Sunset villa - 11 books and stories free download online pdf in Gujarati

સનસેટ વિલા - ભાગ - ૧૧

નમસ્તે મિત્રો કેમ ઼છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત બંગલા મા જઈ આત્મા સાથે વાત કરી રાજેશ ને લેવા બહાર આવે છે, તે રાજેશ ને લઈ ને બંગલા મા જાય છે હવે જોઈએ આગળ. . .
મોહિત રાજેશ ને હોલ મા સુવડાવી દે છે અને એ સાઈડ પર જતો રહે છે. થોડી જ વાર મા રાજેશ ભાન મા આવે છે અને ઊભો થાય છે. રાજેશ આજુબાજુ જોઈ ને વિચારે છે કે આ હુ ક્યા આવી ગયો છુ? અચાનક જ એને યાદ આવે છે કે આ તો મારો જ બંગલો છે, અહી કેવી રીતે આવી ગયો , એ ભાગી ને બહાર ની તરફ જાય છે પણ અચાનક જ એ કોઈ વસ્તુ સાથે અથડાઈ ને પાછો હોલ મા જ પડે છે. એ વિચારે છે કે મારી સામે તો કશુ નહી પછી હુ અથડાયો કોની સાથે? એ મોહિત ને બૂમ પાડે છે. મોહિત રાજેશ ની સામે આવે છે.
રાજેશ : યાર મને અહી થી જલ્દી લઈ જા અહી રહેવુ યોગ્ય નહી મારી જાન ને ખતરો છે.
મોહિત : તુ શુ વાત કરે છે યાર, આ બંગલો તો તારો જ છે ને પછી તને કેમ એવી બીક લાગે છે.
રાજેશ : તુ નય સમજે યાર બોવ મોટી સ્ટોરી છે હુ પછી તને સમજાવીશ તુ હમણા જલ્દી ચાલ નય તો હુ જાવ છુ.
મોહિત : ના તો, હુ આવીશ કે ના તો, તને અહી થી જવા દઈશ. મને બધુ જ ખબર છે કે તને શેની બીક લાગે છે પણ કરેલા કર્મો તો ભોગવવા જ પડે ને?
રાજેશ : એટલે તુ કહેવા શુ માંગે છે, શુ ખબર છે તને?
એટલા મા વિજય પણ આવે છે. મોહિત વિજય ને જોઈ ઈશારા થી રસોડા મા જવા કહે છે, વિજય જતો રહે છે.
રાજેશ : આ કારબા મા શુ લઈ ને આવ્યો છે, તમે લોકો શુ કરવાના છો? કોણ છો અને આવુ કેમ કરો છો.
મોહિત : અમે પણ તારી જેમ માણસ જ છે પણ તારા કરેલા કર્મો ના લીધે ભોગવી અમે રહ્યા છે. તારી પત્ની ને તે મારી નાંખી અને જ્યારે તને ખબર પડી કે એ એક આત્મા બની ચુકી છે તો તે એને અહી જ કેદ કરાવી દીધી. તે ભલે એમ કર્યુ પણ તુ બધુ જાણતો હોવા છતા લોકો ને અહી રહેવા માટે ભલામણ કેમ કરતો હતો? તારા કારણે આજે મારી પત્ની મુસીબત મા છે પણ હુ એને બચાવી ને રહીશ અને એને બચાવવા માટે જ તો, તને અહી લઈ ને આવ્યો છુ .
રાજેશ : મતલબ કે તારે બંગલો ખરીદવો નથી, તુ મને અહી લાવવા માગતો હતો એટલે તે આવુ નાટક કર્યુ.
મોહિત : હા બરાબર સમજી ગયો તુ.
રાજેશ : મારી સાથે રમત રમી તે પણ યાદ રાખ પહેલા પણ અહી થી બચી ને હુ જતો રહ્યો હતો અને આજે પણ જતો રહીશ પણ તને હુ નય છોડુ.
રાજેશ આજુ બાજુ જોવે છે એક દિવાલ પર એની નજર પડે છે ત્યા એક કુહાડી લટકાવેલી હોય છે રાજેશ એ કુહાડી ને લઈ ને મોહિત તરફ જાય છે, મોહિત થોડો ઘબરાય છે અને એના થી બચવા માટે પોતાની જાત ને તૈયાર કરે છે. પણ અચાનક જ બંગલા ના બારી બારણા પછડાવા લાગે છે, લાઈટો ચાલુ બંધ થાય છે એક જોરદાર પવન ફુકાય છે મોહિત પવન થી બચવા રસોડા મા જતો રહે છે, રાજેશ ને પવન ના લીધે કશુ દેખાતુ નથી એ હોલ મા આમતેમ અથડાયા કરે છે. થોડીવાર મા પવન શાંત થઈ જાય છે બધુ નોર્મલ થઈ જાય છે. રાજેશ ઘબરાઈ જાય છે અને બહાર નીકળવા જાય છે, ત્યારે પાછળ થી અવાજ સંભળાય છે કે ક્યા જાય છે રાજેશ? એ પાછળ ફરી ને જોવે છે તો અચાનક ચોંકી જાય છે.
રાજેશ : જજજજજજજ જયા તુ?
જયા : હા હુ તારી પત્ની, પણ પત્ની નો હક તો તે મને આપ્યો જ નથી ને , અને તે મને મારી નાખી મને અહી તડપતી મુકી ચાલ્યો ગયો, પણ આજે તુ અહી આવી ગયો છે હુ તને નય છોડુ.
રાજેશ : તુ મારુ કશુ નય બગાડી શકે જયા, જેમ પહેલા હુ તારા થી બચી ને નીકળી ગયો હતો ને આજે પણ નીકળી જઈશ.
જયા : કોશિશ કરીને જોઈલે તને છૂટ આપુ છુ પ઼ણ આજે તુ નય બચી શકે.
રાજેશ : હુ બચી ને જઈશ અહી થી અને બચ્યા પછી પેલા બે દગાખોરો ને નય છોડુ, મને દગા થી અહી લાવ્યા છે.
શુ રાજેશ અહી થી બચી ને ભાગવા મા સફળ થશે ? કે જયા એના મોત નો બદલો લેશે. મોહિત રજની ને બચાવી શકશે કે જયા નવી મુસીબત ઊભી કરશે જાણો આવતા ભાગ મા આવજો. . . . . . .