Hiyan - 10 books and stories free download online pdf in Gujarati

હિયાન - ૧૦

"હું કંઈ જાણતો નથી. છોકરી એકવાર મને પસંદ આવી ગઈ એટલે ફાઈનલ. તારે એ જ છોકરી સાથે લગ્ન કરવા પડશે." સુનિલભાઈ કડક અવાજમાં કહેતા હતા.
"પણ પપ્પા મારી વાત તો સાંભળો."
"બસ મારે કશું જ સાંભળવું નથી. પરમ દિવસે એ છોકરી એના ઘરવાળા સાથે આવે છે તો તારે એમને મળવાનું છે. હવે મને આ વાત પર કોઈ ચર્ચા જોઈએ નઈ." સુનિલભાઈ પોતાની વાત કહીને જતા રહે છે.
"મમ્મી તું તો પપ્પાને સમજાવ. પપ્પા આજે કેમ આવું કરે છે? દરવખતે તો તેઓ અમારી પૂરી વાત સાંભળ્યા પછી જ કોઈ નિર્ણય લે છે અને આજે કેમ આવું કર્યું?" આયાન દુઃખી ભર્યા અવાજે કહે છે.
"બસ હવે બંધ કર. એમણે જે નક્કી કર્યું હશે તે સાચું જ હશે." શાલીનીબેન આટલું બોલતા જતા રહે છે.
આયાન અને તેનો પરિવાર બીજે દિવસે સવારે ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેઠેલો હોય ત્યારે આ વાતચીત થતી હોય છે. આયાન પોતાની બાઇક લઇને બહાર જતો રહે છે. તે એક જગ્યાએ આવીને બેસે છે જ્યાં કોઈ હોતું નથી. તે થોડીવાર સુધી તો એક દમ શાંત બેસી રહે છે. પણ પછી તેણે અત્યાર સુધી રોકી રાખેલું રુદન તેના કાબૂમાં ન રહેતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

આ તરફ હિયાને પણ મનમાં અજાણી લાગણી થાય છે. જાણે કશુંક અહિત થવાનું હોય. પણ તેને કંઈ સમજ પડતી નથી. તે આયાનને ફોન કરવા જાય છે પણ આયાનનો ફોન સ્વીચ ઓફ આવે છે. તે ચિંતામાં મુકાય જાય છે. તેને ખુબજ બેચેની થાય છે.

તો આ તરફ આયાન ફોન સ્વીચ ઓફ કરીને રડતો હોય છે. પછી તે થોડીવાર રહીને સ્વસ્થ થાય છે. નજીકમાંથી એક દુકાન પરથી પાણીની બોટલ લઈ મોઢું ધુએ છે. અને પછી તે પોતાના ઘરે જાય છે. તે ઘરે આવે છે ત્યારે જુએ છે કે એની મમ્મી બપોરના ભોજનની તૈયારી કરતી હોય છે અને આરવી અને ધ્રુહી પોતપોતાના રૂમમાં હોય છે. તે પણ પોતાના રૂમમાં જતો રહે છે. થોડીવાર પછી કોઈ તેના રૂમનો દરવાજો ખતખતાવે છે. તે જુએ છે તો તેની મમ્મી હોય છે.
"અરે મમ્મી તમે. આવો આવો. તમારે નોક કરવાની શું જરૂર? સીધા અંદર આવી જવાનું."
"બોલ સવારનો તું દુઃખી છે ને?"
"ના મમ્મી. હું કેમ દુઃખી થવાનો? મને શું થવાનું?"
"મને ખબર છે સવારે તારા પપ્પા એ સવારે તારા લગનની વાત કરી એટલે તું દુઃખી છે. શું તને કોઈ બીજી છોકરી પસંદ છે?"
"ના મમ્મી. એવું કંઈ નથી. મારા જીવનમાં કોઈ છોકરી નથી. આતો પપ્પાએ અચાનક આવી વાત કરી એટલે થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો. બીજું કંઈ નઈ."
"સાચે કંઈ નથી ને? મને તું દુઃખી છે એવું લાગ્યું એટલે."
