Hiyan - 1 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૧

હિયાન - ૧

જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે બાજુમાં નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી હતી. એની આંખોમાં છવાયેલી ભય,ચિંતા ની મીશ્રીત લાગણી એ જોય શકતો હતો. એણે બેઠા થવાની કોશિશ કરી પણ એનું આખું શરીર દુખતું હતું. એ બેઠો થઇ શકતો ન હતો. ફરી પાછી એની આંખ બંધ થવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાય ગયો.

********************

એક સત્તર વર્ષનો છોકરો ખુબજ ગુસ્સામાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. સાથે સાથે એ રડી પણ રહ્યો હતો. એણે ખબર પણ ન હતી કે તે ક્યાં જઈ રહ્યો છે. બસ બાઇક ચલાવ્યા કરતો હતો. આ છોકરો બીજું કોઈ નહીં પણ આપણો હીરો આયાન હતો. ચાલો આપણે એના વિષે જાણી લઈએ. આયાનએ હમણાં જ બારમા ધોરણની પરીક્ષા આપી હતી. અને આ તેનું વેકેશન ચાલી રહ્યું હતું. તેના પરિવારમાં તે, તેના મમ્મી-પપ્પા શાલીનીબેન અને સુનિલભાઈ, તેનાથી ત્રણ વર્ષ મોટી બહેન ધ્રુહી અને એક તેનીજ ઉંમર ની એક બહેન આરવી હોય છે. તેઓ સુરતના ઘોડદોડ રોડ જેવા પોશ વિસ્તારમાં ખુબજ મોટા બંગલામાં રહેતા હોય છે. તેના પપ્પા સુરતના ખુબજ મોટા કેમિકલ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ હોય છે. તે તેના ઘરમાં ખુબજ લાડકો હોય છે.

