Prem Angaar - 44 - Last part books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 44 - છેલ્લો ભાગ

પ્રકરણ : 44

પ્રેમ અંગાર

વિશ્વાસ કાનજીકાકાનાં ખભે માથું મૂકીને ખૂબ રડ્યો. મારાં જ કારણે માં અને આસ્થા આ જીવન છોડીને ગયા. હું શું પ્રાયશ્ચિત કરું ? આ માન-પ્રસિધ્ધિ-પૈસા શું કામના ? જ્યારે મારાં પોતાનો જ નથી રહ્યાં હું હવે શું કરીશ ? ગામનાં બધા ભેગા થયા. વિશ્વાસને શાંત કર્યો અગ્નિદાહ આપી વિદાય આપી અને ઘરે આવ્યો. એક મનમાં નિશ્ચય કર્યો અને એને તૈયારી કરવા માંડી. ત્યાં આસ્થાનો એક પત્ર એનાં હાથમાં આવ્યો.

“વિશુ તમે ક્યારે આવશો મને નથી ખબર.. તમારી રાહ જોવામાં આમને આમ 18 મહિના 9 દિવસ અને લખી રહી છું ત્યાં સુધીમાં 6 કલાક 27 મીનીટ અને 9 સેકન્ડ થઈ ગઇ છે. તમારી રાહ જોવાનું જ આ આંખો કામ કરે છે. મારા પ્રેમમાં જરૂરી કોઇ ત્રુટી રહી ગઇ હશે એટલે જ તમે મને ભૂલાવી, તડપાવી મારું તમારી સાથે મિલન થશે કે કેમ ? નથી ખબર કારણ આ જુવાન શરીર પણ હવે સાથ નથી આપી રહ્યું મનની પીડા શરીરે ધારણ કરી છે જીવ છૂટવા અકળાય છે. હું ખૂબ પ્રેમ કરું છું ખૂબ કરીશ હજી તમારે યોગ્ય નથી હજી મારી પાત્રતા કાચી પડે લાગે છે હું ખૂબ પાત્રતા કેળવીશ જીવ છોડીને પણ તમારા સાથમાં જ રહીશ તમારી ત્યાં આપણાં ઓરામાં રાહ જોઇશ. જો જન્મ થાય ફરી તો તમે જ મને પ્રિયતમ પતિ તરીકે મળો એ જ ચાહ એ જ પ્રાર્થના એ જ અંતિમ ઇચ્છા.

વિશુ તમે જલ્દી આવી જાવ હવે જીવનો ભરોસો નથી. માં એ એમનાં અસ્થિ મારે જ વિસર્જીત કરવા કહેલું પરંતુ મારી કાયા શરીર સાથ ના આપ્યો હું ક્યાંય બહાર નીકળી જ નથી ફક્ત તમારી રાહ જોવાનાં તપમાં જ શરીર જીવા લાવ્યુ છે. વિશુ ખૂબ ચાહું છું તમારી દરેક ભૂલ માફ કરું છું તમને શિક્ષા કેવી રીતે આપી શકું તમે તો મારાં જીવ છો બધું જ માફ કરે ફક્ત તમને જ સમર્પિત. ખૂબ આશા અરમાન હતાં ખૂબ ઇચ્છાઓ હતી પણ બધી જ પૂર્ણ કરીશજ આવતા જન્મે જ થશે એવું લાગે છે. વિશુ જલ્દી આવો વિશુ આવી જાવ તમારો જીવ તમારી પ્રિયતમાની પોકાર સાંભળો આવી જાઓ વિશ્વાસ ખૂટી રહ્યા છે. જીવ તાળવે ચોંટી ગયો છે વિશુ... આજે તમે આવશો જ એવા એહસાસ થાય છે જીવ અંદરથી ખુશ થાય છે તમને એક નજર જોઇ લઉં બસ... હવે નહીં લખાય વિશુ... જય શ્રી કૃષ્ણ.

