Sunset villa - 2 books and stories free download online pdf in Gujarati

સનસેટ વિલા - ભાગ - ૨

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત ને એની કંપનિ તરફ થી ૧૫ દિવસ ની શિમલા ટ્રીપ મળે છે. મોહિત અને એની પત્ની રજની શિમલા જાય છે, ત્યા એમને રહેવા માટે એક બંગલો મળે છે, બંગલા નો નજારો અને આસપાસ નુ વાતાવરણ જોઈ ને રજની ને કંઈ અજુગતુ લાગે છે પણ મોહિત એને સમજાવી દે છે સાંજ નુ જમવાનુ બનાવી મોહિત રજની ને જમવા માટે કહે છે રજની મો ધોવા બાથરુમ મા જાય છે બાથરુમ મા રજની એક ભયાનક સ્ત્રી ને જોવે છે એના મોઢામા થી ચીસ નીકળી જાય છે એ સાંભળી મોહિત ત્યા આવે છે રજની મોહિત ને બધુ કહે છે પણ મોહિત ને કોઈ દેખાતુ નથી એટલે રજની ને સમજાવી ને એને બહાર હોલ મા લાવે છે હવે જોઈએ આગળ. . . . . .
મોહિત રજની ને ડાઈનીંગ ટેબલ પર બેસાડે છે અને એના ફ્રુટ્સ ની ડીસ આપે છે અને એ પાણી લેવા રસોડા મા જાય છે. રજની એક આખુ સફરજન લઈ ને ખાય છે, એક બટકુ ભરે છે અને સફરજન માથી લોહી નીકળે છે રજની ડરી જાય છે અને એક ચીસ ની સાથે સફરજન ને ફેંકી દે છે એ એના હોઠ પર હાથ લગાવે છે તો એના હાથ પર લોહી દેખાય છે રજની ડરી ને વધારે જોર થી ચીસ પાડે છે એની ચીસ સાંભળી મોહિત દોડી ને આવે છે.
મોહિત : શુ થયુ રજની કેમ તે ચીસ પાડી?
રજની : મે કહ્યુ હતુ તમને પણ તમે મારુ ના માન્યુ જો આ સફરજન માથી લોહી નીકળે છે અને મે સફરજન ખાધુ તો એ લોહી મારા હોંઠ પર પણ ચોંટ્યુ છે.
મોહિત : ક્યા છે તારા હોંઠ પર તો કશુ નથી ને સફરજન મા પણ કોઈ લોહી નહી.
રજની : આવુ કેવી રીતે બની શકે મારી વાત નો વિશ્વાસ કરો મે સાચે જ સફરજન માથી લોહી નીકળતા જોયુ છે.
મોહિત : રજની આ બધો તારો વહેમ છે બીજુ કંઈ છે નય તુ શાંતિ થી બેસ અને જમી લે હુ પણ તારી સાથે જ બેસુ છુ.
મોહિત રજની ને બેસાડે છે અને બંન્ને જણ જમે છે જમીને પછી મોહિત ને થોડુ ચાલવાની આદત હોય છે એટલે એ રજની ને બહાર બગીચા મા જવાનુ કહે છે પણ રજની આરામ કરવાનુ કહે છે, મોહિત એકલો બહાર બગીચા મા જાય છે, રજની બેડરુમ મા આરામ કરતી હોય છે. થોડીવાર મા રજની ને મમ્મી મમ્મી એવો અવાજ સંભળાય છે, રજની ઊઠી ને એ અવાજ ની દિશા મા જાય છે અવાજ નીચે હોલ માથી આવતો હોય છે. રજની નીચે હોલ મા આવે છે નીચે આવી ને જોવે છે તો એનો ૫ વર્ષ નો દિકરો એને ઊભેલો દેખાય છે. રજની એકદમ ખુશ થઈ જાય છે અને એના દિકરા પાસે દોડીને જાય છે અને એને બાઝી પડે છે.
રજની : દિકરા તુ ક્યા જતો રહ્યો હતો? તારા વગર મને જરાય ગમતુ ન હતુ પણ હવે તુ આવી ગયો ને હુ બોવ ખુશ છુ, હવે તને મારાથી જરા પણ દુર નય કરુ.
