Hiyan - 11 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૧૧

હિયાન - ૧૧

આયાન અને તે છોકરીને એક રૂમમાં વાત કરવા માટે મોકલવામાં આવે છે. આયાન રૂમમાં આવતાં જ ગુસ્સાથી તે છોકરીને કહે છે.
"હવે મને થયું બે દિવસથી મેડમનો ફોન કેમ ન આવતો હતો. મને ભૂલીને બીજા છોકરાને જોવા તૈયાર થઈ ગઈ એમ. તે દિવસે ફોન પર બધું કીધું તે જૂઠું હતું?" આયાન કટાક્ષમાં કહે છે. ફરી આયાન તેની વાતો ચાલુ રાખે છે.
"મને એક પણ વાર ફોન કરીને કહેવાની કોશિશ ન કરી? મને કહેવું તો જોઈએ. તારી આંખો પરથી ખબર પડે છે કે તું ખુબજ રડી છે."
તે છોકરી બીજું કોઈ નઇ પણ હિયા જ હતી.
"જે રીતે તું બીજી છોકરીને જોવા તૈયાર થયો તે રીતે હું પણ તૈયાર થઈ ગઈ. હું પણ જોઈ શકું છું કે તું પણ ખૂબ રડ્યો છે." આટલું કહેતા હિયા આયાનને ભેટીને રડવા લાગે છે. પછી તે બધી વાત કરે છે.

*****************************

(બે દિવસ પહેલા)

હિયા ને કંઈ ખોટું થવાનું હોય તેવો આભાસ થતો હોય છે પણ તેને કંઈ ખબર પડતી નથી. પછી તેને તેના મામા બોલાવતા હતા તો તે ત્યાં જાય છે.
"બોલો મામા શું કામ હતું?"
"બેટા મને ખબર છે કે તું હજુ નાની છે પણ મને અને તારી મામીને એક છોકરાની વાત તારા માટે સારી લાગી એટલે અમે પરમ દિવસે એક છોકરાનું જોવાનું રાખ્યું છે. જો બધું સમસુતરું પાર પડે તો પરમ દિવસે જ તારો સંબંધ પાકો કરી દઈશું અને પછી તારુ ભણવાનું પૂરું થાય એટલે તારા લગન કરાવી દઈશું. બેટા મારી એવી ઈચ્છા છે કે તું ત્યાં જ લગન કરે. તે છોકરો ખૂબ જ સારો છે. પ્લીઝ ના નઈ કહેતી. તારા મામાએ વચન આપી દીધું છે."
હિયા તો તેના મામાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. તેના પગ નીચેથી જાણે જમીન ખસી જાય છે. તે અંદરથી તો ખુબજ દુઃખી થઈ ગઈ હોય છે પણ તે નોર્મલ રહેવાની કોશિશ કરે છે.
"બેટા ક્યાં ખોવાય ગઈ? મને તે જવાબ ન આપ્યો?"
"મામા કંઈ નઈ. તમે જેમ કહો એમ." આટલું જ કહેતા હિયા પોતાના રૂમમાં જઈને ખુબજ રડે છે. પછી તે માલવિકા ને ફોન કરે છે.
"હા બોલ હિયુ."
હિયા માલવિકા નો અવાજ સાંભળતા જ રડી પડે છે.
"હિયુ કેમ રડે છે? શું થયું તે તો કહે?"
પછી હિયા બધી વાત કરે છે. હિયા ની વાત સાંભળીને માલવિકા કંઇજ બોલતી નથી.
"દીદી ચૂપ કેમ થઈ ગયા. કઈક તો બોલો. પ્લીઝ બધું સરખું કરી દો."
"જો હિયુ મારી વાત શાંતિથી સાંભળ. હવે હું ઇચ્છુ તો પણ કંઈ સરખું ન કરી શકું. જો તું મામાને ના પાડશે તો તેમણે આપેલું વચન તુટી જશે. અને મામી ને પણ તેમને સંભળાવવાનો મોકો મળી જશે. હિયુ તું જ વિચાર મામાએ આપણા માટે કેટલું કર્યું છે. એટલે તારે ન ચાહવા છતા પણ આયાનને ભૂલવો પડશે. એમ પણ તમે હજી એટલું મળ્યા નથી એટલે ભૂલવામાં સરળતા રહેશે." આટલું કહીને માલવિકા ફોન મૂકી દે છે.
હિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે પણ હવે આયાનને ભૂલવાનું નક્કી કરીને ફોન કરતી નથી.

