Hiyan - 2 books and stories free download online pdf in Gujarati

હિયાન - ૨



(ગાર્ડનમાં)
એક છોકરો અને એક છોકરી એકબીજાના આલિંગનમાં હોય છે. આયાન આ જુએ છે તો એને ખુબજ ગુસ્સો આવે છે અને દુઃખ પણ થાય છે. એને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે. એને આ વાત પર વિશ્વાસ ન હતો કે આ વ્યક્તિ તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તેને આજુબાજુનું કંઈજ ભાન રહેતું નથી. તેનું દિલ તૂટી જાય છે. તે બંને વ્યક્તિ તેની ખુબજ નજીકના હોય છે અને આ રીતે પ્રેમીઓ ની જેમ એકબીજા સાથે વિટાયેલા હોય છે. અને તેઓ કઈક વાતચીત કરતા હોય છે. જે તે બરાબર સાંભળી શકતો નથી. તે ત્યાંથી ગુસ્સામાં નીકળી જાય છે. તે જયારે ગાર્ડનની બહાર જતો હોય છે ત્યારે તે છોકરો તેને જોય જાય છે. એટલે તે બંને પણ તેની પાછળ તેને સમજાવા દોડે છે. પણ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં આયાન પોતાની બાઇક લઈને નીકળી જાય છે. આયાન ખુબજ ગુસ્સામાં બાઇક હંકારતો શહેર ની બહાર નીકળી જાય છે. અને તે એક જગ્યાએ બાઇક થોભાવી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. તે થોડી વાર પછી શાંત થાય છે. અને તે ઘર તરફ વળે છે. તે ઘરે જાય ત્યારે ખુબજ ઉદાસ હોય છે. તે બધા સાથે માત્ર કામ પૂરતી જ વાતો કરે છે. આખો દિવસ આયાન ને ઉદાસ જોઈને બધાને અણસાર તો આવી જ ગયો હતો કે કંઈક થયું છે. રાત્રે જમવાના ટેબલ પર શાલીનીબેન આંખના ઇશારાથી જ ધ્રુહીને વાત જાણવાનું કહી દે છે. આ તરફ ધ્રુહીને આરવી પણ ખોવાયેલી ખોવાયેલી લાગે છે. ધ્રુહી આયાન અને આરવીને જમ્યા પછી તેના રૂમ માં બોલાવે છે. જમીને પછી આયાન અને આરવી ધ્રુહીના રૂમમાં જાય છે. પણ કોઈ કશું બોલતું નથી. અંતે ધ્રુહી જ વાતની શરૂઆત કરે છે.
ધ્રુહી : મને ખબર છે તમારા બંને વચ્ચે કાઈ થયું છે. બોલો શું થયું છે?
આરવી ની આંખમાં આંશુ આવી જાય છે.
આયાન :(ડરતા ડરતા) અરે ના દિદુ અમારા વચ્ચે શુ થવાનું? કાઈ થયું નથી.
ધ્રુહી : ખોટું બોલવાનો પ્રયત્ન ન કર. હું જોવ છું કે તું આવ્યો ત્યારનો ઉદાસ લાગે છે. અને આ આરુ પણ કંઈક ગભરાયેલી લાગે છે.
આટલું સાંભળતા જ આરવી જોર જોરથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.
ધ્રુહી : (પ્રેમથી) શું થયું આરુ તું કેમ રડે છે. (ગુસ્સામાં) બેટુ તે પાછું શું કર્યું? આ આરુ કેમ રડે છે? ચાલ માફી માંગ હમણાં ને હમણાં.
