Hiyan - 7 books and stories free download online pdf in Gujarati

હિયાન - ૭

આ તરફ હિયા ને પણ ઘરે જઈને ચેન પડતું નથી. તે સમજી શકતી નથી કે તેને શું થાય છે? તે વિચારે છે કે આયાન ઘરે જઈને મને કોલ તો કરશેને? મને ભૂલી તો ન જાય ને? પણ તે તેના મન ને સમજાવે છે કે મારે શું? મારે ક્યાં કંઈ એની સાથે જાણ પહેચાન છે?


*****************************************


આ તરફ આયાન લોકો તેમના ઘરે પહોંચી જાય છે. ગાડી નો અવાજ સાંભળતાંં જ બધા બહાર આવી જાય છે. આરવી દોડીને આયાનને ગળે વળગી ને રડવા લાગે છે.


આરવી : ભાઇલું સોરી! ભૂલ થઈ ગઈ મારી. હવે બીજી વાર એવું નહિ કરીશ. જો તને પસંદ ન હોય તો હું રાહુલ ને આજ પછી નઈ મળીશ.


આયાન આરવીની નિર્દોષ વાત સાંભળીને આંશુ સાથે હળવી સ્માઇલ આપે છે. વિશાલભાઈ બીજી બધી વાત પછી કરીશું એમ કહીને બધાને ઘરમાં જવાનું કહે છે. બધા ઘરમાં આવીને બેસે છે. અનસુયાબેન અને ધૃહી બધા માટે ચા નાસ્તા ની સગવડ કરે છે.


વિશાલભાઈ : તો બેટું તારું એક્સીડન્ટ કેવી રીતે થયું અને એવું તો કયું એક્સીડન્ટ થયું કે તને પેટમાં આટલું ખરાબ રીતે વાગ્યું?


આયાન : (હળબળાત સાથે) પપ્પા એતો હું સ્ટેશન પર પડી ગયેલો અને પછી ભીડ માં ઉભો ન થઈ શક્યો એમાં બધા મારા પર ચાલી ગયેલા. તેથી આટલું વાગ્યું છે.


શાલીનીબેન : શું તમે પણ! બિચારો હજીતો હોસ્પિટલ થી આવ્યો છે ને તમારી ઇન્કવાયરી ચાલુ કરી દીધી? બિચારાને આરામ તો કરવા દો.


ત્યારબાદ બધા નાસ્તો કરે છે. અને આયાન બધાને સોરી કહે છે કે તેના કારણે બધાએ હેરાન થવું પડ્યું.


************************************


આ તરફ હિયા હજી પણ આયાન ના ફોનની રાહ જોતી હોય છે. ત્યાં જ કોઈ તેની પાછળ આવે છે પણ તેને ખબર પડતી નથી.


"શું હજી પણ તેના જ વિચાર કરે છે?"


હિયા અવાજ ઓળખી જાય છે.


" અરે માલવિકા દી તમે ક્યારે આવ્યા?" હાં માલવિકા ચૌહાણ હિયાની મોટી બહેન હોય છે. જે હાલ દિલ્હી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતી હોય છે.


"જ્યારે તું તારા રાજકુમારના સ્વપ્નમાં ખોવાયેલી હતી." આટલું સાંભળતા હિયા શરમાય જાય છે.


"હાં દી કોણ જાણે કેમ મને તેના તરફ અજાણી લાગણી નો અહેસાસ થાય છે. જે બાળક ને તે ઓળખતો ના હતો તો પણ તેના માટે પણ તે કેટલો પ્રોટેક્ટટીવ હતો. તો તે પોતાના વ્યક્તિઓની કેટલી સંભાળ રાખતો હશે. અને દી એ સેંસિટિવ પણ ખુબજ છે." એમ કહીને તે આયાન કેમ ઘર છોડીને જતો હતો તે કહે છે.


"મતલબ તને એ છોકરો ગમી ગયો છે એમ. મને સ્ટેશન પર તો એમ થયું કે આ મારી સાથે કેમ આવી રીતે વાતો કરે છે" એમ કહીને તે હિયાના કાન પકડે છે.


"દીદી છોડો મારા કાનને. ખુબજ દુખે છે. બીજી વાર આવી રીતે વાત નઈ કરું." ત્યારે જ હિયાનાં ફોન ની રીંગ વાગે છે. તે આયાનનો ફોન હસે એમ સમજી ઝડપથી ફોન ઉચકે છે. પણ સામેથી વાત સાંભળતાજ તેની આંખમાં આંસુ આવી જાય છે.


************************************


નાસ્તો કર્યા બાદ રાહુલ આયાનને તેના રૂમ માં મુકવા જાય છે. રાહુલ ત્યાંથી પાછો જતો હોય ત્યાંજ આયાન તેને થોભવાનું કહે છે અને આરવીને પણ બોલાવે છે. આરવી આવતાની સાથે જ રડતા રડતા..


"ભાઇલું સોરી. અમે એક બીજા ને પ્રેમ કરીએ છીએ પણ તને પસંદ નથી એટલે હવે અમે એકબીજાને મળીશું પણ નઈ. બટ તું મારી સાથે વાત કરવાનું બંધ નઈ કરતો."


"બિલકુલ ચૂપ!" આયાન ખુબજ ગુસ્સા માં બોલે છે. આરવી એકદમ જ સહમી જાય છે. રાહુલ પણ એક પળ માટે ડરી જાય છે. પણ તે આયાન ના ચહેરા પણ સ્માઈલ જોઈને આશ્ચર્ય અનુભવે છે.


"અરે આરું તને કોણે કીધું કે મને પસંદ નથી."


"ભાઈલું તમને પસંદ નથી એટલે તો તું ગુસ્સે હતો."


"અરે મને ગુસ્સો એ વાત નો આવેલો કે તમે આ વાત મારાથી છુપી કેમ રાખી? તમને મારા પર વિશ્વાસ ન હોય તો જ તમે મને કંઈ કીધું નઈ ને?"


"ના આયાન એમાં ભૂલ મારી હતી. આરવી તો તને કહી દેવાનું કહેતી હતી. પણ મે જ ના પાડી હતી. મને ગિલ્ટ હતો કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ થઈને તારી બહેન સાથે આવું કર્યું."


"આરુ તને આ મૂર્ખા સિવાય બીજો કોઈ મળ્યો નઈ"


"જાને ભાઇલુ તે કંઈ મૂર્ખ નથી. બસ તેને ગિલ્ટ થતો હતો એટલે તેણે કહેવાનું ના પાડી હતી."


"ઓહ હવે બોયફ્રેન્ડ આવી ગયો એટલે ભાઈને ભૂલી જવાનો."


"ના આયાન એવું કંઈ નથી. આરવી એ તારા માટે થઈને મને ના પાડી હતી કે હવેથી આપને મળીશું નઈ."


"ચાલો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રાહુલ મને પસંદ જ છે. અને રાહુલ હવે થી હું તને જીજાજી કહીશ કે ભાઈ જ કહીશ?" એમ કહેતા ત્રણેય હસવા લાગે છે.
ત્યાંજ ધૃહી આવે છે અને આયાનને જોર માં એક તમાચો મારે છે. તે ખૂબ જ ગુસ્સામાં હોય છે.

(ક્રમશઃ)

************************************
(ભાગ ૭ સમાપ્ત)

(હિયા પર કોનો ફોન આવે છે? ધૃહિ કેમ ગુસ્સે હોય છે? શા માટે તે આયાન ને તમાચો મારે છે? વધુ જાણવા માટે રાહ જુઓ આગળના ભાગની.)