Adrashya - 10 books and stories free download online pdf in Gujarati

અદ્રશ્ય - 10

આગળ જોયું કે રાહુલ નાગલોક જતો રહ્યો હતો અને બીજી બાજુ શેષનાગે સાધુને પુસ્તક આપ્યું હતું તે પુસ્તકમાં સાધુ રાહુલને નાગલોકથી પાછો લાવવા માટેનો ઉપાય શોધે છે ત્યારે તેમને નાગપુષ્પ વિશે ખબર પડે છે.

"હા..., નાગપુષ્પ 36 વર્ષોમાં એકવાર જ ખીલે છે અને તે પણ હિમાલય પર જ હોય છે." સાધુએ કહ્યું.

"આગળ વાંચો કંઈ બીજો ઉપાય હશે.." સંત એ કહ્યું.

સાધુ આગળ વાંચે છે.

જો નાગપુષ્પ ખીલવાનો સમય આવ્યો ન હોય તો તેના મુળ લાવીને તેને ચંદ્રની રોશનીમાં મુકી તેની સાધના કરવી અને તેને નાગલોકમાં પ્રવેશેલા મનુષ્યની કોઈ વસ્તુ કે ચિત્ર સાથે નાગલોકનાં દ્વાર પર મુકવું.

"નાગપુષ્પ ખિલવાનો સમય કયારે છે એ જાણવું પડશે ને?" રાહુલનાં પિતા એ કહ્યું.

"નાગપુષ્પ છ મહિના પહેલાં જ ખીલ્યું હતું....એટલે તેનાં મુળ જ આપણી મદદ કરી શકશે." સંતએ કહ્યું.

"પણ તે હિમાલય પર લેવા કોણ જશે?" રાહુલની મમ્મી એ પુછયું.

"હિમાલય પર લેવા જવાની જરૂર નથી....આપણે ત્યાંથી મંગાવી લઈએ." સંતએ કહ્યું.

"કોની પાસે મંગાવશો?" રાહુલનાં પિતા એ પુછયું.

"જયાં આ નાગપુષ્પ ઊગે છે તેનાથી થોડે દુર અમારો એક મઠ છે ત્યાં ઘણા સાધુઓ રહે છે તેમની પાસે મંગાવી લઈશ." સંત એ કહ્યું.

"પણ તે મુળ લાવવું સરળ નથી..જેવું તે મુળ તોડવામાં આવશે ત્યારથી જ રાહુલનાં જીવન પર ખતરો રહેશે.તેથી જયાં સુધી તે મુળ આપણાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી રોશની પાસે વ્રત કરાવો કે જેથી રાહુલને નાગલોકમાં કોઈ નુકશાન ન થાય." સાધુએ કહ્યું.

"વ્રત...તેમાં શું કરવાનું?" રાહુલની મમ્મીએ પૂછ્યું.

"સાત દિવસ તેણે માત્ર ફળ ખાવાનાં રહેશે અને મૃત્યુંજય મંત્ર નાં જાપ કરવાનાં રહેશે." સાધુએ કહ્યું.

રોશનીની સાસુ રોશનીને ફોન કરી વ્રત વિશે જણાવે છે. રોશની વ્રત કરવા તૈયાર થઈ જાય છે.

"રોશની વ્રત કરવા તૈયાર છે." રાહુલની મમ્મી એ સાધુને કહ્યું.

"બસ તો હવે આપણે નાગપુષ્પનાં મુળ આવે તેની રાહ જોવી પડશે." સાધુએ કહ્યું.

છ દિવસ પછી એક સાધુ નાગપુષ્પનાં મુળ લઈને આવ્યો. તે મુળ લઈને સંત રાહુલનાં માતાપિતા સાથે સાધુ પાસે ગયાં.

"નાગપુષ્પનાં મુળ આવી ગયા છે" સંતએ સાધુને કહ્યું.

સાધુ નાગપુષ્પનાં મુળ હાથમાં લે છે અને તેમનાં કમંડલમાં મુકે છે.

"આપણે રાત થવા સુધી રાહ જોવી પડશે. આ નાગપુષ્પનાં મુળને ચંદ્રની રોશનીમાં મુકવા પડશે." સાધુએ કહ્યું.

"પણ એમાં સાધના કરવા પણ કહ્યું હતું તેનું શું?" રાહુલનાં પિતા એ કહ્યું.

"એ તો હું કરીશ....એ સાધના કેવી રીતે કરવાની છે તે હું જાણું છું." સાધુએ કહ્યું.

રાત થઈ ગઈ. સાધુ સાથે બધાં એકાંત સ્થાને ગયાં.

"હવે હું ધ્યાનમાં બેસુ છું તમે અહીં બેસો..." સાધુએ કહ્યું.

સાધુએ નાગપુષ્પનાં મુળ ચંદ્રનો પ્રકાશ તેનાં પર પડે તેમ મુક્યા. ચંદ્રનો પ્રકાશ મુળ પર પડતાં જ મૂળમાં ભુરો પ્રકાશ દેખાવા લાગ્યો.
સાધુએ સાધના આરંભ કરી....સતત ચાર કલાક મંત્રોચ્ચાર કર્યા બાદ મુળમાંથી નાગપુષ્પ ખિલવા લાગ્યું.
હવે નાગપુષ્પ આખું ખીલી ગયું હતું. સાધુએ તે નાગપુષ્પ તોડી લીધું અને તરત જ નાગપુષ્પનાં મુળ અદશ્ય થઈ ગયાં.

"નાગપુષ્પ તો મળી ગયુ.....પણ રાહુલની કોઈ વસ્તુ છે તમારી પાસે?" સાધુએ રાહુલનાં માતા પિતા ને કહ્યું.

"હા.....અહીં આવ્યા તેનાં આગળનાં દિવસે જ રાહુલે મને એની ચેઈન આપેલી જેમાં એનો અને રોશનીનો ફોટો છે અને કહ્યું હતું કે મારી યાદ આવે ત્યારે આ ચેઈન જોઈ લેજો." રાહુલની મમ્મી એ કહ્યું.

"પણ નાગલોકનો દ્વાર કયાં છે?" રાહુલનાં પિતાએ પુછયું.

"નાગલોકનાં દ્વાર સુધી આપણે નથી જઈ શકતા." સાધુએ કહ્યું.

"તો હવે શું કરીશું?" સંતએ કહ્યું.

"આપણે નથી જઈ શકતા પણ એક નાગ તો જઈ જ શકે છે ને..." સાધુએ કહ્યું.

"નાગ...." રાહુલનાં પિતાએ કહ્યું.

"હા....જે નાગે આપણે રાહુલ વિશે કહ્યું હતું તે નાગ આ પુષ્પ લઈને નાગલોકનાં દ્વારે જશે." સાધુએ કહ્યું.

સાધુએ તેમની સામે સોનાનો એક નાગ મુકયો અને તેને ફરતે કોડીઓ તારા જેવા આકારમાં ગોઠવી. તેની આજુબાજુ કંકુનું ચક્ર બનાવ્યું અને સાધુએ મંત્ર બોલવાનું શરૂ કર્યું. થોડીવાર પછી ત્યાં સાચો નાગ આવી ગયો.

"બોલ....ફરી મારું શું કામ પડ્યું?" નાગએ કહ્યું.

"આ ચેઈન અને નાગપુષ્પ નાગલોકનાં દ્વાર પર મુકવાનું છે." સાધુએ નાગને કહ્યું.

"શોધી જ લીધો તે રાહુલને બહાર લાવવાનો રસ્તો...પણ હું આ કાર્ય નહીં કરું આ નાગલોકનાં નિયમની વિરુદ્ધ છે." નાગએ કહ્યું.

"પણ આ શેષનાગે મને આપેલું પુસ્તક છે તેના ઉપાય નાગલોકનાં નિયમોના વિરુદ્ધ નાં કેવી રીતે હોય?" સાધુએ કહ્યું.

"ઠીક છે હું આ નાગપુષ્પ નાગલોકનાં દ્વાર પર મુકી દંઉ છે." નાગ એ કહ્યું.

નાગ નાગપુષ્પ અને ચેઈન લઈને અદશ્ય થઈ ગયો.

ક્રમશ.........