આટલું જ સાંભળતા આયાન ખુબજ ગુસ્સે થઈને પોતાના રૂમમાં જતો રહે છે. તે પોતાના રૂમમાં બેડ પર તકિયા માં માથું નાખી ખુબજ રડે છે. તે વિચારે છે કે "મને કોઈજ પ્રેમ કરતું નથી. દિદુ પણ એવુંજ વિચારે છે કે મારી જ ભૂલ છે. એક વાર પણ મને પૂછ્યું નઈ કે શું થયું. અને મને જ ખીજવાયા. દિદુ એ એક વાર પણ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે હકીકત શું છે?" આટલું વિચારી તે ખુબજ દુઃખી થઈ જાય છે. અંતે તે રડતો રડતો જ સુઈ જાય છે.
આ બાજુ આરવી હજુ પણ ખુબજ રડતી હોય છે. તેનો રડવાનો અવાજ સાંભળીને શાલીનીબેન ધ્રુહીના રૂમમાં જાય છે. પણ જ્યારે તેઓ દરવાજા પર પહોંચે છે ત્યારે ધ્રુહી તેમને જુએ છે અને તે શાલીનીબેન ને આંખના ઈશારાથી જ સમજાવી દે છે કે તે સંભાળી લેશે. તે જોઈને શાલીનીબેન પોતાના રૂમમાં જતા રહે છે. આખરે તેઓ પણ એક સમજુ માં હતા કે જે સમજતા હતા કે પોતાની દીકરી તેમની હાજરીમાં સંકોચ અનુભવશે અને સાચી વાત કરી શકશે નહીં. આરવી હજુ પણ રડતી જ હોય છે. ધ્રુહી તેને પાણી આપે છે અને શાંત થવાનું કહે છે.
ધ્રુહી : આરુ શાંત થય જા અને મને કે શું કર્યું બેટુ એ કે જે તું આટલું બધું રડે છે.
આરવી : (હિબકે હિબકે) દિદુ ભાઈલું એ કંઈજ કર્યું નથી. ભૂલતો મારીજ છે કે જે ભાઈલું આટલો બધો દુઃખી છે. તમે એને ખોટું ખીજવાયા.
ધ્રુહી ને કંઈજ સમજ પડતી નથી કે શું થયું છે? તે વિચારે છે કે, "એક બાજુ આરવી આટલી બધી રડે છે અને કહે છે બેટુ એ તેની સાથે કંઈજ કર્યું નથી. તો શું થયું હશે કે તેઓ બંને આટલા દુઃખી છે. અને હું પણ કેટલી મૂર્ખ છું કે કઈ પણ હકીકત જાણ્યા વગર બેટુ પણ મેં આટલો બધો ગુસ્સો કર્યો." તે આરવી પાસેથી જાણવાનું નક્કી કરે છે.
ધ્રુહી : બોલ આરુ શું થયું એ બોલ. હું કંઇક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરું.
આરવી : દિદુ પહેલા મને પ્રોમીસ કરો કે તમે પણ મારા પર ગુસ્સે ન થશો.
ધ્રુહી : અરે આરુ હું શા માટે ગુસ્સે થવાની? મને તારા પર વિશ્વાસ છે કે તે એવું કોઈ કામ ન કર્યું હોય કે હું તારા પર ગુસ્સે થાવ.
આરવી : (આટલું સાંભળતા) દિદુ એજ તો વિશ્વાસ કે જે તમને અને ભાઈલું ને મારા પર હતો તે વિશ્વાસ મેં તોડ્યો છે. આટલું બોલીને તે ફરી ધ્રુસકે ધ્રુસકે રડે છે.
ધ્રુહીને પણ હવે ડર લાગે છે કે આરવી એ એવું તો શું કર્યું હશે. પણ ધ્રુહી વાતનો ઉકેલ લાવવા માટે તરતજ આરવીના માથા પર હાથ ફેરવતા ફેરવતા તેને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. અને આરવીને આગળ વાત જણાવવાનું કહે છે.
આરવી : દિદુ હું અને રાહુલ એકબીજા ને પ્રેમ કરીયે છીએ.
