Sunset villa - 3 books and stories free download online pdf in Gujarati

સનસેટ વિલા - ભાગ - ૩

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત રજની ને નોનવેજ ખાતી જોઈ નવાઈ પામી જાય છે , એને પરસેવો વળી જાય છે અને એ ઉપર બગીચા મા જાય છે. જેવો એ બગીચા મા પહોંચે છે કે સામે જોઈને એ ચોંકી જાય છે હવે જોઈએ આગળ.
મોહિત થોડીવાર કશુ જ બોલતો નથી એ એકધારી નજરે સામે જોયા જ કરે છે. જેને જે જોયા કરે છે એ રજની હોય છે. રજની હિંચકા પર બેઠેલી હોય છે. મોહિત વિચારે છે કે નીચે રજની મારી સાથે જ હતી ઉપર આવવાનો એક જ રસ્તો છે તો એ મારી પહેલા ઉપર આવી કેવી રીતે? રજની પાછળ ફરે છે તો મોહિત ને જોવે છે.
રજની : મોહિત તમે ક્યારે આવ્યા અને બોવ જલ્દી ઊઠી ગયા ને તમે તો.
મોહિત : તે તો મને ઊઠાડ્યો અને હવે તુ જ પુછે છે કે બોવ જલ્દી ઊઠી ગયા?
રજની : એવુ કેમ બને હુ તો નાહી ને ક્યારની અહી આવીને બેઠી છુ હુ તમને ઊઠાડવા આવી જ નથી.
મોહિત : એ કેવી રીતે બને તે મને ઊઠાડ્યો ચા પણ તૈયાર હતી ચા છોડ તે તો જમવાનુ પણ બનાવી દીધુ હતુ?
રજની : મોહિત ભલે તમે નહી માનતા પણ હુ તમને જે કહુ છુ એ જ સ્ત્રી લાગે છે. જે આજે તમે પણ જોઈ.
મોહિત : હા બરાબર છે નક્કી અહી કઈ ગરબડ છે આપણે હવે અહી બોવ રોકાવુ નથી જલ્દી અહી થી નીકળી જઈએ.
મોહિત અને રજની જલ્દી નીચે ઉતરી એમની ગાડી તરફ આવે છે, ફટાફટ ગાડી લઈને નીકળે છે. મોહિત ના મન મા હતુ કે કદાચ જો એ સ્ત્રી અમને જવા દેવા ના માગતી હોય તો મેઈન ગેટ ખુલે નહી. મેઈન ગેટ પાસે જઈ મોહિતે હોર્ન વગાડ્યો ગેટ ખુલી ગયો મોહિત ને થોડી રાહત થઈ. ગેટ માથી નીકળી રોડ બાજુ જતા અચાનક એમની ગાડી અથડાઈ ગઈ મોહિત અને રજની ગાડી ની બહાર નીકળ્યા પણ કશુ જ દેખાયુ નય. મોહિતે થોડા આગળ જવાની કોશિશ કરી તો એ પણ અથડાઈ ને પડ્યો. રજની એ આવીને એને ઊભો કર્યો. પછી બંન્ને જણે હાથ થી જ્યા અથડાયા ત્યા તપાસ્યુ તો ખબર પડી કે ત્યા એક અદ્રશ્ય દિવાલ છે.
મોહિત : મને લાગે છે કે આ પેલી સ્ત્રી નુ જ કામ છે એ આપણને અહી થી જવા નહી દેવાની.
રજની : પણ આપણે એનુ શુ બગાડ્યુ છે આપણે અહી પહેલીવાર આવ્યા છીએ તો આપણને કેમ હેરાન કરે છે.
મોહિત : એ કોઈ સાધારણ સ્ત્રી નથી પણ એક આત્મા છે અને મને લાગે છે કે એની સાથે કંઈ ખોટુ થયુ હશે એટલે એ એનો બદલો લેવા આવી છે.
રજની : પણ જેણે એની સાથે ખોટુ કર્યુ હોય એની સાથે બદલો લેય ને આપણી સાથે શુ છે.