*****************************

(હાલમાં)

"તે પછી અહિંયા આવી ત્યાં સુધી મને કોઈ હોશ જ ન હતો. પણ તને જોઈને હું ખુબજ ખુશ થઈ ગઈ. પણ તારા ચહેરા પરનું દુઃખ હું તરતજ જાણી ગઈ." હિયા લાગણીવશ થઈને બોલે છે.
"જે હોય તે હવે તો આપણે સાથે જ છીએ ને. બધું ભૂલી જા. મારી મિસ્ટી." આયાન ખુશ થતા બોલે છે.
"શું બોલ્યો? આ મિસ્ટી કોણ છે?" હિયા ગુસ્સે થતા પૂછે છે.
"અરે દેવી શાંત. તું મધ જેવી મીઠી છે અને બંગાળી માં મીઠી વસ્તુ ને મિસ્ટી કહે છે એટલે આજથી તું મારી મિસ્ટી." આયાન પ્રેમ થી કહે છે. હિયા શરમાય જાય છે. ત્યાંજ આરવી અને ધ્રુહી તેમને બોલવા આવે છે. તેઓને હજી પણ ખબર નથી હોતી કે તે છોકરી હિયા જ છે. તેઓ આયાનને ખુશ જોઈને ચોંકી જાય છે. આયાનના ચહેરા પર જે અત્યાર સુધી દુઃખ દેખાતું હતું તે દુઃખની ગેરહાજરી દેખાય છે. આયાન અને હિયા નીચે જતા હોય છે ત્યાં ધ્રુહી આયાનને રોકાવાનું કહે છે. હિયા આયાન તરફ જોય છે. આયાન તેને નીચે જવાનો ઈશારો કરે છે.
"બેટું આ શું છે બધું?"
"શું દીદુ? મને કંઈ સમજ ન પડી."
"એટલે કે તું અત્યાર સુધી આટલો દુઃખી હતો અને હવે એકદમ ખુશ દેખાય છે?" ધ્રુહી થોડા ગુસ્સામાં કહે છે. આયાન કશું બોલતો નથી. આયાન મોઢા પર હળવી સ્માઈલ લાવે છે પણ કંઈ બોલતો નથી.
"હવે હસે છે શું? બેટું મને ખબર છે કે તું ખુશ થવાનું નાટક કરે છે. હું હજી કહું છું જવાબ આપતા પેહલા વિચારી જોજે. અને જો આ છોકરીને તું હા પાડે તો આ છોકરીને પણ બધી સાચી વાત જાણવાનો હક છે."
"પણ દીદુ મારી વાત તો સાંભળો."
"શું કહેવું છે ભાઇલું તારે? અમને હજી પણ તારો આ નિર્ણય પસંદ નથી. આ છેલ્લી વાર કહીએ છીએ. હજી વિચારી જો. તું હિયા ને કોઈ દિવસ ભૂલી નથી શકવાનો. એટલે તું આ છોકરીને પણ અન્યાય કરશે." આરવી પણ થોડા ગુસ્સા સાથે કહેતી હતી.
"થેંક્યું સો મચ દીદી. મારા માટે આટલું વિચારવા માટે." ત્રણેય પાછળ ફરીને જુએ તો હિયા હોય છે.
"સોરી દીદી. મારે તમારી વાત સાંભળવી ન જોઈએ. પણ નીચે બધા બોલાવે છે તો હું તમને બોલાવવા આવી હતી. અને હા તમે મારા માટે બે દિવસથી આયાનને સમજાવો છો એટલે થેંક્યું."
"તારા માટે એટલે? અમને કઈ સમજ ન પડી? બેટું સરખી વાત કર. જેથી અમને સમજ પડે." ધ્રુહી પોતાની મુઝવણ દર્શાવતા બોલે છે.
"દીદી આ જ હિયા છે."
ધ્રુહી અને આરવી બંને ચોંકી જાય છે.
"શું બોલ્યો તું?"
"હા તમે સાચું સાંભળ્યું. હું જ હિયા છું. જેને તમારો ભાઈ પ્રેમ કરે છે." હિયા કહે છે.
"તો બેટુ અત્યાર સુધી દુઃખી થવાનું નાટક કરતો હતો? અમને પહેલેથી કેમ નઈ કીધું?" ધ્રુહી ફરી કડક અવાજે પૂછે છે.
"ના દીદુ. મને પણ ખબર ન હતી કે આ છોકરી હિયા જ નીકળશે." પછી આયાન આખી વાત કહે છે. આખી વાત સાંભળીને બંનેના મો પર સ્માઈલ આવી જાય છે.
"ઓહ તો બંને જણ સરખા જ ભટકાયા. બંને પોતાના પરિવાર માટે પોતાના પ્રેમીને છોડવા તૈયાર થઈ ગયા." આરવી ખુશ થતા બોલે છે.
"હા જેસી સખી વેસા સાજન" ધ્રુહી પણ બંનેની મજાક કરે છે. હિયા શરમાય જાય છે.
"શું દીદુ તમે પણ? બસ હવે."
"મને ખુબજ ગમ્યું કે અંતે તમારા બંનેનું મિલન તો થયું. પણ મને એ નઈ સમજાયું કે આ બધું થયું કેવી રીતે?" આરવી કહે છે.
"એ તો અમને પણ નથી ખબર. હિયા ની હાલત પણ મારા જેવી જ હતી. તે પણ તેના મામા ના કહેવાથી છોકરો જોવા તૈયાર થઇ ગઇ હતી. હવે નીચે જઈએ તો જ ખબર પડે."
