Happy hardy and heer books and stories free download online pdf in Gujarati

હેપ્પી હાર્ડી અને હીર: રોમાન્સ, મ્યુઝિક અને હિમેશ રેશમિયા

હેપ્પી હાર્ડી અને હીર: રોમાન્સ, મ્યુઝિક અને હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયાને ડબલ રોલમાં ચમકાવતી આ ફિલ્મ 31 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં

હિમેશ રેશમિયાની અભિનેતા તરીકેની નવી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ રિલીઝ ટાણે ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મ વિશે વાત કરતા તેઓ કહે છે, ‘આ ફિલ્મ માટે એ ધારણા બાંધવી ખોટી પડે કે આ ફિલ્મ ફક્ત ગુડ લુકિંગ છે કે એમાં ફક્ત હિટ મ્યુઝિક છે. પરંતુ આ એક એવી ફિલ્મ છે જે એક અભિનેતા તરીકેની મારા પ્રત્યેની તમારી ધારણા બદલશે અને તમને આ લવ સ્ટોરી ગમશે. હું મારા પરફોર્મન્સથી ખુશ છું ને ઘણી મહેનત લાગી છે.’

હિમેશ રેશમિયાની દરેક ફિલ્મમાં મ્યુઝિક એક અભિન્ન ભાગ હોય છે અને આ ફિલ્મ પણ તેમાંથી બાકાત નથી. વાઈરલ સેન્સેશન રાનુ મોંડલને જે ગીત દ્વારા હિમેશ રેશમિયાએ મોકો આપ્યો છે તે ‘તેરી મેરી કહાની’ અને ‘આશિકી મેં તેરી 2.0’ જેવા સોંગ્સ અત્યારે ચાર્ટબસ્ટર લિસ્ટમાં છે.

ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયાની આ અભિનેતા તરીકેની 10મી ફિલ્મ છે. આ ફિલ્મ સ્કોટલેન્ડના ગ્લાસગો, એડિનબર્ગ અને ગ્રીનોકમાં શૂટ થઈ છે. વધુમાં ઉમેરતા તેઓ કહે છે, ‘મને મારી પત્ની સોનિયા કપૂર અને સંવાદ લેખક બંટી રાઠોડ દ્વારા જે રીતે પાત્રોની રચના કરવામાં આવી છે તે ખૂબ સ્પર્શી છે. હરપ્રીત સિંહ લાંબા, હીર રંધાવા અને હર્ષવર્ધન ભટ્ટ એમ બધા જ પાત્રો અત્યારના સમય પ્રમાણે રિલેટેબલ છે. તમે આ લવ સ્ટોરીને પ્રેમ કરશો કેમ કે લાંબા સમય પછી એક સારી લવ સ્ટોરી આવી રહી છે જેનું સંગીત ખૂબ લોકપ્રિય છે અને પાત્રો ખૂબ જ ફ્રેશ છે.’

ફિલ્મમાં હાર્ડીનું પાત્ર ગુજરાતી છે. આપણા ગુજરાતી હિમેશ રેશમિયા એ પાત્ર માટે અભિનય કરી રહ્યા છે અને જો એ પાત્ર ગુજરાતમાં પોપ્યુલર થાય તો હિમેશ રેશમિયા થકી બોલીવુડના ટોપ લીડ એક્ટર્સમાં પણ એક ગુજરાતીનો સમાવેશ થવાની શક્યતા વધી જવાની.

‘હેપ્પી હાર્ડી અને હીર’માં હિમેશ ડબલ રોલમાં છે અને સાથે સોનિયા માન પણ લીડ રોલમાં છે. ફિલ્મ પ્રેમમાં ફ્રેન્ડ ઝોનમાં રહેવાના વિષય પર છે. ફિલ્મનું નિર્માણ દિપશિખા દેશમુખ અને સબિતા માનકચંદ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન રાકા દ્વારા કરવામાં આવ્યું છે. 31 જાન્યુઆરી 2020ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું પ્રમોશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. હમણાં જ દેશના 12 અલગ-અલગ શહેરોમાં ફિલ્મને લઈને કોન્સર્ટ્સ યોજાઈ ગઈ જેને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો.