Sunset villa - 6 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | સનસેટ વિલા - ભાગ - ૬

સનસેટ વિલા - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કર઼ણ ફ્રેશ થઈ ને એના બેડરુમ મા જાય છે, બેડરુ મા પહેલે થી જ કોઈ ઊંઘતુ હોય છે કરણ ને લાગે છે કે એ નિશા હશે એ નિશા ને પુછે છે પણ કરણ ને કોઈ જવાબ મળતો નથી હવે જોઈએ આગળ. . .
કરણ બેડ પાસે જાય છે , બેડ પર બેસી નિશા ને એની બાજુ ફેરવે છે પણ એનુ મો જોતા જ એ ચોંકી જાય છે કેમ કે એ નિશા નય રજની હોય છે.
કરણ : અરે રજની તુ અહી મારા બેડ પર શુ કરે છે?
રજની : કેમ તને ના ગમ્યુ મને ખબર છે કે તુ મને પહેલે થી જ લાઈક કરે છે પણ મને કોઈ દિવસ કહી ના શક્યો બરાબર ને
કરણ : નિશા ક્યા છે પણ?
રજની : તારો પહેલો પ્રેમ છુ હુ. હમણા તારી સાથે છુ તો તારા સપના પુરા કરવા ને બદલે નિશા ને યાદ કરે છે?
કરણ : એ બધી જૂની વાતો છે હવે આપણે બંન્ને લગ્ન કરી સંસાર મા પડી ચુક્યા છે અને તુ મારા ખાસ મિત્ર મોહિત ની પત્ની છે , જો એને આ બધુ ખબર પડે તો એને કેટલુ મનદુખ થશે? એટલે મહેરબાની કરી તુ અહી થી જતી રહે.
રજની : તુ શુ મને જવાની વાત કરે છે તુ સાચુ બોલ તુ મને હજી પણ પ્રેમ કરે છે ને?
કરણ(નીચે મો રાખી ને) : હા કરુ છુ અને કોલેજ મા પણ કરતો હતો પણ તને કશુ કહી ના શક્યો અને સંજોગાવત તુ મારા ખાસ મિત્ર મોહિત ની પત્ની બની, હુ હજુ ય તને પ્રેમ કરુ છુ પણ મારા સ્વાર્થ માટે હુ મોહિત ને દગો નય કરુ.
આમ વાત પુરી કરી કરણ રજની સામે જોવે છે તો ચોંકી જાય છે કેમ કે એ રજની નય નિશા હોય છે.
કરણ : નિશા તુ અહી તો રજની હતી હમણા?
નિશા : અહી કોઈ રજની નથી હુ નિશા જ છુ તો મને જે લાગતુ હતુ એ સાચુ જ છે કે તુ રજની ને હજી ભૂલ્યો નહી અને હવે તને મારા મા પણ રજની દેખાય છે.
કરણ : નિશા એવુ કંઈ નથી પણ અહી ખરેખર રજની હતી અને બીજી વાત એ કે હુ ભલે રજની ને પ્રેમ કરતો હતો પણ એ પહેલા કરતો હતો હવે તો કંઈ નહી.
એટલા મા બેડરુમ નો દરવાજો ખુલે છે ને કરણના દરવાજા બાજુ જોતા જ એના હોંશ ઉડી જાય છે. કેમ કે એ નિશા હોય છે કરણ ને સમજાતુ નથી કે આ બધુ શુ થઈ રહ્યુ છે.
નિશા : ઓહ્ તો મારી પીઠ પાછળ આ રમત ચાલી રહી છે
કરણ : રમત કેવી રમત? અને બહાર થી કેવી રીતે આવી તુ તો ક્યાર ની મારી સાથે છે ને
નિશા : હુ તો ક્યારની બહાર તારી રાહ જોવ છુ કે હમણા તુ બાથરુમ મા થી આવે અને તુ અહી આવા ખેલ કરી રહ્યો છે
કરણ : તુ બહાર હતી તો મારી સાથે કોણ છે?
નિશા : મને પુછે છે મારી પીઠ પાછળ રમત રમે છે ને કહે છે કે મારી સાથે કોણ છે.
કરણ ને કંઈ સમજાતુ નથી એ પાછળ ફરી બેડ પર જુએ છે તો એ રજની હોય છે કરણ એકદમ કનફ્યુઝ થઈ જાય છે કે આ બધુ શુ થઈ રહ્યુ છે?
રજની બેડ પર થી ઊઠી ને તરત જ નિશા પાસે જતી રહે છે
રજની : સારુ થયુ નિશા તુ આવી ગઈ કરણ મારી સાથે જબરદસ્તી કરતો હતો.
કરણ : ના નિશા આ ખોટુ છે, હુ આવ્યો ત્યારે રજની પહેલે થી જ બેડ પર સુતી હતી અને મારી સાથે જૂની બધી વાતો યાદ કરી નજીક આવવાની કોશિશ કરતી હતી.
રજની : નિશા કરણ જ્યારે બાથરુમ મા ગયો એના પછી તુ પણ બીજા બાથરુમ મા ગઈ કરણે આવી ને મને અહી એકલી જોઈને મને ઈશારો કરી ને બોલાવી અને અહી બેડરુમ મા લાવી મારી સાથે એણે. . ( રજની રડવા લાગી)
કરણ : અરે બેશર્મ કેટલુ ખોટુ બોલીશ તુ અમારો સંસાર તોડાવી તને શુ મળશે?
રજની : ખોટુ તો તુ બોલે છે કરણ. નિશા જોઈ ગઈ એટલે મારો વાંક કાઢે છે. તુ મારી સાથે તને શરમ પણ ના આવી તારી પત્ની છે તો પણ. તારા મિત્ર નો પણ વિચાર ના કર્યો અને એની જ પત્ની સાથે તે આવુ કર્યુ? તને તો જીવવાનો પણ અધિકાર નથી.