મોહિત : એ હવે લાગે છે કોઈ ના કાબૂ મા નથી એટલે જ એ બધા ને હેરાન કરે છે.
રજની : પણ હવે આપણે શુ કરીશુ બંગલા મા પણ જઈશુ તો એ આત્મા આપણને શાંતિ થી રહેવા નય દેય અને બહાર પણ આપણે જઈ નહી શકતા.
મોહિત : આપણે બંગલા મા નય જઈએ બહાર બગીચા મા જ રહીશુ.
રજની : પણ બહાર કેટલા દિવસ રહીશુ ભૂખ્યા તરસ્યા આપણે આમ જ મરી જઈશુ.
મોહિત : ના તુ ચિંતા ના કરીશ હુ એવુ નય થવા દઉ હુ મારા મિત્ર કરણ ને ફોન કરુ છુ એ જરુર આપણી મદદ કરશે.
રજની : હા જલ્દી કરો મને તો હવે બોવ ડર લાગે છે.
મોહિત એનો ફોન કાઢે છે.
મોહિત : ઓહ્ શિટ યાર
રજની : શુ થયુ?
મોહિત : નેટવર્ક જ નહી આવતુ કેવી રીતે ફોન કરુ.
રજની : હવે શુ થશે ફોન કેવી રીતે કરીશુ તમારા મિત્ર ને એ આપણી મદદ કરવા કેવી રીતે આવશે એને કંઈ ખબર જ નય પડે ત્યા સુધી આપણે હવે નય બચીયે.
મોહિત : રજની સંભાળ તારી જાત ને કશુ નય થાય ભગવાન પર ભરોસો રાખ જરુર કોઈ રસ્તો મળી જશે. ચાલ આપણે બગીચા મા જઈને બેસીએ.
બંન્ને બગીચા મા જાય છે. શુ કરીએ એમ વિચારે છે ભગવાન ને પ્રાર્થના કરે છે. ધીરે ધીરે સાંજ પડવા લાગે છે
રજની : મોહિત હવે સાંજ પડવા આવી હવે થોડીવાર મા રાત પડી જશે, મે સાંભળ્યુ છે કે રાત્રે આત્મા વધારે તાકાતવર બની જાય છે.
મોહિત : ભગવાન નુ નામ લે બીજુ કંઈ વિચારીશ નહી બધુ જ સારુ થઈ જશે.
રાત પડી જાય છે મોહિત એના મોબાઈલ મા જોવે છે અને ખુશ થઈ જાય છે.
મોહિત : રજની જો નેટવર્ક આવી ગયુ હવે હુ કરણ ને ફોન કરુ છુ.
રજની : હા જલ્દી કરો.
મોહિત કરણ ને ફોન કરે છે.
કરણ : હેલ્લો, હા બોલ મોહિત.
મોહિત : ભાઈ તુ ક્યા છે?
કરણ : હુ પણ અહી શિમલા મા જ છુ.
મોહિત : તુ ક્યારે ને કેવી રીતે અહી આવ્યો?
કરણ : કંપનિ તરફ થી સારુ કામ કરનાર ને શિમલા ની ટ્રીપ મળી હતી એ કોઈ એક ને નહી પણ બે જણ ને મળી હતી એક તુ અને બીજો હુ. પણ તે ફોન કેમ કર્યો?
મોહિત : ફોન પર બધુ સમજાવાય એમ નથી બસ તુ કંઈ પણ કરી ને અહી સનસેટવિલા મા આવી જા હુ મુસીબત મા છુ મારી અને રજની ની જાન ને ખતરો છે ભાઈ.
કરણ : હુ આવી જઉ પણ ખોટુ ના લગાવતો ભાઈ ગાડી તો મારો ડ્રાઈવર લઈ ગયો છે તને ખબર છે કે મને તો ગાડી ચલાવતા આવડતી નથી.
મોહિત : હુ આવુ છુ તને લેવા તુ તારુ એડ્રેસ મને સેન્ડ કર.
કરણ : સારુ હુ કરુ છુ.
ગભરામણ મા મોહિત એ ભૂલી ગયો કે બહાર તો જવાતુ નથી ને રજની ને એકલી મુકી એ ગાડી તરફ ગયો અને ગાડી ચાલુ કરી રવાના થયો. પણ એનુ નસીબ કે એ સમયે પેલી અદ્રશ્ય દિવાલ એને નડી નહી ને એ બહાર નીકળી ગયો. આ બાજુ રજની એકલી મોહિત ની રાહ જોતી હતી કે અચાનક રજની ને મમ્મી મમ્મી એવો અવાજ સંભળાયો.
રજની : આ તો મારા દિકરા નો અવાજ છે અંદર થી આવે છે. મારે જવુ જ પડશે મારો દિકરો મને બોલાવે છે.
રજની દોડી ને બંગલા મા જતી રહે છે. સામે એનો દિકરો એને દેખાય છે. એ જેવી નજીક જવા લાગે છે કે એનો દિકરો અચાનક પેલી આત્મા બની જાય છે. રજની એને જોઈને બેભાન થઈ જાય છે. અ બાજુ મોહિત એના મિત્ર કરણ પાસે પહોંચે છે.
કરણ : મોહિત શુ થયુ તુ કેમ આટલો ગભરાયેલો છે.
મોહિત : તુ ગાડી મા બેસ હુ તને સમજાવુ છુ, ઉતાવળ મા મને કંઈ ભાન જ ના રહ્યુ ને રજની ને ત્યા મુકી ને આવતો રહ્યો એ રજની ને મારી નાંખશે.
કરણ : કોણ મારી નાંખશે કોની વાત કરે છે તુ?
મોહિત : તુ જલ્દી બેસ હુ સમજાવુ છુ તને.
કરણ ગાડી મા બેસી જાય છે મોહિત એને બધુ સમજાવે છે
કરણ : આય કાન્ટ બીલિવ ધીસ. મોહિત તુ આજ ના મોર્ડન જમાના મા ભૂત પ્રેત પર વિશ્વાસ રાખે છે? મને નવાઈ લાગે છે એવુ કંઈ જ ના હોય.
મોહિત : મને પણ પહેલા વિશ્વાસ ન હતો હુ પણ રજની ને તારી જેમ જ કહેતો હતો પણ જ્યારે મે મારી નજરે જોયુ ત્યારે મને વિશ્વાસ આવ્યો. આમ બધી વાત કરતા કરતા એ લોકો બંગલા પાસે પહોંચ્યા. મોહિતે હોર્ન માર્યો પણ ગેટ ના ખુલ્યો મોહિતે ઘણીવાર સુધી હોર્ન માર્યો પણ ગેટ ના જ ખુલ્યો. મોહિત અને કરણ ગાડીમાથી ઊતર્યા અને ગેટ પાસે જઈ ગેટ ખોલવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ ગેટ ના ખુલ્યો.
મોહિત : કરણ જો તુ આ ગેટ પણ હવે નય ખુલતો કંઈ કર નહી તો એ મારી રજની ને મારી નાંખશે.
કરણ આમ તેમ જોવે છે બંગલાથી થોડે જ આગળ એક ચા ની નાની દુકાન દેખાય છે.
કરણ : મોહિત ચાલ આપણે પેલી દુકાને જઈ ને પુછી એ હોઈ શકે કદાચ બંગલા ની અંદર જવાનો બીજો રસ્તો હોય
મોહિત : હા તારી વાત સાચી છે ચાલ જલ્દી.
બંન્ને જણ ત્યા ચા ની દુકાન બાજુ જાય છે.
શુ એ ચા વાળો મોહિત ની મદદ કરશે? શુ એને બંગલાની અંદર જવાનો રસ્તો ખબર હશે ? રજની પેલી આત્મા ને જોઈને બેભાન થઈ ગઈ હતી શુ એ આત્મા રજની ને મારી નાખશે કે મોહિત અંદર પહોચી જશે જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . . . .