અદ્રશ્ય - 2

  આગળ જોયું કે નવવિવાહીત રોશની નાં જીવનમાં સંશય ઊભાં થયા છે.રાહુલનું અડધી રાતે ઘરમાં ન હોવું રોશનીને ચિંતામાં મુકી દે છે. રોશની ને વાડા માં એક નાગ નું બચ્ચું દેખાય છે.

સવાર પડતાં રોશનીએ રાહુલને રાતે થયેલી વાત કહી.

"એ તો મને મળવા આવ્યું હશે." રાહુલે હસીને કહ્યું અને ઑફિસે જતો રહ્યો અને રોશની એનાં ઘરે ગઈ.રાતે બંને સાથે ઘરે આવ્યા અને સુઈ ગયા. રોશની સુતેલી હતી તેને ઊંઘમાં આખાં ઘરમાં ઠેર ઠેર નાગ દેખાયા. તે ઝબકીને જાગી ગઈ. આંખો ખોલી તો સપનું જ છે એમ વિચારી તેને હાશકારો અનુભવ્યો. તેણે બાજુમાં રાહુલને જોયો પણ રાહુલ બાજુમાં ન હતો.

"આજે પાછાં રાહુલ ક્યાં ગયાં...બહુ થયું....આજે તો એમણે મને કહેવું જ પડશે." રોશની વિચાર કરતી હતી. તે ઊભી થઈ  અને રુમની બહાર ગઈ. વાડામાંથી હિંચકો ઝુલવાનો અવાજ આવતો હતો. તે વાડા તરફ ગઈ તો હિંચકા પર રાહુલ બેઠેલો હતો. રોશની તેની પાસે ગઈ .

"રાહુલ, અહીં કેમ બેઠા છો..?" રોશનીએ પુછયું.

"કંઈ નહીં...રોશની, ઊંઘ ન આવતી હતી એટલે બહાર આવીને બેઠો છું." રાહુલ આમતેમ જોઈને બોલ્યો.

"કંઈ પ્રોબ્લમ તો નથી ને....રાહુલ?" રોશનીએ પુછયું.

"ના..ના...એવું કંઈ નથી...ચાલ., આપણે સુઈ જઈએ." રાહુલે કહ્યું.

બંને રુમમાં જઈ સુઈ ગયાં. સવાર પડી રોશની કિચનમાં ગઈ.
તે ચા બનાવવા માટે ફ્રીઝમાં દુધ લેવા ગઈ. ફ્રીઝમાં દુધ જ નહીં હતું.

"દુધ કયાં ગયું...? , કાલે  રાતે જ તો મેં દુધ ગરમ કરીને મુક્યું." રોશની બોલી.તે રુમમાં ગઈ અને રાહુલને ઉઠાવતાં બોલી,"રાહુલ... દુધ લઈ આવોની....દુધ નથી.."

"હા, ખબર છે" રાહુલ ઊંઘમાં બોલ્યો.

"શું....તમને કેવી રીતે ખબર કે દુધ નથી..?" રોશનીએ ચકિત થઈને પુછયું.

રાહુલ તરત ઊભો થઈ ગયો અને બોલ્યો," એ હું રાતે ઉઠેલો ને....ત્યારે મેં જ પીધેલું...."

"પણ..." હજી કંઈ બોલે એ પહેલાં જ રાહુલ બોલ્યો," પણ....કંઈની, હું હમણાં જાઉં છું અને દુધ લઈ આવ છું...."

રાહુલ જતો રહ્યો. રોશની મનમાં વિચાર કરે છે," આજ સુધી દવા પણ દુધમાં નથી પીધી...અને મમ્મી પણ કહેતા હતા કે રાહુલને દુધ જરાય પસંદ નથી તો રાહુલે અચાનક આમ દુધ પીય લીધું.....તે પણ ત્રણ લિટર.......રાહુલ જુઠું કેમ બોલે છે?"

થોડી વાર પછી રાહુલ દુધ લઈને આવ્યો.

"રાહુલ તમને દુધ ભાવતું નથી એવું કહેતા હતાં ને મમ્મી તો...." રોશનીએ ધીમેથી પુછયું.

"હા...નથી ભાવતું...પણ કાલે મન થયું એટલે પીય લીધું....પણ તું એવું કેમ પુછે છે?" રાહુલએ કહ્યું.

"ત્રણ લિટર......" રોશની એ ચોંકીને પુછયું.

"અરે.......એ તો દુધ ગ્લાસમાં લેવાં જતાં ધોળાઈ ગયેલું....બસ...હવે તારા સવાલો પુરાં થયાં હોય તો... હું જાઉં મેડમ...." રાહુલ એ કહ્યુ.

રોશનીએ ઈશારાથી હા કીધું. રાહુલ વિચાર કરતો કરતો રુમમાં ગયો.

"હું કંઈક વધારે જ વિચારું છું....." રોશની બોલી.

બપોરે કામવાળી કચરું વાળતાં કિચનમાં આવી અને બોલી....."ભાભી, આ તપેલી લો....વાડામાં હતી."

"આ તો દુધની તપેલી છે...રાહુલ ત્યાં જ ભુલી ગયા હશે....પણ..ગ્લાસ કયાં છે?" રોશની વિચારે છે.
તે આમતેમ જોઈ છે અને વાડામાં જાય છે ત્યાં પણ એને ગ્લાસ દેખાતો નથી. આમતેમ મુકાય ગયો હશે એમ વિચારી તે કામે લાગી જાય છે.

તે જ દિવસે રાતે......

વિચારોની ગડમથલમાં રોશની જેમતેમ રાતે સુઈ જ હતી કે તેને દરવાજો અફડાવાનો અવાજ આવ્યો. તે ઊભી થઈ રાહુલ આજે પણ રુમમાં ન હતો. તે બહાર ગઈ એને રાહુલનો અવાજ આવ્યો. રાહુલ હીંચકા પર બેસી કોઈની સાથે વાત કરતો હતો.

રોશની ચકિત થઈ ગઈ.
" રાહુલ આટલી રાતે કોની સાથે વાત કરે છે?" રોશની વિચાર કરતી હતી.
તેણે અંધારામાં બરાબર દેખાતું ન હતું. તે થોડું નજીક જઈને ધ્યાનથી જોઈ છે. અને જોતાં જ ત્યાં બેહોંશ થઈ જાય છે અને નીચે પડી જાય છે.

ક્રમશ........

***