વિશ્વાસે જોયું આ ચિઠ્ઠી આસ્થાએ મૃત્યું પહેલાં જ એ જ દિવસે લખી છે એ મને જોઇ શકી હું એને સાચી ના જોઇ શક્યો ના સમજી શક્યો. વિશ્વાસે આંખો લૂછી પત્ર ખીસામાં મૂક્યો. પોતાની બેગ તૈયાર કરી અને કાનજીકાકાને ઘરનો બધો વહીવટ સોંપ્યો અને એક પત્ર કવરમાં આપ્યો. કાનજીકાકા આ પત્ર જ્યારે શરદમામા અહીં આવે ત્યારે આપી દેજો અને ઘર અને વાડી સંભાળતા હતા એમ સંભાળજો. હાથમાં એક ચેક રૂપિયા દસ લાખનો તથા રોકડા રૂપિયા હાથમાં આપતા કીધું આ તમે તમારા પાછળ વાપરજો અને ચેક એ મહાદેવપુરા ગોવિંદકાકાને આપી દેજો. બોલ્યું ચાલ્યું માફ કરજો હું બહારગામ જઉં છું માં અને આસ્થાનાં અસ્થિ વિસર્જન કરવા.

કાનજીકાકા છૂટા મોઢેં રડી પડ્યા. ભાઈ આ બધું શું થઇ ગયું લીલી સુખી વાડીને કોની નજર લાગી ગઇ ? તમે ચિંતા ના કરશો હું સંભાળીશ તથા શરદભાઈને આ પત્ર આપી દઇશ. વિશ્વાસ છેલ્લી નજર ઘર તરફ કરી અને અંતિમ લક્ષ્ય માટે નીકળી ગયો.

*****

વિશ્વાસ સીધોજ જ ઉત્તરાખંડ આવી ગયો. હરિદ્રવાર ગંગા કિનારે આવીને પ્રથમ સિવાયનાં દર્શન કર્યાં. અર્ધનારીશ્વરની પૂજા કરી. માં ગંગાની આરતી કરી અને થોડોક સમય ઋષિકેશ આવી ગયો ત્યાં પોતાને મન મંથન કરવું હતું. અંતિમ લક્ષ્ય સિધ્ધ કરતાં પહેલાં પ્રાયશ્ચિત કરવું હતું આમ જીવનમાં કેમ બની ગયું ? જે અગોચર શક્તિ એની કાયમ સાથે રહી છે એને પામી જવી છે. હદય શુધ્ધ કરી સાચું તપ કરવું છે.ઋણાનુબંધ જ્યાં અધૂરાં મૂક્યાં છે એ તપ-વિધી કરીને પૂર્ણ કરવા છે. માં અને આસ્થાનાં અસ્થિ સાથે લાવેલો એને પોતાની માં ના અસ્થિ વિધિવત હરિદ્રારમાં ગંગામાં પોતાના હાથે વિસર્જન કર્યા.

અહીં હિમાલયની ટેકરીઓ પહાડો પર ફરતો રહેતો માં બાબાનું નામ તપ કરતો રહેતો પ્રાયશ્ચિત રૂપે કષ્ટ સહેતો રહ્યો ખૂબ નામ સ્મરણ કર્યો. આસ્થાનાં અસ્થિ પોતાની સાથે જ રાખેલાં હજી વહાવ્યા નથી. આજે સવારથી એ પોતાનું આખું જીવન યાદ કરી રહેલો. એક ચિત્ર પટની જેમ દરેક પ્રસંગ, પાત્રો, સ્થિતિઓ ઉતાર ચઢાવ કાકુથ આસ્થા માં સતત યાદ આવતાં આજે એ ઘણો જ લાગણીવશ થઇ ગયો હતો.

વિશ્વાસને બધું યાદ આવી રહ્યું હતુ એને કાકુથ ને આસ્થાને બધાને વચન આપેલા. એને બધાની શ્રધ્ધા તોડી દગો દીધો. મારા ચરિત્રમાં આવા સંસ્કાર આવ્યા જ કઈ રીતે ? શુ કારણ છે ? હું ભટકી ગયો એ અવકાશ તરફ જોવા લાગ્યો આજે જાણે કુદરત પણ સાથ નથી આપી રહ્યો. માયામાં ફસાયો. ખોટી લાગી રહી બધી પ્રસિધ્ધિ પૈસો ધુલ બરાબર. એણે બધુંજ ખોટુ હેન્ગોવર ઉતાર્યું. નશો ઉતરી ગયો. લાખો નાગ ડંશ દેતા હોય એવું લાગવા માંડ્યું. એ પોતાની મા ને યાદ કરી ખૂબ રડી ઉઠ્યો. માફી માંગવા લાગ્યો. ધ્રુસકા ભરતો ભરતો ઈશ્વરની કાલકુડી કરવા લાગ્યો.

આસ્થાને ઉદ્દેશીને કહેવા લાગ્યો. મે મારી પાત્રતા ગુમાવી તુ પવિત્રજ રહી. શું કરું પશ્ચાતાપ ? હું લાયક જ નથી. મને પ્રેમ કર્યો મે ઉવેખ્યો. માફ કર મને સ્વીકારી લે તું. અવકાશમાં મારીજ રાહમાંજ છે મને ખબરજ મારી આશુ હું આવી રહ્યો છું તારી પાસેજ પણ મારી ફરજ પુરી કરી લઉં. માના અસ્થિ ગંગાજીમાં પધારાવુ. તારા અસ્થિ મારામાં જીવ સાથે જ ગંગામાં જીવ સાથે જીવ જોડીને જ પ્રવાહીત કરીને તારી પાસે આવી રહ્યો છું. એ એકદમ ઉભો થઈ પર્વતની ટોચેથી અવકાશ તરફ હાથ કરી આસ્થા કહી આસ્થા કહી પુકારી રહ્યો અવિરત આંશુ સાથે પુકારતો રહ્યો. આસ્થા હું આવું છું. હું આવું છુ.

વિશ્વાસ ને શરદમામાનો ફોન પણ યાદ આવ્યો. જાબાલીના લગ્ન લેવાના છે તું આવીજા પણ મા ના દેહાંત પછી સાદાઈથી કરાવ્યા એમાં પમ હું ના જઈ શક્યો ના કોઈને ફોન કર્યા હું સાવ સ્વાર્થી જ સાબિત થયોનગુનોપુરવાર થયો. મે ઘર છોડતા પહેલા મામા ઉપર કાગળ લખી બધુંજ કીધું છે માફી માંગી છે. મને માફ કરે કાગળ કાનજીકાકાને આપ્યો છે. મને સમજશે. માફ કરશેજ. પશ્ચાતાપના તાપથી એ સળગીજ રહ્યો.

આજે સવારથી એક જ જગ્યાએ બેસી રહ્યો છે. અહીં એને કુદરતે સમજાવ્યું અથવા સૂત્ર સમજાયું અને જ્ઞાન મળી રહ્યું હતું એને ખબર હતી કાક (કાગડા) ને અને કૂતરાને (શ્વાન) ને અર્થવાજ્ઞાન એટલે કે કોઈ ઘટના થવાની હોય તો અગાઉથી એહસાસ થાય છે. આજે વિશ્વાસને જાણે આસ્થા સતત એની સાથે જ હોય એવો એહસાસ થવા લાગ્યો હતો. એને આસ્થાનાં જાણે સંવાદ સંભળાઈ રહ્યા હતા એ કહેતી કહી વિશુ હજી કેટલી રાહ જોવરાવશો હવે તો આવો મને તમારામાં સમાવી લો હું તમને સમાવી લઉં એક થઇ જઇએ અર્ધનારીશ્વરની જેમ બન્ને જીવ એક ઓરામાં પ્રતિસ્થાપિત થઇ જઇએ. વિશુ આવી જાવ. વિશ્વાસ હવે એ એહસાસમાં આહટમાં પગલાં માંડતો આગળ જ વધી રહ્યો અને અંતિમ લક્ષ્યની તૈયારી કરી. આસ્થાનાં અસ્થિ સાથે હરિદ્વારથી બનારસ આવવા નીકળી ગયો.

વિશ્વાસ બનારસ આવી પ્રથમ બાબા ભોલેનાથનાં દર્શન કર્યા. ગોરખનાથ બાબાનાં દર્શન કર્યા. માં અંબાનાં ભુવનેશ્વરીનાં દર્શન કર્યા. બનારસમાં ગંગા તટ પર આવી ગયો. ઘાટ ઉપર ઘણાં લોકો હતાં બધા અલગ અલગ પૂજા અર્ચન વિધી વિધાનમાં વ્યસ્ત હતાં ઘણાં લોકો ડૂબકી મારીને સ્નાન કરી રહ્યાં હતા.

આજે વિશ્વાસને ખૂબ આનંદ આવી રહ્યો હતો એણે એક હોડીવાળાને કહ્યું મને નદીની મધ્યમાં જવું છે મારે આ અસ્થિ વિસર્જન કરવા છે. હોડીવાળો કહે બીજા પ્રવાસી આવે હોડીમાં બધા બેસી જાય પછી લઇ જઉં. વિશ્વાસે કહ્યું નહીં તમે પૂરા પૈસા લઇ લો પરંતુ મારે એકલાને જ જવું છે. ખલાસી માની ગયો. એને થયું કોઇ ધૂની માણસ લાગે છે. એણે હોડીમાં બેસવા કહ્યું. વિશ્વાસ પોતાની સાથે લાવેલ અસ્થિ સાથે હોડીમાં બેસી ગયો.

