Adrashya - 9 books and stories free download online pdf in Gujarati

અદ્રશ્ય - 9

આગળ જોયું કે રાહુલ ગુપ્ત રસ્તા પરથી નાગરાજ સાથે નાગલોક જાય છે. રોશની તેમને જતાં જોઈ લે છે.રોશની તેની સાસુને રાહુલ વિશે વાત કરે છે ત્યારે સાસુ તેને સાધુ સાથે થયેલી વાતચીત કહે છે.

રોશની ફોન મુકે છે. તે વાડામાં જાય છે. રાહુલ જયાંથી ગયો હતો ત્યાં તે બેસે છે. તે રાહુલને યાદ કરતાં રડે છે અને થોડીવાર પછી તે બેહોશ થઈ જાય છે.

તેની આવી હાલત જોઈને એક નાગ જમીનમાંથી બહાર આવે છે અને રોશનીને હોંશમાં લાવે છે.

"રોશની...." પેલો નાગ બોલે છે.

રોશની આંખ ખોલે છે અને બોલે છે..."રાહુલ.." પણ સામે જોઈ તો એને નાગ દેખાય છે. રોશની ગભરાઈ જાય છે.

"તું રાહુલનાં જવાથી રડ નહિં એ નાગલોક ની મદદ કરવા ગયો છે........" નાગએ રોશનીને કહ્યું.

"એનાં વગર હું જીવા કેવી રીતે....? તમે રાહુલને પાછા મોકલી આપો....." રોશનીએ કહ્યું.

"રાહુલનું પાછું અહીં આવવું શકય નથી." નાગએ કહ્યું.

"એ બધું હું નથી જાણતી....આ બધાંમાં મારો શું વાંક?
એ પુર્વ જન્મને લગતું છે અને આ જન્મમાં રાહુલ પર માત્ર મારો અને મમ્મી-પપ્પાનો અધિકાર છે." રોશનીએ ગુસ્સામાં કહ્યું.

"અધિકાર એનાં શરીર પર હોય છે આત્મા પર નહીં.તેમ છતાં જયારે તને એની જરૂર પડશે ત્યારે તે તને મળવા આવી શકશે પણ અમુક તિથિમાં જ...." નાગએ કહ્યું.

"એ મનુષ્ય જન્મ લઈને આવ્યા છે એટલે....અત્યારે તે મનુષ્ય નહીં હોતે તો શું કરતે...ત્યારે એની પાસે મદદ માંગવા જતે...? રોશનીએ ગુસ્સે થઇ કહ્યું.

"એ ગયા જન્મમાં સામાન્ય નાગ ન હતો એ ઈચ્છાધારી નાગ હતો એટલે બીજા જન્મમાં એ મનુષ્ય યોનિમાં જ જન્મ લેશે એ નકકી જ હતું. એની પાસે નાગરાજ પછીની સૌથી વધારે શકિતઓ હતી." નાગએ કહ્યું.

"પણ...." હજી રોશની બોલે તે પહેલાં જ નાગ જમીનમાં જતો રહ્યો.

સવાર પડતાં જ રાહુલનાં માતા-પિતા સંત સાથે સાધુ પાસે ગયાં.

"રાહુલ નાગલોક જતો રહ્યો છે." રાહુલનાં પિતા એ સાધુને કહ્યું.

સાધુએ તેનાં શિષ્યને કહ્યું, " પેલું પુસ્તક લઈ આવ."

શિષ્ય પુસ્તક લઈને આવે છે.

"આ પુસ્તકમાં શું છે?" સંતએ સાધુને પુછયું.

આ પુસ્તકમાં નાગવંશ વિશે બધી વિગતો લખેલી છે.આ અનંત શેષ એ મને આપી છે.

"તો પહેલાં તમે કેમ નહીં કહ્યું કે આ પુસ્તક છે જેમાં રાહુલને નાગલોકથી પાછો કેવીરીતે લવાય તે કહ્યું છે?" રાહુલનાં પિતાએ કહ્યું.

"આ પુસ્તક એક ગુફામાં મંત્રો દ્વારા અદશ્ય કરીને મુકેલી હતી અને આજે જ હું અહીં લાવ્યો છું." સાધુએ કહ્યું.

"પણ આ તો સાતસો-આઠસો પાનાં છે એમાં ક્યાં શોધશો અને તે પણ સંસ્કૃતમાં?" રાહુલનાં પિતાએ કહ્યું.

"ભાષાનો તો કોઈ પ્રશ્ન જ નથી અને રહી વાત પાનાંઓમાં શોધવાની તો એ માટે આપણી પાસે ઘણો સમય છે." સાધુએ કહ્યું.

સાધુ પુસ્તક ખોલે છે. પુસ્તકનાં પહેલાં પાનાં પર શેષનાગનું ચિત્ર હતું.તેનાં પછીના પાનાં પર શેષનાગ વિશે લખેલું હતું. સાધુ થોડાં પાના ફેરવે છે.પણ સાધુને કશું મળતું નથી. પાનાં ફેરવતાં ફેરવતાં ૬૩૧માં પાનાં પર એક મોટું સોનાનું સંદુક દેખાય છે.

"મળી ગયું....આમાં રાહુલને નાગલોકથી પાછો કેવી રીતે લવાય તે અવશ્ય લખેલું હશે." સાધુએ કહ્યું.

સાધુ તેનાં પછીનું પાનું વાંચે છે. તે પાનાંમાં નાગલોકમાં પ્રવેશ કરવા વિશે લખેલું હતું. તે છ પાનાં ફેરવીને જુએ છે. ત્યાં તેમને નાગલોકમાંથી બહાર આવવાનાં ઉપાય લખેલા દેખાય છે.

"કંઈ ઉપાય મળ્યો?" રાહુલની મમ્મી એ પુછયું.

"હા" સાધુએ કહ્યું.

"શું લખેલું છે.....અને તમારા મુખ પર ચિંતા કેમ દેખાય છે?" સંત એ પુછયું.

"આમાં લખેલું છે કે, યદિ કોઈ મનુષ્ય...મનુષ્ય જન્મ લઈને મનુષ્ય દેહ સાથે નાગલોકમાં પ્રવેશે તો તે નાગલોક માંથી કયારેય પાછો આવી શકે નહીં." સાધુએ કહ્યું.

"તો હવે શું કરીશું?" સંત એ પુછયું.

"એકવાર પાછું વાંચો...." રાહુલની મમ્મી એ કહ્યું.

સાધુ પાછું વાંચી સંભળાવે છે.

"અહીં કહ્યું છે કે કોઈ મનુષ્ય... મનુષ્ય જન્મ લઈને નાગલોકમાં પ્રવેશે તો.......પણ રાહુલ તો ગયા જન્મમાં નાગ હતો મનુષ્ય નહિં...." રાહુલની મમ્મી એ કહ્યું.

"હા...એ શબ્દ પર તો ધ્યાન જ ન આપ્યું." સાધુએ કહ્યું.

"એટલે આપણે એક નાગ....મનુષ્ય જન્મ લઈને નાગલોક જાય તો શું કરવાનું તે શોધવાનું છે." સંતએ કહ્યું.

સાધુ ફરી વાંચે છે.થોડા પાનાં વાંચ્યા બાદ તેમને ઉપાય મળે છે.
સાધુ તેમાં લખેલું વાંચીને રાહુલનાં માતાપિતાને સંભળાવે છે.

એક નાગ તેનો દેહ ત્યાગ કરીને મનુષ્ય દેહમાં જન્મ લે તો પણ પુર્વ જન્મમાં નાગ હોવા છતાં નાગલોકમાં પ્રવેશવાની અનુમતિ નથી. કોઈ કારણસર તેણે એવું કર્યું તો તે બહાર ત્યારે જ આવી શકે છે જયારે નાગપુષ્પ નાગરાજને અર્પણ કરવામાં આવે.

"નાગપુષ્પ.. એ કયાં મળશે?" રાહુલનાં પિતા એ કહ્યું.

"નાગપુષ્પ તો 36 વર્ષે જ ખીલે છે." સંત એ કહ્યું.

"તો હવે શું કરીશું?" રાહુલની મમ્મી એ કહ્યું.

ક્રમશ.......