હા સવારે ગાર્ડન માં પેલા છોકરો અને છોકરી જે હતા તે બીજું કોઈ નહીં પણ આયાન ની બહેન આરવી અને તેનો ભાઈ જેવો ખાસ મિત્ર રાહુલ હોય છે. અને તેઓ થોડા સમય પહેલાથી જ એકબીજાના પ્રેમમાં હોય છે. અને તેમને આયાન જોઈને ગુસ્સા માં બહાર જતો હોય ત્યારે રાહુલ તેને જોય જાય છે. આ બધી વાત આરવી ધ્રુહીને કહે છે.
ધ્રુહી પણ આ સાંભળીને ચોંકી જાય છે. પણ તે તરતજ સ્વસ્થ થઈ જાય છે કારણકે તેને ખબર હોય છે કે તેણે આ પરિસ્થિતિ ખુબજ શાંતિથી હેન્ડલ કરવી પડશે.
ધ્રુહી : અરે આરુ તું ચિંતા ન કર હું બિલકુલ પણ ગુસ્સે નથી. પણ હું અત્યારે કાઈ પણ વિચારવા સક્ષમ પણ નથી. એટલે આપણે આ બાબત પર કાલે ચર્ચા કરીશું. અને મારે પહેલા બેટુ પાસે જવું પડશે. બિચારા પર હું વગર વાંકેજ ગુસ્સે થઈ ગઈ. બિચારો ખુબજ દુઃખી હશે. તું પણ હવે સુઈ જા.
આરવી પણ આટલું બધું થયા બાદ આયાન સાથે આંખ મેળવવા સક્ષમ નથી હોતી એટલે તે પોતાના રૂમમાં જતી રહે છે. અને ધ્રુહી આયનના રૂમ તરફ જાય છે. તે આયનના રૂમ પાસે આવે છે અને જુએ છે કે આયાન સુઈ ગયો હોય છે એટલે તે ફરી પોતાના રૂમમાં આવે છે.
આ તરફ આરવી પોતાના રૂમમાં જાય છે પણ તેને ઊંઘ નથી આવતી. તે વિચારે છે, "દિદુ શું વિચારતા હશે મારા વિશે? શું કહેશે કાલે? ભાઈલું કેવું વિચારતો હશે? હું પણ કેવી છું ભાઈલું ના મિત્ર સાથે જ પ્રેમમાં પડી." અને આ બધું વિચારતા તે એક નિશ્ચય કરે છે અને સુઈ જાય છે.
તો ધ્રુહી ની આંખો પરથી નિંદ્રાદેવી કોસો દૂર હતા. તે વિચારે છે, "હું કેટલી મૂર્ખ છું કે કઈ પણ જાણ્યા વગર જ બેટુ પર ગુસ્સે થઈ ગઈ. બિચારો કેટલો દુઃખી હશે? કાશ પપ્પા બિઝનેસ ટુર પર ન ગયા હોત તો તેઓ કેટલી સરરતા થી આ બધું હેન્ડલ કરી લેત." આમ વિચારતા વિચારતા તે પણ સુઈ જય છે.
સવારે આયાન વહેલો ઉઠીને શાલીનીબેન ના રૂમમાં એક ચિઠ્ઠી મૂકીને પોતાનું બેગ લઇ રડતા રડતા પોતાના ઘરની બહાર તરફ જતો રહે છે.
(ભાગ ૨ સમાપ્ત)
(ક્રમશઃ)
(ક્યાં ગયો હશે આયાન? શું ઘર છોડીને જતો રહ્યો હશે? ધ્રુહી શું કહેશે આરવી ને? શું તે પણ આયાન ની જેમ આરવી પર ગુસ્સે થશે? આરવી એ શું નિશ્ચય કર્યો હશે? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવા હોય તો રાહ જુઓ ભાગ ૩ ની)
ભાગ ૩ ખુબજ જલ્દી થી….
આપના સૂચનો આવકાર્ય છે. કોઇ ભૂલ થયેલ હોય તો જણાવજો.
તમારા પ્રતિભાવ મારા email પર મોકલી શકો છો.
Email : info.a.shadal@gmail.com