હોડીવાળો પોતાની આગવી ઉત્તરપ્રદેશની ભાષામાં ભજન લલકારી રહેલો. મસ્તીમાં હોડી હંકારી રહ્યો હતો. હોડી પણ પાણીમાં સર સર વહી રહી હતી. વિશ્વાસ ઉપર વિશાળ વ્યોમ અને નીચે માં ગંગાનું અફાટ પાણી નીરખી રહ્યો હતો. મનોમન એને ખૂબ આનંદ આવી રહેલો. એને ન સમજાય એવી લાગણી થઇ રહી હતી એણે આસ્થાને પુકારી “આશુ તું ક્યાં છે ? હું તારા અસ્થિ વિસર્જન કરવા તારી ગમતી જગ્યા તારી ખૂબ ઇચ્છા હતી બનારસ (કાશી) આવવાની ત્યાં સ્નાન કરીને અંતિમ ડૂબકી અહીં લગાવવાની આશુ જો હું તને ત્યાં લઇ આવ્યો છું અહીનું મરણ સીધું સ્વર્ગમાં લઇ જાય છે એવી માન્યતા લોકોને શ્રધ્ધા છે.

પણ આશુ હું એક લક્ષ્ય સાથે આવ્યો છું અહીં આપણે સાથે માં ગંગામાં વિલીન થઇશું અને આવતા જન્મમાં સાથે જ રહીશું આપણે મળીશું જ અને મોક્ષ સુધી સાથ નિભાવશું અત્યારે માંબાબાની જો સાક્ષીમાં તારી માફી માંગું છું અને તારો સાથ નિભાવવા હું મારો જીવને તારા જીવમાં વિલીન કરું છું આમ બોલી અસ્થિકુંભ સાથે જ વિશ્વાસ ગંગાની મધ્યમાં આવતાં જ હોડીમાંથી કૂદી પડ્યો.

ખલાસી ગાવાનું બંધ કરીને અચાનક કૂદી પડેલા વિશ્વાસને જોઇ ગભરાઈ ગયો. વહેણ ખૂબ ઝડપી હતું એ તરવૈયો હતો એણે તરત જ છલાંગ મારી નદીમાં કૂદી ગયો, પરંતુ ઝડપી વહેણ વિશ્વાસને ક્યાંથી ક્યાં ખેંચી ગયો એ થાકી હારી પાછો હોડી પર પાછો આવી ગયો. એને ખબર જ ના પડી અચાનક શું થયું ? પછી ખયાલ આવ્યો એકલો આવવા આ પ્રવાસી કેમ જીદ કરી રહેલો.

વિશ્વાસે ગંગામાં આસ્થાનાં અસ્થિ સાથે કૂદકો માર્યા પછી માં ગંગાનાં અફાટ પાણીમાં અંદર સરકી ગયો. વિશ્વાસને આંખ સમક્ષ આસ્થા દેખાઇ એણે આસ્થાને પુકાર કર્યો. આસ્થાએ પ્રેમથી આવીને વિશ્વાસનો હાથ પકડી લીધો વિશ્વાસને બાહોમાં ભરી લીધો. આજે આસ્થાનો પ્રેમ “અંગાર” થયેલો પ્રેમ અંતિમ મિલનથી પ્રેમ નિર્મળ થઈ ગયો જીવમાં જીવ ભળી ગયો. વિશ્વાસનાં હાથમાંથી અસ્થિકુંભ સરકી ગયો. વિશ્વાસ આસ્થાનાં જીવ એક થઇ ગયાં વિશ્વાસ આસ્થામાં સમાઇ ગયો. આસ્થાએ વિશ્વાસને પોતાનાં જીવમાં ભેળવી દીધો અર્ધનારીશ્વર સ્વરૂપ બનીને આ બન્ને જીવોનો ઓરા તેજોમય જ્યોત બનીને ગંગામાં સમાઇ ગયો. વિશ્વાસનાં શરીરમાં જળ ભરાવવા લાગ્યું આખા શરીરમાં ગંગાજળ પ્રસરી ગયું. પ્રાણ અને પ્રકૃતિનો સમન્વય થઇ ગયો એકમેકનાં સાથમાં અનંતયાત્રાએ બન્ને જીવ વિહાર કરી ગયા.

II સમાપ્ત II