવાનું.."

રાહુલનાં પિતા : તો આ જન્મમાં એનું શું કામ?

સાધુ : "આ નાગવંશ પૃથ્વી પર છુપાયને રાખવાની તમામ
વસ્તુઓની રક્ષા કરે છે જેમકે દેવોના હથિયારો, ગુપ્ત
ધન, દિવ્ય વસ્તુઓ...તેમનું કામ માત્ર તે વસ્તુની રક્ષા
કરવાનું છે તેનાં પર તે નાગવંશીઓનો કોઈ અધિકાર
નથી..એટલે જો જાણવું હોય કે રાહુલનું નાગવંશને
શું કામ છે તો રાહુલનાં પાછલા જન્મની જાણકારી
લેવી પડશે."

સંત : "પણ એક નાગ રાહુલને મળવા પણ આવે છે અને તેની
સાથે વાત પણ કરે છે."

સાધુ : " આમ, નાગનું રાહુલને મળવા આવવું સામાન્ય વાત
નથી.....જરૂર કંઈ આવશ્યક કામ હશે તો જ તે
રાહુલ પાસે આવ્યો હશે...અને એવું જ હશે તો તે
નાગલોક જરુર જશે અને જો તે ત્યાં ગયો તો પાછો
આવી નહિં શકે."

સંત : "અમે એ જાણવા જ તમારી પાસે આવ્યા છે."

સાધુ : "હા...હું હમણાં જ એના પાછલાં જન્મ વિશે
જાણવાની કોશિશ કરું.......પણ તે માટે આપણે
એકાંત સ્થાને જવું પડશે..આવો....! મારી સાથે."

સાધુ સાથે તેઓ ગંગા ઘાટ નજીક એક એકાંત સ્થાન પર જાય છે.તેઓ ત્યાં આસન બિછાવી બેસે છે.

સાધુ તેમનાં થેલાં માંથી કોડીઓ કાઢે છે અને તેમની સામે તારા જેવા આકારમાં કોડીઓ ગોઠવે છે. તે કોડીઓથી બનાવેલાં તારાની વચ્ચે એક સોનાનો નાગ મુકે છે. તેની ફરતે કંકુ ચોખા નાંખે છે અને આંખ બંધ કરી મંત્રો બોલવાનું શરૂ કરે છે. થોડીવાર પછી નાગ ત્યાંથી અદશ્ય થઈ ગયો અને તેની જગ્યાએ એક મોટો સાચો નાગ આવી ગયો.

સાધુએ નાગને ફોનમાં રાહુલનો ફોટો બતાવી કહ્યું : " આનાં વિશે જાણવું છે તમે અમારી મદદ કરો."

એ નાગ એ નીચે કોડીઓ તરફ જોયું અને કોડીઓ એક જગ્યાએ ભેગી થઇ ગઈ.તેમાંથી ધુમાડો નીકળ્વા લાગ્યો.

પછી નાગે કહ્યું : " આ ધુમાડામાં જુઓ...તમને જાણ થઈ જશે...પણ આ ધુમાડામાં તમારા એક પ્રશ્ર્નનો જ જવાબ મળશે.....તો કહો તમને શું જાણવું છે?"

સાધુ : "અમારે એ જાણવું છે કે નાગવંશીઓને રાહુલનું શું કામ છે.....શા માટે નાગ રાહુલને મળવા આવે છે?"

નાગ : "જુઓ...."

બધા ધુમાડામાં જોવાં લાગ્યા.

ધુમાડામાં રાહુલનું ઘર દેખાતું હતું.રાહુલ હિંચકા પર બેઠેલો હતો. ત્યાં એક કાળાં રંગનો મોટો નાગ આવે છે.એ નાગ રાહુલ સાથે વાત કરે છે.

કાળો નાગ : "રાહુલ યાદ આવ્યો ત્યાં જવાનો રસ્તો..."

રાહુલ : "ના..નાગરાજ, મને એ ગુફા સુધી પહોંચ્વાનો
રસ્તો નથી યાદ આવતો.મેં ઘણો પ્રયત્ન કર્યો પણ
મને કંઈ જ યાદ નથી આવતું."

કાળો નાગ :" કંઈ નહીં તું યાદ કર...જેવું યાદ આવે તેવું જ
તને હું નાગલોક લઈ જઈશ."

રાહુલ : "જરુર , નાગરાજ."

ધુમાડામાં દેખાતું બંધ થઈ જાય છે.

"પણ ગુફાનો રસ્તો નાગ રાહુલને કેમ પુછે છે?" સાધુ કોડીઓની વચ્ચે બેઠેલા નાગને પુછે છે.

"એ જવાબ હું નથી આપી શકતો..મેં કહ્યું હતું કે તમારા એક જ પ્રશ્નનો જવાબ આ ધુમાડામાં દેખાશે." કોડીઓની વચ્ચે બેઠેલા નાગે કહ્યું.

સંત : "હા...પણ તમે રાહુલનાં સ્વપ્ન પરથી કંઈ કહી શકો છો?"

"સ્વપ્નનુ જાણવું હોય તો રાહુલનું રકત જોઈશે....તેનાં લોહી પરથી સપના વિશે કહી શકીશ." કોડીઓની વચ્ચે બેઠેલા નાગ એ કહ્યું.

"પણ એ તો અહીં નથી" રાહુલનાં પિતાએ કહ્યું.

"તો હું તમારી મદદ નહીં કરી શકું." નાગે કહ્યું.

"પણ રાહુલ નથી તો શું થયું તેનું રકત તો છે ને..?" સાધુએ કહ્યું.

"કયાં છે?" રાહુલનાં પિતા એ કહ્યું.

"તમે....! તમારા બંનેનું લોહી જ તો રાહુલનાં શરીરમાં છે ને.." સાધુએ કહ્યું.

રાહુલનાં માતાપિતા હાથ પર કાપ મુકીને કોડી પર લોહી વહાવે છે.નાગ તે લોહીને જોઈ છે એટલે તેની આંખોમાંથી પ્રકાશ નીકળી લોહી પર પડે છે.તે લોહીમાં રાહુલ સ્વપ્નમાં જે દ્રશ્ય જોતો હતો તે દેખાય છે.

"સ્વપ્નમાં રાહુલને આવું દેખાય છે તે અમે જાણીએ છે પણ તેનો મતલબ શું છે?" રાહુલની મમ્મી એ કહ્યું.

"સ્વપ્નમાં જે મોટો નાગ સંદુક પર વીંટળાયેલો છે અને જે નાગ મરેલો દેખાય છે તે બંને એક જ નાગ છે અને તે બીજું કોઈ નહીં.....રાહુલ પોતે જ છે." નાગ એ કહ્યું.

ક્રમશ.....