***********************

આજે આયાનની પરીક્ષાનું છેલ્લું પેપર હતું. આયાન અને આરવી જુડવા ભાઈ-બહેન હોય છે એટલે બંને સાથે જ ભણતા હોય છે. તે પરીક્ષા આપીને ઘરે આવે છે અને તેની દીદી ધ્રુહીના રૂમમાં જાય છે. ધ્રુહી બેડ પર બેસીને કોઈ નોવેલ વાંચતી હોય છે. આયાન પાછળથી જઈને ધ્રુહીના ગળે વીંટળાઈ જાય છે.
આયાન : દિદુ, તમારે કઈ કામ હોય તો કહો. મારી પરીક્ષા પતી ગઈ છે એટલે હું નવરો જ છું.
ધ્રુહી : (આયાનના કાન પકડીને) ચલ જલ્દી જલ્દી કામ બોલ. મને ખબર છે તું મને મસ્કા મારવા આવ્યો છે.
આયાન : અરે દિદુ તમને દરેક વખતે ખબરજ પડી જાય. આજે મારી પરીક્ષા પતી તેની ખુશીમાં રાહુલે એક પાર્ટી રાખી છે. તો ત્યાં જવા માટે પરમિશન લેવાની છે.
(રાહુલ આયાન નો બેસ્ટફ્રેંડ હોય છે.)
ધ્રુહી : બેટુ, મને ખબરજ હતી કે તું આવુજ કઈ કેહવાનો હશે. એક શરત પર હું તને મદદ કરું. તારે ટાઈમ પર ઘરે આવી જવાનું અને ત્યાં કોઈ ખોટી આદત માં નઈ પડતો. બોલ છે મંજુર?
આયાન : હા દિદુ મંજુર છે. હું પ્રોમિસ આપું છું કે હું ટાઈમ પર આવી જઈશ અને ત્યાં બુરી સંગતમાં ન પડીશ.
ધ્રુહી : તો ચાલ આપણે મમ્મી પાસે જઈએ.
બંને ભાઈ બહેન તેમની મમ્મી પાસે જાય છે. તેના મમ્મી કિચનમાં હોય છે. તેઓ ભલે ખુબજ પૈસાવાળા હોય છે અને ઘરમાં ઘણા નોકર હોય છે પણ શાલીનીબેન રસોડું તો સ્ત્રીઓ એ જાતેજ સંભાળવું એવું માનતા.
ધ્રુહી : મમ્મી હું શું કવ આજે બેટુની અને આરુની પરીક્ષા પતી ગઈ છે તો આપણે એમને આજે બહાર મોકલીએ.
શાલીનીબેન : આ તારો વિચાર છે કે બેટુ નો??
ધ્રુહી :(અચકાતા અચકાતા) ના મમ્મી આ મારોજ વિચાર છે.
શાલીનીબેન :(હસીને) તમારી માં છું. મને બધી ખબર પડે કોણ સાચું બોલે અને કોણ જૂઠું બોલે છે. બોલ બેટુ ક્યાં જવાનો છે.
આયાન તેમને પાર્ટી ની વાત કરે છે.
શાલીનીબેન : ઓકે. કઈ વાંધો નઇ તમે જાવ. પણ હા ટાઈમ પર ઘરે આવી જજો અને બાકી બધું તો આ તારી દિદુ એ સમજાવી જ દીધું હશે.
આયાન : થેંક્યું સો મચ મમ્મી. યુ આર ધ બેસ્ટ મોમ ઇન ધ વર્લ્ડ.
પછી આયાન એકદમ ખુશી સાથે આરવીના રૂમમાં જાય છે.
આયાન : એ ચાંપલી ચાલ તૈયાર થઇ જા મમ્મી એ પરમિશન આપી દીધી છે.
આરવી : જાને ભાઈલું ચાંપલી ન બોલ. સાચ્ચે મમ્મીએ પરમિશન આપી દીધી?
આયાન : હા મારી માં હા. જલ્દી જલ્દી તૈયાર થઈ જા નહીંતર મોડું થઈ જશે.
આરવી : (રૂમની બહાર હાથ બતાવતા) ભાઈલું તું હવે જાય તો હું તૈયાર થાવ.
થોડીવાર માં બંને તૈયાર થઈને આવે છે. આયાન પહેલે થી જ સ્માર્ટ,હેન્ડસમ હતો પણ તેના કિલરનું બ્લેક જીન્સ, ગુસ્સીનું વ્હાઇટ ટીશર્ટ, એના ઉપર રોડસ્ટરનું બ્લુ જેકેટ, નાઇકી ના શુઝ, રાડોની વોચમાં એકદમ હીરો જેવો લાગતો હતો. તો આ બાજુ આરવી પણ ગ્રીન વેસ્ટર્ન આઉટફિટમાં ખુબજ સુંદર લાગતી હતી.
રાહુલના પપ્પા પણ એક બીઝનેસમેન જ હોય છે. અને પાર્ટી રાહુલના ફાર્મહાઉસ પર રાખી હોય છે. બંને ભાઈ બહેન કારમાં રાહુલના ફાર્મહાઉસ પાર પહોંચે છે. ત્યાં તેમના બીજા ફ્રેંડસ પહેલે થી હાજર હોય છે. ત્યાં જઈને આયાન રાહુલ ના ગળે મળે છે અને આરવી રાહુલને હાઈ કહે છે. પછી બધા પાર્ટીમાં ખુબજ એન્જોય કરે છે. અને પાર્ટી પુરી થતા બધા પોતપોતાના ઘરે જાય છે. આયાન અને આરવી પણ પોતાના ઘરે જાય છે.
બીજે દિવસે સવારે વહેલો ઉઠી આયાન જોગીંગ માટે એક ગાર્ડનમાં જાય છે. ત્યાં તે તેના પરિચિત બે વ્યક્તિને જુએ છે અને છુપાઈને તેની વાત સાંભળી જાય છે. તેને આ વાત સાંભળીને ખુબજ ગુસ્સો આવે છે અને દુઃખ પણ થાય છે. તે ત્યાંથી ગુસ્સામાં જ પોતાની બાઇક લઈને ચાલ્યો જાય છે. તે બાઇક ચલાવતો ચલાવતો શહેર ની દૂર નીકળી જાય છે. અને એક જગ્યાએ બાઇક ઉભી રાખીને ખુબજ રડે છે.
(ભાગ ૧ સમાપ્ત)

(કોણ હોય છે તે બે વ્યક્તિ જેની વાત સાંભળી આયાન આટલો દુઃખી અને ગુસ્સે થાય છે. શું વાત કરતા હોય છે તેઓ?? જાણવા માટે રાહ જુઓ ભાગ-૨ ની.)
તમારા પ્રતિભાવ મારા email પર મોકલી શકો છો.
Email : info.a.shadal@gmail.com

(ક્રમશઃ)
Part 2 Coming soon..

Rate & Review

Neepa

Neepa 1 year ago

Asha Dave

Asha Dave 1 year ago

Nilesh Bhesaniya
Viral

Viral 1 year ago

Munjal Shah

Munjal Shah 1 year ago