બધા નીચે જાય છે. નીચે બધા હસી મજાક થી વાતો કરતા હોય છે. આયાન અને હિયા જુએ છે તો નીચે માલવિકા પણ આવી ગઈ હોય છે. નીચે જતા જ માલવિકા બોલે છે.
"તો કેવી લાગી અમારી સરપ્રાઈઝ?"
"તો શું આ તમારો પ્લાન હતો?" હિયા પૂછે છે.
"ના અમારા બધાનો પ્લાન હતો." સુનિલભાઈ કહે છે.
પછી બધી વાત કહે છે.
"આયાન જ્યારે તારી મમ્મી હિયા સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે હિયા ની વાત કરવાની રીત તારી મમ્મીને ખુબજ ગમી ગઈ હતી. વળી એનો મદદ કરવાનો સ્વભાવ પણ અમને પસંદ પડ્યો હતો. તારી વાત પરથી અમને અંદાજ આવી ગયો હતો કે તને હિયા પસંદ છે. પણ અમે હિયાનું મન પણ જાણવા માંગતા હતા. પછી એક દિવસ તારી માસીનો ફોન આવ્યો હતો અને તેમણે વાતો વાતોમાં કહ્યું કે હિયાની આંખોમાં તારા તરફની ચિંતા, પ્રેમની લાગણીઓ જોવા મળતી હતી. એટલે પછી અમે હિયાનો અભિપ્રાય જાણવા તારા માસા દ્વારા હિયા ના મામાનો સંપર્ક કર્યો. હિયા ના મામા ના પહેલેથી જ તારા માસા સાથે સારા સંબંધ હતા એટલે તેઓ પણ રાજી થયા. એમણે બધી વાત માલવિકા ને કરી. તો માલવિકા તરફથી અમને જાણવાં મળ્યું કે તમે તો પહેલેથી જ એકબીજા સામે પ્રેમની મહોર મારી જ દીધી છે. એટલે અમે તમને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. તમને પણ ખબર પડે ને કે પ્રેમ કઈ એમ સહેલાય થી ન મળે. એટલે અમે તારી બે બહેનોને પણ આ વાત નઈ કરી. નહીતો તે લોકો તને દુઃખી જોઈને સાચી વાત કહી દેતે. બસ આટલી જ વાત છે."
"ઓહ પપ્પા તમે આટલો મોટો પ્લાન કરી દીધો. યુ આર બેસ્ટ. પણ તમે આ બંદરિયા ની તો આવી પરીક્ષા ન લીધી?"
"જાને ભાઇલૂ. તું બંદર." આરવી મો ફુલાવીને કહે છે. બધા હસવા લાગે છે.
"બેટા આરૂં ની પણ પરીક્ષા થઈ જ ગઈ છે."
"ક્યારે? મને તો નથી ખબર?"
"જ્યારે તું તારી માસીને ત્યાં ગુસ્સામાં જતો રહ્યો હતો ત્યારે. આંરુ તો તને રાહુલ પસંદ ન હોય તો તે રાહુલને છોડવા તૈયાર થઈ ગઈ હતી."
"ને આ બંદરીયા બે દિવસથી મને સમજાવતી હતી. કે તું પપ્પાની વાત નઈ માન."
"જે હોય તે બધું સારું થયું. સુનિલભાઈ હું ખુબજ ખુશ છું કે આ છોકરાઓ તેમની ખુશી મૂકીને પરિવારનું વિચારે છે." હિયા ના મામા બોલે છે.
"હા એ વાત તો તમારી સાચી."
આવી રીતે જ બધા હસી ખુશી થી વાતો કરતા હતા. અને આયાન અને હિયા નો સંબંધ નક્કી કરે છે. પણ તેઓ હાલમાં બાહર કોઈને પણ ન જણાવવાનું નક્કી કરે છે. કારણકે તેમની ઉંમર હજી ખૂબ નાની હોય છે. અને આયાન અને હિયા ને પણ હમણાં માત્ર કરિયર પર ધ્યાન આપવાનું કહે છે. અને તેની જવાબદારી ધ્રુહી અને માલવિકા ને સોંપે છે. હિયા ને પણ આયાન ના ઘરે રહીને જ ભણવાનું નક્કી કરવામાં આવે છે. આયાન ના ઘરવાળા બધાને આરવી ની ફ્રેન્ડ તરીકે ઓળખાણ આપે છે.

(ક્રમશ:)

(મિત્રો આજે આગળના ભાગ માટે કોઈ પ્રશ્ન છોડતો નથી. અહી ધારાવાહિક નો પ્રથમ પડાવ પૂરો થાય છે. ધારાવાહિક ની સાચી શરૂઆત તો હવે થશે. માટે હવે ખાસ મજા આવશે. મિત્રો આપના સૂચનો જરૂર આપજો. જો કોઈ ભૂલ હોય તો અવશ્ય જણાવો.)

આભાર.Rate & Review

Falguni Patel

Falguni Patel 2 years ago

Neepa

Neepa 1 year ago

Asha Dave

Asha Dave 1 year ago

Nilesh Bhesaniya
Mamta Ganatra

Mamta Ganatra 1 year ago