કરણ : તુ ચુપ કર જુઠ્ઠી નિશા હુ નિર્દોષ છુ મારો વિશ્વાસ કર
નિશા : મને તારી પર વિશ્વાસ નથી રજની સાચુ કહે છે તને જીવવાનો અધિકાર નથી.
નિશા ગુસ્સા મા બહાર જાય છે કરણ પણ પાછળ જાય છે નિશા કિચન માથી ચાકુ લઈને કરણ પર હુમલો કરે છે બંન્ને વચ્ચે ઝપાઝપી થાય છે એમા કરણ ના હાથ પર જોર થી ચાકુ વાગી જાય છે. કરણ ખુબ જ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સા મા નિશા ના હાથમાથી ચાકુ લઈ ને નિશા ના પેટ મા ૪-૫ વખત ચાકુ થી વાર કરે છે. નિશા તરફડી ને થોડી જ વાર મા મૃત્યુ પામે છે. કરણ એની પાસે બેસી રડવા લાગે છે
પછી ઊભો થઈ ને ગુસ્સા મા એના બેડરુમ મા જાય છે. રજની ઊંધી બાજુ મોઢુ કરી ને ઊભેલી હોય છે.
કરણ : શુ મળ્યુ તને આવુ બધુ કરી ને મારી નિશા હંમેશા માટે જતી રહી તારા લીધે પણ હવે હુ તનેય નય છોડુ.
જેવો કરણ એની પાસે જાય છે કે રજની કરણ બાજુ ફરે છે એને જોઈ ને એના હોશ ઊડી જાય છે. કેમ કે એ પેલી આત્મા જયા હોય છે એનો ભયાનક ચહેરો જોઈ કરણ નીચે પડી જાય છે.
કરણ : કોણ છે તુ ? મોહિત સાચુ કહેતો હતો કે રજની નથી મે જ એની વાત ના માની.
જયા : હા ભલે મોહિત મને ઓળખી ગયો હતો પણ તમે લોકો ના માન્યા એટલે મારુ અસલી રુપ સામે ના આવ્યુ.
કરણ : પણ મે તારુ શુ બગાડ્યુ છે, નિશા એ તારુ શુ બગાડ્યુ હતુ? તે અમારી સાથે આવુ કેમ કર્યુ.
જયા : પ્રેમ ના લી઼ધે , જે પ્રેમ કે પ્રેમ ની વાતો કરશે એ મરશે એને મરવુ જ પડશે. આજ કાલ કોઈ સાચો પ્રેમ નય કરતુ નમુનો તારી સામે જ છે. નિશા તને ખરેખર જ પ્રેમ કરતી હોત તો એ મારી નય તારી વાત પર વિશ્વાસ કરત. અને તુ એને પ્રેમ કરતો હોત તો એને જાન થી ના મારી નાખત.
કરણ : તુ ગમે તે કહે પણ આ બધુ તારા જ કારણે થયુ છે હુ તને નય છોડુ.
કરણ જેવો ઊભો થવા જાય છે જયા એને દૂર થી જ હાથ ઊંચો કરી ગળે થી ઊંચકી લે છે અને જોર થી ધક્કો મારે છે કરણ નુ માથુ ઉપર સિલિંગ સાથે અથડાય છે ને કરણ નીચે જમીન પર પછડાય છે. સિલિંગ સાથે માથુ ભટકાવા થી કરણ ના મોઢે થી મોટી ચીસ નીકળી જાય છે , કરણ ના માથા ની નસ ફાટી જાય છે તે નીચે પછડાઈ ને મૃત્યુ પામે છે . કરણ ની ચીસ એટલી મોટી હોય છે કે ઉપર મોહિત ને પણ સંભળાય છે. મોહિત દોડી ને નીચે આવતો હોય છે એટલે એને જોઈ ને જયા ગાયબ થઈ જાય છે. મોહિત હોલ મા આવી ને કરણ ને બૂમ પાડે છે પણ કોઈ જવાબ નય આપતુ અચાનક એનુ ધ્યાન કિચન બાજુ જાય છે. ત્યા એ કોઈ ને જમીન પર પડેલુ જોવે છે એ દોડી ને ત્યા જાય છે, નિશા ને જોઈ ને એ ઘબરાઈ જાય છે. એના પેટ મા ચાકુ અને ચાકુ ના ઘા લાગેલા હોય છે. હવે મોહિત સમજી જાય છે કે આ બધુ પેલી આત્મા એ જ કર્યુ હોય છે. એ કરણ ને શોધતો શોધતો બેડરુમ મા પહોચે છે. કરણ ને જોઈ એ એકદમ ભાંગી પડે છે.
મોહિત : કરણ આ શુ થઈ ગયુ તને મારી વાત માની લીધી હોત તો તારી આવી હાલત ના થાત, પણ દોસ્ત મને કસમ છે તારી દોસ્તી ની એ આત્મા ને હુ છોડીશ નહી , હુ રજની ને પણ કંઈ નય થવા દઉ ભલે મારી જાન જતી રહે.
મોહિત તરત જ બહાર આવી ને ગાડી ચાલુ કરે છે અને સનસેટ વિલા બાજુ જાય છે.
મોહિત આગળ શુ કરશે? શુ મોહિત રજની ને બચાવી શકશે? શુ મોહિત પેલી આત્મા ને કંઈ કરી શકશે. કે મોહિત પોતે મોત ને ભેટશે જાણો આવતા ભાગમા આવજો. . . . . . .