રજની એના દિકરા ને બાઝી ને વાત કરતી હોય છે કે અચાનક જ એના દિકરા નુ શરીર એક યુવતી મા પરિવર્તીત થઈ જાય છે રજની ડરી ને એના થી દુર થઈ જાય છે એ યુવતી નો ભયાનક ચહેરો જોઈને ઼ખુબ જ ડરી જાય છે.
રજની : કોણ છે તુ? તુ મને શુ લેવા હેરાન કરે છે. શુ જોઈએ છે તને જતી રહે અહી થી.
પણ એ યુવતી જોર જોર થી હસવા લાગે છે, એને હસતી જોઈ રજની ભાગી ને ઉપર બેડરુમ તરફ જાય છે બેડરુમ ના દરવાજે પહોંચે છે તો દરવાજો એની જાતે જ બંધ થઈ જાય છે એટલે એ બેડરુમ મા જઈ ના શકી. રજની દરવાજા ને ખોલવાનો પ્રયત્ન કરે છે પણ દરવાજો ખુલતો નથી, રજની ડરી ને પાછળ ફરે છે તો યુવતી એને દેખાય છે .
રજની : કોણ છે તુ? મને જવા દે શુ લેવા હેરાન કરે છે?
યુવતી : (ડરાવના અવાજ મા) મારુ નામ જયા છે, તુ અને તારો પતિ એકબીજા ને ખુબ જ પ્રેમ કરો છો ને પણ જોઈ લેજે તારો પતિ તને એના હાથે મારી નાંખશે.
રજની : મારો પતિ એવો નથી એ મને ખુબ જ પ્રેમ કરે છે એ મને મારવાની વાત તો દૂર પણ મને હાથ પણ ના લગાવે.
એટલા મા રજની મોહિત ને આવતા જોવે છે, મોહિત આવી ને જયા ની બાજુ મા ઊભો રહે છે.
રજની : મોહિત જો તમે સાચુ ન હતા માનતા ને હવે તમારી આંખે જ જોવો આ સ્ત્રી ને.
મોહિત હસવા લાગે છે અને એના હાથ મા એક ચાકુ હોય છે રજની આ જોઈ ને નવાઈ પામી જાય છે.
રજની : મોહિત આ બધુ શુ છે, તમારા હાથ મા ચાકુ કેમ છે અને તમે અહી આવતા રહો નહીતર તમને આ સ્ત્રી નુકશાન પહોંચાડશે જલ્દી આવો
જયા : મોહિત જા તારી પત્નિ ને મારી નાખ.
મોહિત રજની તરફ ચાકુ લઈ ને વધે છે.
રજની : મોહિત આ તમે શુ કરો છો, હુ તમારી પત્નિ છુ તમે મને મારશો? મને જવા દો મે તમારુ શુ બગાડ્યુ છે.
પણ મોહિત એની સામે વધતો જ રહે છે રજની બેભાન થઈ જાય છે. જ્યારે રજની ને હોંશ આવે છે ત્યારે એ બેડરુમ મા બેડ પર હોય છે, એ અચાનક બેઠી થાય છે, મોહિત તરત જ એની પાસે જાય છે.
રજની : મને ના મારો મોહિત મે તમારુ શુ બગાડ્યુ છે કેમ તમે મને મારવા માંગો છો.
મોહિત : રજની તુ આવી ગાંડા જેવી વાતો કેમ કરે છે, હુ તને શુ કરવા મારુ?
રજની : મોહિત મારા થી દૂર રહો તમારા હાથ મા ચાકુ છે મને ખબર છે કે તમે મને મારી નાખશો.
મોહિત : રજની જો આ મારા હાથ દેખાય છે તને ચાકુ.
રજની : પણ પેલી સ્ત્રી ક્યા ગઈ?
મોહિત : કઈ સ્ત્રી તુ કોની વાત કરે છે તુ પહેલા મને એ કહે કે તુ બેભાન કેવી રીતે થઈ ગ઼ઈ?
