Hiyan - 8 books and stories free download online pdf in Gujarati

હિયાન - ૮

ધ્રુહી ગુસ્સામાં આવીને આયાનને થપ્પડ મારે છે. અને તે આવીને આયાનને ગળે વળગીને રડવા લાગે છે. તે રડતી રડતી કહે છે.
"બીજીવાર મારાથી નારાજ હોય તો આવીને કહેજે. પણ આવી રીતે જતો ન રહેતો."
" હા દીદી. હવે એવું નઈ કરું. પણ મને માર્યું કેમ?"
"એ તો તું આવી રીતે જતો રહ્યો તેની સજા છે. તને ખબર છે અમે કેટલા ચિંતામાં હતા જ્યારે માસીનો ફોન આવ્યો કે તું એ લોકોના ઘરે હજી નથી પહોંચ્યો? ભઈલું બીજી વાર આવું નઈ કરતો."
"હા દીદી હવે એવું નઈ કરું. આ તો બધું અચાનક થઈ ગયું. મને કંઈ સમજ પડતી ન હતી કે શું કરું. રાહુલ અને આરવી એ પણ મારાથી વાત છુપાવી અને તમે પણ મારા વાંક વગર ખીજવાયા એટલે મને ખુબજ દુઃખ થયું. મને થયું મારા પર કોઈ વિશ્વાસ જ નથી કરતું એટલે આવું થયું. સોરી!" આયાન કાન પકડીને બોલે છે.
"હા અમારી પણ ભૂલ હતી. અમારે આવું નઈ કરવું જોઈતું હતું." રાહુલ બોલે છે.
"ચાલો હવે બધા જમવા. કોઈની કશી ભૂલ નઈ હતી. બસ સમય ખોટો હતો. હવે બધું સરખું થઈ ગયું. હા બસ એક વાત કહેવા માંગુ છું કે કોઈ દિવસ ગેરસમજ ને લીધે કોઈનો વિશ્વાસ ના ગુમાવતા." સુનિલભાઈ રૂમમાં આવતા કહે છે.
"હા જરૂર. અમે હવે આવું ભૂલ નઈ કરીએ."
"અને હવે જો આવું કર્યું ને તો હું ઘરમાંથી બહાર કાઢી મૂકીશ." શાલીનીબેન આવીને કહે છે.
"અરે મારી શાલું. આ તો આપણી ઘડપણ ની લાકડી છે એમને ઘરમાંથી કાઢી મૂકશે તો આપને ત્યારે શું કરશું? ત્યારે તો આપણા થી રોમાન્સ પણ નઈ થતો હશે." સુનિલભાઈ મજાકિયા સ્વરે કહે છે.
"બસ કરો હવે. છોકરાઓ ની સામે પણ કંઈ પણ બોલ્યા કરો છો તે." આટલું બોલતા શાલીનીબેન શરમાય જાય છે.
"વાહ મમ્મી ને શરમાતા પણ આવડે છે. ચહેરો શું લાલ થઇ ગયો." આયાન મજાકિયા સ્વરે બોલે છે. શાલિની બેન એના કાન પકડી ને કહે છે.
"ચાલ હવે જમવા. એક તો કહ્યા વગર જતા રહેવું છે અને અહીંયા મજાક કરવી છે." બધા હસવા લાગે છે.
બધા જમવા જાય છે. અને જમતા જમતા હસી મજાક કરતા હોય છે. જમ્યા બાદ રાહુલ અને તેના મમ્મી પપ્પા ત્યાંથી જાય છે.

*********************************

"હીયું કેમ રડે છે? કોનો ફોન છે? શું થયું કહે મને?" માલવિકા ચિંતિત સ્વરે પૂછે છે.
"દી કંઈ નથી થયું. આતો આયાન ની મમ્મીનો ફોન હતો. આયાનની સમય પર સારવાર કરાવી એટલે આભાર માનતા હતા. પણ આ ભૂલ પણ તમારા કારણે થઈ એટલે મને ગિલ્ટ થાય છે. ડર લાગે છે મને કે આયાનને ખબર પડશે કે તમે જ મારા દીદી છો તો એ મારી સાથે પણ વાત કરવાનું બંધ કરી દેશે."
"હિયું તું બવ ખોટું વિચારે છે. ખોટો અપરાધભાવ ન લાવ તારા ઉપર. હું આયાન સાથે વાત કરીને માફી માંગી લઈશ."
"પણ મને હજી પણ ડર લાગે છે."
"એમાં શું ડરવાનું? વાત કરવાનું બંધ કરે તો પણ શું? આપણે ક્યાં કોઈ ઓળખાણ થઈ છે હજી." આ વાત સાંભળતા હીયા નું મોઢું વિલાય ગયું.
"એમાં મારી નાનકી નું મોઢું કેમ વિલાય ગયું? એક મિનિટ. તને સાચેમા આયાન પસંદ પડી ગયો છે?"
હિયા શરમાય જાય છે.
"અરે વાહ. મારી બેન ને તો શરમાતા પણ આવડી ગયું."
"જાવને દીદી. તમને મળશે ને કોઈ ત્યારે હું પણ કહીશ."
"હા..હા.. પણ અત્યારે તો મારો સમય છે ને."
આ તેઓ હસી ખુશી થી વાતો કરતા હોય છે. ત્યાં ફરીથી હીયાના મોબાઈલ પર કોઈનો કોલ આવે છે. હિયા કોલ ઉચકે છે.
"હેલ્લો કોણ?"
"અરે ભૂલી પણ ગયા."
"અરે ના ના.. આયાન બોલો છો ને. આતો તમારો નંબર એડ નથી એટલે ખબર નઈ પડી."
"પણ મારો અવાજ તો ઓળખી જ ગયા ને. હે..હે.."
"હા એ તો નજીકના વ્યક્તિ હોય તો ખબર પડી જ જાય."
"પણ હું ક્યાં નજીકનો છું. હું તો હજી તમને કાલે જ મળ્યો."
"તમે તો નજીકથી પણ ખાસ છો." હિયા ખૂબ જ ધીમા અવાજે બોલે છે. પણ આયાન સાંભળી જાય છે.
"શું? શું બોલ્યા તમે? મને કંઈ ખબર નઈ પડી. ફરી વાર બોલો તો જરા." આયાન જાણી જોઈને હેરાન કરવા માટે બોલે છે.
"ના કંઈ નથી બોલી. આ તો મારી દીદી સાથે વાત કરતી હતી."
"અચ્છા એવું છે. સાચે દીદી સાથે વાત કરતા હતા તમે?"
હિયા હવે બરાબર આયાન ની જાળમાં ફસાય જાય છે. પણ તેણે પણ વાત બદલવામાં PhD કરી હોય છે.
"પહેલા તો આ તમે થી બોલાવવાનું બંધ કરો. હું ૩૦-૩૫ વર્ષની આંટી હોવ એવું ફીલ થાય છે."
"એ તો જે હોય તે જ લાગે ને. એમાં કોઈ શક છે. અને તમે પણ મને હું કોઈ અંકલ હોવ એવો જ સંબોધન કરો છે ને."
"શું હું સાચે આંટી જેવી લાગુ છું?" હિયા મીઠા ગુસ્સા સાથે બોલે છે અને તેનો ચહેરો કાચમાં જોવા લાગે છે.
"હવે કાચમાં ન જો. સારી જ લાગે છે."
"તને કેવી રીતે ખબર પડી કે હું કાચમાં જોવ છું?" હિયા આશ્ચર્ય થી બોલે છે.
"એ તો હવે બધી છોકરી ઓ આવું જ કરે ને. કોઈ ને પણ આંટી કહો તો તે તરતજ કાચમાં જોઈને પોતાનો ચહેરો ઠીક કરશે. હા...હા.."
"ના એવું કંઈ નઈ હો. પણ તને કેમ ખબર કે બધી છોકરીઓ આવું કરે. લાગે છે તને ઘણી બધી ગર્લફ્રેન્ડ નો અનુભવ રહી ચૂક્યો લાગે છે."
"ના હવે હું કંઈ એવો છોકરો નથી કે ગર્લફ્રેન્ડ લઈને ફરે."
"તો શું ડિરેકટ મેરેજ માટે જ પ્રોપોઝ કરે?"
"ના હજી સુધી હું કોઈને ગમ્યો જ નથીને."
"ના સાવ એવું ન હોય. તારા જેવા હેન્ડસમ છોકરાને કોઈ છોકરી ના પાડે એવું બને જ નઈ."
"આહ. દિલ પર વાગી આવ્યું. પહેલી વાર કોઈ છોકરી એ હેન્ડસમ કહ્યું."
"અરે જા જા. મજાક રહેવા દે તારી."
આમ તેઓ વાતો કરતા કરતા ક્યારે ‘તમે’ માંથી ‘તું’ આવી ગયા તેમને ખબર જ નઈ પડી. અને તેઓ જાણે વર્ષો જૂના મિત્રો હોય તેમ પ્રથમ ટેલીફોનીક મુલાકાતમાં જ આટલી ખુલીને વાતો કરવા લાગ્યા હોય છે. આમ જ તેઓ ની હવે દરરોજ વાતો થતી હોય છે. અને તેમની વાતો ની સાથે સાથે મીઠો ઝગડો પણ ચાલતો જ હોય છે. આ વાત ને પણ હવે એક અઠવાડિયું થઈ ગયું હોય છે અને એક દિવસ સાંજે આયાનનો હિયા પર ફોન આવે છે. તે ખૂબ જ ગુસ્સામાં વાત કરતો હોય છે.
"તે મને કહ્યું કેમ નઈ કે માલવિકા તારી બહેન છે? શા માટે છુપાવ્યું મારાથી? તારી દીદી ની ભૂલને કારણે હું તેમની ફરિયાદ ન કરું એટલા માટે જ તે મને મદદ કરી હતી ને? આજ થી મારી સાથે વાત નઈ કરતી. બાય." આયાન ખુબજ ગુસ્સામાં બોલતા બોલતા ફોન કટ કરે છે. હિયા ખૂબ જ રડવા લાગે છે.
અને સ્વગત જ બોલે છે.
"મને આ જ ડર હતો કે આયાન મારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે. પણ શા માટે આયાન? આયાન તું મને હજી ઓળખી ન શક્યો?"
આમ સ્વગત જ બોલતી બોલતી ખુબજ રડે છે. તે વારંવાર આયાન ને ફોન કરતી રહે છે પણ આયાન તેનો ફોન ઉચકતો નથી. તે આમ જ સતત કોલ પર કોલ કરતી રહે છે. રડી રડીને તેની હાલત ખરાબ થઇ ગઇ હોય છે.

(ક્રમશ:)

(આયાનને કેવી રીતે ખબર પડી કે માલવિકા હિયાની બહેન છે? શું તે હિયા ને સમજશે કે હિયાનો એવો કોઈ ઈરાદો ન હતો? શું તે હિયા સાથે વાત કરશે કે પછી તેમની લવ સ્ટોરીનો અહીંયા જ અંત આવી ગયો? જાણવા માટે રાહ જુઓ ભાગ ૯ ની…)