"ના મમ્મી હું દુઃખી નથી. પપ્પાએ મારા માટે સારું જ વિચાર્યું હશે." આયાન ખોટી સ્માઈલ આપતા કહે છે.
"ઓકે સારું હું નીચે જાવ છું. જમવાનું રેડી થઈ ગયું છે. તારા પપ્પા આવે એટલે હું નીચે બોલાવ." શાલીનીબેન આયાનના માથામાં હતા ફેરવી જતા રહે છે.
આયાનના મમ્મી બાહર જતા જ આયાન રડી પડે છે. રડતો રડતો તે એકલો એકલો વાત કરવા લાગે છે.
"કેવીરીતે કહું કે હું દુઃખી છું. હા મારા જીવનમાં એક છોકરી છે. હજી પ્રેમભરી મુલાકાત પણ નથી થઈ અને અમારો પ્રેમનો અંત થવા જઈ રહ્યો છે. કેવીરીતે કહું કે હું બીજા કોઈને પ્રેમ કરું છું. પપ્પાએ મારી પાસે પેલી વાર કંઈ માગ્યું છે તો હું ના પાડીને એમને દુઃખી કેવીરીતે કરી શકું. તેમણે તે છોકરીના ઘરવાળા ને આપેલું વચન કેવીરીતે તોડી શકું? માફ કરજે હિયુ આપણો સાથ અહીંયા સુધીનો જ હતો."
આયાન રડતા રડતા બોલતો જ જાય છે. આ બધી વાત શાલીનીબેન દરવાજા પર ઊભા ઊભા સાંભળતા હોય છે. તેઓની આંખમાં પણ આશું હોય છે અને સ્વગત જ બોલતા હોય છે, "માફ કરજે બેટું હું તારી આંખોમાં આંશુ નથી જોઈ શકતી. પણ હું પણ શું કરું? હું મજબૂર છું."
થોડીવાર પછી નીચે જમવાની બુમ પડતા આયાન નીચે જમવા માટે જાય છે. તે ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે. બધા સામે હસી મજાક થી વાતો કરે છે પણ બધા જ તેની હસી પાછળનું દુઃખ સમજી જાય છે. જમ્યા પછી ધ્રુહી અને આરવી તેની સાથે વાત કરવા માંગે છે પણ તે થાકી ગયો હોવાનું બહાનું કાઢીને પોતાના રૂમમાં જતો રહે છે. તે ઊંઘવાની કોશિશ કરે છે પણ તેને ઊંઘ નથી આવતી. તે હિયા વિશે જ વિચારતો હોય છે. હિયા વિશે વિચારતા વિચારતા તેને ક્યારે ઊંઘ આવી જાય તે તેને ખબર પડતી નથી. લગભગ ૨ કલાક પછી તેના દરવાજા પર કોઈ નોક કરે છે. તે ઊંઘમાંથી ઊઠી જાય છે અને દરવાજો ખોલે છે તો સામે ધ્રુહી અને આરવી હોય છે. તે તેમને અંદર આવવા કહે છે પણ તેમની આંખમાં આંખ નથી મિલાવી શકતો નથી. તે તરત જ બાથરૂમમાં પોતાનું મોઢું ધોવા જતો રહે છે. બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ તે મોઢા પર સ્માઈલ લાવતા કહે છે.
"બોલો આજે બે દેવીઓ ના પગલાં આ બાજુ કેવી રીતે પડયા?"
"બેટું તારી આ ખોટી હસી પાછળનું દુઃખ અમને દેખાય છે. બોલ સાચી વાત શું છે?"
"હા ભાઈલું. ગઈકાલે મે તમને સમાચાર આપ્યા કે પપ્પાએ તમારા માટે એક છોકરી શોધી છે ત્યારથી તું ખોવાયેલો લાગે છે. અમને કહી દે જેથી અમે તારી કોઈ હેલ્પ કરી શકીએ."
"મને કંઈ થયું નથી તો શા માટે મને હેલ્પ ની જરૂર છે. ચોક્કસ તમને ખોટો બ્રહ્મ થયો હશે કે હું દુઃખી છું. જુઓ હું કેટલો ખુશ છું." આયાન હસતા હસતા કહે છે.