રજની મોહિત ને બધુ કહે છે આ બધુ સાંભળી મોહિત રજની ને સમજાવે છે.
મોહિત : રજની આ બધુ તારા ડિપ્રેશન ના લીધે થાય છે. આપણો દિકરો નથી રહ્યો એ આઘાત તુ સહન નય કરી શકી પણ જ્યારે તુ આ આઘાત માથી બહાર આવીશ તો તને આવુ કઈ જ અનુભવ નય થાય.
રજની : હુ કોઈ ડિપ્રેશન મા નથી મારી વાત માનો હુ સાચુ કહુ છુ મોહિત તમે કેમ સમજતા નથી?
મોહિત : સારુ હમણા બોવ મોડુ થઈ ગયુ છે તુ ઊંઘી જા સવારે આપણે વહેલા ઊઠવાનુ છે કાલે આપણે બહાર ફરવા પણ જવાનુ છે ને?
મોહિત રજની ને સમજાવી ને સુવડાવી દે છે અને એ પણ ઊંઘી જાય છે. સવાર ના લગભગ ૪ વાગ્યા જેવી રજની ઊઠે છે મોહિત ને કહે છે કે હુ ફ્રેશ થઈ ને તમને ઊઠાડુ છુ. રજની ફ્રેશ થવા જાય છે. થોડીવાર પછી રજની ચા નો કપ લઈ મોહિત ને ઊઠાડે છે.
મોહિત : શુ વાત છે આજે બોવ જલ્દી ચા બની ગઈ?
રજની : ખાલી ચા જ નય તમારુ મન ગમતુ ભોજન પણ તૈયાર છે.
મોહિત : અરે વાહ પહેલા ચા પી લઉ પછી જોવ કે તે મારા માટે શુ ખાસ બનાવ્યુ છે.
મોહિત ચા પી ને રજની સાથે રસોડા મા જાય છે રજની વાસણ ના ઢાંકણ ખોલી મોહિત ને બતાવે છે. રસોઈ મા ચીકન મસાલા, તંદુરી ચીકન, ભાત, રોટલી હોય છે. મોહિત ને નવાઈ લાગે છે આ બધુ રજની એ બનાવ્યુ?
મોહિત : અરે વાહ શુ વાત છે સુગંધ જ આટલી સરસ આવે છે તે કેટલુ સ્વાદિષ્ટ હશે મારે ચાખવુ તો પડશે જ.
રજની : એક મિનિટ પહેલા મને જોવા દો.
રજની એક લેગ પીસ ઉઠાવી ને ખાય છે. મોહિત હવે મુંજાય છે કારણ કે રજની એક શુધ્ધ બ્રાહ્મણ પરિવાર ની હોય છે નોનવેજ ખાવા ની વાત તો દૂર રહી પણ એને અડકતી પણ નથી રજની આમ ખાતા જોઈ ને મોહિત ને પરસેવો છુટવા લાગે છે. એના હાથ કાંપવા લાગે છે.
રજની : મોહિત શુ થયુ?
મોહિત : કંઈ નય થોડી ગરમી લાગે છે હુ થોડીવાર ઉપર ના બગીચા મા જાઉ છુ પ઼છી આવી ને જમુ છુ.
રજની : ભલે પણ વહેલા આવજો કેમ કે પછી જમવાનુ ઠંડુ થઈ જશે તો જમવાની મજા નય આવે.
મોહિત : હા ભલે હુ આવુ છુ.
મોહિત સીધો ઉપર જાય છે ત્યા જેવો બગીચા મા પહોંચે છે તો એ એકદમ ચોંકી જાય છે. એને પરસેવો વળી જાય છે એ એકદમ થંભી જાય છે.
શુ મોહિત એ ભયાનક ચહેરાવાળી સ્ત્રી ને જોઈ ને ચોંકી જાય છે? શુ ખરેખર એ સ્ત્રી હશે તો મોહિત નુ શુ થશે? શુ એ મોહિત ને નુકશાન પહોંચાડશે ? શુ એ સ્ત્રી જ હશે કે કોઈ બીજુ હશે જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . .