Sunset villa - 7 books and stories free download online pdf in Gujarati

સનસેટ વિલા - ભાગ - ૭

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ ના મોત થી મોહિત ને ખૂબ જ દુખ થયુ અને એ ગુસ્સા મા સનસેટ વિલા બાજુ જાય છે હવે જોઈએ આગળ. . .
મોહિત ગાડી ચલાવતા વિચારે છે કે એ આત્મા ને કેવી રીતે રોકવી? અને રજની ને કેમ કરી ત્યાથી બહાર કાઢુ. એ આત્મા સાથે એવુ તો શુ થયુ છે કે એ હમણા બધા ને મારી રહી છે. પહેલા તો મારે એ જાણવુ પડશે. પણ એના વિશે કોને ખબર હશે? અચાનક મોહિત ને યાદ આવે છે કે સનસેટ વિલા ની સામે જે ચા ની દુકાન છે કદાચ એ કાકા બધુ જાણતા હશે એટલે મોહિત પહેલા ત્યા જવાનુ વિચારે છે. એ ઉતાવળ થી ગાડી હંકારે છે. બંગલા પાસે પહોચતા જ એ સીધો પેલી ચા ની દુકાને જાય છે. પેલા કાકા મોહિત ને જોઈને ખુશ થાય છે.
કાકા : અરે ભાઈ તમે હજી છો મને લાગ્યુ કે તમે બંગલા ની અંદર ગયા તમારુ શુ થયુ હશે? પણ તમને જોઈને ખુશી થઈ. તમારી પત્ની કેમ છે? એને તમે બચાવી લાવ્યા?
મોહિત : બચાવી લાવ્યો પણ મારી પત્ની ને નય ભૂલ થી પેલી આત્મા ને લઈ આવ્યો હતો.
કાકા : એ કેવી રીતે?
મોહિત બધુ એ કાકા ને વિગતવાર વાત કરે છે.
મોહિત : કાકા મહેરબાની કરી ને જો તમે જાણતા હોવ કે એ આત્મા કોણ છે, કેમ એ બધા ને મારે છે, એની સાથે એવુ તો શુ થયુ છે? મને કહો કાકા. જો મારા થી બનશે તો હુ એ આત્મા ને મુક્તી અપાવી શકુ, જેથી ભવિષ્ય મા કોઈ ની જાન આ બંગલા મા આવી ને ના જાય.
કાકા : આ બંગલો દિલ્લી મા રહેતા એક મોટા શેઠ રમણીકલાલ નો છે. એમનો દિકરો રાજેશ એના લગ્ન પછી એની પત્ની જયા જે હમણા એક આત્મા છે એની સાથે અહી આવ્યો હતો.
મોહિત : તો આ જયા બંગલા ના માલિક ની વહુ છે.
કાકા : હા અને એટલુ જ નહી જયા શેઠ રમણીકલાલ ના નાનપણ ના ખાસ મિત્ર ની દિકરી છે.
મોહિત : પણ કાકા એ જયા ની મૃત્યુ કેવી રીતે થઈ અને આ બધુ એ કેમ કરી રહી છે?
કાકા : એને મારી નાંખવા મા આવી હતી એટલે એ બદલો લેવા તડપી રહી છે. એની તડપ એટલી હદે વધી ગઈ છે કે હવે એ નિર્દોષ લોકો ને પણ મારી રહી છે.
મોહિત : પણ કાકા એની હત્યા જેણે કરી એની સાથે બદલો લેય ને બીજા લોકો ને શુ કરવા મારે છે?
કાકા : જેણે એની હત્યા કરી એ તો એની પહોંચ થી દૂર છે એટલે ગુસ્સા મા એ નિર્દોષો ની હત્યા કરી રહી છે.
મોહિત : પણ કાકા એની હત્યા કરી કોણે?
કાકા : એના પતિ રાજેશે જ એની હત્યા કરી છે.
મોહિત : તો પછી એ રાજેશ સાથે બદલો લેય ને બીજા નિર્દોષ લોકો ને કેમ હેરાન કરે છે?
કાકા : રાજેશ અહી આવતો નથી અને આ આત્મા ને આ જ શહેર ની સીમા સુધી બાંધી રાખી છે એટલે એ રાજેશ સુધી પહોચી શકતી નથી.
મોહિત : પણ એણે બાંધી કોણે?
કાકા : જયા ની હત્યા પછી રાજેશ અહી જ રોકાયો હતો ૨-૩ દિવસ પછી જયા ની આત્મા એને દેખાઈ એ ખુબ જ ડરી ગયો ને તરત જ અહી થી દિલ્લી ભાગી ગયો. એ ત્યા જઈને એક અઘોરી તાંત્રિક ને મળ્યો અને બધી વાત કરી અને એ તાંત્રિકે અહી આવી ને તાંત્રિકવિધ્યા થી જયા ની આત્મા ને આ શહેર ની સીમા ની અંદર કેદ કરી લીધી જેથી એ અહી થી કશે જઈ ના શકે.
મોહિત : કાકા રાજેશે જયા ની હત્યા કેમ કરી?
કાકા : શેઠ રમણીકલાલ અને જયા ના પિતા નાનપણ ના મિત્ર હતા. રાજેશ અને જયા જ્યારે નાના હતા ત્યારે રમણીકલાલે જયા ના પિતા ને વચન આપ્યુ કે હુ જયા ને મારા રાજેશ સાથે પરણાવીશ અને મારા ઘર ની વહુ બનાવીશ. રમણીકલાલ વચન ના બોવ પાક્કા હતા એ કોઈદિવસ વચન ના તોડે. જ્યારે રાજેશ અને જયા લગ્ન લાયક થયા ત્યારે રાજેશ ને જયા સાથે લગ્ન ની વાત કરી. રાજેશે ના પાડી અને કહ્યુ કે એ બીજી છોકરી ને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરશે. અને જયા આપણા લાયક નથી એનુ રુપ તમે જોયુ કેવુ છે, એ એટલી સુંદર પણ નથી અને સમાજ મા આપણી ઈજ્જત શુ રહેશે?
આ બધુ રમણીકલાલ પણ સમજ્યા પણ એ વચન થી બંધાયેલા હતા અને રાજેશ ને કહ્યુ કે તુ એકવાર લગ્ન કરી લે મારા વચન નુ માન રહી જાય પછી અહી આવશે ત્યારે એને એટલી હેરાન કરીશુ કે એ જાતે જ લગ્ન બંધન તોડી નાંખશે. રાજેશ પણ તૈયાર થઈ ગયો. લગ્ન પછી રાજેશ જયા ને સારુ લગાડવા પ્રેમ નુ નાટક કરવા લાગ્યો, પણ જયા એને સાચો પ્રેમ કરવા લાગી. લગ્ન ના ૧૫ દિવસ પછી રાજેશ અને જયા અહી આવ્યા. એક દિવસ રાજેશ એ છોકરી સાથે વાત કરી રહ્યો હતો જેને એ પ્રેમ કરતો હતો. ત્યારે જયા એમની બધી વાત સાંભળી ગઈ. જયા એ રાજેશ સાથે ખૂબ ઝઘડો કર્યો અને રાજેશે પણ એને બધુ કહી દીધુ કે આ લગ્ન ફક્ત એના પિતા રમણીકલાલ ના વચન નુ માન રાખવા જ કર્યા હતા. જયા થી આ સહન ના થયુ એટલે જયા ત્યા પાસે જ પડેલુ ચાકુ લઈ ને રાજેશ સામે આવી રાજેશ અને જયા વચ્ચે ઝપાઝપી થઈ, અને એમા રાજેશ ના હાથ પર ચાકુ વાગી ગયુ જેથી રાજેશ ખુબ ગુસ્સે થઈ ગયો અને જયા ના હાથમાથી ચાકુ છીનવી ને ઉપરા છાપરી જયા ના પેટ મા ઘા મારી દીધા અને જયા તરફડી ને મૃત્યુ પામી.
મોહિત : કાકા તમે આટલુ બધુ એમના વિશે જાણો છો?
કાકા : હા કેમ કે હુ પહેલા એ બંગલા નો નોકર હતો, હુ અને મારી પત્ની અમે બંન્ને ત્યા કામ કરતા હતા , મારી પત્ની ના કારણે જ હુ અત્યારે જીવિત છુ નય તો હુ પણ ના હોત.
મોહિત : તો શુ તમારી પત્નિ નથી હવે?
કાકા : હા છે ને એ હજી એ જ બંગલા મા છે પણ એ બહાર નય આવી શકતી જો એ આવશે તો એ આત્મા મને મારી નાંખશે.
મોહિત : એવુ કેમ કાકા? ?
કાકા : જ્યારે જયા ની હત્યા થઈ ત્યારે હુ ત્યા ન હતો, મારી પત્નિ એ બધુ જ જોયુ અને બધુ જ સાંભળ્યુ હતુ. જ્યારે હુ આવ્યો ત્યારે રાજેશે મને કહ્યુ કે જયા ની લાશ અહી હોલ મા જ દફનાવી દો એટલે કોઈ ને ખબર ના પડે. હુ મજબૂર હતો કેમ કે અમને શેઠ સિવાય કોઈ નો આશરો ન હતો એટલે મારે એ કામ કરવુ પડ્યુ. જ્યારે જયા ની આત્મા રાજેશ ને દેખાઈ એ દિવસે એ મને પણ મારી નાંખત પણ મારી પત્નિ ની વિનંતિ થી મને છોડી દીધો પણ શરત એ રાખી કે હુ બંગલા મા ના રહુ કે કો઼ઈ દિવસ બંગલા મા પગ પણ ના મુકુ અને મારી પત્નિ બંગલા મા જ રહે. હુ મરવા તૈયાર હતો પણ મારી પત્નિ ની કસમ થી હુ અહી આવી ને રહુ છુ , આ દુકાન થી જ મારુ ગુજરાન ચલાવુ છુ અને મારી પત્નિ ની મળવાની આશા સાથે અહી દુકાન મા જ રહુ છુ.
મોહિત : તો આ વાત છે કાકા પણ હવે જયા ને મુક્તિ કેવી રીતે અપાવવી.
કાકા : અહી એક તાંત્રિક છે હુ તને બતાવીશ એની પાસે જા એ કોઈ ના કોઈ રસ્તો કાઢશે.
મોહિત : કાકા તમે પહેલે થી જ એ તાંત્રિક પાસે ગયા હોત તો આજે તમારી પત્નિ તમારી સાથે હોત.
કાકા : તમારી વાત સાચી છે ભાઈ પણ જો હુ જાત ને તો એ મારી પત્નિ ને મારી નાખત એટલે હુ કોઈ એવા વ્યક્તિની રાહ જોતો હતો જે ખરેખર જયા ને મુક્ત કરાવવા માંગતુ હોય અને આજે તમે મળી ગયા ભાઈ.
મોહિત : સારુ કાકા તમે મને એ તાંત્રિક ક્યા છે એ બતાવો હુ જાઉ છુ અને આ બધી સમસ્યામાથી નીકળવાનો રસ્તો કાઢુ.
એ કાકા એ મોહિત ને તાંત્રિક નુ ઠેકાણુ બતાવ્યુ મોહિત તરત જ એ તાંત્રિક ને મળવા માટે નીકળી ગયો.
મોહિત તાંત્રિક ને મળશે તો એ મોહિત ને કોઈ રસ્તો બતાવશે? શુ એ તાંત્રિક જયા ની આત્મા ને મુક્ત કરાવી શકશે? શુ મોહિત રજની અને પેલા કાકા ની પત્નિ ને બચાવી શકશે . જાણો આવતા ભાગ મા આવજો. . . . .