"બેટું તારા ચહેરા પાછળનું દુઃખ અને જોઈ શકીએ છીએ. એટલે ખોટું હસવાનું રહેવા દે. અને તારી આંખો પણ કહી દે છે કે તું ખુબજ રડ્યો છે. એટલે તને મારી કસમ છે જે હોય તે સાચે સાચું કહી દે."
"પણ દીદુ હવે કંઈ ફેર પડવાનો નથી તો તમે શા માટે જાણવાની કોશિશ કરો છો?" આયાન ધ્રુહી ની કસમ સાંભળીને જણાવવાનું નક્કી કરે છે.તે રડતા રડતા તેની અને હિયા ની બધી વાત તેમને જણાવે છે. ધ્રુહી અને આરવી પણ આ સાંભળીને તેમની આંખોમાં પાણી આવી જાય છે.
"ભાઈલું આટલું બધું થયું અને તું એકલો એકલો મુજાતો રહ્યો. અમને કેવું જોઈએ ને? શું અમે તારા કોઈ નથી?"
"હા બેટુ આરવીની વાત સાચી છે. તારે અમને કેવું જોઈએ ને. અમે પપ્પાને મનાવતે ને. પણ કંઈ વાંધો નઇ હવે મનાવી લઈશું"
"ના દીદુ. તમે પપ્પાને કંઈ કહેશો નઈ. તમને મારી કસમ છે. તને પપ્પાને કહેશો એટલે જ હું તમને જણાવતો ન હતો."
"પણ ભાઈલું તું કેમ આવું કરે છે? પપ્પા જરૂર માની જશે. અમને વિશ્વાસ છે."
"હા સારું મને ખબર છે કે પપ્પા માની જશે. પણ એમણે આપેલા વચનનું શું? તેમણે પ્રથમ વાર મારી પાસે કંઈ માંગ્યું છે તો હું ના નઈ કેવી રીતે કહું?"
"પણ બેટુ તું ખૂબ ખોટું કરવા જઈ રહ્યો છે. પેલી છોકરીનું શું કે જે તને પ્રેમ કરે છે. શું તે તેને પૂછ્યું? તેનો પણ હક છે કે તે આ વાત જાણે."
"બસ દિદુ. મે કહી દીધું ને કે મારે હવે કોઈ વાત નથી કરવી. અને તમને મારી કસમ છે. તમે પપ્પાને કંઈ પણ જણાવશો નઈ."
"સારું બેટુ તે કસમ આપી એટલે હવે અમે કંઈ કહેશું નહિ. પણ તું આ ખૂબ ખોટું કરવા જઈ રહ્યો છે. અમે આના માટે કોઈ દિવસ માફ નઈ કરીએ."
"હા ભાઇલું. તમારા બંને ના જીવન વિશે તારે એકલા ને જ નિર્ણય લેવાનો તને કોઈ હક નથી. મને નઈ ખબર હતી કે તું એક છોકરી માટે આટલો નિર્દયી હશે. ફક્ત ને ફક્ત પપ્પાને ખુશ કરવા તું એક છોકરીને દુઃખી કરવા જઈ રહ્યો છે. હું આ વાત માટે તને કોઈ દિવસ માફ નઈ કરું. હવેથી મારી સાથે વાત નઈ કરતો."
"પણ તમે બંને તો મને સમજો. હું પણ ખૂબ દુઃખી છું. પણ મારું મન પપ્પા ની વાત નકારવાની ના પાડે છે. પ્લીઝ મારી સાથે વાત કરવાનું બંધ નઈ કરશો. પહેલેથી જ હું હિયાને ખોવાના દુઃખથી ખુબજ દુઃખી છું."
"સારું અમે વાત કરવાનું તો નઈ બંધ કરીએ. પણ તું એક છોકરીનું દિલ દુખાવા જઈ રહ્યો છે એટલે આજથી અમે તારી કોઈ વાતમાં મદદ નઈ કરીએ."
આમ કહીને તે બંને આયાનનાં રૂમમાંથી જતા રહે છે. આયાન ફરીવાર રડી પડે છે. આમજ આખો દિવસ વિતે છે. બીજે દિવસે સવારથી જ આયાન રાહુલ ને લઈને બાહર જતો રહે છે. તે રાહુલને બધી વાત કરે છે. રાહુલ પણ તેની વાત પર ગુસ્સો કરી બેસે છે.
"આયાન તું ખોટી જીદમાં ખૂબ મોટી ભૂલ કરવા જઇ રહ્યો છે."
"પણ ભાઈ તું જ કહે હું શું કરું? પપ્પાએ તે છોકરીના ઘરવાળાને વચન ન આપ્યું હોત તો પણ હું પપ્પાને કહેતે. પણ પપ્પાએ વચન આપી દીધું છે. હું વચન નઈ તોડી શકું."
"પણ આયાન એક વાર તો તું હિયાનું વિચાર. તેની પર શું વિતશે કે જ્યારે તેને ખબર પડશે. તે એકપણ વાર તેને પૂછ્યું કે તે શું કરવા માંગે છે." રાહુલની વાત પરથી તેને ખ્યાલ આવે છે કે હિયાએ પણ બે દિવસથી ફોન નથી કર્યો. રાહુલ તેની વાત ચાલુ જ રાખે છે.
"જો હું જ તારી બહેન સાથે આવું કરતે તો? તેને કેટલું દુઃખ થતે?"
"હું બધી વાત સમજુ છું ભાઈ. પણ તેનો કોઈ અર્થ નથી. એમ પણ હિયાનો બે દિવસથી ફોન નથી આવ્યો. એટલે એના માટે સારું જ છે કે તેને મારી આદત નથી પડી. હું એને આવતી કાલે બધું જ જણાવી દઈશ."
"ભાઈ તું જે કરે તે. હું તારી સાથે જ છું. પણ હજી એક વાર વિચારી જોજે."
આયાન રાહુલને ભેટી પડે છે.
"થેંક્યું ભાઈ. મને સમજવા માટે. દીદુ અને આરૂ પણ મારાથી નારાજ છે. મે હવે બધું વિચારવાનું છોડીને નિયતિ પર છોડી દીધું છે."
"ભાઈ મને પણ તારો નિર્ણય નથી ગમ્યો. પણ મારે તો તને સાથ આપવો જ રહ્યો. અને રહી વાત દીદી અને આરવી ની તો તેઓ નારાજ રહે જ ને. એક છોકરી થઈને બીજી છોકરીનું દુઃખ કેવી રીતે જોઈ શકે? અને તેમની નારાજગીનું બીજું કારણ એ પણ છે કે તે લોકોની નારાજગીથી તું તારો નિર્ણય કદાચ બદલી દે. કારણકે તેઓ તને દુઃખી નથી જોઈ શકતા. આરવી પણ ફોન પર ખુબજ રડતી હતી. તે તને ગમે તેમ બોલી તેનું પણ તેને ખુબજ દુઃખ છે."
"હું ખુબજ નસીબ વાળો છું કે મારી પર જાન ન્યોછાવર કરી દે એવી બે બહેન અને ભાઈ જેવો મિત્ર મળ્યો છે. બસ તમારી મદદથી હું જલ્દીથી આ દુઃખ ભૂલી જઈશ."
આમ તેઓ વાતો કરીને પોતપોતાના ઘરે જાય છે. બીજે દિવસે સવારે આયાન તૈયાર થઈને હોલમાં એક બાજુ બેસી જાય છે. ધ્રુહી અને આરવી ના ચહેરા પર નિરાશાના ભાવ હોય છે.
થોડી જ વારમાં છોકરી વાળા આવે છે. આયાન છોકરીને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. તેની આંખોમાં ગુસ્સાના ભાવ પણ આવી જાય છે.

(ક્રમશ:)

(કોણ હોય છે તે છોકરી? આયાન તે છોકરીને જોઈને કેમ ગુસ્સે થઈ જાય છે? આયાન અને હિયાનું શું થશે હવે? જાણવા માટે રાહ જુઓ નવા ભાગની.…)